ચીનના K-વિઝા શું છે જે ભારતીયો માટે H-1B વિઝાનો વિકલ્પ બને તેવી ચર્ચા છે

અમેરિકામાં પ્રૉફેશનલોને આપવામાં આવતા H-1B વિઝાની ફી વધારી દીધી છે, જેને કારણે ચીનના k વિઝા પણ ચર્ચામાં આવી ગયા છે. ભારત નરેન્દ્ર મોદી, ટ્રમ્પ આઈટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં પ્રૉફેશનલોને આપવામાં આવતા H-1B વિઝાની ફી વધારી દીધી છે, જેને કારણે ચીનના k વિઝા પણ ચર્ચામાં આવી ગયા છે.
    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકા દ્વારા H-1B વિઝાની ફી વધારીને એક લાખ ડૉલર એટલે કે અંદાજે 88 લાખ રૂપિયા કરાયા બાદ ચીનના K-વિઝા ફરી ચર્ચામાં આવ્યા છે.

H-1B વિઝાની શરૂઆત અમેરિકાએ વર્ષ 1990માં કરી હતી. આ વિઝા મુખ્યત્વે વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટૅક્નૉલૉજી અને ગણિત ક્ષેત્રે કુશળ કર્મચારીઓને આપવામાં આવે છે.

સૌથી વધુ H-1B વિઝા ભારતીયોને મળતા રહ્યા છે. ત્યાર બાદ ચીનના નાગરિકોને આ વિઝા આપવામાં આવ્યા છે.

ચીને પણ ઑગસ્ટ 2025માં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રતિભાઓને પોતાના દેશમાં આમંત્રિત કરવા માટે K-વિઝા શરૂ કરવાનું એલાન કર્યું હતું.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ આ યોજના એક ઑક્ટોબરથી શરૂ થવાની છે.

ન્યૂઝવીકના જણાવ્યા મુજબ, ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે અમેરિકાની નવી વિઝા નીતિ પર કોઈ ટિપ્પણી નહીં કરે. જોકે, મંત્રાલયે એ જરૂર કહ્યું છે કે ચીન વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાઓનું સ્વાગત કરે છે.

k-વિઝાની શરૂઆત એ ઉદ્દેશથી કરવામાં આવી રહી છે કે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના પ્રતિભાશાળી પ્રોફેશનલો ચીન આવીને કામ કરે. ચીનના વડા પ્રધાન લી કચિયાંગે આ મામલાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે જેમાં આ યોજનાને રજૂ કરાઈ છે.

ચીનના K-વિઝાની વિશેષતા

અમેરિકામાં પ્રૉફેશનલોને આપવામાં આવતા H-1B વિઝાની ફી વધારી દીધી છે, જેને કારણે ચીનના k વિઝા પણ ચર્ચામાં આવી ગયા છે. ભારત નરેન્દ્ર મોદી, ટ્રમ્પ આઈટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ, K-વિઝા ચીનના હાલના 12 પ્રકારના વિઝાથી અલગ છે. આ વિઝા પર ચીન આવનારા લોકોને દેશમાં પ્રવેશ, માન્યતા સમયગાળો અને રહેવા માટે વધુ સુવિધાઓ મળશે.

K-વિઝા પર ચીન આવનારી વ્યક્તિઓ શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં કામ કરી શકશે. સાથે જ તેઓ અહીં ઉદ્યોગ અને વ્યવસાય પણ શરૂ કરી શકે છે.

K-વિઝાની સૌથી મોટી વિશેષતા એ છે કે આ વિઝા મેળવવા માટે અરજદારને ચીનના નોકરીદાતા અથવા સંસ્થા તરફથી આમંત્રણની જરૂર નથી. આ વિઝા જારી કરવાની પ્રક્રિયા પણ સરળ રહેશે.

K-વિઝાને નવા ગ્રૅજ્યુએટ્સ, સ્વતંત્ર સંશોધકો અને ઉદ્યમીઓ માટે વધુ અનુકૂળ માનવામાં આવી રહ્યું છે.

આ વિઝા માટે જરૂરી એ નથી કે તેમની પાસે ચીનમાં નોકરીની ઑફર હોય. વિઝા મેળવ્યા બાદ વિઝાધારક ચીનમાં જઈને પણ નોકરી શોધી શકે છે.

K-વિઝા માટે કોણ કરી શકે છે અરજી?

અમેરિકામાં પ્રૉફેશનલોને આપવામાં આવતા H-1B વિઝાની ફી વધારી દીધી છે, જેને કારણે ચીનના k વિઝા પણ ચર્ચામાં આવી ગયા છે. ભારત નરેન્દ્ર મોદી, ટ્રમ્પ આઈટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે ચીનના K-વિઝાથી ભારતીય પ્રોફેશનલોને ફાયદો થઈ શકે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવા વિદેશી યુવકો જેમણે વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, એન્જિનિયરિંગ કે ગણિતમાં ચીન કે વિદેશથી કોઈ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી રિસર્ચ કર્યું હોય અથવા તો ગ્રૅજ્યુએશન કે પછી ઉચ્ચ અભ્યાસ કર્યો હોય.

એવા પ્રોફેશનલો પણ અરજી કરી શકે છે જે માન્યતાપ્રાપ્ત ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહ્યા હોય અથવા તો રિસર્ચ કરી રહ્યા હોય

અરજીકર્તા માટે એ જરૂરી છે કે તે K-વિઝા માટે જરૂરી ઉંમર, શિક્ષણ તથા અનુભવની શરતો પૂરી કરતા હોય. તે માટે તેમણે જરૂરી દસ્તાવેજો જમા કરવાના રહેશે.

હકીકતમાં K-વિઝા ચીનના R-વિઝાનું વિસ્તૃત રૂપ છે. ચીને 2013માં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રતિભાઓને આમંત્રિત કરવા માટે R-વિઝાની શરૂઆત કરી હતી.

અમેરિકી સરકાર દ્વારા H-1B વિઝાની ફી વધારવાથી સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે, કારણ કે આ વિઝા સૌથી વધુ સંખ્યામાં ભારતીય એન્જિનિયરો અને ટૅકનિકલ વ્યાવસાયિકોને જ આપવામાં આવતા હતા.

તાજેતરના આંકડા મુજબ 71% H-1B વિઝા ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા, જ્યારે 11.7% વિઝા ચીની નાગરિકોને મળ્યા હતા.

અમેરિકાના ટૅક ક્ષેત્રમાં નિયમો કડક બન્યા બાદ ચીન હવે ભારતીય એન્જિનિયરો અને ટૅક વ્યાવસાયિકો માટે વધુ આકર્ષક વિકલ્પ બની શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં ભારે રોકાણ કર્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મામલે તે અમેરિકાને પડકાર આપવા તૈયાર છે.

વિશેષજ્ઞો કહે છે કે ચીન વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં મોટી શક્તિ બનવા માગે છે. સેટેલાઈટ ટૅક્નૉલૉજી, અંતરિક્ષ અભિયાન, ધાતુ ટૅક્નૉલૉજી, IT ક્ષેત્ર અને AI ટૅક્નૉલૉજીમાં તેણે ભારે રોકાણ કર્યું છે.

આનો લાભ ભારતીય પ્રોફેશનલોને મળી શકે છે. સાથે જ ચીનને પણ ભારતીય ટૅક પ્રોફેશનલોનો લાભ મળશે. એવી સંભાવના છે કે હવે સિલિકોન વૅલીમાં કામ કરતા કેટલાક એન્જિનિયરો ચીન તરફ વળી શકે છે.

ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરતા હોવાથી ભારતીયો માટે ચીન જવું વધુ સરળ બની શકે છે, જેનાથી ભારતીય વ્યાવસાયિકોને લાભ થશે.

શિન્હુઆના જણાવ્યા મુજબ, ચીનના નૅશનલ ઇમિગ્રેશન ઍડમિનિસ્ટ્રેશનના આંકડા દર્શાવે છે કે વર્ષ 2025 સુધીમાં ચીન આવનારા-જનારા મુસાફરીઓની સંખ્યા 3 કરોડ 80 લાખથી વધુ રહી. જે ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં 30.2% વધુ છે.

આ મુસાફરીઓમાં 13 કરોડ મુસાફરીઓ વિઝા-મુક્ત રહી, જે ગયા વર્ષની સરખામણીમાં 53.9% વધુ છે.

ભારતીય એન્જિનિયરો માટે લાભ

અમેરિકામાં પ્રૉફેશનલોને આપવામાં આવતા H-1B વિઝાની ફી વધારી દીધી છે, જેને કારણે ચીનના k વિઝા પણ ચર્ચામાં આવી ગયા છે. ભારત નરેન્દ્ર મોદી, ટ્રમ્પ આઈટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયન અભ્યાસ કેન્દ્રના ઍસોસિએટ પ્રોફેસર અરવિંદ યેલેરી કહે છે, "ચીને શાંઘાઈ અને શેન્ઝેન સહિત અનેક પ્રાંતોમાં હાઈ-ટૅક ટૅક્નૉલૉજી પાર્ક બનાવ્યા છે. તેમાં ચીનનું મોટું રોકાણ છે. ચીન સરકાર 2006-2007થી ભારતના આઇઆઇટીમાંથી મોટા પાયે એન્જિનિયરોને લઈ રહી છે."

તેમણે કહ્યું, "ક્રિટિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભારતના એન્જિનિયરોની સંખ્યા વધુ છે. જો તેનો એક ટકા પણ ચીન તરફ વળી જાય તો ચીનનું પલ્લું ભારે થઈ જશે. ચીની કંપનીઓ ટૅક્નૉલૉજી સંશોધન અને નવીનતા માટે પોતાની સરકાર પાસેથી સસ્તી લોન લે છે, પણ તેનું પ્રદર્શન સારું નથી. તો ભારતીય એન્જિનિયરો તેમને આ સંકટમાંથી બહાર કાઢી શકે છે."

યેલેરી કહે છે, "ફક્ત ચીન જ નહીં, તાઇવાને પણ ટૅક પ્રૉફેશનલ્સ માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. તેથી જેમને H-1B વિઝા નહીં મળે તેઓ તાઇવાન તરફ વળી શકે છે. વિઝાની ફી વધારવાથી નુકસાન અમેરિકા ને થશે અને તેનો લાભ એશિયાની ઉભરતી અર્થવ્યવસ્થાઓને મળશે."

તેમણે ઉમેર્યું, "ચીન માટે આ એક તક છે. એ જ કારણ છે કે તેણે K-વિઝા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે. તે વારંવાર કહી રહ્યું છે કે વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓ માટે ચીનમાં પૂરતી તક છે."

ચીનમાં કામકાજના વાતાવરણ અંગે યેલેરી કહે છે કે તેઓ પોતે ત્યાં કામ કરી ચૂક્યા છે. ચીનમાં સિંગલ વિન્ડો સિસ્ટમ ખૂબ મજબૂત છે અને અરજી પ્રક્રિયા, નિમણૂક અને વિદેશી નિષ્ણાતો માટે ઘર શોધવા સુધીનું કામ ખૂબ ઓછા સમયમાં થઈ જાય છે. ચીનમાં વ્યાવસાયિક વાતાવરણ ખૂબ જ સારું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન