ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષવિરામ હવે ક્યાં સુધી ટકશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન દ્વારા થયેલા હુમલામાં તૂટી ગયેલું મકાન
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત અને પાકિસ્તાન સંઘર્ષવિરામ માટે તૈયાર થઈ ગયા છે. બંને દેશોએ આની પુષ્ટિ કરી છે. બંને દેશ એકબીજા વિરુદ્ધ સૈન્યકાર્યવાહી રોકવા માટે તૈયાર થઈ ગયા છે. અમેરિકાએ કહ્યું છે કે તેણે આ સીઝફાયરની મધ્યસ્થતા કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "અમેરિકાની મધ્યસ્થીમાં થયેલી એક લાંબી વાતચીત બાદ મને એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે ભારત અને પાકિસ્તાને પૂર્ણ અને તાત્કાલિક સીઝફાયર પર સંમતિ વ્યક્ત કરી છે."

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાની પોસ્ટમાં લખ્યું, "આતંકવાદનાં તમામ સ્વરૂપો વિરુદ્ધ ભારતે સતત કઠોર અને નમતું ન જોખવાનું વલણ અપનાવ્યું છે. અને એ એવું કરવાનું ચાલુ રાખશે."

પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસાક ડારે કહ્યું કે તેમનો દેશ સંઘર્ષવિરામ માટે તૈયાર થઈ ગયો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, ANI/Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક ઍક્સ પોસ્ટમાં કહ્યું છે કે સંઘર્ષવિરામ પર સંમતિ દ્વિપક્ષીય છે

ઇસાક ડારે કહ્યું, "ત્રણ ડઝન દેશ રાજદ્વારી પ્રયાસ કરી રહ્યા હતા. તેમાં તુર્કી, સાઉદી અરેબિયા અને અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયો સામેલ હતા."

ઇસાકે કહ્યું કે બ્રિટનના વિદેશમંત્રીએ પણ આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

સંઘર્ષવિરામની આ જાહેરાતના અમુક કલાકો પહેલાં સુધી આ બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા હતા. નોંધનીય છે કે બંને પરમાણુ સંપન્ન દેશ છે.

શુક્રવારે રાત્રે પાકિસ્તાન અને ભારત બંનેએ એકબીજાનાં વાયુસેના સ્ટેશનોને નિશાન બનાવવાં અને નુકસાન પહોંચાડવાની વાત કરી હતી.

જોકે, શનિવારે સીઝફાયરની જાહેરાત કરાયાના અમુક કલાકો બાદ જ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એકબીજા પર 'સીઝફાયરના ઉલ્લંઘન'નો આરોપ લગાવ્યો હતો.

22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા હુમલાની પ્રતિક્રિયા સ્વરૂપે ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાનની અંદર કેટલાંક સ્થળોએ હુમલા કર્યા. ભારતે પોતાની કાર્યવાહીને 'કેન્દ્રિત અને સંતુલિત' ગણાવી.

એ બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધ્યો અને બંનેએ એકબીજા પર ડ્રૉનથી હુમલા કર્યા. બંનેએ એકબીજાનાં ડ્રૉન અને મિસાઇલ તોડી પાડ્યાંની વાત કરી.

નિયંત્રણરેખા પર પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ગોળીબાર થયો. પાકિસ્તાને શનિવારે સવારે કહ્યું કે ભારતે તેનાં ત્રણ સૈન્ય હવાઈમથકોને નુકસાન પહોંચાડ્યું છે.

સામે ભારતે પણ પાકિસ્તાનનાં સૈન્ય હવાઈમથકો પર નિશાન તાકીને હુમલા કરવાની પુષ્ટિ કરી.

'બંને દેશ યુદ્ધની અણીએ પહોંચી ગયા'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કરાચીમાં ડ્રૉન હુમલા બાદ નુકસાનગ્રસ્ત ઇમારત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શનિવારે સવારે ભારતમાં જમ્મુ અને શ્રીનગર સહિત ઘણાં શહેરોમાં ધડાકા સંભળાયા. પાકિસ્તાને કહ્યું કે તેણે ભારત વિરુદ્ધ ઑપરેશન 'બુનયાન અલ મરસૂસ' શરૂ કરી દીધું.

શુક્રવારની રાત્રે આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર અને દક્ષિણ એશિયા મામલાના નિષ્ણાત માઇકલ કૂગલમૅને કહ્યું હતું કે, "ભારત-પાકિસ્તાન યુદ્ધ થવાની અણીએ પહોંચી ગયા હતા."

પરંતુ શનિવારે સાંજ પડતાં પડતાં બંને દેશોએ તમામ પ્રકારની સૈન્યકાર્યવાહી રોકવાની જાહેરાત કરી દીધી.

ઝડપથી બદલાતા આ ઘટનાક્રમે લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે, પરંતુ વિશ્લેષકો માને છે કે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થશે એવા સંકેતો મળવા લાગ્યા હતા.

સંરક્ષણ મામલાના જાણકાર પ્રવીણ સાહની જણાવે છે કે, "શનિવારે જ્યારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૈન્ય પ્રમુખો સાથે મુલાકાત બાદ સમાચાર આવ્યા કે ભારત ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હુમલાને યુદ્ધની કાર્યવાહી માનશે, ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત હવે આ મામલામાં આગળ કશું નથી ઇચ્છતું."

શનિવારે સવારે પાકિસ્તાના જવાબી હુમલા બાદ માઇકલ કૂગલમૅને લખ્યું હતું, "આધિકારિકપણે પરમાણુ શક્તિઓ બન્યાના એક વર્ષ બાદ 1999માં થયેલા કારગિલ યુદ્ધ બાદથી પ્રથમ વખત આવી સ્થિતિ છે. આ પરમાણુ પ્રતિરોધક ક્ષમતાની સૌથી મોટી પરીક્ષા હશે. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ હવે ઝડપથી સક્રિય બની શકે છે."

વિશ્લેષક માને છે કે ભારત અને પાકિસ્તાને એકબીજા પર મિસાઇલો છોડ્યા બાદ આ તણાવ એ સ્તરે પહોંચી ગયું હતું જ્યાંથી આગળ વધવું એ વિનાશની તરફ આગેકૂચ હોત.

સંરક્ષણ મામલાના જાણકાર અને મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝનાં રિસર્ચ ફેલો સ્મૃતિ એસ. પટનાયક કહે છે કે, "એસ્કેલેશન લેડર (તણાવ વધવાનો ક્રમ)માં આગળ વધીને બંને દેશો મિસાઇલ હુમલા સુધી પહોંચી ગયા હતા. આ પછી જો વાત હજુ વધી હોય તો ઑલઆઉટ વૉરની સ્થિતિ હોત, જે હાલ નહોતી. આવી સ્થિતિમાં બંને દેશોને એવું સમજાઈ રહ્યું હતું કે પૂર્ણ યુદ્ધ હિતકારક નથી."

વાસ્તવિક સ્થિતિમાં શું બદલાવ આવશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ જનરલ આસિમ મુનીર સાથે અમેરિકાના વિદેશમંત્રીએ વાત કરી હતી

શનિવારે અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ જનરલ આસિમ મુનીર સાથે ફોન પર વાતચીત કર્યા બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે પણ વાત કરી.

સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થયાની જાહેરાત થઈ ગઈ. એવા પણ સવાલ ઊઠી રહ્યા છે કે આ સંઘર્ષવિરામ ક્યાં સુધી જળવાઈ રહેશે?

સંરક્ષણ મામલાના જાણકાર અને ભારતીય સૈન્યના પૂર્વ બ્રિગેડિયર જીવન રાજપુરોહિત કહે છે કે, "લડાઈ ચાલુ રાખવાનું બંને દેશોના હિતમાં નથી. આ સંઘર્ષવિરામની મધ્યસ્થી અમેરિકાએ કરી છે, જે પાકિસ્તાનને દરેક પ્રકારની મદદ કરે છે અને ભારતનું નવું રાષ્ટ્રીય હિત પણ અમેરિકાના સાથમાં છે. ભારત અને અમેરિકાના રાષ્ટ્રીય હિત મળતાં આવે છે. આવી સ્થિતિમાં આ સંઘર્ષવિરામ જળવાઈ રહેશે."

પ્રવીણ સાહની પણ માને છે કે અમેરિકાની મધ્યસ્થીમાં થયેલો આ સંઘર્ષવિરામ ટકી શકશે.

પ્રવીણ સાહની કહે છે કે, "બંને દેશ સંમત થઈ ગયા, કારણ કે બંને માટે અમેરિકા મહત્ત્વપૂર્ણ છે. અમેરિકાએ જ યુદ્ધ રોકાવ્યું છે. સંઘર્ષવિરામ જળવાઈ રહેવાની વાત કરીએ તો એ ટકી રહેશે, પરંતુ બને દેશો એ જ સ્થિતિમાં રહેશે જે 6 મે પહેલાં હતી."

"બંને દેશો વચ્ચે ચાર દિવસની યુદ્ધની સ્થિતિ બાદ હવે સંઘર્ષવિરામ થઈ ગયો છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ બદલાવ નહીં આવે. બલકે આગળ જતાં ભારત-પાકિસ્તાન તરફથી વધુ હોસ્ટાઇલ નિવેદનો આવશે."

શું ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ ટકી શકશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અને પાકિસ્તાનનાં સૈન્યો વચ્ચે થયેલા ગોળીબારમાં ઘણા નાગરિકોનાં મૃત્યુ થયાં છે

ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બપોરે સાડા ત્રણ વાગ્યે વાત થઈ અને તેના બે કલાકમાં જ સંઘર્ષવિરામ થઈ ગયો. બંને દેશ કઈ શરતો પર સંમત થયા છે, એ અંગે હાલ ઝાઝી જાણકારી નથી.

સ્મૃતિ પટનાયક કહે છે કે આ સંઘર્ષવિરામ ટકશે, પરંતુ આ એ વાત પર આધારિત રહેશે કે આખરે સંમતિ કઈ કઈ બાબતો અંગે સધાઈ છે?

પટનાયક કહે છે કે, "જો પાકિસ્તાને પીછેહઠ કરી હશે તો ભારતને પણ આવું કરવામાં કોઈ પરેશાની નહીં હોય. આ સંઘર્ષવિરામ કઈ શરતો પર થયો છે, એ અંગે હાલ ઝાઝી માહિતી નથી. પરંતુ આ બંને દેશોને આગળ કઈ રીતે વધવું છે એ વિચારવાની તક આપશે."

પટનાયક કહે છે કે, "12 મેના રોજ ફરી વાત થવાની છે. ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ભારત આતંકવાદની વિરુદ્ધ પોતાના કડક વલણ સાથે સમાધાન નહીં કરે. બંને દેશ આક્રમક થઈ રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત હતો. ભારત અને પાકિસ્તાન બંને જાણતાં હતાં કે હજુ વધુ આગળ વધવું હિતકારક નથી. ભારતે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો પાકિસ્તાન તણાવ કમ કરશે તો ભારત પણ આગળ નહીં વધે."

તણાવ વધારવા નથી માગતું ભારત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન ભારતીય સૈન્ય તરફથી મોટા ભાગની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશી હાજર રહ્યાં

શનિવારે સવારે ભારતે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે પાકિસ્તાની સૈન્યદળો આગળ વધ્યાં હોવાની વાત કરી ત્યારે કહ્યું હતું કે ભારત તણાવને વધુ આગળ નથી વધારવા માગતું.

પ્રેસ કૉન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ કહેલું, "પાકિસ્તાની સૈન્યનાં અગ્રિમ ક્ષેત્રોમાં સેનાની તહેનાતીમાં વધારો જોવા મળી રહ્યો છે, જે સ્થિતિને વધુ ભડકાવવાની મંશા બતાવે છે."

કર્નલ કુરેશીએ કહ્યું હતું કે, "ભારતીય સશસ્ત્ર દળો પૂર્ણ પરિચાલન સતર્કતાની સ્થિતિમાં છે. ભારતીય સશસ્ત્ર દળ ફરી વાર કહે છે કે તેઓ તણાવ નથી વધારવા માગતાં, પરંતુ શરત એટલી છે કે પાકિસ્તાન પણ આવો જ વ્યવહાર કરે."

વિશ્લેષકો માને છે કે ભારત એવા સંકેત આપી રહ્યું હતું કે તેનો ઇરાદો સ્થિતિને વધુ ભડકાવવાનો નથી.

સૈન્ય વિશ્લેષક અને ભારતીય સૈન્યના નિવૃત્તિ બ્રિગેડિયર જીવન રાજપુરોહિત જણાવે છે કે, "ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પહેલાં જ કહી ચૂક્યા હતા કે અમારો ઇરાદો સ્થિતિને વધુ ભડકાવવાનો નથી."

"ભારતની વાત સ્પષ્ટ હતી - ભારતે કહ્યું હતું કે અમે બદલો લઈશું અને ભારતે બદલો લીધો. તે બાદ ભારતના સૈન્ય એવું નક્કી કર્યું કે તેઓ પણ બદલો લઈને રહેશે અને ત્યાંથી વાત વણસતી ગઈ. જો પાકિસ્તાને 7 મેના રોજ પ્રતિક્રિયા ન આપી હોત તો પરિસ્થિતિ આટલે સુધી ન પહોંચી હોત."

સન્માનજનક સંઘર્ષવિરામ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની સૈન્ય પાકિસ્તાનના રાજકારણમાં પણ દખલ ધરાવે છે

બીજી તરફ વિશ્લેષકો એવું પણ માને છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી મોટો મુદ્દો એ હતો કે આ સ્થિતિમાંથી સન્માનજનક રીતે કેવી રીતે બહાર નીકળાય.

પ્રવીણ સાહની કહે છે કે, "અત્યાર સુધીના સંકેતોથી એવી ખબર પડી રહી હતી કે ભારત અને પાકિસ્તાન બંને દેશ આગળ લડવા નથી માગતા. બંને દેશ ઑલ આઉટ વૉર તરફ નથી જવા માગતા. બંને ઇચ્છતા હતા કે આ સ્થિતિમાંથી સન્માનજનક રીતે બહાર નીકળાય."

સ્મૃતિ એસ. પટનાયક કહે છે કે, "પાકિસ્તાનના સૈન્યનો દેશના રાજકારણમાં પ્રભાવ ખૂબ વધુ છે. પાકિસ્તાનના બજેટનો મોટો ભાગ સૈન્ય પર ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં એવી જનભાવના હતી કે સૈન્ય જવાબ આપે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સૈન્ય પર આ વાતનું દબાણ હોઈ શકે કે તેઓ દેશના લોકોને બતાવે કે તેમણે જવાબ આપ્યો."

તેમજ પ્રવીણ સાહની જણાવે છે કે હાલની સ્થિતિમાં બંને દેશ પોતાની જનતાને એવું કહી શકે છે કે તેમણે સન્માનજનક સ્થિતિમાં સંઘર્ષવિરામ કર્યો છે.

પ્રવીણ સાહની કહે છે કે, "યુદ્ધની આ સ્થિતિમાંથી સન્માનજનક રીતે બહાર નીકળવાનો સવાલ હોય તો ભારત અને પાકિસ્તાન બંનેને હાલ લાગી રહ્યું છે કે તેમણે પોતપોતાનાં લક્ષ્યને હાંસલ કરી લીધાં છે. ભારતે પાકિસ્તાનની અંદર હુમલા કર્યા, જ્યારે પાકિસ્તાને ભારતનાં ફાઇટર વિમાન તોડી પાડ્યાંની વાત કરી. બંને દેશ પોતાના લોકોને સમજાવી શકે છે કે તેમણે આનાથી શું હાંસલ કર્યું."

'અમે બદલો લઈ લીધો'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ઇતિહાસ, ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાને ભારત વિરુદ્ધ 'બુનયાન અલ મરસૂસ' સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે શનિવારે સવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે પાકિસ્તાને ભારતને 'ભરપૂર' જવાબ આપી દીધો છે.

શહબાઝ શરીફે કહ્યું, "અમારા અભિયાન બુનયાન અલ મરસૂસમાં ખાસ કરીને એ ભારતીય ઠેકાણાંને નિશાન બનાવાયાં, જ્યાંથી પાકિસ્તાન પર હુમલા શરૂ થયા હતા. આજે અમે ભારતને જવાબ આપ્યો છે અને નિર્દોષ લોકોનાં મોતનો બદલો લઈ લીધો છે."

આગળની સ્થિતિ પર બ્રિગેડિયર જીવન રાજપુરોહતનું માનવું છે કે મહત્ત્વપૂર્ણ સવાલ એ હશે કે શું પાકિસ્તાન પોતાનો દૃષ્ટકોણ બદલશે.

રાજપુરોહિત કહે છે કે, "જો પાકિસ્તાન પોતાનો દૃષ્ટિકોણ બદલે તો બંને દેશો વચ્ચે સાર્થક વાતચીત થઈ શકે છે. ભારતનું એવું વલણ સ્પષ્ટપણે રહ્યું છે કે ટેરર અને ટૉક્સ એટલે કે આતંકવાદ અને વાર્તા એક સાથે નહીં થાય."

"હવે સૌથી મહત્ત્વનો સવાલ એ હશે કે શું પાકિસ્તાન આતંકવાદ અને પીઓકે એટલે કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પર વાત કરવા તૈયાર છે કે કેમ. ભારત અને પાકિસ્તાનના આગળના સંબંધોનો આ જ આધાર હશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન