You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કતારની જેલમાં બંધ ભારતના પૂર્વ નૌસૈનિકોની સજા ઘટાડાઈ- વિદેશ મંત્રાલય
કતારની જેલમાં બંધ ભારતના આઠ પૂર્વ નૌસૈનિકોની મળેલી મોતને સજાને કોર્ટે ઓછી કરી દીધી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે "દાહરા ગ્લોબલ કેસ મામલે આજે કતારની કોર્ટનો એક આદેશ આવ્યો છે, જેમાં સજાને ઓછી કરી દેવાઈ છે. અમે આખા આદેશની રાહ જોઈ રહ્યા છીએ. કતારમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ સજા પામેલા લોકોના સ્વજનો સાથે આજે કોર્ટમાં હાજર હતા."
નિવેદન અનુસાર, "શરૂઆતથી અમે એ લોકો સાથે છીએ અને અમે તેમને કોન્સ્યુલર અને કાનૂની મદદ પહોંચાડીશું. અમે આ મુદ્દાને કતારના પ્રશાસન સામે પણ ઉઠાવીશું."
શું છે મામલો?
કતાર સરકારે સપ્ટેમ્બર 2022માં ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓની ધરપકડ કરી હતી. માર્ચમાં તેમના પર જાસૂસીના આરોપો ઘડાયા હતા.
ધરપકડ કરાયેલા આઠ ભારતીય નાગરિકો કતારની અલ આઝમી નામની કંપનીમાં કામ કરતા હતા.
આ કંપની સબમરીન પ્રોગ્રામમાં કતારના નૌકાદળ માટે કામ કરી રહી હતી. આ પ્રોગ્રામનો હેતુ રડારથી બચવાવાળા હાઇટૅક ઇટાલિયન તકનીક પર આધારિત સબમરીન મેળવવાનો હતો.
કંપનીમાં 75 ભારતીય નાગરિકો કર્મચારી હતા. જેમાં મોટા ભાગના ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓ હતા. મે મહિનામાં કંપનીએ કહ્યું હતું કે તે 31 મે,2022થી કંપની બંધ થવા જઈ રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર કંપનીના પ્રમુખ ખમીસ અલ અજામી અને ધરપકડ કરાયેલા આઠ ભારતીયો સામે કેટલાક આરોપો સામાન્ય છે જ્યારે કેટલાક ખાસ પ્રકારના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલા આઠ કર્મચારીઓને પહેલાં જ કંપનીમાંથી બરખાસ્ત કરી દેવાયા હતા અને તેમના પગારનો હિસાબ પણ કરી દેવાયો હતો.
ગત મે મહિનામાં કતારે કંપનીને બંધ કરવાનો આદેશ આપ્યો અને તેના આશરે 70 કર્મચારીઓને મે, 2023 સુધીમાં દેશ છોડી દેવા કહેવાયું.
મીડિયા અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા કર્મચારીઓએ સંવેદનશીલ માહિતી ઇઝરાયલને આપી હતી.
ભારતીય મીડિયા અને અન્ય ગ્લોબલ મીડિયાના અહેવાલો અનુસાર આ પૂર્વ સૈનિકો પર આરોપ છે કે તેમણે કથિત રીતે ખૂબ જ વિશેષ ટેકનૉલૉજીવાળી ઇટાલિયન સબમરીન ખરીદવાના કતારના ગુપ્ત કાર્યક્રમની માહિતી ઇઝરાયલને આપી હતી. મતલબ નૌકાદળના આ પૂર્વ સૈનિકો પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ પણ લગાવાઈ શકે છે. કતારની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે તેની પાસે આ કથિત જાસૂસી બાબતે ઇલેક્ટ્રૉનિક પુરાવાઓ છે.
કતારની ખાનગી સુરક્ષા કંપની ઝાહિરા અલ આલમી માટે કામ કરનારા ભારતીય નૌકાદળના આ પૂર્વ અધિકારી કતારના નૌકાદળના સભ્યોને અનેક પ્રકારનું પ્રશિક્ષણ આપતા હતા.
તેમને ભારત અને કતાર વચ્ચે એક સમજૂતી હેઠળ નિયુક્ત કરાયા હતા.
જાસૂસીના આરોપ?
મીડિયા રિપોર્ટો અનુસાર, ધરપકડ કરાયેલા કર્મચારીઓએ સંવેદનશીલ જાણકારી ઇઝરાયલને આપી હતી.
ભારતીય મીડિયા અને અન્ય ગ્લોબલ મીડિયાના રિપોર્ટો અનુસાર, આ ભૂતપૂર્વ નૅવી ઑફિસરો પર આરોપ છે કે તેમણે અતિ ઉન્નત ઇટાલિયન સબમરીનની ખરીદી સાથે સંબંધિત કતારના ગુપ્ત કાર્યક્રમ વિશે ઇઝરાયલને જણાવેલું. એટલે કે આ નૅવી ઑફિસરો પર ઇઝરાયલ માટે જાસીસ કરવાના આરોપોય લગાવી શકાય છે.
કતારની ગુપ્તચર એજન્સીનો દાવો છે તેમની પાસે આ કથિત જાસૂસી મામલે ઇલેક્ટ્રૉનિક પુરાવા છે.
કતારની ખાનગી સુરક્ષા કંપની જાહિરા અલ આલમી માટે કામ કરનારા ભારતીય નૅવીના આ ભૂતપૂર્વ અધિકારી કતારની નૅવીને ઘણા પ્રકારની તાલીમ આપતા.
તેમને ભારત અને કતાર વચ્ચેની સમજૂતી અંતર્ગત નિમણૂક અપાઈ હતી.
જાહિરા અલ આલમી કંપની
કંપનીની વેબસાઇટ પર તેને કતારના સંરક્ષણ મંત્રાલય, સંરક્ષણ અને બીજી સરકારી એજન્સીઓનો સ્થાનિક વેપારી પાર્ટનર બતાવાઈ છે.
આ પ્રાઇવેટ કંપની કતારની સશસ્ત્ર સેનાને તાલીમ અને સર્વિસ પૂરી પાડે છે.
કંપની પોતાની જાતને સંરક્ષણ ઉપકરણો ચલાવવા અને તેનાં રિપૅરિંગ અને દેખરેખમાં વિશેષજ્ઞ ગણાવે છે.
આ વેબસાઇટ પર કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને તેમનાં પદોની સંપૂર્ણ જાણકારી અપાઈ છે.
તેમાં ઘણા ભારતીયોય સામેલ છે.
કંપનીના લિંક્ડઇન પેજ પર લખ્યું છે કે, “કંપની સંરક્ષણ ઉપકરણોને ચલાવવા અને લોકોને તાલીમ આપવા મામલે કતારમાં સૌથી આગળ પડતી છે.”
આગળ લખાયું છે કે, “અલ જાહિરા કંપની સંરક્ષણ અને ઍરોસ્પેસ મામલામાં કતારમાં ખાસ નામના ધરાવે છે.”