એ બળવાખોર મહિલા સંત, જે રણમાં 47 વર્ષ સુધી નગ્ન અવસ્થામાં રહ્યાં

બીબીસી ગુજરાતી, સૅન્ટ મેરી સંત, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, ઈટાલીનો ઇતિહાસ, ઇજિપ્તનો ઇતિહાસ, ખ્રિસ્તી ધર્મ, મહિલા સંત, સેક્સી વાર્તા, સેક્સ, શિલ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 11મી સદીના ઇંગ્લૅન્ડનાં એક મહિલા સંત સરહદો તોડીને સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીક બની ગયાં
    • લેેખક, ડોના ફર્ગ્યુસન
    • પદ, બીબીસી ન્યૂઝ

(આ અહેવાલની કેટલીક વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)

11મી સદીના ઇંગ્લૅન્ડનાં એક શ્યામવર્ણીય સંત, જેમનો ભૂતકાળ કામુક હતો, તેઓ સરહદો તોડીને સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીક બની ગયાં. એક નવા અભ્યાસથી ઇતિહાસમાં તેમનું સ્થાન ફરીથી સ્થાપિત થાય તેવી આશા છે.

તેઓ વૃદ્ધ હતાં, શ્યામવર્ણાં હતાં. એક યુવાન સ્ત્રી તરીકે તેઓ કામુક હતાં અને સેક્સનો આનંદ માણતાં હતાં. પરંતુ દુનિયાને તેમને નકારી કાઢ્યા પછી અને રણમાં 47 વર્ષ નિર્વસ્ત્ર જીવન વિતાવ્યા પછી ઇજિપ્તના સૅન્ટ મેરી ખ્રિસ્તી ધર્મગ્રંથોમાં એક સદગુણી શિક્ષિકા બની ગયાં અથવા તો 11મી સદીના વાચકોને આ વાત પર વિશ્વાસ કરવા પ્રેરવામાં આવ્યા.

જ્યારે સૅન્ટ મેરીની આ અસાધારણ દંતકથાનો પ્રથમ વખત એક અજાણ્યા લેખક દ્વારા લેટિનમાંથી જૂની અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો ત્યારે તેઓ મધ્યયુગીન બ્લૉકબસ્ટર બન્યાં. તેની ઘણી નકલ થઈ અને ઓલ્ડ નોર્સ, વેલ્શ, આઇરીશ અને અંતે મધ્ય અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો.

બીબીસી ગુજરાતી, સૅન્ટ મેરી સંત, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, ઈટાલીનો ઇતિહાસ, ઇજિપ્તનો ઇતિહાસ, ખ્રિસ્તી ધર્મ, મહિલા સંત, સેક્સી વાર્તા, સેક્સ, શિલ્પ

ઇમેજ સ્રોત, British Library

ઇમેજ કૅપ્શન, 11મી સદીમાં ગ્રીક હસ્તપ્રતમાં સંત મેરી અને સાધુ ઝોસીમસનું ચિત્ર

હવે, કૅમ્બ્રિજ યુનિવર્સિટી 11મી સદીના ઇંગ્લૅન્ડના વાચકો આ "બળવાખોર" સંતની વાર્તા પ્રત્યે કેવી રીતે અને શા માટે આકર્ષિત થયા તેનું રહસ્ય ઉકેલવા અને મધ્યયુગીન અંગ્રેજી ખ્રિસ્તીઓ માટે એક રોલમૉડલ તરીકે સૅન્ટ મેરીને એક વૃદ્ધ ઇજિપ્તિયન મહિલાના ઇતિહાસમાં યોગ્ય સ્થાનને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

કૅમ્બ્રિજના વિદ્વાન એલેક્ઝાન્ડ્રા ઝિરનોવા કહે છે, "આ દંતકથા ઇંગ્લૅન્ડમાં કેમ ગૂંજતી હતી તેનો ક્યારેય સંપૂર્ણ ઊંડાણપૂર્વક અભ્યાસ થયો નથી."

તેઓ 22 માર્ચે કૅમ્બ્રિજ ફેસ્ટિવલના ભાગરૂપે ઇજિપ્તનાં સૅન્ટ મેરી પર ભાષણ આપતા હતા.

ઝિરનોવા બીબીસીને કહે છે કે, "હું આ વાર્તાને એટલા માટે પ્રકાશમાં લાવવા માગું છું કે તે મધ્યયુગ વિશે આપણે સાંભળેલી ઘણા નકારાત્મક સ્ટીરિયોટાઇપ્સને દૂર કરે છે અને કેવી મધ્યયુગીન યુરોપીય લોકોની સ્ત્રીઓ અને ખાસ કરીને કાળી ત્વચાવાળી સ્ત્રીઓ વિશે નકારાત્મક ધારણા ધરાવે છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"મારી વાત એના પર પ્રકાશ પાડે છે કે મેરીને ઇંગ્લૅન્ડમાં સંત તરીકે કેવી રીતે અપનાવી લેવાઈ. જ્યારે ચર્ચ લિંગનાં ધોરણો અને મહિલાઓએ કેવી રીતે વર્તવું જોઈએ તેની ખૂબ ચિંતા કરતો હતો."

આ સમયગાળામાં સંતને અપનાવી લેવાની ઔપચારિક પ્રક્રિયા ચર્ચમાં નહોતી. "જેમાં ફક્ત લોકો તમને સંત તરીકે પૂજે અને તમારી દંતકથાને ઘણા લોકોને કહેતા," એમ ઝિરનોવા કહે છે.

ઇજિપ્તનાં મેરી ચોથી સદીના ઇજિપ્તમાં રહેતાં હોવાનું કહેવાય છે, તેમણે પહેલાંથી જ સમગ્ર યુરોપમાં સંતનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો હતો.

ઝિરનોવા કહે છે, "પરંતુ જ્યારે વાર્તાનું જૂના અંગ્રેજીમાં ભાષાંતર થયું ત્યારે જ તે ઇંગ્લેન્ડના સામાન્ય લોકો માટે સુલભ બન્યું."

ઝિરનોવા તેમના ભાષણમાં દલીલ કરી કે આ દંતકથા પવિત્ર સ્ત્રી કેવી દેખાવી જોઈએ તે અંગેના સામાન્ય વિચારોને સીધી રીતે પડકારે છે. આ કથા તે સમયના પુરુષોના સ્ત્રી-દ્વેષી ઉપદેશોનો વિરોધ કરે છે જેઓ ચર્ચ પ્રત્યે નિષ્ક્રિય આજ્ઞાપાલન પર ભાર મૂકતા હતા.

ખાસ કરીને સ્ત્રીઓના કિસ્સામાં અને તેમણે જાતીય રીતે કેવી રીતે વર્તવું જોઈએ તેનું નિયમન કરતા નિયમોનું કડક પાલન કરતા હતા.

'રણમાં 40 વર્ષ સુધી નગ્ન રહ્યાં'

બીબીસી ગુજરાતી, સૅન્ટ મેરી સંત, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, ઈટાલીનો ઇતિહાસ, ઇજિપ્તનો ઇતિહાસ, ખ્રિસ્તી ધર્મ, મહિલા સંત, સેક્સી વાર્તા, સેક્સ, શિલ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1680માં ઈટાલિયન કલાકાર માર્કેન્ટોનિયો ફ્રાન્સેશિની દ્વારા તૈયાર કરાયેલું ઇજિપ્તનાં સૅન્ટ મેરીનું ચિત્ર

આ દંતકથા એક ઘમંડી સાધુના દૃષ્ટિકોણથી કહેવાઈ છે જે દાવો કરે છે કે મેરી સાથે એમની મુલાકાત રણમાં થઈ હતી જ્યાં તેઓ 40 વર્ષ સુધી નગ્ન રહ્યાં હતાં.

ઝિરનેવા કહે છે, "તે દુનિયાને એટલી હદે નકારી કાઢે છે કે તે કપડાં પહેરવાનું પણ બંધ કરી દે છે, કારણ કે તેને તેમની જરૂર નથી. પછી તે સાધુ માટે "પાદરી જેવી" બની જાય છે અને સમજાવે છે કે ભગવાન સાથેના તેના સંબંધમાં શું ખોટું છે, અને તેને બાઇબલ વાંચ્યું ના હોવા છતાં શાસ્ત્રોમાંથી અવતરણો ટાંકે છે. તેને યુવાનીમાં ઘણા પ્રેમીઓ હતા. વાર્તામાં આ બાબતનો ઉલ્લેખ આવે છે. સાધુ તેની તરફ જુએ છે અને અનુભવે છે કે આ પહેલાં તેઓ એક સાચો ખ્રિસ્તી શું હોય તે સમજી શક્યા નહોતા."

