અમેરિકન નાગરિકતા: જન્મસિદ્ધ નાગરિકતા પર ટ્રમ્પના આદેશની ભારતીયો પર કેવી પડશે અસર?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નાગરિકત્વના નિયમો, જન્મજાત નાગરિકત્વ, બર્થરાઇટ સિટીઝનશિપ, શું કહે છે નિયમો જોગવાઈઓ, અવરોધો, આંતરરાષ્ટ્રીય સમાચારો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળતાની સાથે જ તેમણે કેટલાક નિર્ણયો ઉપર સહી કરી છે, જેમાં તેમણે જન્મસિદ્ધ નાગરિક્ત્વનો અંત આણતા ઍક્ઝિક્યૂટિવ આદેશ ઉપર સહી કરી છે.

જ્યારે કોઈ બાળકનો અમેરિકાની ધરતી ઉપર જન્મ થાય ત્યારે તે આપોઆપ 'ડૉલરિયા દેશ'નો નાગરિક બની જાય છે, જે ટ્રમ્પના આદેશ બાદ નિરસ્ત થઈ જશે.

ટ્રમ્પે તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન અનેક વખત 'જન્મસિદ્ધ નાગરિકત્વ'નો અંત લાવવાની વાત કહી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે આના અંગે નીતિવિષયક નિર્ણય લીધો હતો.

શું ટ્રમ્પ કાયદેસર રીતે આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે? શું આ નિર્ણય સામે કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નાગરિકત્વના નિયમો, જન્મજાત નાગરિકત્વ, બર્થરાઇટ સિટીઝનશિપ, શું કહે છે નિયમો જોગવાઈઓ, અવરોધો, આંતરરાષ્ટ્રીય સમાચારો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં પ્રવર્તમાન નિયમોમાં ફેરફાર થશે. જે મુજબ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારા ઇમિગ્રન્ટ્સ તથા હંગામી વિઝા ઉપર અમેરિકા ખાતે પહોંચેલા લોકોનાં સંતાનોને નાગરિકત્વ નહીં મળે.

વર્ષ 1857માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડ્રૅડ સ્કૉટ વિ. સેનફૉર્ડના કેસમાં શકવર્તી ચુકાદો આપ્યો હતો અને ઠેરવ્યું હતું કે આફ્રિકન અમેરિકન ક્યારેય અમેરિકાના નાગરિક ન બની શકે.

વર્ષ 1865મા 13મા સુધાર દ્વારા ગુલામીપ્રથાને નાબૂદ કરવામાં આવી હતી. એ પછી અમેરિકામાં જન્મેલા અને મુક્ત થયેલા પૂર્વ ગુલામો તથા તેમનાં સંતાનોના નાગરિકત્વ સંબંધે સવાલ ઊભા થયા હતા.

ત્યારે અમેરિકાના બંધારણના 14મા સુધાર દ્વારા જન્મજાત નાગરિકત્વ આપવામાં આવ્યું છે. વર્ષ 1868માં ગૃહયુદ્ધ પૂરું થયા બાદ આ સુધાર લાગુ કરવામાં આવ્યો હતો. સુધારના પ્રથમ વાક્યમાં તેને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જે મુજબ:

'યુનાઇટેડ સ્ટેટ્સ કે તેના ન્યાયક્ષેત્રમાં ક્યાંય પણ જન્મેલા અથવા તો નાગરિકત્વ મેળવનારા યુનાઇટેડ્સ તથા તેના રાજ્યના નાગરિક છે, ચાહે તેઓ ગમે ત્યાં નિવાસ કરતા હોય.'

આમ આફ્રિકન અમેરિકનોનાં નાગરિકત્વ સંબંધિત જટિલતાઓને 14મા સુધાર દ્વારા નાબૂદ કરવાનો પ્રયાસ થયો હતો.

વર્ષ 1898માં ચાઇનિઝ ઇમિગ્રન્ટ વૉન્ગ કિમ અર્ક વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સના કેસમાં ત્યાંની સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે કોઈપણ જાતના વંશીય ભેદભાવ વગર યુએસમાં જન્મેલાં તમામ ઇમિગ્રન્ટ્સનાં સંતાનો નાગરિકત્વ મેળવવાને પાત્ર છે.

એ પછી લગભગ 125 વર્ષ દરમિયાન અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ક્યારેય આ ચુકાદાની પુનઃસમીક્ષા નથી કરી.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નાગરિકત્વના નિયમો, જન્મજાત નાગરિકત્વ, બર્થરાઇટ સિટીઝનશિપ, શું કહે છે નિયમો જોગવાઈઓ, અવરોધો, આંતરરાષ્ટ્રીય સમાચારો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુનિવર્સિટી ઑફ વર્જિનિયા લૉ સ્કૂલમાં પ્રોફેસર અને બંધારણીય નિષ્ણાત સાંઇક્રિષ્ના પ્રકાશના કહેવા પ્રમાણે, રાષ્ટ્રપતિના આદેશ બાદ યુએસ ઇમિગ્રૅશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સ જેવી સંઘીય એજન્સીઓના કર્મચારીઓ નાગરિકત્વ અંગે સંકીર્ણ વ્યાખ્યા કરી શકે છે.

જે કોઈની નાગરિકત્વની અરજી નકારાય, તે આ નિર્ણયને અદાલતમાં પડકારી શકે છે, જે છેવટે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચશે.

પ્યૂ રિસર્ચ દ્વારા સમયાંતરે આ અંગે ડેટા તૈયાર કરવામાં આવે છે. જેમાં સૌથી તાજા આંકડા વર્ષ 2022ના ઉપલબ્ધ છે. જે મુજબ, ગેરકાયદેસર ઇમિગ્રન્ટના બાર લાખ અમેરિકન નાગરિકો વસે છે.

ડિસેમ્બર-2024માં એનબીસીના મીટ ધ પ્રેસ કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સાથે તેમનાં સંતાનોને પણ ડિપૉર્ટ કરી દેવા જોઈએ, ચાહે તેઓ અમેરિકામાં જ કેમ ન જન્મયાં હોય.

ટ્રમ્પે કહ્યું હતું, "હું નથી ઇચ્છતો કે પરિવારો ખંડિત થાય."

તેમણે ઉમેર્યું હતું, "પરિવારોને ખંડિત નહીં થવા દેવાનો તથા સાથે જ રહેવા દેવાનો એક જ રસ્તો છે, એ માર્ગ છે કે તમારે બધાને પાછા મોકલી દેવાના રહે."

અમેરિકન સરકારના આંકડા અનુસાર વર્ષ 2024 સુધી લગભગ 54 લાખ ભારતીયો અમેરિકામાં વસે છે. જે અમેરિકાની વસ્તીના 1.47 ટકા છે. તે પૈકી બે ત્રત્યાંશ લોકો ફર્સ્ટ જનરેશન ઇમિગ્રન્ટ્સ છે. એટલે કે પરિવારમાં તેઓ સૌથી પહેલા અમેરિકા ગયા. પરંતુ બાકીના ત્યાં જન્મેલા નાગરિકો છે.

હાલના આંકડા અનુસાર 72 ટકા વિઝા ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા. ત્યાર પછીનો વારો ચીનના લોકોનો છે. તેમને 12 ટકા વિઝાની ફાળવણી થઈ. ફિલિપીન્ઝ, કૅનેડા અને દક્ષિણ કોરિયાના નાગરિકોને એક-એક ટકા વિઝા મળ્યા.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નાગરિકત્વના નિયમો, જન્મજાત નાગરિકત્વ, બર્થરાઇટ સિટીઝનશિપ, શું કહે છે નિયમો જોગવાઈઓ, અવરોધો, આંતરરાષ્ટ્રીય સમાચારો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમિગ્રૅશન વિરોધીઓના કહેવા પ્રમાણે, આ નીતિ 'ગેરકાયદેસર ઇમિગ્રૅશન માટે ચૂંબક'ની ગરજ સારે છે.

તેના કારણે ગર્ભવતી મહિલાઓને ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશીને ત્યાં બાળકને જન્મ આપવા માટે પ્રોત્સાહન મળે છે. આને તિરસ્કારપૂર્વક 'બર્થ ટુરિઝમ' અથવા 'ઍન્કર બૅબી' તરીકે ઓળખવામાં આવે છે.

જોકે, ટ્રમ્પનો આદેશ પશ્ચાદ્વર્તી અસરથી અમલ થશે કે નહીં, તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી. મોટાભાગના નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ માત્ર ઍક્ઝિક્યુટિવ ઑર્ડર મારફત આ જોગવાઈને નાબૂદ નહીં કરી શકે.

અમેરિકામાં બંધારણીય જોગવાઈઓ હેઠળ જન્મજાત નાગરિકત્વ મળે છે. જો તેને નાબૂદ કરવી હોય તો બંને ગૃહમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર રહે. સાથે જ અમેરિકાનાં ત્રણ-ચતુર્થાંશ રાજ્યોએ પણ તેને અનુમોદન આપવું પડે.

તેથી ટ્રમ્પ પોતાની નીતિનો અમલ કેવી રીતે કરશે તે અસ્પષ્ટ છે.

ટ્રમ્પના પ્રયાસોને કાયદેસર રીતે પણ પડકારી શકાય તેમ છે. સિટી ઑફ સેન ફ્રાન્સિસ્કો તથા ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા સહિતનાં 18 રાજ્યોએ સંઘીય સરકારને અદાલતમાં પડકારી છે.

સાંઇક્રિષ્ના પ્રકાશના કહેવા પ્રમાણે, "તેઓ (ટ્રમ્પ) જે કંઈ કરી રહ્યા છે, તેનાથી અનેક લોકો અપસેટ થશે, પરંતુ છેવટે તો અદાલતો જ આ અંગે નિર્ણય કરશે."

સાંઈક્રિષ્ના પ્રકાશ ઉમેરે છે, "આ બાબત એવી નથી કે તેઓ (ટ્રમ્પ) પોતાની જાતે નિર્ણય લઈ શકે."

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નાગરિકત્વના નિયમો, જન્મજાત નાગરિકત્વ, બર્થરાઇટ સિટીઝનશિપ, શું કહે છે નિયમો જોગવાઈઓ, અવરોધો, આંતરરાષ્ટ્રીય સમાચારો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

કૅનેડા અને મૅક્સિકો સહિત 30 કરતાં વધુ દેશો 'જસ સોલી' કે 'માટી માટેનો અધિકાર' આપે છે. જે મુજબ, ત્યાં જન્મનાર કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતના નિયંત્રણ કે નિષેધ વગર નાગરિકત્વ મળે છે.

યુનાઇટેડ કિંગ્ડમ તથા ઑસ્ટ્રેલિયામાં તેનું સુધારેલું સ્વરૂપ અમલમાં છે. જે મુજબ, માતા કે પિતામાંથી કોઈપણ એક વ્યક્તિ જે-તે દેશનું નાગરિકત્વ ધરાવતી હોય, તો નવજાત બાળકને પણ એ દેશનું નાગરિકત્વ મળે છે.

સિટીઝનશિપ ઍક્ટ – 1955માં ભારતનું નાગરિકત્વ કેવી રીતે મળી શકે તે અંગે જોગવાઈઓ કરવામાં આવી છે. જે મુજબ, જન્મથી, વારસાઈમાં, નોંધણી કરાવીને, નાગરિકત્વ મેળવીને તથા ભારત જો કોઈ ભૂભાગને અધિગ્રહિત કરે તો ત્યાંના રહીશોને ભારતીય નાગરિકત્વ મળે છે.

વર્ષ 2019ના સુધાર મુજબ, તા. 31 ડિસેમ્બર 2014 પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી કે ખ્રિસ્તીને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.