એ હિંદુ મંદિર જેના માટે બે બૌદ્ધ રાષ્ટ્રો હિંસક લડાઈ લઈ રહ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images
થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એક વખત હિંસક સંઘર્ષ શરૂ થઈ ગયો છે. થાઇલૅન્ડની રૉયલ આર્મીએ થાઇલૅન્ડ-કંબોડિયાનાં વિવાદિત સરહદી ક્ષેત્રોમાં હવાઈ હુમલા કર્યા છે.
થાઇ સેનાએ આરોપ લગાવ્યો છે તેની સૈન્ય ટુકડીઓ પર કંબોડિયાની સેનાએ ગોળીબાર કર્યો હતો અને દાવો કર્યો કે આ ગોળીબારમાં એક સૈનિકનું મૃત્યુ થયું છે અને આઠ સૈનિકો ઘાયલ થયા છે.


ઇમેજ સ્રોત, EPA
જાનહાનિ અને ઈજાઓ: થાઈ સેનાના જણાવ્યા મુજબ, એક થાઈ સૈનિકનું મૃત્યુ થયું છે અને અન્ય આઠ સૈનિકો ઘાયલ થયા છે. જ્યારે કંબોડિયાના અધિકારીઓ કહે છે કે તેમની તરફના ત્રણ નાગરિકો ઘાયલ થયા છે.
આરોપ-પ્રતિઆરોપ: બંને પક્ષો એકબીજા પર પહેલો હુમલો કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
હવાઈ હુમલાની કાર્યવાહી: થાઇલૅન્ડે જણાવ્યું કે તેણે કંબોડિયાનાં સૈન્યલક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો છે.
નાગરિક સ્થળાંતર અને અસર: સરહદની બંને બાજુના દસ હજારથી વધુ નાગરિકોને ખસેડવામાં આવ્યા છે. એક થાઇ શિક્ષકે બીબીસીને જણાવ્યું કે આ સંઘર્ષની સરહદ નજીક રહેતા વિદ્યાર્થીઓનાં જીવન પર ગંભીર અસર પડી છે.
શાંતિ કરારનું ઉલ્લંઘન: બંને દેશોએ થોડાં અઠવાડિયાં પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં "શાંતિ કરાર" પર હસ્તાક્ષર કર્યા હતા. આજનું ઘર્ષણ આ કરાર બાદ થયું છે. થાઇલૅન્ડે ગયા મહિને એકતરફી રીતે કરારને સ્થગિત કર્યો હતો, પરંતુ કંબોડિયાએ વારંવાર જણાવ્યું છે કે તે કરાર માટે પ્રતિબદ્ધ છે.
આંતરરાષ્ટ્રીય ચેતવણી: મલેશિયાના વડા પ્રધાન અન્વાર ઇબ્રાહિમ ચેતવણી આપી છે કે નવો સંઘર્ષ "બંને પડોશી દેશો વચ્ચેના સંબંધોને સ્થિર કરવા માટે કરાયેલા સાવધાનીપૂર્વકના પ્રયાસોને ખતરામાં મૂકે છે." ઇબ્રાહિમ જુલાઈમાં યુદ્ધવિરામ અંગેના કરારને આકાર આપવામાં મદદરૂપ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાં આ વર્ષે જુલાઈ મહિનામાં સરહદ વિવાદને કારણે બંને દેશો વચ્ચે પાંચ દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા હતા અને ત્રણ લાખ લોકો વિસ્થાપિત થયા હતા.એ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાની મધ્યસ્થતામાં થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર થયું હતું.
બન્ને દેશ વચ્ચે આ વિવાદનાં મૂળભૂત કારણો સો વર્ષથી પણ વધુ જૂનાં છે અને એના કેન્દ્રમાં એક શિવમંદિર છે.
તાજેતરમાં આ અંગે વિવાદ 2008માં ત્યારે વકર્યો હતો જ્યારે કંબોડિયાએ વિવાદિત વિસ્તારમાં આવેલા 11મી સદીના મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો.
કંબોડિયાના મેદાન પર ઊંચા પથારના કિનારે આવેલું પ્રેહ વિહેયર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરમાં અનેક ધાર્મિક નિર્માણો થયાં છે. મંદિરનું મુખ્ય નિર્માણ કાર્ય 11મી સદીમાં થયું હતું, જોકે તેની જટિલ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ 9મી સદી સુધી જાય છે, જ્યારે અહીં એક તપસ્વી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થળ સારી રીતે સંરક્ષિત છે અને દુર્ગમ સ્થાન પર આવેલું છે.
મંદિર તેની ઉત્તમ વાસ્તુકળા માટે જાણીતું છે. તેને નકશીદાર પથ્થરો વડે શોભાવાયું છે, જે ખૂબ જ સુંદર માનવામાં આવે છે.
કંબોડિયાએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ફરિયાદ કરી હતી કે થાઇલૅન્ડે મંદિરનાં ખંડેરોથી ઘેરાયેલા તેના વિસ્તારમાંથી એક ભાગ પર કબજો કરી લીધો છે. આ સ્થળ કંબોડિયાઈ નાગરિકો માટે ધર્મ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.
કંબોડિયાએ ન્યાયાલયને વિનંતી કરી હતી કે તે મંદિર પર અધિકારનો ચુકાદો તેને આપે અને થાઇલૅન્ડને 1954થી ત્યાં તહેનાત સૈનિકોને હટાવવાનો આદેશ આપે. થાઇલૅન્ડે શરૂઆતમાં કોર્ટના અધિકારક્ષેત્ર પર આક્ષેપ કર્યા, જેને 26 મે 1961ના રોજ ન્યાયાલયે નકારી કાઢ્યા.
15 જૂન 1962ના અંતિમ ચુકાદામાં ન્યાયાલયે જણાવ્યું કે 1904ની ફ્રેન્કો-સાયામી સંધિમાં વિવાદિત વિસ્તારને વૉટરશેડ લાઇન અનુસાર નક્કી કરવામાં આવ્યો હતો અને સંયુક્ત સીમા-નિર્ધારણ કમિશન દ્વારા બનાવવામાં આવેલા નકશામાં મંદિર કંબોડિયાની સીમામાં દર્શાવવામાં આવ્યું હતું.
થાઇલૅન્ડે દલીલ આપી હતી કે આ નકશાને માનવો જરૂરી નથી, અને તેણે આ નકશાને ક્યારેય સ્વીકાર્યો નથી, અથવા તો જો સ્વીકાર્યો હોય તો ખોટી સમજણમાં કર્યું હતું.જોકે, ન્યાયાલયે નિષ્કર્ષ આપ્યો કે થાઇલૅન્ડે ખરેખર આ નકશાને સ્વીકાર્યો હતો અને આથી મંદિર કંબોડિયાના વિસ્તારમાં આવેલું છે.
કોર્ટએ આ પણ કહ્યું કે થાઇલૅન્ડે ત્યાં તહેનાત પોતાની સૈન્ય અથવા પોલીસ ટુકડીઓને હટાવવી પડશે અને 1954 પછી મંદિરમાંથી જે કંઈ પણ હટાવાયું છે તે કંબોડિયાને પાછું આપવું પડશે.


ઇમેજ સ્રોત, Getty Images
એક સદી પહેલાં શરૂ થયેલા આ વિવાદના મામલે બન્ને દેશો વચ્ચે તણાવ રહેતો જ હોય છે.
તાજેતરમાં તણાવની શરૂઆત મે મહિનામાં થઈ, જ્યારે સરહદ પર થયેલી અથડામણમાં એક કંબોડિયન સૈનિક માર્યો ગયો. ત્યારબાદ થાઇલૅન્ડ અને કંબોડિયાએ એકબીજાને નિશાન બનાવતાં આયાત પર પ્રતિબંધ અને પ્રવાસ નિયંત્રણો જેવાં પગલાં લીધાં.
આ શત્રુતા જુલાઈમાં ચરમસીમાએ પહોંચી, જ્યારે ભારે લડાઈમાં 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં, જેમાં સરહદ નજીક રહેતા નાગરિકોનો પણ સમાવેશ થતો હતો.
આ સંઘર્ષે ગંભીર રાજકીય અસર પણ પેદા કરી છે.
થાઇલૅન્ડનાં જે-તે સમયનાં વડા પ્રધાન પેથોંગટર્ન શિનાવાત્રા અને કંબોડિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન હુન સેન વચ્ચેનો એક ફોન કૉલ લીક થયો હતો. જેમાં તેમણે વધતા તણાવ વચ્ચે હુન સેન પ્રત્યે નમ્રતા બતાવી હતી.
આ કૉલે થાઇલૅન્ડમાં ભારે વિરોધનું કારણ બની અને અંતે તેમણે રાજીનામું આપવાની પરિસ્થિતિ સર્જાઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












