એ મહિલા જેમણે પોતાની બચતમાંથી ગામ માટે રસ્તો બનાવ્યો

એક મહિલા આખા ગામને તારી શકે એવું કંઈક આંધ્ર પ્રદેશના પર્વતીય વિસ્તારમાં વસેલા ગામ થોતાગોડીપુટ્ટમાં જોવા મળ્યું.

થોતાગોડીપુટ્ટ ગામ આંધ્ર પ્રદેશની સરહદ અને ઓડિશા સાથે જોડાયેલા જોલાપટ્ટ જળાશય નજીક વસેલું છે.

પરંતુ આ ગામમાં પ્રવેશ તમને ત્યારે જ મળશે જ્યારે તમે ગમે તેટલો ભાર ઊંચકીને 3 કિલોમીટર પગપાળા ચાલવા સક્ષમ હોવ.

એટલે અમે પણ ત્રણ કિલોમીટર ચાલ્યા અને આશાવર્કર જામ્માને મળ્યા.

આ વીડિયોમાં તમે જે રોડનું બાંધકામ જોશો એ કોઈ સરકાર તરફથી કે પછી કોઈ પ્રાઇવેટ કંપની તરફથી કે પછી કોઈ એનજીઓ તરફથી નથી કરવામાં આવી રહ્યું.

લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા આ રોડનું બાંધકામ જામ્મેની બચતમાંથી કરવામાં આવી રહ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે આવું કેમ કર્યું તો સાંભળો તેમણે શું કહ્યું?