એ રહસ્યમય ટાપુ, જ્યાં 100 વર્ષ પહેલાં 'સ્વર્ગ'ની શોધમાં ગયેલા લોકો એક-એક કરીને ગાયબ થઈ ગયા

ઇમેજ સ્રોત, Vertical
- લેેખક, કેરિન જેમ્સ
- પદ, બીબીસી સંવાદદાતા
ગેલાપેગોસ નામના એક નિર્જન ટાપુને પોતાનું ઘર બનાવનાર યુરોપિયનોના એક જૂથને ત્યાં 'સ્વર્ગ'ની આશા હતી. પણ આ નિર્ણય એક દુ:સ્વપ્ન બની ગયું હતું. કંઈક આ જ વાત જુડ લૉ અને એના ડે અરમાસ સ્ટારર નવી ફિલ્મ ઇડન પણ યાદ કરે છે.
"પૅસિફિક ઇડનમાં મૉડર્ન આદમ અને ઇવ". "ઇડનના બગીચામાં પાગલ રાણી". "ખાનગી સ્વર્ગ બનાવનાર અતૃપ્ત તાલુકદાર સ્ત્રી". 1930ના મધ્યમાં યુરોપ અને અમેરિકાનાં ન્યૂઝપેપર અને મૅગેઝિનોમાં આવી હેડલાઇનો સાથે આ ઘટના અંગેના સમાચાર છપાતા.
જોકે, બાદમાં "ખાનગી સ્વર્ગ" ગણાતો આ ગેલાપેગોસ ટાપુ છળ, ચાલાકી અને અંતે રહસ્યમય રીતે ગુમ થવાના કિસ્સાનું કેન્દ્ર બની ગયો.
રોન હાવર્ડની મનોરંજક નવી ફિલ્મ, ઇડન આ જ વિદેશી, પરંતુ સત્ય કહાણીને રંગીન પાત્રોની મદદથી રોમાંચક બનાવે છે. આ પાત્રોમાં માનવદ્વેષી ડૉક્ટર-ફિલસૂફ, પ્રામાણિક-નિરભિમાની યુગલ, પોતાની જાતને તાલુકદાર સ્ત્રી ગણાવતી ઝાકઝમાળવાળી ઢોંગી મહિલા સામેલ છે.
આ સિવાય તમે ખરી જિંદગીના આ જ પાત્રોને વર્ષ 2012ની આંખો ઉઘાડી દેનારી ડૉક્યુમેન્ટરીમાં જોઈ શકો છો. આ ડૉક્યુમેન્ટરીનું નામ હતું ગેલાપેગોસ અફેર : સેટન કૅમ ટુ ઇડન. આ ફિલ્મનાં નિર્માતા ડાયના ગોલ્ડફાઇન અને ડેન ગેલર હતાં.

ઇડન "આ ઘટનામાં બચી ગયેલા લોકોનાં નિવેદનોથી પ્રેરિત" શબ્દોથી શરૂ થાય છે. અહીં સ્પષ્ટ છે કે એ પૈકી કેટલાક લોકો નહોતા બચી શક્યા.
હાવર્ડે બીબીસીને કહ્યું, આ રહસ્યમય કથાવસ્તુની પેલે પાર તેમણે આ ખરી જિંદગીના લોકોને માનવીય પ્રકૃતિના રસપ્રદ એવા સૂક્ષ્મ દર્શન તરીકે જોયા.
તેઓ કહે છે કે, "આ લોકોએ આપણને આવી મજેદાર અને કુતૂહલ સર્જે એવો અભ્યાસ આપ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"જેની અંતર રહસ્ય, છળ અને હિંસા છે. આ એક ત્રાસદી હોવા છતાં, તેમાં હાસ્ય અને મહાનતા પણ છે. અને આ બધું ડાર્વિનના ગેલાપેગોસ ખાતે બન્યું છે."
અહીં પરિસ્થિતિ વિષય વસ્તુ પ્રમાણે યોગ્ય છે - જોકે, 19મી સદીમાં ગેલાપેગોસ ખાતે ડાર્વિનના અભ્યાસ પરથી ઊતરી આવેલી 'સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ' થિયરી આ જૂથનાં ઇચ્છિત માનવીય અનિષ્ટો સામે ઝાંખી પડે.
ફિલ્મ અને અસલ કહાણીમાં આઇલૅન્ડ ઑફ ફ્લોરિએના પર સૌપ્રથમ વર્ષ 1929માં જર્મનીના ફ્રેડરિક રિટર (જુડ લૉ) આવ્યા હતા. તેમની સાથે તેમનાં પ્રેમિકા અને અનુચર ડોર સ્ટ્રોચ (વેનેસા કર્બી) પણ હતાં.
