રાજકોટ : આંસુ, લાચારી અને અનિશ્ચિતતા વચ્ચે જંગલેશ્વરમાં ડિમોલિશન, જુઓ 10 તસવીર

રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, પોતાનાં તૂટતાં ઘરોને જોઈ રહેલા લોકોના ચહેરા પર ગમગીની, લાચારી ઊડીને આંખે વળગે છે
વાંચવાનો સમય: 3 મિનિટ

આજે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ છે અને અત્યાર સુધીમાં આજી નદી પટ્ટા તથા ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત 1060 બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હોવાનું રાજકોટ મહાનગરપાલિકાએ જણાવ્યું છે.

જંગલેશ્વરમાં થઈ રહેલું આ ડિમોલિશન સૌરાષ્ટ્રના ઇતિહાસનું 'સૌથી મોટું ડિમોલિશન' ગણાવાઈ રહ્યું છે.

સરકારના કહેવા પ્રમાણે આ તમામ મકાનો ગેરકાયદેસર છે, જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ દાયકાઓથી અહીં રહે છે અને અહીં રહેવું એ તેમની મજબૂરી છે. લોકોનું કહેવું છે કે તેઓ મોટી સોસાયટીમાં મકાન બાંધીને રહી શકે તેમ નથી, એટલે જ તો તેઓ અહીં રહેતા હતા.

આ 'મેગા ડિમોલિશન'ની કામગીરી તસવીરોમાં જુઓ

રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, શરીફાબહેન જેવા અનેક લોકો છે જે અશક્ત છે અને પરિવારનું ગુજરાન મજૂરીકામથી ચાલે છે. તેમનું કહેવું છે કે 'રહેવા માટે કોઈ આશરો નહોતો, ત્યારે જ અમે અહીં રહીએ છીએ'
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, અનેક જગ્યાએ લોકોએ જાતે જ પોતાનાં મકાન તોડવાના શરૂ કરી દીધા હતા
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની ટીમે જંગલેશ્વરની મુલાકાત લીધી ત્યારે અનેક મહિલાઓ લાચાર, રડતાં જોવાં મળ્યાં હતાં. તેમની પાસે રહેવા માટે કોઈ આશરો બચ્યો નથી, આર્થિક સ્થિતિ પણ સારી નથી, એવામાં તેમને ભાડે રહેવા ક્યાં જવું?
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, સરકારી તંત્રના બુલડોઝરો સવારથી જ મકાનો પાડવાની કામગીરી કરી રહ્યા છે
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, લાભુબહેનનું કહેવું છે કે ખાવાના પણ પૈસા નથી તો 10-10 હજાર આપીને ભાડે રહેવા તેઓ ક્યાં જાય? તેમના પિતા ડાયાભાઈ એકલા રહે છે અને હવે તેમની પાસે રહેવા જગ્યા નથી
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ પોલીસની ક્વિક રિસ્પૉન્સ ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ, એસએએફ, એસઆરપી, આરએએફ તથા આજુબાજુના જિલ્લામાંથી (સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી) પણ પોલીસકર્મીઓને આ કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ ત્રણ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ આ કામગીરી સાથે જોડાયા છે.
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, બુલડોઝરથી કરવામાં આવી રહેલા ડિમોલિશનની એક તસવીર
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, રડી રહેલાં મહિલાઓ
રાજકોટ, ડિમોલિશન, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ મહાનગરપાલિકા અનુસાર, આજી નદીના પટ્ટા વિસ્તારમાં લગભગ 55 હજાર ચોરસ મીટર ઉપરથી 992 મકાનો કે ઇમારતો, અને ટીપી રોડ વિસ્તારમાં આશરે 32 હજાર ચોરસ મીટર વિસ્તાર ઉપરથી 497 મકાનો/બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન