પતિ અને નણંદ પર વ્યભિચારનો આરોપ લગાવી હત્યા કરાવનારી 'દાસી'ની સેક્સ અને 'વિકૃતિ'ની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુકે, ઇતિહાસ, બ્રિટન, યુનાઇટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, ડેબોરાહ નિકોલ્સ-લી
    • પદ, બીબીસી કલ્ચર

સોળમી સદીનાં ઉમરાવ જેન બૉલેને વિસ્ફોટક આરોપનો સામનો કરવો પડ્યો હતો. તેમને તેમના પતિ તેમજ હેનરી આઠમાની બે પત્નીઓ તથા તેમનાં ભાભી એન બૉલેન અને કેથરિન હોગાર્ડ સાથે આઘાતજનક વિશ્વાસઘાત માટે દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. શું જેન બૉલેન 'સેક્સ-પાગલ' જાસૂસ હતાં, આરોપ અનુસાર દોષિત હતાં કે પછી જુલમી શાસક માટે અનુકૂળ બલિનો બકરો હતાં? ફિલિપ ગ્રેગોરી લિખિત એક નવી ઐતિહાસિક થ્રિલર 'બૉલેન ટ્રેઇટર' જેનની કથાનું અન્વેષણ કરે છે.

તૂંડમિજાજી રાજા હેનરી આઠમાના દરબારમાં કોઈ સલામત ન હતું અને રાણીઓ તથા દરબારીઓના વિશ્વાસુઓ ઝડપથી વફાદારી બદલી શકતા હતા.

લેડી-ઇન-વેઇટિંગ જેન બૉલેને તેમનાં ભાભી એન બૉલેન અને તેની પિતરાઈ બહેન કેથરિન હોવર્ડ સહિતની પાંચ રાણીઓની સેવા કરી હતી. એ બંનેને રાજા હેનરી આઠમાએ ફાંસીની સજા કરી હતી.

જેન બૉલેનને એક એવા ગદ્દાર તરીકે ચિત્રિત કરવામાં આવ્યાં છે કે જેઓ શંકાસ્પદ પરિસ્થિતિમાં તેમની આસપાસના બધા લોકો જેલમાં હતા ત્યારે પણ બચી ગયાં હતાં. હિસ્ટોરિક રૉયલ પૅલેસીસનાં વડાં ઈતિહાસકાર લેખિકા ટ્રેસી બોરમૅન લખે છે કે તેમને દગો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યાં બાદ જેન બૉલેન "ટ્યુટર ઇંગ્લૅન્ડમાં સૌથી વધુ નફરતપ્રાપ્ત મહિલા" બની ગયાં હતાં.

1529માં વિસ્કાઉન્ટેસ રોચફોર્ડનું બિરુદ પ્રાપ્ત કરનાર આ કુખ્યાત વ્યક્તિ ફિલિપા ગ્રેગરી સીબીઈ લિખિત એક ઐતિહાસિક થ્રિલર "બૉલેન ટ્રેઇટર"નો વિષય છે. ફિલિપા ગ્રેગરી સીબીઈની એક અન્ય નવલકથા "ધ અધર બૉલેન ગર્લ" પરથી આ જ નામની એક ફિલ્મ બની હતી, જેમાં નાતાલી પૉર્ટમૅન અને સ્કારલેટ જૉહાન્સને અભિનય કર્યો હતો.

ફિલિપા ગ્રેગરીએ બીબીસીને કહ્યું હતું, "મેં ધ અધર બૉલેન ગર્લ લખી ત્યારથી જ જેન મારા દિમાગમાં છે અને ત્યારથી તેના વિશેની કેટલીક નવી જીવનકથાઓ આવી છે. ટ્યુડર ઇતિહાસના દરેક ચાહક માટે તે એક રહસ્ય છે. તમામ મુશ્કેલીઓ છતાં તેઓ બૉલનોને પતનમાંથી બચી જાય છે."

જેન બૉલેનનો જન્મ લગભગ 1505માં જોન પાર્કર તરીકે થયો હતો. તેઓ એક બેરનનાં પુત્રી હતાં, એ બેરને હેનરી આઠમા માટે એક જેન્ટલમૅન અશર તરીકે કામ કર્યુ હતું અને કોર્ટ માટે ઇટાલિયન નવજાગરણ સામગ્રીનું ભાષાંતર કર્યું હતું. તેઓ માત્ર 11 વર્ષનાં હતાં ત્યારે રાજ દરબારમાં પ્રવેશ્યાં હતાં અને હેનરી આઠમાનાં પહેલાં પત્ની કેથરિન ઑફ એરાગોનનાં દાસી બન્યાં હતાં. ત્યાં તેમની મુલાકાત બૉલેન પરિવાર સાથે થઈ હતી. લગભગ 20 વર્ષની વયે તેમણે જ્યોર્જ બૉલેન સાથે પોતાના ફાયદા માટે લગ્ન કર્યાંં હતાં. જ્યોર્જ બૉલેનની બહેન એની અચાનક થયેલા ફેરફારમાં એક દાયકામાં રાણી બની ગઈ હતી.

આર્કાઇવ્ઝમાં જેન વિશે બહુ ઓછી માહિતી સચવાયેલી હોવાથી સનસનાટીભરી કથા કહેવા કથાકારો માટે એક કોરું પાનું બચ્યું છે.

તેમનું કોઈ પ્રમાણિત પેઈન્ટિંગ નથી. અલબત, હાન્સ હોલ્બીને બનાવેલા કેટલાંક ડ્રૉઇંગ્સ છે, જેના વિશે માનવામાં આવે છે કે એ જેનનાં છે. કેટલાક લોકો હાન્સ હોલ્બીનના જ 'એન અનનોન વુમન ઇન ટ્યુડર ડ્રેસ' અને 'ધ લેડી અનનોન' ચિત્રો તરફ ઇશારો કરે છે, જે જેનની સંભવીત તસવીરો હોઈ શકે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુકે, ઇતિહાસ, બ્રિટન, યુનાઇટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, હાંસ હોલ્બેન ધ યંગર દ્વારા દોરાયેલ આ સ્કેચ જેન બૉલેનના યુવાનીના દિવસોનો હોવાનું મનાય છે, જોકે, આ તેમનો જ સ્કૅચ હોવાનું ચોક્કસપણે ન કહી શકાય. જેનને વર્ષ 1542માં મૃત્યુદંડની સજા કરાઈ હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોટાભાગની તસવીરોનો, જેન પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને ધારાસભ્ય લૉર્ડ ચાન્સેલર ઓડલીએ તેમને વેશ્યાલયની માલિકણ કહ્યાં ત્યારે તેનો 1541માં નાશ કરવામાં આવ્યો હતો.

હેનરી આઠમાનાં પાંચમા પત્ની કેથરીન હોવર્ડને સુંદર દરબારી થોમસ કલ્પેપર સાથે લફરું કરવામાં મદદ કરવા બદલ લૉર્ડ ચાન્સેલર ઓડલીએ જેનને વેશ્યાલયનાં માલિકણ કહ્યાં હતાં.

થરીન હોવાર્ડ એક ટીનેજર હતાં, જેમણે એક નિર્બળ અને નામર્દ રાજા સાથે લગ્ન કર્યાં હતાં. ત્રણેય લોકોએ તેની કિંમત પોતાના પ્રાણ ગૂમાવીને ચૂકવવી પડી હતી. સૌથી પહેલાં કલ્પેપરનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું. તેના બે મહિના પછી કેથરીન તથા જેનને ફાંસીની સજા કરવામાં આવી હતી અને 1542ની 13 ફેબ્રુઆરીની સવારે ટાવર ઑફ લંડનમાં તેમને એક પછી એક ફાંસી આપવામાં આવી હતી.

પુરાવા જણાવે છે કે રાણીની દાસી જેન તે ગુપ્ત સંબંધમાં સામેલ હતાં, પરંતુ જ્યોર્જને જેનના એક કામથી વધારે નફરત તેમને સમજવવા માટેના "જૂના જવાબોથી" વધારે નફરત છે. તેમણે બીબીસીને કહ્યું હતું, "તેમની ઓળખ વર્ષોથી બદલાતી રહી છે, કારણ કે નવા ઇતિહાસકારોનાં પ્રત્યેક જૂથનો સ્ત્રીઓ વિશેનો આગવો દૃષ્ટિકોણ હોય છે અને તેઓ તેને જેનમાં જુએ છે."

તેઓ કહે છે, "પ્રારંભિક દસ્તાવેજોમાં જેનને એક અત્યંત કાર્યક્ષમ ડ્યુએના (સ્ત્રી સંગાથી) કરતાં વધારે ખરાબ દેખાડવામાં આવ્યાં નથી, પરંતુ બાદમાં નૈતિકતાવાદી વિક્ટોરિયન લોકો આ મામલામાં તેની સામેલગીરીને એ વાતનો પુરાવો માને છે કે જેન એક ખરાબ સ્ત્રી છે."

કૌભાંડોમાં ફસાયેલી સ્ત્રી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુકે, ઇતિહાસ, બ્રિટન, યુનાઇટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, જેનનાં લગ્ન જ્યૉર્જ બૉલેન સાથે થયાં હતાં. આ તેમનો સ્કૅચ મનાય છે. જ્યૉર્જ પર તેમનાં બહેન ક્વીન એન બૉલેન સાથે શારીરિક સંબંધ રાખવાનો ખોટો આરોપ મુકાયો હતો.

યુગલોની મુલાકાતો દરમિયાન જેનની હાજરી એ સમયે સામાન્ય વાત હતી, પરંતુ જેનના કિસ્સામાં તેને અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે.

ગ્રેગરી કહે છે, "ફ્રોઇડ પછીના ઈતિહાસકારોનું કહેવું છે કે જેન અન્યોને રતિક્રિડામાં વ્યસ્ત જોઈને આનંદ મેળવનારી, સેક્સ-પાગલ સ્ત્રી હતી. એ પછી તેને માત્ર પાગલ ગણાવવામાં આવી હતી."

તેઓ ઉમેરે છે, "જેન વાસના કે કોઈ અન્ય પ્રાપ્તથી પ્રેરિત હોય એવું મને લાગતું નથી. મને લાગે છે કે તે અસાધારણ પરિસ્થિતિમાં ફસાયેલી એક સામાન્ય સ્ત્રી હતી, જે જીવતી રહેવા અને આગળ વધવા પ્રયાસ કરતી હતી."

કોઈ રાજા સાથે દગો કરવામાં અને તેને પદભ્રષ્ટ કરાવવામાં જેન સામેલ થયાં હોય એવી તે પહેલી ઘટના ન હતી.

1536માં એની બૉલેન પર ચાર દરબારીઓ સાથે વ્યભિચાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે રાજ દરબાર કૌભાંડમાં ફસાઈ ગયો હતો. એનીનો છૂટકારો ન થાય એ સુનિશ્ચિત કરવા માટે તેણે પોતાના ભાઈ જ્યોર્જ સાથે કૌટુંબિક વ્યભિચારનો ખોટો આરોપ પણ તે આરોપોમાં જોડી દીધો હતો. તે કથિત આરોપ વિશે રાજાને બીજા કોઈએ નહીં, પરંતુ જ્યોર્જની પત્ની જેને કથિત રીતે જણાવ્યું હતું. ભાઈ-બહેનોની ઘનિષ્ઠતાથી જેનને બળતરા થતી હતી, એવું કહેવાય છે. એલિઝાબેથના સમયગાળા પછી ઈતિહાસકારોનો અંદાજ છે કે એ દંપતિ નાખુશ હતું અને તેનાથી જેન સાથે દગાખોરીનું એક કારણ મળ્યું હતું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુકે, ઇતિહાસ, બ્રિટન, યુનાઇટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, એન બૉલેન એ જેન બૉલેનનાં નણંદ હતાં - એનને તેમના પતિ કિંગ હેનરી આઠમાના આદેશથી મૃત્યુદંડ અપાયો હતો.

આ કૌભાંડમાં જ્યોર્જ અને એની બન્નેનો જીવ ગયો હતો.

એક રાજા માટે તે સારું નિરાકરણ હતું. પરિણામે રાજાનું ધ્યાન જેન સીમોર પર પડ્યું હતું. તેમને આશા હતી કે એની જ્યાં નિષ્ફળ રહી હતી ત્યાં જેન સફળ થઈ શકે છે અને બહુ જરૂરી વારસદાર પુત્રને જન્મ આપી શકે છે.

ટ્યુડર્સ વિશે તાજેતરના 'ધ સ્ટોલન ક્રાઉન' પુસ્તક સહિતનું ઘણું લખી ચૂકેલાં ટ્રેસી બોરમૅન કહે છે, "વાસ્તવમાં પોતાના પતિ અને નણંદને ફાંસીની સજા બાદ જેન બૉલેન પરિવારના એકમાત્ર સભ્ય હતાં, જે પદ પર યથાવત્ રહ્યાં હતાં. જોકે, તેના બહુ ઓછા પુરાવા છે."

ટ્રેસી બોરમૅન બીબીસીને કહે છે, "જેનનો સમાવેશ એનીની પરિવારના એવા લોકોમાં થતો હતો, જેમને પુરાવા આપવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં અને તેમના પુરાવા ખોટા હોવાના કોઈ સંકેત નથી."

"હકીકતમાં આપણે જાણીએ છીએ કે તેમણે તેમના પતિ વતી હેનરી આઠમાને અરજ કરી હતી." જેન નિંદાને પાત્ર છે કે નહીં એવું પૂછવામાં આવ્યું ત્યારે, સમકાલીન ઇતિહાસકારોમાં "ટ્યુડર યુગની ચોક્કસ મુખ્ય વ્યક્તિઓનું અને મોટે ભાગે સ્ત્રીઓનું પુનઃમૂલ્યાંકન કરવા અને સદીઓથી પ્રવર્તતા સ્ત્રી-દ્વેષ અને ખોટા અર્થઘટનને દૂર કરવા"નાં પગલાંની નોંધ લેતાં, તેમણે જવાબ આપ્યો હતો કે "બિલકુલ નહીં."

જેનને બલિનો બકરો બનાવવાનો અર્થ એ નથી કે તેનામાં કોઈ શક્તિનો અભાવ હતો. ગ્રેગરી કહે છે, "જેનની મહત્ત્વાકાંક્ષાને ઓછી આંકવી ખૂબ સરળ છે, એવું મને લાગે છે, કારણ કે આપણને મહત્ત્વાકાંક્ષી સ્ત્રીઓને ખરાબ ગણવાની આદત છે."

જેન બૉલેનને બદનામ કરાયાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુકે, ઇતિહાસ, બ્રિટન, યુનાઇટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, 1530ના દાયકામાં હાન્સ હોલ્બેન ધ યંગરે દોરેલો સ્કૅચ - ધ લૅડી અનનૉન, જેન બૉલેનનો હોવાનું મનાય છે.

રાજાની રખાતો પૈકીની એકને 1534માં દૂર કરવા બદલ એન બૉલેન સાથે કાવતરું ઘડવા બદલ દેશનિકાલની સજા પામ્યાં બાદ અને 1536માં પતિને ફાંસીની સજા પછી તરત જ તેમની કુખ્યાતી મજબૂત બની હતી.

જેને તેના પ્રેમથી મજબૂર થઈને કદાચ સૌથી મોટી ભૂલ કરી હતી અને રાજ દરબારના સૌથી શક્તિશાળી અગ્રણીઓ પર ભરોસો કર્યો હતો.

થોમસ હોવર્ડ (એ વખતે તેઓ એટલા નાના હતાં કે ખાસ કંઈ જાણતા ન હતાં) અને પછી થોમસ ક્રોમવેલ (તેઓ વિધવા થઈ ગયાં હતાં અને પૈસાની તંગી સામે ઝઝૂમતાં હતાં. કદાચ એ કારણે દરબારમાં ફરી આવ્યાં હતાં) બન્નેએ તેમને સાથ આપ્યો હતો. તેમને આશા હતી કે જેન તેમને એ શાહી પરિવારો વિશે માહિતી આપશે, જેની તેઓ સેવા કરતાં હતાં. આ કારણસર તેમને જાસૂસ કહેવામાં આવ્યાં હતાં. જોકે, દરબારના બદલાતા રાજકારણે ગઠબંધનને ખોટું સાબિત કરવાની સાથે બંનેને તેમનો સાથ છોડી દીધો ત્યારે સત્તાનું સંતુલન સ્પષ્ટ થઈ ગયું હતું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુકે, ઇતિહાસ, બ્રિટન, યુનાઇટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, હિલરી મૅનટલના વુલ્ફ હૉલ પરનું નાટક 2021માં ભજવાયું જેમાં જેન બૉલેન (જો હર્બર્ટ દ્વારા અભિનિત) અને થૉમસ ક્રોમવેલ (બેન માઇલ્સ) દેખાય છે

જુલિયા ફૉકસે તેમની 2007ની જીવનકથા 'જેન બબૉલેનઃ ધ ઇનફેમસ લેડી રોચફોર્ડ'માં લખ્યું છે, "અનેક લોકોએ જેની સદીઓ સુધી અવગણના કરી હતી તે રેકૉર્ડ્સ મેં ફંફોસ્યા હતા. એ રેકૉર્ડ્સ પરથી સ્પષ્ટ થયું હતું કે જેન બૉલેનને કહાણી, તેમણે જે રાણીઓની સેવા કરી હતી તેમના જેટલી દિલચસ્પ હતી એટલું જ નહીં, પરંતુ તેમને બહુ બદનામ પર કરવામાં આવ્યાં છે." આ જીવનકથાનું શિર્ષક ઓગણીસમી સદીના ઇતિહાસકાર ચાર્લ્સ કૂટે જેન વિશે કરેલા આકરા ટીકાત્મક વર્ણનમાંથી લેવામાં આવ્યું છે.

જુલિયા ફૉક્સ લખે છે કે તેમના ટીકાકારો "રાજાને તેમની નિર્દોષ પત્નીની નિર્દયતાથી હત્યા કરવાના ગુનામાંથી મુક્ત કરાવવા બલિનો બકરો શોધી કાઢવાથી ખુશ હતા. તેમના દાવા મુજબ, આ એમના પુરાવા હતા, જેણે હેનરીને મુર્ખ બનાવ્યા હતા અને એની તથા જ્યોર્જને બરબાદ કરી નાખ્યા હતા." તેમ છતાં ફૉક્સ માટે આવા આરોપોનો કોઈ અર્થ નથી, કારણ કે જેને બહુ બધું ગુમાવવું પડ્યું હતું. ફૉક્સ લખે છે, "પતિની બુરાઈનું નાણાકીય પરિણામ બહુ ખરાબ હોય ત્યારે તેમણે તેમના પતિની બુરાઈ કરવાનું કોઈ કારણ ન હતું."

'અસ્તિત્વ ટકાવી રાખવાની કહાણી'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુકે, ઇતિહાસ, બ્રિટન, યુનાઇટેડ કિંગ્ડમ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, ફિલિપા ગ્રેગરીના મતે સૌથી પહેલા જેન બૉલેન એ હેનરી આઠમાના ક્રૂર દરબારનાં બહાદુર સર્વાઇવર હતાં

જેનના મોતના બહુ લાંબા સમય પછી એલિઝાબેથ પ્રથમે તેમનાં માતા એન બૉલેનને પ્રતિષ્ઠાને પુનર્સ્થાપિત કરીને તેમના શાસનની કાયદેસરતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જેનને બદનામ કરવા માટે એ જ બાબત ફરી ઉપયોગી સાબિત થઈ હતી. દાખલા તરીકે, 1817માં પ્રકાશિત જ્યોર્જ વ્યાટનું જીવનચરિત્ર 'ધ લાઇફ ઑફ વર્ચ્યુઅસ ક્રિશ્ચિયન એન્ડ રેનાઉન્ડ ક્વીન એન બૉલેઇન' વાસ્તવમાં 1500ના દાયકાના અંતમાં લખાયેલું હતું. તેમાં જેનનું વર્ણન "પોતાના પતિ પર આરોપ મૂકનારી, તેનું જ લોહી પીનારી દુષ્ટ પત્ની" તરીકે કરવામાં આવ્યું હતું.

નાટ્યકારો વર્ષોથી તેનું અનુસરણ કરતા રહ્યા છે. દાખલા તરીકે હેનરી હાર્ટ મિલમેન લિખિત 'એન બૉલેનઃ અ ડ્રામેટિક પોએમ' (1826)માં "કાઉન્ટેસ ઑફ રોચફોર્ડના સિદ્ધાંતહીન અને અકુદરતી પાત્ર"નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે હિલેરી મેન્ટેલની નવલકથાઓ પર આધારિત બીબીસીની તાજેતરની 'વૂલ્ફ હૉલ' શ્રેણીમાં તેમને દૂષિત ગપસપ ફેલાવતી ઇર્ષાળુ પત્ની તરીકે દર્શાવવામાં આવ્યાં છે.

જેનનું અસ્તિત્વ આયુષ્યની ત્રીસીના દાયકામાં જ ખતમ થઈ ગયું હતું, પરંતુ ગ્રેગરી તેમની કથાને અસ્તિત્વ ટકાવી રાખવાની કથા તરીકે રજૂ કરે છે. એક એવી વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરે છે, જેણે ઇતિહાસના સૌથી અસ્થિર રાજ દરબારો પૈકીના એકમાં કારકિર્દી જાળવી રાખી હતી અને જુલમી શાસકો પૈકીના એક માટે કામ કર્યું હતું. એની બૉલેન અને કેથરિન હોવર્ડ સાથે ઇરાદાપૂર્વક દગો કરવાથી દૂર રહીને તેમણે તેમની સેવા કરી હતી તેનો, તેમના હરીફોને દૂર કર્યા હતા તેનો અને સાચા પ્રેમની અનુભૂતિ માટે આપેલાં બલિદાનનો અહેસાસ થાય છે. આ ત્રણેય સ્ત્રીઓ હવે ટાવર ઑફ લંડનની અંદરના એક ચેપલમાં પરમ વિશ્રામ કરી રહી છે.

બૉલેન દેશદ્રોહી જેનને નહીં, પરંતુ તેની આસપાસના સત્તાનાં માળખાંને વખોડવા માટે આપણને નોતરે છે.

ગ્રેગરી કહે છે, "આ નવલકથા જુલમ વિશેની છે. એક એવા શાસન વિષેની છે, જેની સત્તા એક વ્યક્તિ પર કેન્દ્રિત હતી અને તેનો વિરોધ કરવાની હિંમત બહુ ઓછા લોકોમાં હતી."

ગ્રેગરીએ કહેલી જેનની કથા એ કોઈ સુખદ નૈતિકતાની વાર્તા નથી, જેમાં ખલનાયક ખતમ થઈ જતો હોય. તે ભયની ઓળખ બહુ મોડી કરવાની ચેતવણી વિશેની છે. ગ્રેગરી કહે છે, "તાનાશાહીનો વિરોધ તે પહેલીવાર જોવા મળે ત્યારથી જ કરવો જોઈએ, એવું સમજાય છે ત્યારથી નવલકથામાં જેનમાં જાગૃતિ આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન