You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહાડી અવાજવાળા પુરુષો મહિલાઓને કેમ વધુ પસંદ આવે છે?
- લેેખક, વિલ પાર્ક
- પદ, બીબીસી રીલ્સ
અમિતાભ બચ્ચન, રઝા મુરાદ, અમરીશ પુરી, ઓમ પુરી- આ સિવાય પણ અનેક નામો ગણાવી શકાય, જે તેમના અવાજને કારણે વિશિષ્ટ રીતે તેમના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે.
તો ઘણા શાયરો પણ તેમના ઘેરા અવાજથી મુશાયરા લૂંટી લેતા હોય છે. ગુજરાતના ગઝલકાર ખલીલ ધનતેજવી પણ એમાંના એક છે.
પ્રથમ મુલાકાતમાં કોઈના વિશે ધારણા બાંધતી વખતે તેમના અવાજને મહત્ત્વ આપીએ છીએ.
માત્ર પ્રથમ મુલાકાતમાં જ નહીં, જીવનના દરેક તબક્કામાં વ્યક્તિનો 'અવાજ' આપણા માટે ઘણી મહત્ત્વપૂર્ણ બાબત હોય છે.
મિત્રો, અભિનેતાઓ, રાજનેતાઓ અને પોતાના સાથીદારોની પસંદગીમાં પણ તેમનો અવાજ અને બોલવાની છટા આધાર રાખે છે.
પણ શા માટે?
કારણ કે અવાજ આપણા વ્યક્તિત્વ વિશે વિચારો કરતાં વધારે જાણકારી આપે છે.
યુનિવર્સિટી ઑફ મોન્ટપૅલિયરમાં ભાષાવિજ્ઞાનના શોધકર્તા મૅલિસા બરકત ડિફ્રાડ્સનું કહેવું છે કે અવાજનો ઉપયોગ માત્ર બોલવા અને માહિતીની આપ-લે કરવા પૂરતો નથી. તેનાથી લોકોનું વ્યક્તિત્વ અને સામાજિક સ્તર પણ જાણી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે, "અવાજથી એ પણ ખબર પડે છે કે તમે શું કામ કરો છો અને આર્થિક રૂપે ક્યાં છો."
"તેનાથી માનસિક સ્વાસ્થ્ય સહિત આપના સંપૂર્ણ સ્વાસ્થ્યનો ચિતાર મળે છે. એટલે કે અવાજની ગુણવત્તા તમારા વિશે આ બધી માહિતી આપે છે."
લોકોના અવાજમાં ઘણો નજીવો ફરક હોય છે. જે તમે સેકન્ડના દસમા ભાગમાં પણ પકડી લો છો અને તેનાથી વ્યક્તિ વિશે ધારણા બનાવી લો છો.
પરંતુ અવાજની ગુણવત્તા વિશે એવી કઈ બાબતો છે, જેને આપણે સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ?
ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિના અવાજથી આપણે તેમને નેતા તરીકે કેવી રીતે પસંદ કરી લઈએ છીએ?
આ વિશે ચૂંટણીનાં પરિણામો એ ઈશારો આપે છે કે ઘેરો અવાજ ધરાવતા મોટા ભાગના ઉમેદવારો જીતી જાય છે.
જે લોકોનો અવાજ ભારે હોય છે તેમને વધુ સક્ષમ, નોકરી માટે વધુ યોગ્ય અને વધુ ભરોસાપાત્ર માનવામાં આવે છે.
અવાજના કારણે લોકપ્રિયતા વધે?
રસપ્રદ બાબત એ છે કે આપણા વાતાવરણના કારણે પણ આપણો અવાજ અને ઉચ્ચારણમાં ફેરફાર થાય છે.
આપણે સામાન્ય રીતે એકબીજાની મિમિક્રી પણ કરીએ છીએ અને એવા મિત્રોની પસંદગી કરીએ છીએ, જેમનો અવાજ અને ઉચ્ચારણ આપણા જેવો જ હોય.
"યુનિવર્સિટી ઑફ લ્યોનના બાયો બાયોકૉસ્ટેશન કતાર્જિના પિસાંસ્કી કહે છે, "સામાન્યપણે કોઈકની સાથે વાતચીત કરતી વખતે આપણે અવાજ અને ઉચ્ચારણ તેમનાં અવાજ અને ઉચ્ચારણ પ્રમાણે બદલતા હોઈએ છીએ."
જો કોઈ ધીરે વાત કરી રહ્યું હોય તો આપણે પણ ધીરેથી બોલીએ છીએ. જો કોઈ જોરથી વાત કરે છે આપણે પણ એમ જ કરીશું. આપણી અંદર રહેલી આ ખાસિયત લોકો સાથે વાત કરવામાં મદદ કરે છે."
રોમૅન્ટિક આકર્ષણમાં શું એમ કહી શકાય કે કેટલાક અવાજ અન્ય અવાજો કરતાં વધુ આકર્ષક હોય?
ઘણા સમય સુધી એમ માનવામાં આવતું હતું કે જે રીતે ભારે અવાજ રાજનેતાઓને લોકપ્રિય બનાવી દે છે. એ જ રીતે એમ પણ માનવામાં આવતું હતું કે ઘેરા અવાજના કારણે પુરુષો આકર્ષક બની જાય છે.
મેલિસા બરકત ડિફ્રાડ્સ કહે છે, "પુરુષોમાં હાજર ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનો તેમના અવાજ સાથે વિપરીત સંબંધ છે.
જો કોઈ પુરુષનો અવાજ ઘેરો હોય તો તેનો અર્થ એ થાય છે કે તેમની અંદર ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું છે."
"આપણે સૌ જાણીએ છીએ કે ટેસ્ટોસ્ટેરોનથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સહિત ઘણી બધી બાબતોમાં ફાયદો થાય છે. જો કોઈ પુરુષનો અવાજ ઘેરો હોય, તો તેને વધુ પાર્ટનર મળી શકે છે અને તેમને વધુ બાળકો થઈ શકે છે."
તેમણે કહ્યું કે ઘેરા અવાજ દ્વારા પુરુષ તેમના પાર્ટનરને પોતાની ક્ષમતાનો સંકેત આપી શકે છે.
તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી છે અને તે ઘણો આક્રમક અને પ્રભાવશાળી છે અને તેમની પાસે નેતૃત્વક્ષમતા પણ છે.
મહિલાઓને આકર્ષિત કરે છે ઘેરો અવાજ?
આ જ કારણ છે કે બાયોલૉજિસ્ટો કહે છે કે ભારે અથવા તો ઘેરો અવાજ મહિલાઓને આકર્ષક લાગે છે.
આ પરિકલ્પનાના આધારે શું આપણે સિદ્ધ કરી શકીએ કે અવાજમાં એવું તો શું છે જે મહિલાઓને આકર્ષે છે?
જ્યારે વિશ્વભરમાં અલગ-અલગ અવાજોની તપાસ કરવામાં આવી, તો જાણવામાં આવ્યું કે ઘેરી પીચવાળો અવાજ ધરાવતી મહિલાઓને જલદી પાર્ટનર મળી જાય છે.
એ પણ સત્ય છે કે યુવતીઓના અવાજની પીચ ઘેરી હોય છે અને તેનાથી સ્પષ્ટ થાય છે કે તેનાથી તેમની ઉંમર અને સુંદરતા વિશે પણ ખ્યાલ આવે છે.
આ મુદ્દે થયેલી શોધમાં એ વાત પણ સામે આવી કે મહિલાઓ ડેટિંગ સમયે પોતાનો અવાજ વધારે છે, પણ તાજેતરનાં વર્ષોમાં કેટલાક સંશોધકોનું કહેવું છે કે તેમાં પણ ફેરફાર થઈ રહ્યો છે.
એટલે કે મહિલાઓ કોઈ આકર્ષક વ્યક્તિ સામે પોતાના અવાજની પીચ ઘટાડી દે છે.
યુનિવર્સિટી ઑફ લ્યોનમાં એક બાયોકૉસ્ટેશન કતાર્જિના પિસાંસ્કીએ એક સંશોધન કર્યું. જેમાં કેટલીક મહિલાઓએ એક ચોક્કસ વ્યક્તિ સાથે છ મિનિટ સાથે વાત કરી અને તેમની પાસે એ વ્યક્તિને પસંદ કે નાપસંદ કરવા માટે એક ડિવાઇસ આપવામાં આવ્યું હતું. આ સિવાય તેમનો અવાજ પણ રેકૉર્ડ કરવામાં આવતો હતો.
કતાર્જિના પિસાંસ્કીએ એ અવાજોની પોતાના અવાજ સાથે તુલના કરી અને તેમને એ જાણવા મળ્યું કે જે પુરુષો તેમને પસંદ આવ્યા તેમની સામે મહિલાઓએ પોતાના અવાજની પીચ ઘટાડી દીધી હતી અને જે લોકો પસંદ ન આવ્યા, તેમની સામે અવાજની પીચ ઘેરી કરી હતી.
તેમને એ પણ જાણવા મળ્યું કે પુરુષોએ એવી મહિલાઓને વધુ પસંદ કરી જેમનો અવાજ કોમળ હતો.
આ રીતે અન્ય એક સંશોધનમાં ફ્રાન્સના પુરુષો અને મહિલાઓના અવાજની તપાસ કરવામાં આવી અને તેમાં જાણવા મળ્યું કે ફ્રાન્સમાં પુરુષોને એવી મહિલાઓ વધુ પસંદ આવી જેમનો અવાજ ભારે હતો.
મેલિસા બરકત ડિફ્રાડ્સ કહે છે, "લાંબા સમય સુધી આપણે એ ભ્રમમાં રહ્યા અને હવે આપણને એ અંગે સાંસ્કૃતિક ધોરણે પરિવર્તન પણ દેખાઈ રહ્યું છે. જે ઘણું રસપ્રદ છે, કારણ કે જે વસ્તુ અમે ફ્રાન્સના પુરુષોમાં જોઈ, તે આ પહેલાં ક્યાંય જોવા મળી નથી."