હિમેશ રેશમિયા : એ ગાયક જેની નાક વડે ગાવાને લીધે મજાક ઉડાવાઈ, લોકો આજે પણ છે દીવાના

    • લેેખક, ઝોયા મતીન
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ગુજરાતી પરિવારમાં જન્મેલા હિમેશ રેશમિયાએ વર્ષો બાદ પોતાના પહેલા શોની શરૂઆત કરી. હિમેશ રેશમિયા પોતાના નાકમાંથી નીકળતા વિશેષ અવાજ માટે જાણીતા છે. તેમણે લોકોને પ્રશ્ન પૂછ્યો કે શું મારે મોંથી ગાવું જોઈએ કે નાકથી?

'નાકમાંથી' ભીડે જવાબ આપ્યો. ઑરકેસ્ટ્રાના ગગનભેદી અવાજમાં આ હર્ષની કિલકારીઓ ભળી જાય છે.

દિલ્હીના ઇન્દિરા ગાંધી એરિના સ્ટેડિયમમાં એકઠા થયેલા પ્રશંસકો પર લાલ લાઇટો ચમકી રહી છે. સિંથ વાયોલિન અને ડ્રમની ધૂમ મચી રહી છે અને પછી એક અનોખો અવાજ સંભળાય છે: ''આશિક બનાયા આપને''.

આ અવાજ રેશમિયાનો છે. એમનો આ ખાસ અવાજ સ્ટેડિયમના દરેક ખૂણે ગૂંજી ઊઠે છે અને ભીડ ફરી આનંદમાં રાચે છે.

પ્રશંસકોની ભીડે આ કાર્યક્રમને પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ સંગીતનો કાર્યક્રમ ગણાવ્યો હતો.

બોલીવૂડના અગ્રણી સંગીતકારો અને ગાયકોમાં એક રેશમિયા લાંબા સમયથી ભારતીય પૉપ સંસ્કૃતિમાં એક પૉલિરાઇઝિંગ ફિગર રહ્યા છે. એમના નાકમાંથી નીકળનારા અવાજ માટે એમની મજાક ઉડાવાતી હતી, પણ આ જ વિશેષતા માટે એમને લોકચાહના પણ મળી છે.

તેઓ જ્યારે કારકિર્દીના શિખર પર હતા ત્યારે એમનાં ગીતો દેશનાં દરેક શહેર, મહોલ્લામાં ગૂંજતાં હતાં.

જોકે સામે પક્ષે એમનું નિરંતર વિકસિત થતું વ્યક્તિત્વ, બેબાક વ્યક્તિત્વ અને સંગીતના પ્રત્યેની નિષ્ઠાએ તેમનું સ્થાન મજબૂત કર્યું.

કેટલાંક વર્ષ પહેલાં સંગીતથી અભિનયમાં ઝંપલાવનારા હિમેશ રેશમિયાની અવગણના કરવામાં આવી હતી.

જોકે હવે તેઓ પાછા ફર્યા છે. તેમની એ જ આગવી શૈલીમાં ગાઈ રહ્યા છે અને છતાં હજારો નવા ચાહકોને તેમનો અવાજ આકર્ષી રહ્યો છે.

દિલ્હીમાં સતત બે શો દરમિયાન એમના નાકમાંથી નીકળતા તીણા અવાજે તાલ ચૂક્યા વિના દરેક સૂરને સજાવ્યો.

હિમેશ રેશમિયાના અવાજમાં એવું શું છે?

ચાહકો માટે નોસ્ટાલ્જિક ફીલિંગ હતી. રેશમિયાએ પહેરેલી ચિરપરિચિત રેડ કેપ પર એચઆરના અક્ષરો ચમકી રહ્યા હતા, જેને હિમેશ પોતાના બ્લૅક ચામડાના જૅકેટ સાથે પહેરે છે.

આમની પાછળ પ્રોડક્શને બધું સંભાળી લીધું હતું. ઍનર્જેટિક ડાન્સ ટ્રુપ્સ, લાઇટિંગ અને ફૂલ ફ્લેજેન્ડ ઑર્કેસ્ટ્રા.

હિમેશ રેશમિયાએ કહ્યું કે "શું તમે આ સ્ટેડિયમને નાઇટ ક્લબમાં બદલવા માટે તૈયાર છો?"

ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર હતો. તેઓ પોતાની સીટ પરથી ઊછળી રહ્યા હતા અને નાચી રહ્યા હતા. કેટલાક લોકો રેશમિયા જેવાં કપડાં પહેરીને આવ્યા હતા. કાળી ટોપી, કાળું જૅકેટ પહેરીને આવ્યા હતા, જેના પર લખ્યું હતું: લવ યૂ, ભગવાન હિમેશ.

બાસના સાઉન્ડ વચ્ચે એક મહિલા હર્ષથી ચિચિયારી નાખતાં કહે છે, "ચાહકો જાણે ટાઇમ ટ્રાવેલ કરી રહ્યા હતા. આ ગીતો મારી કિશોરાવસ્થાનો અવાજ હતા."

દરેક ગીતો સાથે હિમેશ રેશમિયા પૂરબહારમાં વધારે ને વધારે ખીલી રહ્યા હતા. એમણે વચ્ચે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હું આ શો દસ વાગ્યે ખતમ કરી નાખું, પણ શું તમે નથી ઇચ્છતા કે હું આખી રાત ગાઉં?

હિમેશ રેશમિયાની કારકિર્દીનો પ્રારંભ કેવી રીતે થયો હતો?

મુંબઈમાં એક સંગીત પરિવારમાં જન્મેલા હિમેશ રેશમિયાના પિતા એક જાણીતા કમ્પૉઝર અને પ્રોડ્યુસર હતા. 17 વર્ષની ઉંમરે રેશમિયાએ ટીવી પ્રોડ્યુસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

નવરાશના સમયે રેશમિયા પોતાનાં ગીતો કમ્પૉઝ કરતા હતા. આ વર્ષની શરૂઆતમાં એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું, હું મારી પાસે ધુનોનો ભંડાર રાખતો હતો, જેને દુનિયા સામે પ્રસ્તુત કરવા માટે હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો.

એ પછી 1998માં એમણે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન અભિનીત 'પ્યાર કિયા તો ડરના ક્યા' માટે મ્યુઝિક આપ્યું. આ ફિલ્મ ખૂબ સફળ રહી અને રેશમિયાને મેઇનસ્ટ્રીમમાં ઓળખ મળી.

જેમ જેમ સંગીતકાર તરીકે એમની ખ્યાતિ વધતી ગઈ, રેશમિયા ખૂબ લોકપ્રિય રિયાલિટી ટીવી સીંગિંગ શો- 'સા રે ગા મા પા'માં એક જજ તરીકે ખૂબ પ્રસિદ્ધ થયા. તેમની જાણીતા પંચલાઇન હતી, 'જય માતાજી, લેટ્સ રૉક'. જેમાં રૉકસ્ટાર ઍનર્જી હતી.

પ્રશંસકો માટે આ એક ભાવનાત્મક યાદગીરી હતી.

2005માં 'આશિક બનાયા આપને' ગીતથી આખી સ્થિતિ પલટાવી નાખી.

એ સમયે મોટા ભાગે સંગીતકાર તરીકે કાર્યરત્ રેશમિયાની નાકમાંથી ગાવાની શૈલી અનોખી હતી. એમનો દાવો હતો કે એમનો અવાજ નાકમાંથી એટલા માટે નીકળે છે કે એમનો અવાજ ઊંચો છે.

જે કંઈ પણ કારણ હોય, પરંતુ રેશમિયાનો અવાજ લોકોના દિલમાં વસી ગયો હતો. બેંગ્લુરુના એક સંગીતકાર ઉઝૈર ઇકબાલ કહે છે, હંમેશાં ગીતો બેઢંગી રીતે બનાવાતાં હતાં, પણ શબ્દો એટલા ભાવુક અને ધૂન એટલી આકર્ષક હતી કે કોઈને ફર્ક નહોતો પડતો.

માથા પર ટોપી, ચશ્માં, ઢંકાયેલો ચહેરો... હિમેશની આ સિગ્નેચર સ્ટાઇલથી તેઓ વધારે યંગ બની ગયા હતા.

