You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર : પૅરાલિમ્પિકમાં બે ગોલ્ડ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા અવની લેખરા
- લેેખક, દીપ્તિ પટવર્ધન
- પદ, સ્પોર્ટ્સ પત્રકાર
અવની લેખરા 13 વર્ષનાં હતાં ત્યારે તેમણે રમતગમતનાં ખેલાડી બનવાનું નક્કી કર્યું હતું. તેમણે શૂટર અભિનવ બિન્દ્રાની આત્મકથામાંથી પ્રેરણા લીધી, જેઓ તે સમયે વ્યક્તિગત સ્પર્ધામાં ભારતના એકમાત્ર ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા હતા.
લેખરાને કદાચ અંદાજ નહીં હોય કે તેઓ પોતે જ અગ્રણી ખેલાડી બની જશે.
23 વર્ષીય લેખરા પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં જ્યારે તેમણે 2020 ટોકયો ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ એસએચ-1 ઇવેન્ટ જીતી હતી. કોવિડ રોગચાળાને લીધે મુલતવી રહ્યા પછી 2021માં આ ઇવેન્ટ યોજાઇ હતી.
ફાઇનલમાં તેમણે 249.6નો સ્કોર કરીને વર્લ્ડ રેકૉર્ડની બરોબરી કરી જે પૅરાલિમ્પિકનો નવો રેકૉર્ડ હતો.
ત્રણ વર્ષ પછી પેરિસમાં 2024 પૅરાલિમ્પિકમાં લેખરાએ ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે તેઓ બે ગોલ્ડ મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા પૅરાલિમ્પિયન બન્યાં.
આ દરમિયાન તેમણે ટોક્યોમાં પોતાનો પૅરાલિમ્પિક્સ રેકૉર્ડ પણ તોડ્યો.
સપ્ટેમ્બર 2024માં એક સન્માન સમારોહમાં લેખરાએ કહ્યું કે પેરિસ ગેમ્સ પહેલાં તેઓ શારીરિક રીતે સારી સ્થિતિમાં ન હતાં.
તેમણે કહ્યું, "મેં થોડા સમય પહેલાં જ પિત્તાશયની સર્જરી કરાવી હતી અને હું બેડ રેસ્ટ પર હતી. તેમાંથી બહાર આવવા માટે ઘણી માનસિક શક્તિની જરૂર પડી અને શારીરિક શક્તિ પાછી મેળવવા માટે ઘણી તાલીમ લેવી પડી. આ પૅરાલિમ્પિક સાઇકલ અગાઉ કરતાં વધુ મુશ્કેલ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તમામ શારીરિક અવરોધોને પાર કરવા એ લેખરાની સફરનો હિસ્સો રહ્યો છે.
તમામ પડકારો વચ્ચે શૂટિંગ
લેખરા પરિવારને 2012માં એક કાર અકસ્માત નડ્યો હતો.
અવનીને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી અને દુર્ઘટનાને કારણે તેમનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. તેમણે છ મહિના સુધી પથારીમાં રહેવું પડ્યું. ત્યાર પછી એક આકરી લડાઈ શરૂ થઈ.
અવનીએ કેવી રીતે બેસવું તેવી બેઝિક ચીજ સહિત દરેક ચીજો નવેસરથી શીખવી પડી. ભાવનાત્મક રિકવરીમાં વધુ સમય લાગ્યો, કારણ કે અવનીએ પોતાની જાતને દુનિયાથી દૂર કરી દીધી હતી.
બે વર્ષ પછી જ્યારે તેમના પરિવારને લાગ્યું કે અવની શાળાએ જવા માટે તૈયાર છે, ત્યારે તેમને એવી શાળા શોધવામાં મુશ્કેલી પડી જે વિકલાંગ વિદ્યાર્થીઓને લેવા માટે તૈયાર હોય.
2015માં અવનીના પિતાએ તેમને ઘરની બહાર લઈ જવા માટે રમતગમત કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે સ્વિમિંગ, તીરંદાજી અને ઍથ્લેટિક્સમાં પ્રયાસ કર્યો, પરંતુ તેમને રાઇફલ શૂટિંગમાં રસ પડ્યો.
ટોક્યોમાં ગોલ્ડ જીત્યા પછી તેમણે કહ્યું, "એક ઉનાળુ વેકેશનમાં મારા પિતા મને શૂટિંગ રેન્જમાં લઈ ગયા."
"મને તેની સાથે કનેક્શન લાગ્યું. મેં કેટલાક શોટ ફાયર કર્યા જે એકદમ ઠીક હતા. ધ્યાન અને સાતત્ય [જે રમતમાં જરૂરી છે], મને શૂટિંગમાં તે બાબત ગમે છે."
પોતાની રમતના શરૂઆતના દિસોમાં શાળાકક્ષાની ટુર્નામેન્ટમાં અવનીએ સક્ષમ શરીરવાળા બાળકો સાથે સ્પર્ધા કરી હતી.
વ્હીલચૅર વાપરવાના કારણે તેમના પર લોકોનું ધ્યાન જતું હોવાથી તેઓ અસ્વસ્થતા અનુભવતા હતાં. છતાં અવની ઝડપથી રેન્કમાં આગળ વધ્યાં.
2017માં તેમણે પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ મેળવ્યો હતો. તેમણે 2017 વર્લ્ડ શૂટિંગ પૅરા સ્પૉર્ટ વર્લ્ડકપમાં 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા સ્લોવેકિયન વેરોનિકા વાડોવિકોવા પણ સામેલ હતા, જેઓ તે સમયે પૅરાલિમ્પિક ચૅમ્પિયન હતાં.
નવેમ્બર 2022માં બીબીસીને આપેલી મુલાકાતમાં અવનીએ કહ્યું કે આ ઇવેન્ટ પછી તેમણે પૅરાલિમ્પિક ગોલ્ડને લક્ષ્ય નક્કી કર્યું હતું.
તેમણે કહ્યું, "તે દિવસે મને લાગ્યું કે હું ગોલ્ડ જીતી શકી હોત."
"... જો હું અહીં આવી શકું, મારા દેશનું પ્રતિનિધિત્વ કરી શકું, વ્હીલ્સ પર વિશ્વની મુસાફરી કરી શકું અને આ [સિલ્વર] જીતી શકું, તો હું પૅરાલિમ્પિક્સમાં પણ મેડલ જીતી શકું છું. ત્યારથી, હું ખૂબ પ્રોત્સાહિત અનુભવું છું."
પૅરાલિમ્પિકના પોડિયમ તરફનો માર્ગ
પૅરાલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનો લક્ષ્ય નક્કી કર્યાના એક વર્ષ પછી અવનીએ ઑલિમ્પિયન શૂટર શુમા શિરુર હેઠળ તાલીમ લેવાની શરૂ કરી.
આ નિર્ણય તેમના માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો.
શિરુર અવનીના નિશાનેબાજી કૌશલ્યને પાયાના સ્તરે લઈ આવ્યાં. તેમણે તેને એક એવી રાઇફલ અપાવી જે તેમના સ્પર્ધકોની સમકક્ષ હતી. તેમણે અવનિનો આત્મસંદેહ દૂર કરવા અને તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરવાનું પણ કામ કર્યું.
પેરિસ ગેમ્સ પછી શિરુરે જણાવ્યું કે અવનિ જેવા પેરા ઍથ્લીટો માટે સ્વતંત્ર રીતે ફરવું પણ કેટલું મુશ્કેલ છે, કારણ કે જાહેર સ્થળો વ્હીલચૅર માટે અનુકૂળ નથી.
શિરુરે અવનીના શૂટિંગ કૌશલ્યને પાછું પાયા પર લઈ લીધું અને તેણીને એક રાઇફલ મેળવી જે તેના સ્પર્ધકોની બરાબર હતી. તેમણે અવનીની આત્મ-શંકા દૂર કરવા અને તેમનામાં વિશ્વાસ જગાડવાનું કામ પણ કર્યું.
પેરિસ ગેમ્સ પછી, શિરુરે ધ્યાન દોર્યું કે અવનિ જેવા પેરા ઍથ્લીટ્સ માટે સ્વતંત્ર રીતે ફરવું પણ કેટલું મુશ્કેલ છે, કારણ કે જાહેર સ્થળો વ્હીલચૅર-ફ્રેન્ડલી નથી.
સિસ્ટમના પ્રશ્નોને એક બાજુ રાખીને ગોલ્ડ મેડલની શોધમાં અવનીએ અન્ય આંચકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. 2018ના પૅરા એશિયન ગેમ્સમાં તેઓ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યાં અને કોરોના લૉકડાઉન દરમિયાન તેમણે પોતાની પ્રેક્ટિસ ઘરની અંદર જ મર્યાદિત રાખવી પડી હતી.
ટોક્યો ગેમ્સ પહેલાં તેમણે બે મહિના માટે પ્રેક્ટિસથી દૂર રહેવું પડ્યું હતું, કારણ કે પીઠની ઈજાના લીધે તેઓ ફિઝિયૉથૅરપી કરાવતા હતા. પેરિસ ગેમ્સ પહેલાં પણ તેમણે પિત્તાશયની સર્જરી કરાવી હતી.
પરંતુ તેમાંથી કોઈ પણ અવરોધ પૅરાલિમ્પિકમાં અવનીને સૌથી સફળ ભારતીય મહિલા બનતા રોકી શક્યું ન હતું.
તેમની અદમ્ય ભાવના કદાચ તેમના ઍક્સ એકાઉન્ટ પર કવર ફોટો પર છપાયેલા એક ઉદાહરણ પરથી સારી રીતે અભિવ્યક્ત કરી શકાય છે. "જીવન સારા કાર્ડ રાખવામાં નથી રહેલું, પરંતુ તે કાર્ડને રમવામાં છે જેને તમે સારી રીતે પકડ્યાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન