ફ્રાંસ : સત્તાની નજીક પહોંચ્યા દક્ષિણપંથી, શું મૅક્રોંની થશે હાર?
ફ્રાંસમાં પહેલા તબક્કાની સંસદીય ચૂંટણીમાં દક્ષિણપંથી પાર્ટી નેશનલ રેલી પોતાને મળેલી બઢતથી ખુશ છે. પહેલા તબક્કાના મતદાન બાદ ફ્રાંસની રાજનીતિમાં તેમના વધી રહેલા વર્ચસ્વને સ્પષ્ટ જોઈ શકાય છે. પહેલા તબક્કાની બઢત બાદ દક્ષિણપંથી નેતા મરીન લી પેનની અપ્રવાસ વિરોધી પાર્ટી નેશનલ રેલીના સમર્થકો ખુશી મનાવતા નજરે પડે છે.
ખુદ મરીન લી પેને કહ્યું, “મેક્રોં ગ્રૂપનો સફાયો થઈ ગયો છે.”
નેશનલ રેલીને 33.1 ટકા વોટ મળ્યા છે જ્યારે કે વામપંથી ગઠબંધનને 28 ટકા. મેક્રોંની પાર્ટીને માત્ર 20.7 ટકા મતો મળ્યા છે.
નેશનલ રેલીના 28 વર્ષના નેતા જોર્દન બરદેલાએ કહ્યું, “જો ફ્રાંસના લોકો મને વોટ આપશે તે હું વડા પ્રધાન બનવા માગીશ.”
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એલેન દુમેલે કહ્યું, “આ પહેલાં દક્ષિણપંથી પાર્ટી ફ્રાંસની સંસદીય ચૂંટણીમાં પહેલા તબક્કામાં ક્યારેય જીતી નહોતી. હવે આ ઇતિહાસ છે.”
મરીન લી પેન અને જોર્દન બરદેલાને ફ્રાંસની 577 બેઠકો ધરાવતી સંસદમાં પૂર્ણ બહુમત માટે 289 બેઠકોની જરૂર છે.

ઇમેજ સ્રોત, LUDOVIC MARIN/AFP
નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને પાંચ મહિનાની જેલની સજા

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે દિલ્હીની સાકેત કોર્ટે નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને એક બદનક્ષીના કેસમાં પાંચ મહિનાની જેલ ફટકારી છે.
આ બદનક્ષીનો કેસ ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના તત્કાલીન ચૅરમૅન વી. કે. સક્સેનાએ દાખલ કર્યો હતો. વી. કે. સક્સેના હાલમાં દિલ્હીના ઉપરાજ્યપાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસ બે દશક જુનો છે.
કોર્ટે મેધા પાટકરને પાંચ મહિનાની સજા ફટકારવા ઉપરાંત દસ લાખ રૂપિયાનું વળતર આપવા પણ આદેશ કર્યો છે.
વી. કે. સક્સેનાના વકીલે કહ્યું હતું કે તેમને વળતર જોઈતું નથી. આ વળતર તેઓ દિલ્હી સ્ટેટ લિગલ સર્વિસ ઑથોરીટીને ફાળવે.
કોર્ટે તેમને કહ્યું કે વળતર માત્ર ફરિયાદીને જ મળે પછી ફરિયાદી તેનો જે પ્રકારે ઉપયોગ કરવા ચાહે તે પ્રકારે કરી શકે છે.
કોર્ટે મેધા પાટકરને આ ચુકાદાને પડકારવા માટે 30 દિવસનો સમય આપ્યો છે ત્યાં સુધી સજા સસ્પેન્ડ રહેશે.
મેધા પાટકરે આ ચુકાદાને લઈને એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, "સત્ય પરાજીત નથી થતું. અમે લોકો કામ કરી રહ્યા છીએ, તેઓ અમારી દૃષ્ટિએ દલિતો, આદિવાસીઓ, ગરીબો માટે વિકાસના નામે વિનાશ, વિસ્થાપન અને વિષમતા ઇચ્છે છે. આ અમારું કામ છે, અમારી મનસા કોઈને બદનામ કરવાની નહોતી."
તેમણે એમ પણ કહ્યું કે આ ચુકાદાને પડકારવામાં આવશે.
એન્જિનિયર રાશિદને શપથ લેવાની મંજૂરી અપાઈ, અફઝલ અંસારીને સ્પીકરે શપથ લેવડાવ્યા

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે એનઆઈએએ જેલમાં બંધ કાશ્મીરી નેતા શેખ અબ્દુલ રાશિદ ઉર્ફ એન્જિનિયર રાશિદને સંસદસભ્ય પદના શપથ લેવાની મંજૂરી આપી દીધી છે.
મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના ઍડિશનલ સેશન જજ ચંદ્રજિતસિંહ આ મામલે આદેશ આપશે.
બારામુલાથી અપક્ષ લોકસભા ચૂંટણી જીતનાર એન્જિનિયર રાશિદની વર્ષ 2017માં આંતકી નાણા-પોષણના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.
સંસદસભ્યના શપથ લેવા અને પોતાનું કામકાજ સંભાળવા માટે રાશિદે અદાલતમાં વચગાળાના જામીન અથવા હિરાસતમાં પેરોલ માટે અરજી કરી હતી.
22 જૂનના અદાલતે મામલાને સ્થગિત કરતા એએનઆઈને જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું.
સોમવારે એએનઆઈના વકીલે કહ્યું કે રાશિદે એ શરતો પર જામીન આપવામાં આવ્યા છે કે મીડિયા સાથે વાત નહીં કરે અને તેઓ પોતાનું બધું કામ એક જ દિવસમાં ખતમ કરશે.
તો ગાઝીપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતીને સાંસદ બનેલા અફઝલ અંસારીએ પણ સોમવારે શપથ લીધા છે. કેટલાક કાયદાકીય મામલાના કારણે તેઓ અગાઉ શપથ નહોતા લઈ શક્યા.
સોમવારે તેમને સ્પીકર ઓમ બિરલાએ શપથ લેવડાવ્યા. અફઝલ અંસારીએ સ્પીકર ઓમ બિરલાનો આભાર માન્યો હતો.
સાથે જ નવા ફોજદારી કાયદા પર અંસારીએ કહ્યું કે આ કાયદા તો પહેલાંથી હતા, સરકારે માત્ર નામ બદલ્યાં છે.
અફઝલે કહ્યું, "કેટલાંક નામ બદલ્યાં છે બાકી કાયદામાં શું ફેરફાર છે તેનો અભ્યાસ કરવો પડશે... કાયદાવિદ અને તેના જાણકારો... દરેક કાયદો સારો હોય છે... તેનો દુરુપયોગ કરાય એ ખોટું છે. આ સરકારમાં સતત કાયદાનો દુરુપયોગ થતો રહ્યો છે. જૂના કાયદાનો પણ દુરુપયોગ કર્યો હતો અને હવે નવા કાયદાનો પણ દુરુપયોગ કરશે કે નહીં એ જોવાનું રહેશે."
ઉલ્લેખનીય છે કે જે સાંસદોએ શપથ નહોતા લીધા તેમાં એન્જિનિયર રાશિદ, અફઝલ અંસારી, અમૃતપાલસિંહ અને શત્રુઘ્ન સિન્હા સામેલ હતા.
ફ્રાન્સમાં દક્ષિણપંથી દળને સરસાઈ, રાષ્ટ્રપતિની રેસમાં મૅક્રોં પાછળ

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીમાં દક્ષિણપંથી દળ નેશનલ રેલીને પ્રથમ તબક્કામાં સરસાઈ મળી છે, જેણે ફ્રાન્સના રાજકારણમાં તેના દબદબાને પુરવાર કર્યો છે અને સત્તાની નજીક લાવી દીધું છે.
પ્રવાસી વિરોધી નેશનલ રેલીનાં નેતા મરીન લે પેને કહ્યું કે "મૅક્રોંન જૂથનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે," કાર્યકરો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે.
નેશનલ રેલી 32.2 ટકાના મત સાથે જીત તરફ અગ્રેસર છે, જ્યારે સમગ્ર વામપંથી ગઠબંધન 28.1 મત સાથે પાછળ છે અને મૅક્રૉંન જૂથને 21 ટકા મત મળ્યા છે.
28 વર્ષીય નેશનલ રેલીના નેતા જૉર્ડન બારડેલાએ કહ્યું કે "જો ફ્રાન્સના લોકો મને મત આપે તો હું તેમનો વડા પ્રધાન બનવા માગું છું."
ફ્રાન્સની રાષ્ટ્રીય ચૂંટણીમાં અગાઉ ક્યારેય દક્ષિણપંથી દળે પ્રથમ તબક્કા ચૂંટણી જીતી નથી. મરીન લે પેન અને જૉર્ડન બારડેલા ફ્રાન્સની 577 બેઠકવાળી સંસદ 'નેશનલ ઍસૅમ્બલી'માં 289 બેઠકો સાથે બહુમતી મેળવવા માગે છે.
પરંતુ બીજા તબક્કાની ચૂંટણી બાદ નેશનલ રેલીનું સપનું પૂરું થતું દેખાતું નથી. કોઈને પણ બહુમતી વિના ફ્રાન્સમાં ત્રિશંકુ પરિણામો આવશે અને નેશનલ રેલી ટૅક્સકપાત, પ્રવાસ અને કાયદા વ્યવસ્થા પર પોતાના ઍજન્ડા પૂરો નહીં કરી શકે.
ઇમૅન્યુઅલ મૅક્રોંને પાસે ચૂંટણીઓનું એલાન કરવાનું એવું કોઈ ખાસ કારણ નહોતું, પરંતુ યુરોપીય ચૂંટણીમાં નેશનલ રેલીને મળેલી જીત બાદ તેમણે કહ્યું હતું કે આ એક 'બહુ જવાબદારીભર્યું સમાધાન છે.'
હવે આ એક જુગાર સમાન સાબિત થઈ રહ્યું છે, જે રાજકીય સિસ્ટમને ઊલટફેર કરી શકે છે.
વર્ષ 1997 બાદ ફ્રાન્સમાં મતદાનની ટકાવારીમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ થશે

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ શરૂ થશે. એટલે ભારતીય ન્યાય સંહિતા (આઈપીસી), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (એવિડન્સ ઍક્ટ)નો અમલ થશે.
બંધારણીય કાયદાના નિષ્ણાત પ્રોફેસર તરુણાભ ખેતાનની સરખામણી અનુસાર નવા કાયદામાં 80 ટકાથી વધુ જોગવાઈઓ સમાન છે.
આ પછી પણ કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છેઃ
- ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યોને નવા અપરાધની શ્રેણીમાં સામેલ કરાયા છે. આઈપીસીમાંથી તકનીકી રીતે રાજદ્રોહ દૂર કરાયો છે, જેના પર સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો હતો, આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જેમાં કેવા પ્રકારની સજા આપી શકાય તેની વિસ્તૃત વ્યાખ્યા અપાઈ છે.
- આતંકવાદી કૃત્યો જે અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ જેવા વિશેષ કાયદાઓનો ભાગ હતા તે હવે ભારતીય ન્યાય સંહિતામાં સમાવિષ્ટ કરાયા છે.
- તેવી જ રીતે પાકીટની ચોરી જેવા નાના સંગઠિત ગુનાઓને રોકવા માટે જોગવાઈ દાખલ કરાઈ છે. અગાઉ આવા સંગઠિત ગુનાનો સામનો કરવા માટે રાજ્યો પાસે પોતાના કાયદા હતા.
- મૉબ લિંચિંગ એટલે કે જ્યારે પાંચ કે તેથી વધુ લોકોનું ટોળું જાતિ અથવા સમુદાય વગેરેના આધારે કોઈ વ્યક્તિની હત્યા કરે છે ત્યારે આ જૂથના દરેક સભ્યને આજીવન કેદની સજા કરવામાં આવશે.
- લગ્નનાં ખોટા વચન હેઠળ સેક્સને ખાસ અપરાધ તરીકે મૂકવામાં આવ્યું છે.
- વ્યભિચાર અને કલમ 377 જે ગે સેક્સ પર કાર્યવાહી કરતી હતી તેને હવે દૂર કરાઈ છે.
- અગાઉ માત્ર 15 દિવસના પોલીસ રિમાન્ડ મળી શકતા હતા, પરંતુ હવે ગુનાની ગંભીરતાને જોતા તેને 60 કે 90 દિવસનો સમય આપી શકાય છે.
- નાના ગુના માટે સજાના નવા સ્વરૂપમાં સામુદાયિક સેવાનો સમાવેશ કરાયો છે. સામુદાયિક સેવા સમાજ માટે ફાયદાકારક હોવાનું કહેવાયું છે.
- હવે તપાસમાં ફૉરેન્સિક પુરાવા એકત્રિત કરવાને ફરજિયાત કરાયું છે.
- માહિતી ટેકનૉલૉજીનો વધુ ઉપયોગ જેમ કે શોધ અને જપ્તીનું રેકૉર્ડિંગ, તમામ પૂછપરછ અને સુનાવણીઓ ઑનલાઇન મોડમાં કરવી.
- એફઆઈઆર, તપાસ અને સુનાવણી માટે ફરજિયાત સમય મર્યાદા નક્કી કરાઈ છે. ઉદાહરણ તરીકે હવે સુનાવણીના 45 દિવસમાં ચુકાદો આપવો પડશે. ફરિયાદના ત્રણ દિવસમાં એફઆઈઆર દાખલ કરવી પડશે.
- હવે માત્ર મૃત્યુદંડના દોષિતો જ દયાઅરજી દાખલ કરી શકશે. અગાઉ એનજીઓ અથવા નાગરિક સમાજજૂથો પણ દોષિતો વતી દયાઅરજી દાખલ કરતા હતા.