રેશમિયાએ ફિલ્મોમાં અભિનય કર્યો, મજાક પણ ઉડાવાઈ

હિમેશ રેશમિયા મજાક-જોક્સનો વિષય પણ પાછળથી બન્યા. ટીકાકારોએ એમના સંગીતમાં કંઈ નવું ન હોવાનું અને રિપીટેશન હોવાનું કહીને ટીકા કરી.

એક વર્ષમાં 30 હિટ ફિલ્મો આપી અને આ માન્યતાને પડકાર ફેંક્યો. અભિનેતા ઇમરાન હાશ્મી સાથેની યાદગાર જોડી હિટ મશીન તરીકે ઓળખાઈ.

2006માં લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં પર્ફૉર્મ કરનારા પ્રથમ ભારતીય પણ બન્યા.

પોતાના સ્ટારડમની ચરમસીમા પર હતા ત્યારે રેશમિયા અભિનય તરફ વળ્યા.

તેઓ ખુદ માને છે કે આ એક સાહસિક પગલું હતું, જેના પરથી પછી તો ભારતમાં પ્રસિદ્ધ મીમ પણ બન્યાં. સ્ક્રીન પરની તેમની નિસ્તેજ નજર જોક્સનો વિષય બની અને અખબારોમાં એ અંગે લેખો પણ લખાયા.

હિમેશ રેશમિયાના અવાજની દીવાનગી

પણ હિમેશ રેશમિયાએ આ મજાકને અવસરમાં પલટી નાખી. ભારે લોકચાહના અને તીવ્ર ટીકા વચ્ચે રેશમિયાએ બંને માધ્યમોમાંથી સર્વશ્રેષ્ઠ લીધું અને ટીકાને મજામાં ફેરવી નાખી.

જ્યારે લોકો એમની મજાક કરતા હતા, તો રેશમિયા પણ પોતાની મજાક ઉડાવતા હતા. કોરોના દરમિયાન એમનો કસરત કરતી વીડિયો ખૂબ વાઇરલ થયો હતો જેમાં તેઓ ભાવશૂન્ય ચહેરે કસરત કરી રહ્યા હતા. નિરાશ થવાને બદલે એમણે વધુ પોસ્ટ કરી.

તેમણે લખ્યું કે "લોકો વિચારતા હતા કે હું શું કરી રહ્યો છું? હું ફક્ત મારા ચાહકો સાથે મજા કરી રહ્યો હતો. જીવનનો આનંદ માણો, તેને આટલી ગંભીરતાથી ન લો."

એમની મોટા ભાગની ફિલ્મો એમણે જાતે પ્રોડ્યુસ કરેલી છે, એને મર્યાદિત સફળતા મળી છે, પરંતુ તેઓ પોતાના માર્ગ પર ટકી રહે છે.

તેઓ કહે છે, "સારી ફિલ્મમાં હું અદભુત કામ બતાવી શકું છું. મને ખબર છે કે લોકો આ કહેવા બદલ મારી મજાક ઉડાવશે, પણ મને ખબર છે કે હું શું કરી રહ્યો છું."

આ જ વલણને કારણે તેમનો શો પણ સફળ રહ્યો હતો.

મજાક ઉડાવવા છતાં રેશમિયાને તેમના વ્યક્તિત્વના ટુકડા દૂર કરવામાં રસ નથી, તેના બદલે તેઓ તેની ખાસિયતોને અપનાવે છે અને તેને વેપારી રીતે સફળ હસ્તાક્ષરમાં ફેરવે છે.

શ્રી ઘોષ કહે છે, "રેશમિયા જનતા માટે એક છે, ભારતના મહાન કલ્ચરલ ઇક્વલાઇઝર છે,"

"તેઓ વર્ષોથી પોતાની શૈલીના માલિક છે, હવે તેના ચાહકો પણ છે, અનિચ્છુક અને વ્યંગાત્મક લોકો પણ."

કૉન્સર્ટમાં બે મિત્રો વાતચીત કરી રહ્યા હતા.

તેમમાંથી એકે પૂછ્યું કે "તને કેમ લાગે છે કે એમનાં ગીતો મને આટલાં બધાં ગમે છે? શું તે નોસ્ટાલ્જિયા છે?"

બીજો મિત્ર કહે છે, "ભાઈ, તેનાં ગીતો હજુ પણ ધમાકેદાર છે, આનાથી તને બીજું શું જોઈએ?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન