બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર સમારંભની તસવીરી ઝલક

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સમારોહમાં મલખમના દાવ

સોમવારની સાંજે દિલ્હીમાં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પુરસ્કાર જાહેર કરવાનો સમારંભ યોજાયો. ઑલિમ્પિકમાં શૂટિંગમાં બે ચંદ્રકો - સુવર્ણ અને કાંસ્ય જીતનારાં મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો પુરસ્કાર મળ્યો.

આ ઉપરાંત પૅરા-શૂટિંગમાં પોતાની સિદ્ધિઓ માટે શૂટર અવની લેખરાને બીબીસી પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. જ્યારે પૅરા તીરંદાજ શીતલ દેવીને બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું 18 વર્ષો સુધી સતત નેતૃત્વ કરીને ભારતીય મહિલા ક્રિકેટને એક નવી ઊંચાઈએ પહોંચાડવા બદલ ક્રિકેટર મિતાલી રાજને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યો.

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, બીબીસી ગુજરાતી

આ ઉપરાંત ચેસ ખેલાડી તાનિયા સચદેવ તથા ભારતની મહિલા ખો-ખો ટીમનાં કૅપ્ટન નસરીન શેખને

બીબીસી ચેન્જમેકર 2024 ઍવૉર્ડ તથા પૅરા ઍથ્લીટ પ્રીતિ પાલ અને બૅડમિન્ટન ખેલાડી થુલાસિમથી મુરુગેસનને બીબીસી સ્ટાર પર્ફૉર્મર 2024 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.

બીબીસીનાં ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી, સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને વરિષ્ઠ ખેલાડીઓ તથા રમતજગત સાથે સંકળાયેલા રાજકીય નેતાઓ ઉપસ્થિતિમાં આ સમારંભ યોજાયો. જુઓ તેની એક તસવીરી ઝલક

મલખમનાં દાવ
ઇમેજ કૅપ્શન, સમારંભની શરૂઆતમાં મલખમના દિલધડક દાવ દર્શાવીને ખેલાડીઓને મહેમાનો દંગ કરી દીધા
બીબીસીના આ સમારંભમાં બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા અને વરિષ્ઠ ક્રિકેટર મહમદ અઝહરુદ્દીન ઉપસ્થિત રહ્યા હતા
ઇમેજ કૅપ્શન, બીબીસીના આ સમારંભમાં બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા અને વરિષ્ઠ ક્રિકેટર મહમદ અઝહરુદ્દીન ઉપસ્થિત રહ્યા હતા
બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ પોતાના વક્તવ્યમાં મહિલા ખેલાડીઓની સફળતાની કહાણીઓ કહેવી જરૂરી હોવા પર ભાર મૂક્યો
ઇમેજ કૅપ્શન, બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ પોતાના વક્તવ્યમાં મહિલા ખેલાડીઓની સફળતાની કહાણીઓ કહેવી જરૂરી હોવાની વાત પર ભાર મૂક્યો
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી
ભારતીય મહિલા ક્રિકેટને એક નવી ઉંચાઈએ પહોંચાડવા બદલ ક્રિકેટર મિતાલી રાજને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યું.
ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટને એક નવી ઊંચાઈએ પહોંચાડનારાં ક્રિકેટર મિતાલી રાજને બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યો
પૅરા તીરંદાજ શીતલ દેવીને બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
ઇમેજ કૅપ્શન, પૅરાઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનારાં પૅરા-તીરંદાજ શીતલ દેવીને બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ આપવામાં આવ્યો
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઇમર્જિંગ પ્લૅયર શીતલદેવી
પૅરા-શૂટર અવની લેખરાનું સપનું રમતની સાથે સાથે ન્યાયતંત્રમાં પણ કારકિર્દી બનાવવાનું છે, તેમના આ ધ્યેયને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે વખાણ્યું
ઇમેજ કૅપ્શન, પૅરા-શૂટર અવની લેખરાનું સપનું રમતની સાથે-સાથે ન્યાયતંત્રમાં પણ કારકિર્દી બનાવવાનું છે, તેમના આ ધ્યેયને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડે વખાણ્યું
ઓલિમ્પિકમાં શૂટિંગમાં બે ચંદ્રકો - સુવર્ણ અને કાંસ્ય જીતનારાં મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો પુરસ્કાર મળ્યો.
ઇમેજ કૅપ્શન, ઑલિમ્પિકમાં શૂટિંગમાં બે ચંદ્રકો - સુવર્ણ અને કાંસ્ય જીતનારાં મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો પુરસ્કાર મળ્યો
ધ કલેક્ટિવ ન્યૂઝરૂમનાં સીઈઓ રૂપા ઝાએ આ પુરસ્કારોને મહિલા ખેલાડીઓ માટે દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના સાતત્યપૂર્ણ પ્રયાસો માટેની એક પહેલ ગણાવી
ઇમેજ કૅપ્શન, ધ કલેક્ટિવ ન્યૂઝરૂમનાં સીઈઓ રૂપા ઝાએ આ પુરસ્કારોને મહિલા ખેલાડીઓ માટે દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના સાતત્યપૂર્ણ પ્રયાસો માટેની એક પહેલ ગણાવી
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર

ઇમેજ સ્રોત, BBC/Debalin Roy

ઇમેજ કૅપ્શન, સમારંભમાં રાજકારણ, રમતગમત અને મીડિયા ક્ષેત્રના મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સમારંભની ઝલક
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા સચીન પાઈલટ અને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.