આલ્ફ્રેડ નોબલ: જેમના નામે નોબલ પુરસ્કાર અપાય છે એ એન્જિનિયર કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેરેમી હોવેલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા અને નાગાસાકી પર ફેંકેલા ઍટમ બૉમ્બ હુમલામાં બચેલા જાપાનના લોકોના સંગઠન નિહોન હિંદાનક્યોને વર્ષ 2024નો શાંતિ નોબલ પુરસ્કાર જાહેર થયો છે.
તેમજ સાહિત્યના ક્ષેત્રે દક્ષિણ કોરિયાનાં લેખિકા હાન કાંગને નોબલ પુરસ્કાર અપાયો છે. આ સિવાય અત્યાર સુધીમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેડિસિનના પુરસ્કાર પણ જાહેર થઈ ચૂક્યા છે.
આ પુરસ્કાર પાછળની વ્યક્તિ સ્વીડિશ બિઝનેસ માંધાતા અને એન્જિનિયર આલ્ફ્રેડ નોબલ છે. તેમણે આ પુરસ્કાર શરૂ કરવા માટે જંગી દાન આપ્યું હતું.
તેઓ ડાયનામાઇટની શોધ માટે વિખ્યાત છે અને એક મોટી શસ્ત્ર પેઢીના માલિક હોવા છતાં તેમણે શાંતિ માટેનો પુરસ્કાર આપવાનું શરૂ કર્યું હતું.
આલ્ફ્રેડ નોબલ કેવી રીતે શ્રીમંત થયા?

ઇમેજ સ્રોત, Getty Images
આલ્ફ્રેડ નોબલનો જન્મ સ્ટૉકહોમમાં 1833માં થયો હતો. તેઓ એક એન્જિનિયર ઇમેન્યુએલ નોબલ અને એન્ડ્રીએટ એહલ્સલના પુત્ર હતા.
ઇમેન્યુએલ પાસે સૈનિકો માટેની બૅકપૅક જેવી ઘણી શોધની પેટન્ટ હતી. એ બૅકપૅક એક ફ્લોટેશન ડિવાઇસ અને ઓશિકું એમ બન્ને રીતે ઉપયોગી હતી. જોકે, ઇમેન્યુએલે 1833માં બિઝનેસમાં દેવાળું ફૂંક્યું હતું અને લેણદારોથી બચવા માટે તેઓ 1837માં સ્વીડનથી રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ભાગી ગયા હતા.
આલ્ફ્રેડ નોબલનાં માતા એન્ડ્રીએટ કુલીન હતાં. પતિ ભાગ્યા પછીના પાંચ વર્ષ સુધી તેઓ પરિવારની સંભાળ માટે સ્ટૉકહોમમાં રહ્યાં હતાં અને કરિયાણાની દુકાન ચલાવીને ગુજારો કર્યો હતો.
ઈન્ગ્રીડ કાર્લબર્ગ લિખિત આલ્ફ્રેડ નોબલના જીવનચરિત્રમાં જણાવ્યા અનુસાર, પ્રાથમિક અભ્યાસ દરમિયાન આલ્ફ્રેડને કથિત રીતે શીખવાની સમસ્યા ધરાવતાં બાળકોના ક્લાસમાં મૂકવામાં આવ્યા હતા. (એ આલ્ફ્રેડના નામે 355 પેટન્ટ છે).
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇમેન્યુએલ નોબલે રશિયન સૈન્યને સાધનો પૂરાં પાડવાં માટે સેન્ટ પીટર્સબર્ગમાં એક વર્કશૉપની સ્થાપના કરી હતી અને પોતાની રશિયન માઇન્સનો ઉપયોગ કરવા રશિયન નૌકાદળને સમજાવ્યું હતું. (એ માઇન્સનો ઉપયોગ 1853-1856ના ક્રિમિયન યુદ્ધ દરમિયાન સેન્ટ પીટર્સબર્ગને બ્રિટિશ યુદ્ધજહાજોના તોપમારાથી બચાવવા માટે કરવામાં આવ્યો હતો)
ઇમેન્યુએલનો ધંધો વિકસ્યો હતો અને 1842માં તેમનો બાકીનો પરિવાર રશિયા સાથે રહેવા આવી ગયો હતો. આલ્ફ્રેડ અને તેમના ભાઈઓને ખાનગી શિક્ષકો વિજ્ઞાન અને ભાષાઓ શીખવતા હતા.