"તેને અદભુત ખ્રિસ્તી આધ્યાત્મિકતાના ઉદાહરણ તરીકે રજૂ કરાઈ છે," એમ ઝિરનોવા નોંધે છે. છતાં તે સમયે, સૌથી વધુ લોકપ્રિય મહિલા સંત કુંવારી હતી. જેઓ પવિત્ર રહેવા અને ભગવાનને સમર્પિત થવાનું પસંદ કરવા બદલ સતામણીનો ભોગ બન્યાં પછી સંત બની હતી.

જાતીય અનુભવી, નગ્નતા, વૃદ્ધ ઇજિપ્તિયન મહિલા - સૅન્ટ મેરીનું અસ્તિત્વ આ રૂઢિપ્રયોગને સંપૂર્ણપણે નબળો પાડે છે. છતાં, ઝિરનોવા કહે છે, "આ વાર્તા સૂચવે છે કે આ સ્ત્રી ચર્ચ દ્વારા પવિત્ર સ્ત્રીઓ માટે સ્થાપિત કરેલી દરેક પરંપરાનો ભંગ કરે છે, તે પુરુષોને કેવી રીતે વધુ સારી ખ્રિસ્તી બનવું તેનો પાઠ આપે છે."

મેરીની ચર્ચાસ્પદ ઓળખ

બીબીસી ગુજરાતી, સૅન્ટ મેરી સંત, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, ઈટાલીનો ઇતિહાસ, ઇજિપ્તનો ઇતિહાસ, ખ્રિસ્તી ધર્મ, મહિલા સંત, સેક્સી વાર્તા, સેક્સ, શિલ્પ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, સૅન્ટ મેરીનું 17મી સદીનું પોટ્રેટ

જોકે તેમને "કાળી" ત્વચા ધરાવતી તરીકે વર્ણવવામાં આવ્યાં છે, છતાં એ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે સૅન્ટ મેરી કાળાં હતાં કે નહીં, ઝિરનોવા કહે છે.

વાર્તાના જૂના અંગ્રેજી અનુવાદમાં જણાવાયું છે કે "સૂર્યની ગરમીને કારણે તેમના શરીરનો રંગ કાળો પડી ગયો હતો."

જોકે, મધ્યયુગીન વાચકો આજે આપણે જે રીતે વંશીય તફાવતો સમજી શકતા નહોતા. "તે સમયે, તેઓ માનતા હતા કે જે લોકો કાળી ત્વચા ધરાવે છે તેઓ કાળા હોય છે, કારણ કે તેઓ ખૂબ સૂર્યપ્રકાશવાળી જગ્યાએ રહે છે." એમ ઝિરનોવા કહે છે.

સૅન્ટ મેરી કાળાં છે કે ફક્ત ટેન થયેલાં છે તે મધ્યયુગીન વાચકો માટે ખાસ ચિંતાનો વિષય ન હોઈ શકે. બોન યુનિવર્સિટીમાં અંગ્રેજી મધ્યયુગીન અભ્યાસના પ્રોફેસર ઇરિના ડુમિત્રેસ્કુ બીબીસીને કહે છે, "મને ખરેખર ખબર નથી કે કાળી ત્વચા સાથે જન્મેલા અને બહાર રહેવાને કારણે તે હોવા વચ્ચે તફાવત કરવો તેમના માટે કેટલી હદ સુધી મહત્ત્વપૂર્ણ હોત. પરંતુ મને લાગે છે કે તેઓ ચોક્કસપણે તેને સાંસ્કૃતિક રીતે અલગ માનતા હોત."

તેમના મતે, "તેની કાળી ત્વચા વિશે જે મહત્ત્વની બાબત એ છે કે તે દર્શાવે છે કે મધ્યયુગીન ઇંગ્લૅન્ડની સંસ્કૃતિ વધુ વૈશ્વિક સંસ્કૃતિ હતી. તેમનો વેપાર લોકો વિચારે છે તેના કરતાં વધુ વ્યાપક હતો અને તેઓ ઉત્તર આફ્રિકા અને મધ્યપૂર્વમાંથી શીખવા માગતાં હતાં અને તેમની વાર્તાઓમાં રસ પણ ધરાવતાં હતાં."

તેઓ ઉમેરે છે કે મધ્યયુગીન ઇંગ્લૅન્ડમાં સ્ત્રીઓમાં ગોરી ત્વચાને આદર્શ માનવામાં આવતી હતી અને તે કૌમાર્ય સાથે સંકળાયેલી હતી: "ઘણી વાર રંગની તેજસ્વીતા - ઉદાહરણ તરીકે, સોનેરી વાળ - અને શુદ્ધતા વચ્ચે જોડાણ હોય છે. તેથી મેરીની ઘાટી ત્વચા એક પ્રકારની જાતીયતા સાથે સંકળાયેલી હોઈ શકે છે. તે તફાવતની ભાવના છે."

મેરીની વાર્તા આટલી સફળ કેમ હતી?

બીબીસી ગુજરાતી, સૅન્ટ મેરી સંત, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, ઈટાલીનો ઇતિહાસ, ઇજિપ્તનો ઇતિહાસ, ખ્રિસ્તી ધર્મ, મહિલા સંત, સેક્સી વાર્તા, સેક્સ, શિલ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૅન્ટ મેરીનું નિરૂપણ કરતી 18મી સદીની ઈટાલિયન પ્રતિકૃતિ

ડુમિટ્રેસ્કુ માને છે કે સૅન્ટ મેરીના "ખૂબ જ તોફાની" યુવાનોનાં વર્ણનો મધ્યયુગીન વાચકોમાં દંતકથાની લોકપ્રિયતા માટે જવાબદાર હોઈ શકે છે. "આ એક અત્યંત સેક્સી વાર્તા છે," એમ તેમણે કહ્યું.

તેઓ કહે છે, "તેમાં ઘણી બધી કામુક વિગતો છે. તે ઇજિપ્તથી પવિત્ર ભૂમિ પર હોડીમાં જવા વિશે વાત કરે છે અને તેમણે હોડી પરના બધા લોકોને કેવી રીતે અસ્પષ્ટ અશ્લીલ કૃત્યો શીખવ્યાં હતાં. આ થોડું અશ્લીલ અને મોહક હતું."

તેઓ માને છે કે આ અદભુત દંતકથા આટલી લોકપ્રિય બનવાનું બીજું કારણ એ હતું કે "ભગવાન પણ અપૂર્ણ લોકોને પ્રેમ કરે છે તે જાણવાની ઇચ્છા રાખવી એ ખૂબ જ માનવીય બાબત છે... ઇજિપ્તની મેરીની વાર્તામાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાઠ છે જે તમે કુંવારી સંતોની વાર્તાઓથી શીખવી શકતા નથી - જે ભગવાનની કૃપા છે. ચર્ચને હંમેશાં પાપીઓની વાર્તાઓની જરૂર રહી છે કે જેમને તેઓ બચાવી શકે."

એક સમયે જ્યારે વાર્તાના ઘણા મઠના વાચકો અને નકલકારો પોતાનું આખું જીવન એક સંસ્થામાં બંધ કરી રહ્યા હતા, ત્યારે ડુમિત્રેસ્કુના મતે, સૅન્ટ મેરીની દંતકથાએ "એક ખૂબ જ ખલેલ પહોંચાડનાર વ્યક્તિ" રજૂ કરી, જે તેના આકર્ષણનો ભાગ હોઈ શકે છે.

ભગવાનને સમર્પિત કરવા માટે રણમાં ગયેલા સંતોની અન્ય વાર્તાઓથી વિપરીત (એક તપસ્વી પ્રથા જેને રણ-મઠ તરીકે ઓળખવામાં આવે છે) ઇજિપ્તની મેરી એક જગ્યાએ રહેતી નથી.

ડુમિત્રેસ્કુ કહે છે, "તે એકદમ અસામાન્ય છે, કારણ કે તે ક્યાંક નાની ગુફામાં સંન્યાસી બનીને પણ નથી રહેતી. તે ફક્ત રણમાં ભટકતી રહે છે. તે મુક્તપણે ફરે છે. તે પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જાય છે. તે નગ્ન છે. તે કોઈ પણ રીતે નિયમિત વ્યક્તિ નથી, સંન્યાસીઓ જે રીતે હોય છે તે રીતે પણ."

"ખૂબ જ નિયમનકારી" જીવન જીવતા શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ માટે રણમાં મુક્તપણે ફરતી અને ભગવાન સાથે વાતચીત કરતી એક વિદેશી નગ્ન સ્ત્રીનો વિચાર ઉત્તેજક અને "એક પ્રકારે આકર્ષક" રહ્યો હશે, એમ ડુમિત્રેસ્કુ ઉમેરે છે.

"તે સંસ્થા વિરોધી વ્યક્તિ છે. અને મને લાગે છે કે આ સ્ત્રીની કોઈ દૂરંદેશી હોવી જોઈએ જે ખૂબ જ રસપ્રદ છે. જે સ્ત્રીઓને કહેવામાં આવતી કોઈ પણ વસ્તુથી વિપરીત છે અને છતાં ભગવાન તેને સૌથી વધુ પ્રેમ કરે છે."

ઝિરનોવાના સંશોધન સૂચવે છે કે આ નૈતિકતા મધ્યયુગીન ઇંગ્લૅન્ડમાં વાર્તાની લોકપ્રિયતાના કેન્દ્રમાં હોઈ શકે છે. વાર્તાનું ભાષાંતર થયું અને તેનો પ્રસાર શરૂ થયો તે જ સમયે, ચર્ચમાં સત્તા સંઘર્ષ થયો જેણે મઠોમાં રહેતી અને પોતાને ભગવાનને સમર્પિત કરતી ખ્રિસ્તી સ્ત્રીઓની સ્વતંત્રતાઓને પ્રતિબંધિત કરવાની ધમકી આપી હતી.

ચર્ચ સંઘર્ષોમાં તેની સંભવિત ભૂમિકા

બીબીસી ગુજરાતી, સૅન્ટ મેરી સંત, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, ઈટાલીનો ઇતિહાસ, ઇજિપ્તનો ઇતિહાસ, ખ્રિસ્તી ધર્મ, મહિલા સંત, સેક્સી વાર્તા, સેક્સ, શિલ્પ

ઇમેજ સ્રોત, Getty Images

બેનેડિક્ટીન સુધારાવાદીઓ જેમ કે આયનશામના અંગ્રેજી મઠાધિપતિ એલ્રિક મઠોમાં સાથે કામ કરતા પુરુષો અને સ્ત્રીઓને અલગ કરવાની હિમાયત કરી રહ્યા હતા.

ઝિરોનોવાએ કહ્યું, "તે સમયે ઇંગ્લૅન્ડમાં એક લાંબી પરંપરા હતી જેને તેઓ ડબલ મઠો કહેતા હતા. જેમાં મિશ્ર લિંગ સમુદાયો રહેતા. પરંતુ સુધારકોએ કહ્યું કે આને મંજૂરી આપવી જોઈએ નહીં, કારણ કે તે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લાલચ પેદા કરે છે."

આ સુધારકો ઇચ્છતા હતા કે પવિત્ર મઠની સ્ત્રીઓની દૃશ્યતા તેમના પોતાના રક્ષણ માટે મર્યાદિત કરવામાં આવે અને આ સ્ત્રીઓને મઠના પુરુષોથી અલગ કરીને બંધ કરવામાં આવે. મઠોમાં સત્તાના હોદ્દા પર રહેલી બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાઓ ખાસ કરીને આનાથી પ્રભાવિત થશે.

ઝિરોનોવા કહે છે, "આ મુખ્ય હોદ્દા રાખવાને બદલે, તેમને મઠની દીવાલોમાં બંધ રાખવાની જરૂર હતી અને ખરેખર બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવતી ન હતી."

"તેનાથી ધાર્મિક સ્ત્રીઓ જે પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે તેમાં પણ ઘણી બધી પ્રતિબંધિત થઈ ગઈ, જેમ કે શિક્ષણ, હસ્તપ્રતો લખવા અને સામાન્ય લોકોને ઉપદેશ આપવા."

ઝિરનોવા માને છે કે ઇજિપ્તની સૅન્ટ મેરીની દંતકથા, જેને લાઇફ ઑફ મેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો અનુવાદ અથવા પ્રસાર એવા લોકો દ્વારા કરવામાં આવ્યો હશે જેઓ આવા સુધારાઓના પક્ષમાં ન હતા.

"આ દંતકથામાં આપણે એક એવી સ્ત્રી જોઈએ છીએ જે સત્તાના પ્રમાણભૂત ખ્યાલોનો પ્રતિકાર કરે છે. સ્ત્રીઓને શીખવવાની મંજૂરી નથી - પરંતુ મેરી તે શીખવે છે."

સૅન્ટ મેરીએ સ્ત્રી સંત સૌંદર્ય અને જાતીય વર્તણૂકના પ્રમાણભૂત સમકાલીન ખ્યાલોને પણ ઉલટાવી દીધા. ઝિરોનોવાએ કહ્યું, "મધ્યયુગીન ઇંગ્લૅન્ડમાં આ સમયગાળામાં ગોરાપણું સુંદરતા સાથે સંકળાયેલું હતું અને વાચકોએ સાંભળેલા ઘણા સંતોમાં ગોરી ત્વચા, યુવાની અને સુંદરતા હતી - આ બધા ગુણો એકસાથે હોય છે."

'એક બળવાખોર સંત'

બીબીસી ગુજરાતી, સૅન્ટ મેરી સંત, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, ઈટાલીનો ઇતિહાસ, ઇજિપ્તનો ઇતિહાસ, ખ્રિસ્તી ધર્મ, મહિલા સંત, સેક્સી વાર્તા, સેક્સ, શિલ્પ

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ આપણને કહે છે કે ઇંગ્લૅન્ડમાં મધ્યયુગીન લોકો પવિત્રતાના એવાં મૉડલો પ્રત્યે પણ મુક્ત હતા જે ગોરા, યુવાન અને આજ્ઞાકારી નહોતા.

"મેરી વિશેની એક મુખ્ય બાબત એ છે કે તે સ્ત્રી પવિત્રતાના આ ઉદ્દેશ્યનો પ્રતિકાર કરે છે. તે હેતુપૂર્વક આ ધોરણને બંધબેસતી નથી. "

ઝિરનોવાને આશા છે કે તેનો અભ્યાસ 11મી સદીના ઇંગ્લૅન્ડમાં મેરીના જીવન જેવું જ કરશે અને લોકોને સૅન્ટ મેરી અને "ધર્મનિષ્ઠ ખ્રિસ્તી" બનવાની તેની રીત વિશે વધુ જાગૃત કરશે. જેમ સૅન્ટ મેરીએ ધાર્મિક સ્થાપનાનાં ધોરણોનો વિરોધ કર્યો હતો, તેમ વાર્તા સૂચવે છે, તેથી "તેણે જે કુંવારી સંત પુરુષને શીખવે છે તેના કરતાં પણ તેની પાસે વધુ આધ્યાત્મિક અધિકાર છે,"

ઝિરનોવા કહે છે કે "તે એક બળવાખોર સંત છે."

ઝિરનોવાને એવી પણ આશા છે કે તેમનો અભ્યાસ મધ્યયુગમાં ઇંગ્લૅન્ડ વિશેના કેટલાક રૂઢિપ્રયોગોને પડકારશે જે અત્યંત જમણેરીઓ દ્વારા કાયમી બનાવવામાં આવ્યા છે.

તેઓ કહે છે, "ઘણા જમણેરી લોકો મધ્યયુગનો ઉપયોગ એવા સમયના ઉદાહરણ તરીકે કરે છે જ્યારે દરેક વ્યક્તિ ગોરી હતી અને દરેક વ્યક્તિ ગોરી ત્વચાને આદર્શ તરીકે વખાણતી હતી."

"મેરીના જીવનમાં આપણે એક સંત જોઈએ છીએ જે ખ્રિસ્તી ધર્મનિષ્ઠાના મધ્યયુગીન ખ્યાલોને ગોરા તરીકે વળગી રહેતા નથી. તે આપણને કહે છે કે ઇંગ્લૅન્ડમાં મધ્યયુગીન લોકો પવિત્રતાનાં એવાં મૉડલો માટે ખુલ્લાં હતાં જે ગોરા, યુવાન અને આજ્ઞાકારી ન હતા. તેઓ મેરીના અન્યત્વ માટે ખુલ્લા હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.