મહાકુંભ

વિશ્વનાં સૌથી મોટા મેળાની કહાણી

કુંભ મેળામાં આવેલા સાધુઓ અને લોકો તથા ત્રિવેણી સંગમનો વીડિયો

આગામી કેટલાંક અઠવાડિયાંમાં, મહાકુંભમેળામાં કરોડો લોકો આવશે, જેનું આયોજન એક ખૂબ મોટા વિસ્તારમાં થયું છે. એવું મનાય છે કે દુનિયામાં સૌથી વધુ લોકો એક જગ્યાએ આ જ સ્થળે એકઠા થાય છે.

કુંભમેળો 12 વર્ષે એક વખત ભરાય છે, આ વખતે તેનું આયોજન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અગાઉ અલાહાબાદ)માં થયું છે.

શ્રદ્ધાળુઓ અહીં ગંગા, યમુના અને પૌરાણિક નદી સરસ્વતીના સંગમસ્થાને ડૂબકી મારવા પહોંચે છે. એવી માન્યતા છે કે આ પવિત્ર સ્થળે સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે અને મોક્ષ મળે છે.

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમનો મૅપ

1સંગમ, જ્યાં ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદી મળે છે

2કુંભમેળાનું મેદાન જ્યાં ટેન્ટ, હૉસ્પિટલો, અખાડા, ખોવાયેલા અને મળી આવેલા લોકો માટે કેન્દ્રો માટેની હંગામી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

અક્ષયવટ - એવું મનાય છે કે પવિત્ર અમર વડ પ્રલય દરમિયાન પણ જીવિત રહી ગયેલો

અસ્થાયી તરતા બ્રિજ ઝૂંસીથી અરૈલ અને ઝૂંસીથી સંગમને જોડશે.

સરકારી અનુમાનો અનુસાર 45 દિવસ ચાલતા આ મેળામાં લગભગ 40થી 45 કરોડ લોકો આવશે.

કુંભમેળામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યાને એક દેશ ગણીએ તો તેની વસતી માત્ર વિશ્વના સૌથી વધુ વસતીવાળા દેેશો ભારત અને ચીનથી જ ઓછી હશે.

શ્રદ્ધાળુઓની અનુમાનિત સંખ્યા અમેરિકાની વસતી કરતાં વધુ છે.
સંખ્યા કરોડમાં

14.6રશિયા17બાંગ્લાદેશ21.1બ્રાઝિલ22.5નાઇજીરિયા24.6પાકિસ્તાન28ઇન્ડોનેશિયા34.2અમેરિકા45કુંભમેળામાં142.4ચીન143.2ભારત

2013 અને 2001માં આયોજિત પાછલા બે પૂર્ણ કુંભમેળાની સરખામણીએ આ વખતના મેળાનાં ક્ષેત્રફળ અને તેમાં સામેલ થતા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

પૂર્ણ કુંભમેળો દર 12 વર્ષે યોજાય છે, જ્યારે અર્ધ કુંભમેળો, જેમકે 2019નો મેળો, દર છ વર્ષે યોજાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ- બૅંગલોરના એક અભ્યાસ અનુસાર, લગભગ બે દાયકા પહેલાં, 2001માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં પાંચ કરોડ લોકો સામેલ થયા હતા.

આ સંખ્યા વર્ષ 2013માં વધીને 12 કરોડ થઈ ગઈ હતી. 2025માં આ સંખ્યા ચાર ગણી થવાનું અનુમાન છે.

કુંભમેળામાં આવતા શ્રદ્ધાળુઓ (કરોડમાં)

19892.95124550010203040200120132025

ગંગા અને યમુનાનાં રેતાળ કિનારાઓ પર કરોડો લોકો એકઠાં થવાની સંભાવના છે. છેલ્લા કુંભ મેળા કરતાં બમણાં કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલા આ વખતના મેળાના મેદાનમાં ટેન્ટ, હૉસ્પિટલો, અખાડાઓ અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મેદાનનું કુલ ક્ષેત્રફળ લગભગ 4,000 હેક્ટર જેટલું છે.

છેલ્લા ત્રણ પૂર્ણ કુંભમેળામાં મેળાના મેદાનનું ક્ષેત્રફળ (હેક્ટરમાં)

20254,00020011,49520131,537

કુંભમેળાનું આયોજન કેમ કરાય છે?

આનું મૂળ પુરાણોમાં મળી આવે છે. આ વિશેની ઘણી કહાણીઓ છે.

તે પૈકી સૌથી વધુ લોકપ્રિય કહાણી દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત માટે થયેલ સમુદ્રમંથન સાથે જોડાયેલી છે.

અમૃત મેળવવાના પ્રયાસમાં તેનાં અમુક ટીપાં હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાસિકમાં પડ્યાં. જેથી આ જ ચાર શહેરોમાં કુંભમેળાનું આયોજન થાય છે.

સમુદ્રમંથનનું ઇલસ્ટ્રેશન

અસ્થાયી શહેરનું નિર્માણ

રાત્રિ દરમિયાન કુંભમેળાનાં ડ્રોન ફૂટેજ

કુંભમેળો એ એક આખું શહેર જ છે, ત્યાં રહેવા માટેના ટેન્ટ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની વ્યવસ્થા પણ હોય છે.

જે શ્રદ્ધાળુઓ કુંભમાં સ્નાન અથવા વધુ સમય રોકાવા માટે આવે છે, તેઓ ટેન્ટમાં રહી શકે છે કે પછી પરવડે એવા રેનબસેરામાં પણ રોકાઈ શકે છે. લોકોની અવરજવર માટે અસ્થાયી બ્રિજ સહિત ઘણી સડકો પણ બનાવાઈ છે.

પ્રયાગરાજના અરૈલમાં ટેન્ટ

લોકોનાં રહેઠાણ માટે 1.5 લાખ ટેન્ટ તૈયાર કરાયા છે.

કુંભમેળામાં સૌથી મહત્ત્વપૂર્ણ સાધુ, સંન્યાસીઓના અખાડા હોય છે. આવા કુલ 13 અખાડા છે. તેઓ જે દેવતાઓને પૂજે છે એના આધારે એમને કુલ ત્રણ સમૂહમાં વર્ગીકૃત કરાયેલા છે - શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન.

મેળાની તૈયારી તેમને ધ્યાને રાખીને કરાય છે, જેથી તેમની વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય. શાહી સ્નાનના દિવસે અખાડાના સાધુ અને સાધ્વી સંગમ સુધી પેશવાઈ કાઢે છે અને સૌપ્રથમ ત્યાં જ સ્નાન કરે છે.

અખાડા શિબિરમાં સામાન્યપણે ધ્વજ, મંદિર, સભા કરવા, રહેવા અને ભોજન માટેની જગ્યા હોય છે.

એક બ્રિજને બાંધીને તૈયાર કરવામાં સામાન્ય રીતે એક મહિનો લાગે છે. જેમ જેમ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતી જાય તેમ તેમ આ બ્રિજને ખોલીને છુટા પાડી દેવામાં આવે છે.

પોન્ટૂન બ્રિજ લોખંડનાં ખાલી પીપડાંને એકબીજા સાતે લોખંડનાં દોરડાંથી સુરક્ષિત રીતે બાંધીને તૈયાર કરવામાં આવે છે. બ્રિજની સપાટી તૈયાર કરવા માટે લાકડાંનાં પાટિયા મૂકવામાં આવે છે.

હજારો ધાર્મિક સંગઠનોને પોતાની શિબિરો લગાવવા માટે જગ્યા ફાળવવામાં આવી છે. અધિકૃત આંકડા અનુસાર, 100 બેડવાળી એક સેન્ટ્રલ હૉસ્પિટલ તૈયાર કરાઈ છે. આ સિવાય 20-25 બેડવાળી નાની-નાની હૉસ્પિટલો પણ તૈયાર કરાઈ છે.

Aerial view of tents

કુંભમેળા દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનોથી છુટા પડી જાય છે. આ વાતને ધ્યાને રાખીને એક 'ખોવાયા-મળ્યા' કેન્દ્ર પણ તૈયાર કરાયું છે.

Image of crowd at Mahakumbh

પ્રોડક્શન: જાસ્મિન નિહલાની
ડિઝાઇન: ચેતનસિંહ
ઇલ્લસ્ટ્રેશન: પુનિત બરનાલા
ડેવલપમેન્ટ: કાવેરી બિસ્વાસ અને પ્રીતિ વાઘેલા
તસવીરો અને વીડિયો: અંશુલ વર્મા, દેબલિન રૉય

યુનાઇટેડ નૅશન્સ પૉપ્યુલેશન ડિવિઝન, વર્લ્ડ બૅન્ક, પ્રયાગરાજ મેળા ઑથૉરિટી, પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો અને સેન્ટર ફૉર કલ્ચરલ રિસોર્સિસ ઍન્ડ ટ્રેનિંગ