આલ્ફ્રેડને રસાયણશાસ્ત્રમાં આગળના અભ્યાસ માટે ઇમેન્યુએલે 1850માં પેરિસ મોકલ્યા હતા. ત્યાં તેમની મુલાકાત નાઈટ્રોગ્લિસરિનના શોધક ઇટાલિયન વિજ્ઞાની એસ્કેનિયો સોબ્રેરો સાથે થઈ હતી.
સોબ્રેરોએ જે પદાર્થ વિકસાવ્યો હતો તે અત્યંત વિસ્ફોટ પ્રવાહી, ગનપાઉડર કરતાં પણ અનેક ગણો વધુ શક્તિશાળી હતો. તે બહુ ચંચળ પણ હતો. તાપમાન અથવા દબાણમાં ફેરફારના સંપર્કમાં આવે તો તેમાં વિસ્ફોટ થતો હતો. આલ્ફ્રેડ નોબલ સમજી ગયા હતા કે તેને હેન્ડલિંગ માટે સલામત બનાવવામાં આવે તો તેમાંથી અઢળક કમાણી કરી શકાય.
ઇમેન્યુએલનો રશિયામાંનો બિઝનેસ પણ 1863 સુધીમાં નાદાર થઈ ગયો હતો. (ક્રિમિયન યુદ્ધ પછી ત્યાં બિઝનેસ પડી ભાંગ્યો હતો) પછી ઇમેન્યુએલ ફરી સ્ટૉકહોમ આવ્યા હતા. તેમણે અને આલ્ફ્રેડે નાઈટ્રોગ્લિસરીનના પ્રયોગો શરૂ કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
રસાયણ ધરાવતી પ્રયોગશાળામાં 1864માં વિસ્ફોટ થયો હતો, જેમાં આલ્ફ્રેડના ભાઈ એમિલ સહિતના ઘણા લોકો માર્યા ગયા હતા.
સ્ટૉકહોમના સત્તાવાળાઓએ શહેરની હદમાં વિસ્ફોટકોના પ્રયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને નોબલે તેમના વર્કશૉપને સ્ટૉકહોમની બહાર આવેલી વિન્ટરવિકેન ખાડીમાં ખસેડ્યો હતો.
સ્વીડિશમાં કીસેલગુહર નામે ઓળખાતી અત્યંત ઝીણી રેતી ભેળવીને નાઈટ્રોગ્લિસરીનને સ્થિર કરવાની રીત આલ્ફ્રેડ નોબલે 1866 સુધીમાં શોધી કાઢી હતી. તેમાં એક પેસ્ટ બનાવાઈ હતી, જેને સળિયાનો આકાર આપી શકાતો હતો. ખડકોમાંના ડ્રિલિંગ હોલ્સમાં તેને મૂકીને ખડકોને તોડવા માટે તેનો વિસ્ફોટ કરી શકાતો હતો.
તેમણે નવા વિસ્ફોટકનું નામ ‘ડાયનામાઇટ’ રાખ્યું હતું અને 1867માં તેની પેટન્ટ કરાવી હતી. તેનો સમગ્ર વિશ્વમાં ખાણકામ, ક્વોરીનાં કામ, તોડકામ અને રસ્તા તથા રેલવેના નિર્માણમાં ઉપયોગ થવા લાગ્યો હતો. 1898ના સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં ડાયનામાઇટ ગનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નોબલ પુરસ્કારોની સ્થાપના કેવી રીતે કરવામાં આવી?

ઇમેજ સ્રોત, Getty Images
1896માં તેમના મૃત્યુ સુધી આલ્ફ્રેડ નોબલ વિશ્વભરના 20થી વધુ દેશોમાં 90 ફેક્ટરી ધરાવતા હતા. તેમાં સ્વીડિશ આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની બોફોર્સનો પણ સમાવેશ થાય છે. આ કંપનીને તેમણે શસ્ત્ર ઉત્પાદનની ફેક્ટરીમાં પરિવર્તિત કરી હતી.
તેમના ભાઈઓ દ્વારા રશિયામાં ચલાવવામાં આવતા ઑઇલના બિઝનેસમાં રોકાણ કરીને પણ તેમણે કમાણી કરી હતી.
ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા અથવા શરીરવિજ્ઞાન, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં માનવજાતને સૌથી વધુ મદદરૂપ કામ કરનારાઓને પુરસ્કૃત કરવા માટેના વાર્ષિક પુરસ્કારો આપવા તેમણે તેમની લગભગ તમામ સંપત્તિ (3.15 કરોડ સ્વીડિશ ક્રોનર)નું દાન કર્યું હતું.
તેમણે નોબલ પુરસ્કાર વિજેતાને પસંદ કરવાનું કામ રૉયલ સ્વીડિશ ઍકેડૅમી ઑફ સાયન્સને સોંપ્યું હતું. ઍકેડૅમીએ તેમને 1884માં સભ્ય તરીકે સ્વીકાર્યા હતા.
આલ્ફ્રેડ નોબલની ઇચ્છાનો તેમના પરિવારે જોરદાર વિરોધ કર્યો હતો. પરિવારજનો આલ્ફ્રેડ નોબલના સહાયક રાગનાર સોહલમૅન સામે દુનિયાભરની અદાલતોમાં ચાર વર્ષ સુધી કેસ લડ્યા હતા.
આખરે સ્વીડિશ સરકારે નિર્ણય કર્યો હતો કે આ બાબતનો નિર્ણય કાર્લસ્કોગા નામના નાના શહેરની કોર્ટમાં થવો જોઈએ, જ્યાં આલ્ફ્રેડ તેમના જીવનના અંત સુધી રહ્યા હતા અને પોતાના અશ્વો રાખ્યા હતા.
નોબલ પુરસ્કારો સૌપ્રથમ 1901માં એનાયત કરવામાં આવ્યા હતા. એ વર્ષે પ્રત્યેક વિજેતાને 90 લાખ ક્રોનર આપવામાં આવ્યા હતા. એટલાં જ નાણાં આજે પણ આપવામાં આવે છે.
શાંતિ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એવી વાયકા છે કે અખબારોએ નોબલને મૃત્યુના સમાચાર 1888માં ભૂલથી પ્રકાશિત કર્યા હતા. એક ફ્રેન્ચ અખબારે તેમને ‘મોતના વેપારી’ ગણાવ્યા હતા. નોબલે તેમના અંતરાત્માને બચાવવા માટે શાંતિ પુરસ્કારની સ્થાપના કરી હોવાનું કહેવાય છે.
તેનો વધારે સંભવિત ખુલાસો, બર્થા કિન્સ્કી વોન ચિનિક અન્ડ ટેટ્ટાઉ (બાદમાં ઉમરાવ બર્થા વોન સુટનર) સાથેની નોબલની દોસ્તી છે. તેઓ વિખ્યાત ઑસ્ટ્રેલિયન શાંતિવાદી અને સૌથી વધુ વેચાતી નવલકથા ‘લે ડાઉન યોર આર્મ્સ’નાં લેખિકા હતાં.
નોબલે તેમને થોડા સમય માટે સેક્રેટરી તરીકે રાખ્યાં હતાં. બર્થાને લગ્ન માટે મુક્ત કર્યા બાદ વર્ષો સુધી નોબલનો તેમની સાથેનો પત્રવ્યવહાર ચાલુ રહ્યો હતો. શાંતિ ચળવળમાં પૈસા દાન કરવાને બદલે શાંતિ માટે ઈનામ સ્થાપિત કરવા તેમણે નોબલને સમજાવ્યા હોવાનું માનવામાં આવે છે.
“યુદ્ધની ભયાનકતાના વિરોધની હિંમત દાખવવા બદલ” 1905માં નોબલ શાંતિ પુરસ્કાર જીતનારા પહેલા મહિલા તેઓ બન્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












