બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર સમારંભની તસવીરી ઝલક

સોમવારની સાંજે દિલ્હીમાં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પુરસ્કાર જાહેર કરવાનો સમારંભ યોજાયો. ઑલિમ્પિકમાં શૂટિંગમાં બે ચંદ્રકો - સુવર્ણ અને કાંસ્ય જીતનારાં મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો પુરસ્કાર મળ્યો.

આ ઉપરાંત પૅરા-શૂટિંગમાં પોતાની સિદ્ધિઓ માટે શૂટર અવની લેખરાને બીબીસી પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. જ્યારે પૅરા તીરંદાજ શીતલ દેવીને બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું 18 વર્ષો સુધી સતત નેતૃત્વ કરીને ભારતીય મહિલા ક્રિકેટને એક નવી ઊંચાઈએ પહોંચાડવા બદલ ક્રિકેટર મિતાલી રાજને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યો.

આ ઉપરાંત ચેસ ખેલાડી તાનિયા સચદેવ તથા ભારતની મહિલા ખો-ખો ટીમનાં કૅપ્ટન નસરીન શેખને

બીબીસી ચેન્જમેકર 2024 ઍવૉર્ડ તથા પૅરા ઍથ્લીટ પ્રીતિ પાલ અને બૅડમિન્ટન ખેલાડી થુલાસિમથી મુરુગેસનને બીબીસી સ્ટાર પર્ફૉર્મર 2024 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.

બીબીસીનાં ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી, સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને વરિષ્ઠ ખેલાડીઓ તથા રમતજગત સાથે સંકળાયેલા રાજકીય નેતાઓ ઉપસ્થિતિમાં આ સમારંભ યોજાયો. જુઓ તેની એક તસવીરી ઝલક

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.