તેમનું આયોજન મોટા ઉપાડે માનવતા માટે નવું ભવિષ્ય ઑફર કરવા માટે ફિલસૂફી વિષય પર લખાણનું હતું, તેમને લાગ્યું હતું કે તેઓ દુનિયાને પાછળ છોડી દેશે. તેમનાં ઘણાં ખરાં તરંગી પાસાં હતાં. તેમણે તેમના બધા દાંત કઢાવી નાખ્યા હતા. ડોરે બાદમાં પોતાની આત્મકથામાં આના કારણ અંગે લખ્યું હતું કે, "એમની ખાવાની એક સિસ્ટમ હતી, જેના માટે તેમણે દરેક કોળિયાને ખૂબ ચાવવો પડતો," જેના કારણે "તેમના દાંત ખવાઈ ગયા હતા."
જ્યારે થોડાં વર્ષો બાદ વિટમર કુટુંબ ત્યાં પહોંચ્યું ત્યારે આ યુગલનું એકાંત ભંગ થયું. આ કુટુંબમાં હાઇન્ઝ (ડેનિયલ બ્રુલ), તેમનાં ગર્ભવતી પત્ની માર્ગ્રેટ (ગ્લેમરવિહોણાં સિડની સ્વિની) અને તેમનો એક કિશોર પુત્ર હતાં.
હાઇન્ઝે રિટરના પ્રયોગ વિશે જર્મન અખબારમાં વાંચ્યું હતું. હાઇન્ઝ રિટરના પ્રશંસક હતા. આ સમાચાર ફ્રેડરિક અને ડોરે ઘરે લખેલા પત્રો અને ફ્રેડરિકના લખાણને કારણે બહાર આવ્યા હતા. હાઇન્ઝને એવી પણ આશા હતી આ ટાપુના હવામાનથી તેમના માંદા રહેતા દીકરાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
કઈ રીતે તણાવ વધ્યો?

ઇમેજ સ્રોત, Vertical
ફ્રેડરિક અને ડોર તેમના નવા પાડોશીઓને ઘૂસણખોર માનવા લાગ્યા, પરંતુ આ તણાવ સ્વઘોષિત ઑસ્ટ્રિયન તાલુકદાર સ્ત્રી એલોઇસ વેરબોર્ન ડે વેગનર-બોસ્કેટ (એના ડે અરામસ) તેમના બે પ્રેમીઓ સાથે ટાપુ પર આવી પહોંચતાં વધ્યો હતો.
નોંધનીય છે કે એલોઇસના બંને પ્રેમી પૈકી એક પર તેમને વિશેષ અનુરાગ હતો. તેમજ બંને તેમના ગુલામ જેવા હતા. તેમનો ભૂતકાળ અફવાઓથી ભરપૂર હતો, જેમાંથી એકમાં એવું મનાતું કે તેઓ કૉન્સ્ટેટિનોપલમાં એક હોટલમાં ડાન્સર રહી ચૂક્યાં હતાં, અને તેમનું આયોજન ફ્લોરિએના ખાતે પર્યટકો માટે લક્ઝરી હોટલ બનાવવાનું હતું.
એકલા રહેવામાં માનતા રિટરે આ અંગે શું વિચાર્યું હશે એ વાતનું અનુમાન તમે કરી શકો છો. તેમણે આ ટાપુ પર વીજળી અને ઇનડૉર પ્લમ્બિંગની વ્યવસ્થાની કલ્પના પણ કરેલી.
હાવર્ડની ફિલ્મમાં આ તાલુકદાર સ્ત્રી રેશમના અંગવસ્ત્રમાં પોતાના બંને પ્રેમીઓના ખભા પર બેસીને કાંઠે આવે છે, જાણે કે તેઓ કોઈક દેવી હોય. ફિલ્મ પાત્રો અને પરિસ્થિતિનું પ્રામાણિકતા સાથે પુન:સર્જન કરતી હોવા છતાં હાવર્ડ કહે છે કે, "ખરેખર, અમુક જગ્યાઓએ અમે આ પાત્રોને થોડા નરમ બનાવ્યાં છે. જો એના ડે અરમાસે આ તાલુકદાર સ્ત્રીનું પાત્ર સંપૂર્ણપણે અને જેવી રીતે આ મહિલા પોતાની જાતને રજૂ કરતી એ રીતે ભજવ્યું હોત તો અમે કેટલીક રેખાઓ ઓળંગી ગયા હોત એવી બીક અમને હતી."
ગોલ્ડફાઇને બીબીસીને જણાવ્યું, "જો આપણને સામ્યતાવાળું ચિત્રણ કરવાનું કહેવામાં આવે તો કહી શકાય કે - વિટમેર કુટંબ સ્વિસ રોબિન્સન કુટુંબ જેવું અને ડૉ. રિટર રોબિન્સન ક્રુસો જેવા હતા. અને તાલુકદાર સ્ત્રી જેવું તો કોઈ છે જ નહીં."
તેઓ ખરેખર અલગ હતાં. ફિલ્મમાં બતાવાયું છે એ રીતે તેમણે પોતાનું કૅમ્પ ખરેખર વિટમેર કુટુંબથી ખૂબ નજીક લગાવ્યું હતું, અને તેઓ ત્યાં તેમના એકમાત્ર પીવાના પાણીના સ્રોતમાં નાહ્યાં હતાં. તેઓ બંને કુટુંબોની ખાદ્યસામગ્રીની ચોરી કરતાં.
તેઓ અને તેમના બંને સાથીદારો વિટમેર કુટુંબથી ખૂબ નજીક ખૂબ ઘોંઘાટ સાથે પાર્ટી કરતાં. એના થોડા સમય બાદ તઓ રિટર્સ અને વિટમેરને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરતાં. અને આના માટે તેમણે ઝાઝું કંઈ જ કરવું નહોતું પડ્યું.
ગોડફાઇન કહે છે કે, "રિટર અને વિટમેર કુટુંબ એકબીજાને નફરત કરતા હતા."
એ વાતમાં કઈ નવાઈની વાત નહોતી કે મુક્ત મનનાં ડોર માર્ગ્રેટને એક ગૃહિણી ગણીને તિરસ્કાર કરતાં. જોકે, ડોર પોતે પણ ઝેરી સંબંધમાં ફ્રેડરિકના કાબૂમાં હતાં.
માર્ગ્રેટની પ્રસૂતિનો સમય નિકટ આવતાં ડૉ. રિટરે મદદ કરવાની ઘસીને ના પાડી દીધી. હાવર્ડની ફિલ્મમાં સ્વીનીને એકલાં ગુફામાં બાળકને જન્મ આપતાં બતાવાયાં છે. જે દરમિયાન તેઓ ચિચિયારીઓ પાડી રહ્યાં હોય છે, કારણ કે તેમને જંગલી કૂતરાંનો ભય હતો. હકીકતમાં વિટમેર કુટુંબ પોતાનું ઘર બાંધવા પહેલાં આવી જ એક ગુફામાં રહેતું હતું.
ગેલાપેગોસના પ્રકરણમાં અસલ લોકોને તમે જોશો તો ખબર પડશે કે લૉ દૂબળા-પાતળા અને ગંભીર રિટર જેવા લાગે છે, જ્યારે અરમાસની તાલુકદાર સ્ત્રીના પાત્રમાં હોલીવૂડનો સ્પર્શ છે. ડૉક્યુમેન્ટરી જૂની ફૂટેજથી ભરપૂર છે.
આ ફૂટેજમાંથી મોટા ભાગની કૅલિફોર્નિયાના ધનિક એલન હેનકોકની ફ્લોરિએનાની મુલાકાતો દરમિયાન શૂટ કરાઈ છે. તેઓ નિયમિતપણે વૈજ્ઞાનિકોને ટાપુ પર શોધ માટે શિપ મારફતે લઈ જતા.
હેનકોકના માણસો દ્વારા ઉતારાયેલા એક વીડિયોમાં તાલુકદાર સ્ત્રી દેખાય છે અને બૅકગ્રાઉન્ડમાં વીડિયો ઉતારનારની નિર્દય કૉમેન્ટ્રી સંભળાય છે. જેમાં એ કહે છે, "એ સુંદર નથી, પરંતુ એટલી આકર્ષક જરૂર છે કે તેણે પોતાના દેશવટાના સમયમાં સાથે રહેવા માટે બે યુરોપિયન પુરુષોને આકર્ષી લીધા છે."
હેનકોકે જાતે એક ફિલ્મ બનાવી હતી, જેમાં તાલુકદાર સ્ત્રી સહલેખિકા હતાં. આ એક નાની અને મૂક ફિલ્મ હતી. તેનું નામ હતું, 'ધ એમ્પ્રેસ ઑફ ફ્લોરિએના', એટલે કે 'ફ્લોરિએનાની રાણી'. તેનો સમાવેશ આ ડોક્યુમેન્ટરીમાં પણ કરાયો છે.
આ ફિલ્મમાં તાલુકાદાર સ્ત્રી હકીકતમાં પોતાના વ્યક્તિત્વથી નિકટનું પાત્ર ભજવે છે, જેનું નામ પિરાટેસ હોય છે. તેમજ રોબર ફિલિપસન નામના તેમના એક પ્રેમી તેમના પ્રેમીની જ ભૂમિકા ભજવે છે, પરંતુ પિરાટેસ જલદી જ તેને છોડી દે છે અને દરિયાકાંઠે ફસાયેલા એક તાજેતરમાં જ લગ્ન કરી ચૂકેલા યુવાન સાથે સંબંધ બાંધે છે. આ વ્યક્તિની ભૂમિકા હેનકોકના અભિયાનના સભ્ય અને ફિલ્મના ડિરેક્ટર એમરી જૉનસને ભજવી હતી.
"તાલુકદાર સ્ત્રીને આ ભૂમિકા એક ખૂબ જ મોટી વાત લાગી અને તેમને લાગ્યું કે આ ખરેખર ખૂબ મોટા અને સારા વિચાર માટે એક ઑડિશન માત્ર હતું."
ગોલ્ડફાઇન અને ગેલરે ડૉક્યુમેન્ટરી માટે પુષ્કળ પત્રો, એ સમયના અહેવાલો અને ડોરની આત્મકથા, 'સેટ કૅમ ટુ ઇડનટ (1936) અને માર્ગ્રેટની આત્મકથા અને 'ફ્લોરિએના : અ વુમન્સ પિલગ્રિમેજ ટુ ગેલાપેગોસ' (1959) પર આધાર રાખ્યો છે. જેમાં કેટ બ્લેન્ચેટ ડોરના અને ડાયેન ક્રુગર માર્ગ્રેટના શબ્દો બોલે છે.
એ વાતમાં કોઈ શંકા નથી કે આ બંને પુસ્તકો ખૂબ જ મહત્ત્વના પ્રસંગો અંગે વિરોધાભાસી દાવા કરે છે, જેમાં એક સ્ત્રી પોતાના પુસ્તકમાં મરણપથારીવાળા દૃશ્યને ભવ્ય રીતે શાંતિપૂર્ણ ગણાવે છે, જ્યારે બીજી આ દૃશ્યમાં 'હું મારા છૂટતા જતા શ્વાસ સાથે તને શાપ દઉં છું' વિધાન સામેલ હતો.
અકબંધ રહસ્ય

ઇમેજ સ્રોત, Doheny Library Collection at USC
ફ્લોરિએનામાંથી ગાયબ થયેલા લોકો સાથે ખરેખર શું થયું એ વિશે કોઈને કંઈ જ ખબર નથી. જોકે, હાવર્ડ આ વાત સ્વીકારે છે, "આ એક રહસ્ય છે. આમાં કેટલીક એવી વાતો છે જેની કોઈને ક્યારેય ખબર નહીં પડે."
તેમણે અને ઇડનના સ્ક્રીનરાઇટર નોહ પિંકે ફિલ્મ માટે એક ચોક્કસ અંતનું નિર્માણ કર્યું છે. હાવર્ડ કહે છે કે, "જ્યારે તમે સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા હો તો પણ તેણે એક ફિલ્મ તરીકે તો સફળ થવાનું જ છે. મને લાગે છે કે આવી ફિલ્મે કોઈક પ્રકારની કથાનક અવસ્થા ધારણ કરવાની હોય છે."
ખરેખર અંતમાં શું બને છે એ અંગે અમે વધુ જણાવવા નથી માગતા, પરંતુ ફિલ્મના ટ્રેલરમાં આ અંગે હિન્ટ જરૂર છે.
એક વ્યક્તિ બંદૂક તાણે છે, બીજી વ્યક્તિએ ચપ્પુ ઉગામ્યું અને તાલુકદાર સ્ત્રી કહે છે, "મારો વિશ્વાસ કરો, આવતા વર્ષે આ જ સમયે આપણામાંથી એક નહીં હોય."
તેમના સંશોધન પ્રમાણે, "અમને લાગ્યું કે (અમારો અંત) એ એક શક્ય સ્થિતિ હોવાની સાથોસાથ મનોરંજક અને તીવ્ર છે. આ સિવાય ઘણા અન્ય કંટાળાજનક અંત રાખી શક્યા હોત. પરંતુ આટલા બધા વિકલ્પોને કારણે અમે દર્શકોને મનોરંજક અનુભવ આપે એવો વિકલ્પ પસંદ કર્યો."
હાવર્ડે કહ્યું, "ખરેખર શું બન્યું એનું અનુમાન કરવું એ ખૂબ સરળ છે." પણ એ લઘુમતી મત છે. મોટા ભાગના લખાણો આ પ્રસંગોને "એક ઉકેલી ન શકાય એવા રહસ્ય"ના કેટલાક પ્રકાર ગણાવે છે. અને ગોલ્ડફાિન અને ગેલર કહે છે કે જ્યારથી તેમણે ડૉક્યુમેન્ટરી બનાવી એ સમયથી કોઈ નવો પુરાવો સામે નથી આવ્યો.
બધા સર્વાઇવર હવે દુનિયા છોડી ચૂક્યા છે. જોકે, માર્ગ્રેટ ફ્લોરિએના ખાતે જ વૃદ્ધાવસ્થા સુધી રહ્યા હતા. ગોલ્ડફાઇન અને ગેલર 1997માં જ્યારે ગેલાપેગોસ ખાતે અન્ય એક પ્રોજેક્ટ માટે પહોંચ્યા ત્યારે તેઓ માર્ગ્રેટને ત્યાં મળ્યા હતા. જેના ત્રણ વર્ષ બાદ માર્ગ્રેટનું મૃત્યુ થયું હતું.
તેમને ગાયબ થવાની ઘટનાઓ અંગે ખબર હતી, પરંતુ તેઓ પોતાની ડૉક્યુમેન્ટરી બનાવવાથી હજુ ઘણા દૂર હતા, કારણ કે હજુ સુધી તેમને હેનકોકની ફિલ્મ વિશે ખબર નહોતી, જે યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયાના આર્કાઇવમાં સબડતી હતી.
એ સમયે માર્ગ્રેટ 90 વર્ષ કરતાં વધુ ઉંમરનાં હતાં. ટાપુ પર ગોલ્ડફાઇન અને ગેલરના ફિક્સરે તેમને માર્ગ્રેટ સાથે મેળવી આપવા માટે એક શરત મૂકી. જે પ્રમાણે તેમણે 1930ના દાયકામાં બનેલી ઘટનાઓ અંગે તેમને કંઈક પૂછવાનું નહોતું.
ગોલ્ડફાઇને માર્ગ્રેટ અંગે કહ્યું, "તેઓ અન્ય એક સારાં વૃદ્ધ મહિલાની માફક જ હતાં," પોતાના જીવનની મોટી ઘટનાઓ અંગે વાત કરવા માગતાં હતાં, તેઓ જેટલાં દેખાતાં હતાં તેના કરતાં વધુ રહસ્યપૂર્ણ હતાં. તેઓ ચા અને બિસ્કિટ માણીને ત્યાંથી નીકળવા જતાં હતાં ત્યારે અચાનક માર્ગ્રેટે કહ્યું, "બંધ મોઢામાં કોઈ માખ ન ઘૂસે."
ગેલર કહે છે કે, "મને ખ્યાલ નથી કે આ ટાપુ પર આવતા પર્યટકો સાથેની વાતચીત સાથે તેઓ આવું જ કહેતાં હશે કે કેમ?"
તેઓ ઉમેરે છે કે, "અમે જે બન્યું એના ઉપર ફિલ્મ બનાવવાનું નહોતા વિચારી રહ્યા, તેમને એવું કંઈ નહોતું કહેવાયું કે જેનાથી તેમને એ વાતનો ખ્યાલ આવે કે અમે કંઈક શોધી રહ્યા છીએ. તેથી મને લાગે છે કે તેઓ આની આસપાસ વાત કરી ગયાં."
હાઇન્ઝ અને માર્ગ્રેટ બાદમાં પર્યટકો સાથે રમત જ કરતાં રહ્યાં. તેમણે ત્યાં પર્યટકો માટે હોટલ શરૂ કરી જે ફ્લોરિએના ખાતે તેમના વારસદારો આજ દિન સુધી ચલાવે છે. જોકે, આ હોટલ તેમનાં તાલુકદાર સ્ત્રીએ જેની કલ્પના કરી હતી એવી લક્ઝરી હોટલ નથી.
ઇડન ફિલ્મ અમેરિકામાં 22 ઑગસ્ટના રોજ રિલીઝ થઈ હતી.
ધ ગેલાપેગોસ અફેર : સેટન કૅમ ટુ ઇડન એ હાલ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












