ધર્મેન્દ્રની અમિતાભ બચ્ચન સાથેની એ ફિલ્મ જેમાં તેમણે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Puneet/BBC

    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર, બીબીસી ન્યૂઝ

ધર્મેન્દ્રનો અભિનેતા તરીકેનો આ ડાયલોગ તમને યાદ છેઃ "કોઈપણ ભાષાની મજાક ઉડાવવી એ અભદ્રતા છે અને હું એ જ કરી રહ્યો છું."

પછી ડેવિડનો એ જવાબઃ "અરે બરખુરદાર, તમે કોઈ ભાષાની નહીં, એક માણસની મજાક ઉડાવી રહ્યા છો. ભાષા પોતે એટલી મહાન હોય છે કે તેની મજાક ઉડાવી શકાતી જ નથી."

આ વાક્ય વાસ્તવમાં બહુ ગંભીર લાગે છે, પરંતુ તમે ધર્મેન્દ્ર અને ડેવિડ વચ્ચેનો આ સંવાદ ઋષિકેશ મુખરજીની ફિલ્મ 'ચૂપકે ચૂપકે'માં સાંભળો તો માત્ર આ ડાયલોગ જ નહીં, આખી ફિલ્મ તમને હસાવે છે.

ચૂપકે ચૂપકે ફિલ્મ 50 વર્ષ પહેલાં 1975ની 11 એપ્રિલે રિલીઝ થઈ હતી. તેની ગણતરી આજે પણ ક્લાસિક ફિલ્મોમાં કરવામાં આવે છે. તેના કેટલાંક કારણો છે.

ભાષા સંબંધી વિષય ધરાવતી આ ફિલ્મમાં શુદ્ધ હિંદી બોલવાનું નાટક કરતા ધર્મેન્દ્રના સંવાદો કમાલના છે.

ધર્મેન્દ્ર ખુદને ડ્રાઇવર નહીં, પરંતુ વાહન ચાલક કહે છે. ટ્રેનને લોહ પથ ગામિની કહે છે. એવું પણ કહે છે કે ભોજન તો અમે લોહ પથ ગામિની સ્થળે જ કરી લીધું હતું.

હાથ ધોવા જાય ત્યારે કહે છે કે "મેં હસ્ત પ્રક્ષાલન કરકે આતા હૂં."

વાતે-વાતે કહે છે કે હિંદી બોલતી વખતે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ મને યોગ્ય લાગતો નથી.

ચોકીદાર, ડ્રાઇવર અને પ્રોફેસર ધર્મેન્દ્ર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ચૂપકે ચૂપકે એવી શૈલીની ફિલ્મોનું ઉત્તમ ઉદાહરણ છે કે જેમાં કોમેડી છે, પરંતુ તે અશ્લીલ નથી કે તેમાં દ્વિઅર્થી સંવાદો નથી. આ એક એવી ફિલ્મ છે જેમાં હાસ્યનાં ફુવારા અને સાદગી છે.

ફિલ્મનું સ્ક્રીનપ્લે ગુલઝારે લખ્યું હતું. તેની વાર્તા સાધારણ છે. બૉટનીના પ્રોફેસર પરિમલ ત્રિપાઠી (ધર્મેન્દ્ર) અને બોટનીનાં વિદ્યાર્થિની સુલેખા(શર્મિલા ટાગોર)નાં લગ્ન થાય છે.

શર્મિલાનાં બહેન તથા બનેવી એ લગ્નમાં સામેલ થઈ શકતાં નથી.

લગ્ન પછી ધર્મેન્દ્રને ખબર પડે છે કે શર્મિલા તેના "જીનિયસ બનેવી" એટલે કે ઓમપ્રકાશનો બહુ આદર કરે છે.

મજાક મજાકમાં ધર્મેન્દ્ર નક્કી કરે છે કે જીજાજી કંઈ ખાસ જીનિયસ નથી એ તેઓ તેમની પત્નીને દેખાડશે.

જીજાજી સાથેના આ ખેલનું માધ્યમ બને છે ભાષા, કારણ કે ઓમપ્રકાશ હિંદી ઉપયોગ બાબતે વધારે પડતા જાગૃત છે અને તેમને હિંદી બોલી શકે તેવો અલાહાબાદી ડ્રાઇવર જ જોઈએ છે.

'સીયુટી કટ હૈ તો પીયુટી પુટ ક્યું'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ધર્મેન્દ્ર એટલે કે પ્રોફેસર પરિમલ ત્રિપાઠી જીજાજીને ત્યાં ડ્રાઇવર પ્યારે મોહન તરીકે જાય છે અને ત્યાંથી બધી ગોલમાલ શરૂ થાય છે.

ડ્રાઇવર પ્યારે મોહન પોતાની શુદ્ધ હિંદી વડે પહેલાં તો જીજાજી ઓમપ્રકાશને પ્રભાવિત કરે છે અને પછી ઓમપ્રકાશ પ્યારે મોહનની શુદ્ધ હિંદીછી જ પરેશાન થઈ જાય છે.

અંગ્રેજીની એવી નુકતેચીની કરે છે કે ઓમપ્રકાશ પાસે પણ કોઈ જવાબ હોતો નથી.

જેમ કે ડ્રાઇવર બનેલા ધર્મેન્દ્ર ઓમપ્રકાશને કહે છે, "અંગ્રેજી બહુ એવૈજ્ઞાનિક ભાષા છે, સાહેબ. સીયુટી કટ છે તો પીયુટી પુટ છે. ટીઓ ટૂ, ડીઓ ડૂ છે, પરંતુ જીઓ ગો થઈ જાય છે. જીઓ ગૂ ક્યોં નહીં હોતા?"

હિંદી અને અંગ્રેજીના ચૂંટેલાં શબ્દો તથા વાક્યો એકઠાં કરીને તેને મસ્તીભરી શૈલીમાં ફિલ્મમાં સમાહિત કરવાની કમાલ ગુલઝારની હતી.

ઋષિકેશ મુખર્જીએ ઉઠાવ્યો હતો ભાષાનો મુદ્દો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

આજકાલ ભાષા બાબતે અનેક વિવાદો સર્જાય છે ત્યારે આ ફિલ્મ દર્શાવે છે કે કોઈ ભાષા નાની કે મોટી નથી હોતી. તે પારસ્પરિક સંવાદનું માધ્યમ હોય છે.

આજના માહોલમાં જોઈએ તો લાગે છે કે આ ફિલ્મ કેટલી સહજતા અને હળવાશથી મહત્ત્વનો સંદેશ આપે છે.

ચૂપકે ચૂપકેની ઘણી બાબતો હવાની તાજી લહેરખી જેવી હતી.

પ્રેમમાં પહેલ કરતાં શર્મિલા ટાગોર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Puneet/BBC

ઇમેજ કૅપ્શન, શર્મિલા ટાગોર

ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરના રોમાન્સની વાત કરીએ. પ્રોફેસર પરિમલ એટલે કે ધર્મેન્દ્ર કોઈ કારણવશ ચોકીદાર બનવાનું નાટક કરી રહ્યા છે, જેને શર્મિલા ટાગોર પકડી પાડે છે.

શર્મિલા ટાગોર ટિપના બહાને ચોકીદાર ધર્મેન્દ્રને એક ચિઠ્ઠી આપે છે, જેમાં તે ગુપચુપ રીતે પોતાનું સરનામું પણ આપી દે છે.

છોકરી તરફથી પ્રેમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોય એવું 70ના દાયકામાં બનતી ફિલ્મોમાં ભાગ્યે જ દેખાડવામાં આવતું હતું.

આ નાનકડો કિસ્સો ફિલ્મની ધમાચકડીમાં દબાઈ જાય છે, પરંતુ બહુ મહત્ત્વનો છે.

ધર્મેન્દ્ર – અમિતાભની રમૂજી જોડી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ઇમેજ સ્રોત, getty

ઇમેજ કૅપ્શન, એ જ વર્ષે ધર્મેન્દ્ર અને અમિતાભની જોડીવાળી ફિલ્મ શોલે પણ રિલીઝ થઈ હતી, એક જ વર્ષે બે અલગ અલગ મિજાજવાળી ફિલ્મોમાં આ બંને દિગ્ગજ અભિનેતા જોવા મળ્યા હતા

ઋષિકેશ ફિલ્મોની એક ખાસિયત એ હતી કે તેમાં નાનાં-મોટાં અનેક પાત્રો હોય છે. ચૂપકે ચૂપકે ફિલ્મમાં પણ ધર્મેન્દ્ર તથા શર્મિલા ટાગોર ઉપરાંત ડેવિડ, ઓમપ્રકાશ, અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, અસરાની, કેસ્ટો મુખર્જી, લીલી ચક્રવર્તી અને ઉષા કિરણ પણ છે.

બધાં પાત્રોને વાર્તામાં યોગ્ય સ્થાન આપવાને કારણે ઋષિકેશ મુખર્જીની ફિલ્મો ખાસ બને છે.

ચૂપકે ચૂપકે રિલીઝ થઈ ત્યારે અમિતાભ બચ્ચનને લોકો એંન્ગ્રી યંગ મૅન તરીકે ઓળખતા થયા હતા.

ધર્મેન્દ્ર પણ અનુપમા અને સત્યકામ જેવી ફિલ્મોમાં પોતાનો હુનર દેખાડી ચૂક્યા હતા, પરંતુ કોમેડીમાં તેમની કમાલ લોકોએ બહુ ઓછી જોઈ હતી.

શોલે ફિલ્મમાં જે ધર્મેન્દ્ર અને અમિતાભ જોવા મળ્યા હતા તેમને એ જ વર્ષમાં જબરદસ્ત કોમિક અંદાજમાં ઋષિકેશ મુખરજીએ પ્રસ્તુત કર્યા હતા.

કોમેડીમાં આ ધર્મેન્દ્રની કદાચ સૌથી ઉત્તમ ફિલ્મો પૈકીની એક હતી. ધર્મેન્દ્રની કોમિક ટાઇમિંગનો બહુ ઓછા દિગ્દર્શકોએ ઉપયોગ કર્યો હતો. તેમની ઇમેજ હી-મૅનની જ રહી હતી.

પાત્રોની જોડીની કૉમેડી ઑફ એરર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંગ્રેજીના પ્રોફેસર અમિતાભ બચ્ચનને જયા ભાદુડી (વસુધા) સાથે પ્રેમ થઈ જાય છે

ચૂપકે ચૂપકે ફિલ્મનાં ઉત્તમ દૃશ્યો પૈકીનું એક બૉટનીના પ્રોફેસર ત્રિપાઠી એટલે કે ધર્મેન્દ્ર અને અંગ્રેજીના પ્રોફેસર સુકુમાર એટલે કે અમિતાભની જુગલબંધી.

મુશ્કેલી એ હોય છે કે અંગ્રેજીના પ્રોફેસર અમિતાભ વસુધા એટલે કે જયા ભાદુરીના પ્રેમમાં પડી જાય છે, પરંતુ અમિતાભે શર્મિલા ટાગોરના પતિ હોવાનું નાટક કરવું પડે છે.

પ્રેમની અભિવ્યક્તિ ન કરી શકવાથી પરેશાન અમિતાભ બચ્ચન કહે છે, "હું વસુધાને હું નહીં પણ તું (ધર્મેન્દ્ર) બનીને ભણાવવા જાઉં છું. તું બનીને હું જે કહું છું તેને હું કરી રહ્યો છું, એવું સમજે છે. કહું છું હું જ, પરંતુ હું તું છે અને તું હું છું."

ફિલ્મના અંતે ઓમપ્રકાશને સમજાય છે કે ભાષાના ચક્કરમાં તેઓ બેવકૂફ બન્યા છે અને શુદ્ધ હિંદી બોલતો તેમનો ડ્રાઇવર વાસ્તવમાં બૉટનીના પ્રોફેસર છે.

મીસા, કૉમ્યુનિસ્ટ અને રાજકીય વ્યંગ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીસા એટલે એ વિવાદિત કાયદો જે 1971માં પસાર કરાયો હતો

ઋષિકેશ મુખરજીની ફિલ્મો આમ તો સરળ અને સાદી લાગે છે, પરંતુ તેમાં છૂપાયેલાં પ્રતિકોને સમજીએ તો ઘણા અર્થ બહાર આવે છે અને તત્કાલીન સમયની રાજકીય તથા સામાજિક પરિસ્થિતિ પણ પ્રગટ થાય છે.

અસરાની ટ્રંક કૉલ પર વાત કરતા હોય છે ત્યારે ફોન કૉલ વચ્ચે કપાઈ જાય છે. તેથી ચિડાયેલા અસરાની કહે છે, "આ ટેલિફોનવાળાઓને સુધારવાની એક રીત છે મીસા."

મીસા એ વિવાદાસ્પદ કાયદો છે, જે 1971માં બનાવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી સંસ્થાઓને મીસા હેઠળ અનેક અધિકાર આપવામાં આવ્યા હતા. કટોકટી દરમિયાન આ કાયદાની ખૂબ ચર્ચા થઈ હતી.

ચૂપકે ચૂપકે ફિલ્મમાં એક એવું દૃશ્ય છે, જેમાં કૉલેજની વિદ્યાર્થિનીઓ ચોકીદારને સામાન ઉઠાવવા કહે છે.

એ વખતે શર્મિલા ટાગોર છોકરીઓને ટોકતાં કહે છે કે ચોકીદાર એકલો સામાન કેવી રીતે ઉઠાવશે. તેના જવાબમાં શર્મિલાની સખીઓ તેને કહે છે, "લો આઈ અપની કમ્યુનિસ્ટ."

ચૂપકે ચૂપકે સામાજિક તાણાવાણા ગૂંથતી કથા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

ઋષિકેશ મુખરજી બહુ જ સુક્ષ્મ રીતે મધ્યમવર્ગીય સામાજિક તાણાવાણાનું નિરૂપણ પણ કરે છે.

શર્મિલા ટાગોર તેમના ડ્રાઇવર સાથે કારની આગળની સીટમાં બેસી જાય છે ત્યારે ઘરમાં એ બાબત ચર્ચાનો વિષય બની જાય છે, કારણ કે માલિક કે માલિકણ કારમાં પાછળ જ બેસે એવો સમાજમાં વણલખ્યો નિયમ છે.

ભલે મજાકમાં હોય, પરંતુ એક છોકરી (શર્મિલા ટાગોર) ઘરના ડ્રાઇવર (ધર્મેન્દ્ર) સાથે ભાગી જાય છે ત્યારે તેને કારણે એક મધ્યમવર્ગીય પરિવારમાં બધું ઉપરતળે થઈ જાય છે.

જ્યારે ઓમપ્રકાશ કહે છે, "મેં તો ઉલ્લૂ બન ગયા"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચૂપકે ચૂપકે, ફિલ્મ, બોલીવૂડ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, ફિલ્મજગત, ઇતિહાસ, ફિલ્મ ઇતિહાસ

આ ફિલ્મે છેલ્લાં 50 વર્ષમાં કલ્ટ સ્ટેટસ હાંસલ કર્યું છે.

ફિલ્મની કથા ઉપેન્દ્રનાથ ગાંગૂલીએ લખી હતી અને ફિલ્મની સફળતામાં સ્ક્રીનપ્લેની કમાલ બહુ મોટી હોય છે, જે ગુલઝાર અને ડી. એન. મુખરજીએ લખ્યો હતો.

ફિલ્મનાં ગીતો બહુ મધુર છે. ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં અને સંગીત એસ. ડી. બર્મનનું હતું.

આ ફિલ્મ 1971માં બાંગ્લામાં 'છદ્મવેશી' નામે બની હતી. તેમાં ઉત્તમ કુમાર અને માધવી મુખરજી હતાં.

ચૂપકે ચૂપકે દર્શકને ખૂબ હસાવે છે, મનોરંજન કરે છે અને મજાક-મજાકમાં એવું શીખવે છે કે વિચારધારા બાબતે અડીયલ વલણ અપનાવવાનું પરિણામ અવ્યવહારુ અને હાસ્યાસ્પદ જ હોય છે.

ફિલ્મના અંતે ઓમપ્રકાશ દર્શકો સમક્ષ રજૂ થઈને કહે છે, "આ ઉંમરે બેઇજ્જતી થવાની હતી. એ તો થઈ, પરંતુ તમે જનતા જનાર્દન છો. બહાર જઈને કોઈને કહેતા નહીં કે મેં ઉલ્લૂ બન ગયા. નમસ્તે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન