'499 રન, 34 છગ્ગા' – હિમાલય જેવો સ્કોર ખડકાયો છતાં મૅચ છેલ્લી ઓવર સુધી કેમ ચાલી?

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ, ભારતીય ટીમે ફાઇનલમા સુધાર કરવાની જરૂર, ભારત વિ. ન્યૂઝી લેન્ડ, ટી20, વર્લ્ડકપ 2026, અમદાવાદ મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રદીપ કૃષ્ણા
    • પદ, સંવાદદાતા, બીબીસી તમિલ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ટી20 વર્લ્ડકપના ફાઇનલમાં જગ્યા બનાવી છે.

ભારતે આ મૅચ સાત રનથી જીતી લીધી. છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મૅચમાં વિજય મેળવીને ભારતે ટી20 વર્લ્ડકપમાં સતત બીજી વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

આ મૅચમાં બંને ટીમોએ જામીને બૅટિંગ કરી અને રન બનાવ્યા. કુલ 499 રન બન્યા, અને બૅટ્સમૅનોએ કુલ 34 રન છગ્ગા ફટકાર્યા.

ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૉલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો અને સાત વિકેટના નુકસાન પર 253 રન બનાવ્યા.

મોટા લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લૅન્ડ અંત સુધી મૅચમાં જામેલું રહ્યું અને ઇનિંગ 246/7 પર સમાપ્ત કરી.

89 રન બનાવનારા સંજુ સેમસન સતત બીજી મૅચમાં મૅન ઑફ ધ મૅચ બન્યા.

સંજુ સેમસને સેમિફાઇનલ કેવી રીતે જિતાડી

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ, ભારતીય ટીમે ફાઇનલમા સુધાર કરવાની જરૂર, ભારત વિ. ન્યૂઝી લેન્ડ, ટી20, વર્લ્ડકપ 2026, અમદાવાદ મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સંજુ સેમસને ભારતને સુપર-8ની મૅચ જિતાડીને સેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.

સંજુ સેમસને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સુપર-8 મૅચમાં નૉટઆઉટ 97 રન બનાવીને ભારતની જીત નક્કી કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મૅચ પહેલાં આર્ચર અને સેમસન વચ્ચે મૅચની ખૂબ ચર્ચા થઈ હતી. સેમસન ઝડપી બૉલરોની સામે ટકી નહોતા શક્યા એટલે સવાલ ઊઠી રહ્યા હતા કે શું તેઓ આર્ચરનો સામનો કરી શકશે.

જોકે આર્ચરની બૉલિંગનો સામનો કરતા જ સેમસને પોતાની પૂર્ણ તાકાત બતાવી.

તેમણે આર્ચરની પહેલી ઓવરના ત્રીજા બૉલ પર ચોગ્ગો લગાવીને રન બનાવવાનો ક્રમ ચાલુ રાખ્યો અને આગલા બૉલ પર જ છગ્ગો ફટકારી દીધો.

ત્રીજી ઓવરમાં બૅટિંગ કરવા આવેલા સેમસને તે ઓવરના પહેલા બૉલ પર જ ચોગ્ગા ફટકાર્યો હતો. અભિષેક શર્મા આની પહેલાંની ઓવરના છેલ્લા બૉલ પર આઉટ થઈ ગયા હતા. આ ઓવર વિલ જૅક્સ ફેંકી રહ્યા હતા.

આ સ્થિતિમાં આગલા બૉલ પર આર્ચર જેવા ફાસ્ટ બૉલરનો સામનો કરતા સેમસને રક્ષણાત્મક રમત વિશે વિચાર્યા વિના આક્રામક બૅટિંગ ચાલુ રાખી.

સેમસનની વિકેટ ત્રીજી ઓવરમાં જ પડી ગઈ હોત એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પણ ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂક તેમનો કૅચ ચૂકી ગયા.

ત્યાર બાદ પણ સેમસનનું મનોબળ ઘટ્યું નહીં. તેમણે ચોથા બૉલ પર એક મોટો છગ્ગો ફટકાર્યો.

આર્ચરે એ જ ઓવરના છેલ્લા બૉલ પર યૉર્કર ફેંક્યો. પરંતુ સેમસને તે તક ઝડપી અને થર્ડ મૅન તરફ ચોગ્ગો ફટકાર્યો.

તેમનું અનુમાન, બૉલ રમવાનું યોગ્ય ટાઇમિંગ અને તેમનો દૃઢ સંકલ્પ, આ બધું ત્રીજી ઓવરમાં સ્પષ્ટ રીતે દેખાયું.

સેમસનની વિસ્ફોટક રમત સતત ચાલુ રહી, તેમણે દરેક બૉલરના બૉલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો.

ખાસ કરીને સેમસને પોતાની સામે આવતા પહેલા અથવા બીજા બૉલ પર ચોગ્ગો અથવા છગ્ગો ફટકારીને દરેક બૉલર પર દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો.

  • આર્ચર સિવાય બાકી બધા બૉલર સામે સંજુ સેમસન આ જ રીતે રમ્યા હતા
  • સેમસને જૅક્સની બૉલિંગના પહેલા બૉલે ચોગ્ગો ફટકાર્યો
  • સંજુએ સૅમ કુરેન દ્વારા ફેંકવામાં આવેલા બીજા જ બૉલ પર ચોગ્ગો ફટકાર્યો
  • આદિલ રાશિદના આ મૅચમાં પહેલા જ બૉલ પર પણ સેમસને ચોગ્ગો ફટકાર્યો.
  • લિયામ ડૉસનના પહેલા જ બૉલ પર સેમસન દ્વારા છગ્ગો પડ્યો હતો
  • તેમજ સંજુ સેમસને અર્ધ સદી પૂરી કરી ઓવરટનના બીજા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો.

એટલું જ નહીં, મોટાભાગી ઓવરમાં તેમણે પ્રથમ જ બૉલ પર ચોગ્ગો અને છગ્ગો લગાવવાનો પ્રયત્ન કર્યો.

તેની શરૂઆતથીજ દરેક બૉલર મુશ્કેલીમાં પડી ગયો. હૅરી બ્રૂક, જે મોટાભાગની મૅચોમાં પાવર પ્લેમાં ત્રણ ઓવર સુધી આર્ચર અથવા જૅક્સનો ઉપયોગ કરી રહ્યા હતા, તેમણે બીજી યોજનાઓ પર વિચાર કરવો પડી ગયો.

આ કારનામાને પગલે જ ભારતે પાવરપ્લેમાં જ 67/1 નો વિશાળ સ્કોર ખડકી દીધો.

સેમસન, જે સતત 180થી વધારેના સ્ટ્રાઇક રેટ પર રમી રહ્યા હતા, તેમણે માત્ર 26 બૉલ પર પોતાની અર્ધ સદી પૂરી કરી. તેમણે પોતાના શાનદાર રનરેટને જાળવી રાખ્યો અને 42 બૉલ પર 89 રન બનાવીને આઉટ થયા. તેમના આઉટ થવા પર ભારતનો સ્કોર 13.1 ઓવરમાં 160/3 હતો. તે સમયે ભારત મૅચમાં સારી પરિસ્થિતિમાં હતું.

ભારતીય ટીમના વિજયમાં કોનું શું યોગદાન હતું

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ, ભારતીય ટીમે ફાઇનલમા સુધાર કરવાની જરૂર, ભારત વિ. ન્યૂઝી લેન્ડ, ટી20, વર્લ્ડકપ 2026, અમદાવાદ મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ મૅચમાં ભારતીય ટીમના એક નિર્ણયને કારણે તેમને આટલો મોટો સ્કોર કરવામાં સફળતા મળી.

દસમી ઓવરમાં આદિલ રાશિદે ઇશાન કિશનને આઉટ કર્યા બાદ ભારતે શિવમ દુબેને ચોથા બૅટ્સમૅન તરીકે મેદાનમાં ઉતાર્યા.

સામાન્ય રીતે આ સ્થાન પર સૂર્યકુમાર યાદવ બૅટિંગ કરે છે. જોકે, દુબે સ્પિનરો સામે સારું રમે છે એટલે ભારતે રાશિદની ઓવરને નિશાન બનાવવા માટે દુબેને ઉતાર્યા.

દુબેએ પણ ભારત માટે આશા પ્રમાણે જ પ્રદર્શન કર્યું. રાશિદે પોતાની પહેલી બે ઓવરમાં 13 રન આપીને એક વિકેટ લીધી.

દુબે એકમાત્ર એવા બૅટ્સમૅન હતા જેમણે ઇનિંગ દરમિયાન બૉલરોને નિયંત્રણમાં રાખ્યા અને ત્રીજી ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા. તેમણે રાશિદની ચોથી ઓવરમાં પણ એક છગ્ગો ફટકાર્યો.

એટલું જ નહીં, સેમસનની વિસ્ફોટક શરૂઆતનો અન્ય ખેલાડીઓએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેમણે પણ આક્રામક રમત રમી અને ભારતનો રનરેટ સતત 11 રનની ઉપર રાખ્યો.

બૅટિંગ કરવા આવેલા દરેક ખેલાડી પ્રથમ બૉલથી જ જોરદાર બૅટિંગનો ઇરાદો લઈને મેદાનમાં ઊતર્યા.

અભિષેક શર્માને છોડીને બાકી બધા જ છ બૅટર્સ જે આઉટ થયા તે 170થી વધારેના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરી રહ્યા હતા.

આ રીતે અભિષેકને છોડીને બાકી બધા ખેલાડીઓએ ઓછામાં ઓછા એક છગ્ગો તો ફટકાર્યો જ.

છેલ્લી બે ઓવરમાં તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ મળીને પાંચ છગ્ગા માર્યા જેનાથી 36 રન જોડાયા.

ઇંગ્લૅન્ડની સાત રનથી હારને જોતાં તમે સમજી શકો છો કે એ બે ઓવર ભારત માટે કેટલી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ.

આ આક્રામક બૅટિંગને કારણે ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા. ટી20 વિશ્વકપના ઇતિહાસમાં કોઈ ટીમે બનાવેલો આ ચોથો સૌથી મોટો સ્કોર છે.

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોએ જે ભૂલભરેલા શૉટ માર્યા

એક મોટા ટાર્ગેટને ચેઝ કરતાં, ઇંગ્લૅન્ડની બૅટિંગ શરૂઆતથી જ આક્રમક રહી હતી.

પરિણામે, તેમના બૅટ્સમૅનો અમુક નબળા શૉટ્સને કારણે સતત આઉટ થતા ગયા. મોટાભાગની ઓવરોમાં, જે બૅટ્સમૅનો પહેલા બૉલ પર મોટો શૉટ મારવાનો ઇરાદો ધરાવતા હતા તેઓ બૉલનો યોગ્ય અંદાજો ન લઈ શક્યા આઉટ થતા ગયા.

જેમ કે, ઇનિંગની બીજી ઓવરનો પહેલો બૉલ... હાર્દિક પંડ્યાએ એક ભારે ઑફ-સાઇડ ડિલિવરી બૉલ ફેંક્યો, અને ફિલ સૉલ્ટ સ્વિંગને સમજી ન શક્યા અને મોટો શૉટ રમવાનો પ્રયાસ કર્યો.

તે જ રીતે, પાંચમી ઓવરનો પહેલો બૉલ... બુમરાહનો આ મૅચનો પહેલો બૉલ.

ઇંગ્લૅન્ડના કપ્તાન હૅરી બ્રૂકે પહેલા બૉલે જ શૉટ મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બુમરાહની ધીમી બૉલિંગે તેમને થાપ ખવડાવી દીધી, અને તેમનો કૅચ સીધો અક્ષર પટેલના હાથમાં જતો રહ્યો.

તે જ રીતે, જોસ બટલર પણ મોટો શૉટ માર્યા પછી આઉટ થઈ ગયા હતા.

જેકબ બેથેલે વરુણ ચક્રવર્તીની ઓવરના પહેલા ત્રણ બૉલમાં ઉપરાઉપરી સિક્સર ફટકારી.

અને ચોથા બૉલ પર એક સિંગલ લીધો, અને બટલર બૅટિંગ કરવા આવ્યો.

તે ઓવરમાં ખાસ કરીને પાવરપ્લેના છેલ્લા બે બૉલમાં 19 રન થઈ ગયા હતા, આમ છતાં, બટલરે મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો, અને વરુણ ચક્રવર્તીની ગુગલી ચૂકી ગયો અને બૉલ સીધો સ્ટમ્પ્સમાં ઘૂસી ગયો હતો.

છેવટ સુધી લડનારા જેકબ બેથલ

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ, ભારતીય ટીમે ફાઇનલમા સુધાર કરવાની જરૂર, ભારત વિ. ન્યૂઝી લેન્ડ, ટી20, વર્લ્ડકપ 2026, અમદાવાદ મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જેકબ બેથલ પાંચમી ઓવરમાં મેદાન ઉપર આવ્યા હતા અને છેક છેલ્લી ઓવર સુધી લડત આપી હતી. તેઓ મૅચને છેક છેલ્લી ઓવર સુધી ખેંચી જનાર ખેલાડી હતા.

બેથલે ખૂબ જ બહાદુરીપૂર્વક લડત આપી હતી અને જે બૉલરો સામે ઇંગ્લૅન્ડના અન્ય બૅટ્સમૅન ગભરાતા હતા, તેમનો પણ સામનો કર્યો હતો.

પોતાના બીજા (બુમરાહે ફેંકેલા) બૉલને હવામાં જ મેદાનની બહાર મોકલી દઈને જેકબે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.

વરુણ ચક્રવર્તીએ મૅચમાં પહેલી ત્રણ બૉલ ફેંકી, એ ત્રણેય ઉપર જેકબે છગ્ગા માર્યા હતા. હાર્દિક પંડ્યા વરુણ ચક્રવર્તી અને અર્શદીપ જેવા તમામ હથિયાર જેકબ સામે બિનઅસરકારક સાબિત થયા હતા.

ઇંગ્લૅન્ડના અનુભવી બૅટ્સમૅન એક તરફ બેજવાબદારીપૂર્ણ શૉટ મારીને આઉટ થઈ રહ્યા હતા, એવામાં 22 વર્ષીય બેથલે તેમની રમતમાં પાકટતા દેખાડી હતી.

અમુક બાઉન્ડ્રીઓ ફટકારીને તેઓ સ્ટ્રાઇક રોટેટ પણ કરી દેતા હતા. તેમણે માત્ર બાવડાના બળે બધા બૉલ નહોતા રમ્યા.

જ્યારે-જ્યારે બે ફિલ્ડર વચ્ચે ગૅપ દેખાયો, ત્યારે તેમણે ત્યાંથી બૉલને બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો.

બેથલે માત્ર 19 બૉલમાં અડધી સદી અને 45 બૉલમાં સદી ફટકારી હતી. છેલ્લી ઓવરમાં 30 રન જોઈતા હતા. તેઓ બીજો રન દોડવા ગયા અને આઉટ થઈ ગયા. આ સાથે તેમની ઇનિંગનો અંત આવ્યો હતો.

જેકબ બેથલે 48 બૉલમાં 105 રન બનાવ્યા હતા.

બુમરાહની જોરદાર અસર

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સેમિફાઇનલ, ભારતીય ટીમે ફાઇનલમા સુધાર કરવાની જરૂર, ભારત વિ. ન્યૂઝી લેન્ડ, ટી20, વર્લ્ડકપ 2026, અમદાવાદ મેચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મૅચ દરમિયાન 499 રન બન્યા હતા. મતલબ કે દરેક ઓવરમાં 12.475 રન બન્યા હતા.

બંને ટીમોના કુલ 12 બૉલરમાંથી 10ની સરેરાશ 10 કરતાં વધુ હતી. બાકીના બે ગેંદબાજોમાંથી માત્ર બુમરાહ જ એવા બૉલર હતા કે જેમણે ઓવરદીઠ સરેરાશ નવ કરતાં ઓછા રન આપ્યા હતા.

બુમરાહના પહેલા બૉલમાં જ ઇંગ્લૅન્ડના કૅપ્ટન તથા જોખમરૂપ બની શકે તેવા બૅટ્સમૅન હૅરી બ્રૂકની વિકેટ લીધી હતી. આ વિકેટે મૅચ ઉપર ઊંડી અસર ઊભી કરી હતી.

એવી જ રીતે ઇંગ્લૅન્ડને ત્રણ ઓવરમાં 45 રન જોઈતા હતા. ત્યારે 18મી ઓવર બુમરાહે ફેંકી હતી, જેમાં તેમણે માત્ર છ રન આપ્યા હતા. જેણે છેલ્લી બે ઓવરમાં ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન ઉપર માનસિક દબાણ ઊભું કર્યું અને તેઓ ટાર્ગેટ હાંસલ ન કરી શક્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન