આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત વહેલી થશે, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું?

ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસશે, ભારતમાં ક્યારથી વરસાદ શરૂ થશે, ગુજરાત હવામાન આગાહી, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. (પ્રતીકાત્મક તસવીર)

ભારતમાં આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું બેસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ચોમાસું શરૂ થવાની તારીખની જાહેરાત કરતાં કહ્યું છે કે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થશે.

ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે, એટલે કે કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે.

ચોમાસું કેરળ પહોંચવાની અધિકારીક તારીખ 1 જૂન છે. જોકે, દર વર્ષે ચોમાસું 1 જૂને જ શરૂ થાય તેવું હોતું નથી, પરંતુ તેની આસપાસના દિવસોમાં શરૂ થાય છે.,

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત થઈ જશે.

કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. એટલે કે કેરળમાંથી આગળ વધ્યા બાદ લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેટલું વહેલું શરૂ થશે?

ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસશે, ભારતમાં ક્યારથી વરસાદ શરૂ થશે, ગુજરાત હવામાન આગાહી, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં કેરળથી ચોમાસાનું આગમન થાય છે (પ્રતીકાત્મક)

ભારતનો હવામાન વિભાગ દર વર્ષે ચોમાસું કેવું રહેશે તેના વિશે એપ્રિલ મહિનામાં પ્રથમ પૂર્વાનુમાન રજૂ કરતો હોય છે. આ સમયે ચોમાસું ક્યારે શરૂ થશે તેની તારીખ જાહેર કરવામાં આવતી નથી.

જે બાદ મે મહિનામાં હવામાન વિભાગ ચોમાસું દેશમાં ક્યારે બેસશે તે અંગેની તારીખની આગાહી કરતો હોય છે. મે મહિનામાં જ આગામી ચોમાસું કેવું રહેશે તેનું બીજું અને મહિના પ્રમાણેનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવે છે.

વીડિયો કૅપ્શન, Gujarat Weather Update: ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસવાની આગાહી, કેટલું વહેલું આવશે ચોમાસું?

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત પાંચ દિવસ વહેલી થવાની શક્યતા છે. એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેની આસપાસ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ આગાહીમાં ચાર દિવસ પહેલાં કે પછીની ત્રુટી રાખી છે જેને 'મૉડલ ઍરર' કહેવામાં આવે છે.

ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બે શાખામાં આગળ વધે છે, એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા.

કેરળમાં શરૂ થયા બાદ ચોમાસું આગળ વધીને કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચતું હોય છે. જ્યારે બંગાળની ખાડીની શાખાની શાખા પૂર્વોત્તર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં ચોમાસાને પહોંચાડે છે.

હાલ ચોમાસું ક્યાં છે અને અરબી સમુદ્રમાં ક્યારે પહોંચશે?

ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસશે, ભારતમાં ક્યારથી વરસાદ શરૂ થશે, ગુજરાત હવામાન આગાહી, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગ અને નિકોબારના ટાપુઓ પર 13 મે 2025ના રોજ પહોંચશે. ચોમાસું અહીં પહોંચે, ત્યારથી તે ભારતની નજીક આવવાની શરૂઆત થાય છે.

13 મે બાદના ચારથી પાંચ દિવસ સુધીમાં ચોમાસું આગળ વધીને અરબી સમુદ્રના કેટલાક ભાગ, માલદિવ્ઝ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો, આંદામાન અને નિકોબારના તમામ વિસ્તારો અને મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.

ચોમાસું હાલ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને જો હાલની સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય તો અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં 20 મે પહેલાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.

સામાન્ય રીતે અરબી સમુદ્રમાં ચોમાસું આવી ગયા બાદ અને કેરળમાં નિર્ધારિત હવામાન કેન્દ્રોમાં નક્કી કરેલી માત્રામાં વરસાદ પડ્યા બાદ ચોમાસું બેસવાની જાહેરાત કરવામાં આવતી હોય છે.

ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શું છે આગાહી, હજુ કેટલા દિવસ રહેશે આ માહોલ?

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનો અડધો પૂરો થાય તેની આસપાસ થતી હોય છે. જોકે, ઘણી વખત 15 કે 20 જૂન બાદ પણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.

કેરળમાં જો ચોમાસું પાંચ દિવસ વહેલું શરૂ થાય અને હવામાનની સ્થિતિ અનુકૂળ રહે તો રાજ્યમાં કદાચ ચોમાસું વહેલું આવી શકે છે. પરંતુ આ તમામનો આધાર ચોમાસું કેરળમાં બેસે તેના બાદ નક્કી થઈ શકે.

વર્ષ 2020માં 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી, જ્યારે 2021માં 3 જૂનના રોજ, 2022માં 29 મેના રોજ, 2023માં 8 જૂનના રોજ અને 2024માં 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું.

કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ પણ ઘણી વખત એવું બન્યું છે કે તે આગળ વધતું અટકી જાય છે અથવા તે નબળું પડી જાય છે અને ઝડપથી આગળ વધી શકતું નથી. આવા સંજોગોમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત મોડી થતી હોય છે.

હવામાન વિભાગે આ વર્ષે તેના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે ભારતમાં ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે. હવામાન વિભાગ પ્રમાણે લાંબાગાળાની સરેરાશના 105% ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશ