ચીનનો પડકાર : ભારત કેવી રીતે પોતાની સીમાઓને મજબૂત કરી રહ્યું છે?

અરુણાચલ પ્રદેશના સિયાંગમાં 100 મિટર લાંબા ‘ક્લાસ - 70’ બ્રિજનું ઉદ્ઘાટન કરતાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અરુણાચલ પ્રદેશના સિયાંગમાં 100 મિટર લાંબા ‘ક્લાસ - 70’ બ્રિજનું ઉદ્ઘાટન કરતાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

સંરક્ષણમંત્રી રાજનાથ સિહે પાછલા દિવસોમાં ભારત-ચીન સીમાએ આવેલ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં 100 મિટર લાંબા ‘ક્લાસ - 70’ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદન અનુસાર રાજનાથ સિંહે ‘ક્લાસ – 70’ બ્રિજને ભારતની સુરક્ષા તૈયારી વધારવાની પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો.

સિયાંગ જિલ્લાના આલોંગ-યિંગકિયોંગ રોડ પર બનેલ પુલ 70 ટન સુધી વજન સહન કરી શકે છે. એટલે કે આના દ્વારા સેનાની ટુકડીઓ, ભારે તોપો જેવી કે ટી-90, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને યુદ્ધના બીજા સામાનને સીમા ક્ષેત્રોમાં ઝડપથી પહોંચાડી શકાશે.

ભારતીય સેનાના નૉર્ધન કમાન્ડના પૂર્વ કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડા કહે છે કે, “સેનાની ટુકડીઓને બને તેટલું જલદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે લક્ષ્ય હોય છે.”

પાછલા મહિને બંને દેશોના જવાનો વચ્ચે અરુણાચલના જ તવાંગ ક્ષેત્રમાં ઘર્ષણ થયું હતું જેમાં ઘણા સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.

સંસદમાં ભારતીય સંરક્ષણમંત્રીના એક નિવેદન અનુસાર, “ચીનની ટુકડીઓ ભારતીય વિસ્તારોમાં ઘૂસીને યથાસ્થિતિને બદલવાની કોશિશ કરી રહી હતી, જે ભારતીય સેનાએ રોકી દીધી હતી.”

ચીન, ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ ગણાવતું રહ્યું છે.

સંરક્ષણમંત્રીએ સિયોમ બ્રિજન સાથે જ ભારતની ઉત્તર-પૂર્વ સીમાથી લઈને પશ્ચિમ સુધીમાં સ્થિત સાત સીમાડે આવેલાં રાજ્યોમાં 27 અન્ય પ્રોજેક્ટો (રોડ, બ્રિજ અને અન્ય)નું પણ ઉદ્ઘાટન કર્યું.

બીબીસી ગુજરાતી

ભારત-ચીન સીમાવિવાદ : સીમાસુરક્ષા મામલે કોણ કેટલું આગળ?

  • પાછલા અમુક સમયમાં ભારત-ચીન વચ્ચે સીમાવિવાદ વધ્યો છે, તાજેતરમાં જ ભારત-ચીન સીમાએ તવાંગ ખાતે અને એ પહેલાં ડોકલામ ખાતે ઘર્ષણ થયું હતું
  • આ વિવાદને કારણે ઘર્ષણ સર્જાય તો ભારતની તૈયારીઓ કેવી છે?
  • સીમાવિવાદ અને સંભવિત ઘર્ષણની સંભાવનાઓ વચ્ચે ચીન કેટલું તૈયાર છે?
  • ભારત પાસે ચીનના પડકારને પહોંચી વળવા કયા વિકલ્પો તૈયાર છે?
  • ચીન સાથે જોડાયેલાં ક્ષેત્રોની સુરક્ષા સુદૃઢ બનાવવા માટે ભારત તરફથી આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત કરવા પગલાં ભરાયાં પરંતુ શું તે પૂરતાં છે?
બીબીસી ગુજરાતી

ચીન-ભારત સીમા

રાજનાથ સિંહ

ઇમેજ સ્રોત, ANI

સંરક્ષણમંત્રાલય અનુસાર, પાછલાં બે વર્ષની અંદર સીમાડે આવેલા વિસ્તારોમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 100 કરતાં વધુ પ્રોજેક્ટ તૈયાર થયા છે.

ભારતની સીમા (જમીન) 15,106 કિલોમિટર કરતાં પણ વધુ લાંબી છે. જે છ દેશો સાથે તેની સીમા જોડાય છે તેમાં પાકિસ્તાન, ચીન સાથે તેના રાજદ્વારી સંબંધ સારા નથી. નેપાલ સાથે પણ સીમાવિવાદનો સિલસિલો ચાલી રહ્યો છે.

મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે તેને અન્ય મુશ્કેલીઓ છે જેમ કે ‘ઉગ્રવાદી’ઓની અવરજવર, માનવ અને બીજા પ્રકારની દાણચોરી. બંને દેશ ચીનની નિકટ પણ જઈ રહ્યા છે. ભૂતાનની તરફથી પણ ચીન, ભારતને ઘેરવાની કોશિશમાં છે.

આ સિલસિલામાં ભારતે વર્ષો પહેલાંથી પશ્ચિમ અને પૂર્વ સીમાઓ (પંજાબ, રાજસ્થાન) અને ઉત્તર (જમ્મુ-કાશ્મીર)ની તરફ ફેન્સિંગ કરવાનું શરૂ કરી દીધું હતું જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે ગત વર્ષે દિલ્હીમાં કહ્યું પણ હતું કે, ‘વર્ષ 2022 સુધી 7,500 કિલોમિટર લાંબી સીમામાં જ્યાં જ્યાં ફેન્સિંગનું કામ બાકી હતું તે પૂરું કરી લેવાશે.’

ભારતીય સેના

ઇમેજ સ્રોત, ANI

ભારતીય ગૃહમંત્રી શાહનું કહેવું હતું કે આ બાકી રહેલ ‘ત્રણ ટકા ભાગ આતંકવાદીઓની ઘૂસણખોરી’ અને બીજા પ્રકારના સીમા અપરાધ જેમ કે હથિયારોની દાણચોરી અને નશાકારક દવાઓના વેપાર માટે ‘ખૂબ મોટી ગૅપ’ છે.

લેખક અને સંરક્ષણ મામલાના વિશેષજ્ઞ મનોજ જોશી કહે છે કે ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે.

લેફ્ટનન્ટ જનરલ દીપેન્દ્ર હુડા અને મનોજ જોશી બંનેનું કહેવું છે કે સુરક્ષાને સુદૃઢ કરવની યોજનામાં ભારતનું ધ્યાન હાલ ચીન સાથે જોડાયેલ ઉત્તર-પૂર્વ અને ઉત્તર સીમા તરફ વધુ છે.

જોકે પાછલાં ઘણાં વર્ષોમાં ખાસ કરીને 2013થી ભારતને લઈને ચીનનું વલણ અત્યંત આક્રમક રહ્યું છે. 2013માં ડેપસાંગ, 2014 ચુમર, 2017 ડોકલામ, 2020માં ગલવાન અને ગત વર્ષે 2022માં તવાંગમાં ચીનનું આ વલણ સ્પષ્ટ જોવા મળ્યું.

મંગળવારના રોજ શરૂ થયેલ પરિયોજનાઓમાં સિક્કિમની કલેપ-ગઇગોંગ સડક પર બનાવાયેલ 80 મિટર લાંબો ‘થંગૂ બ્રિજ’ પણ છે.

રિપોર્ટો અનુસાર, તેના ખૂલવાથી ક્ષેત્રમાં દરેક મોસમમાં અવરજવર જળવાઈ રહેશે.

ગ્રે લાઇન

વર્ષ 2017માં ડોકલામમાં બની હતી તણાવની સ્થિતિ

ભારત-ચીન સીમાવિવાદ

ઇમેજ સ્રોત, AFP

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2017નું ભારત-ચીન ઘર્ષણ આ જ વિસ્તારની આસપાસ થયું હતું.

ચીન અને ભૂતાન વચ્ચેનું વિવાદિત ડોકલામ એક એવા ત્રિકોણ પર છે જ્યાં ઉત્તરમાં ચીનના કબજાવાળી તિબેટ ચુંબા ખીણ છે, પૂર્વમાં ભૂટાન છે અને પશ્ચિમમાં ભારતનું સિક્કિમ રાજ્ય પડે છે.

ચીન આ ક્ષેત્રમાં સડક બનાવવાની કોશિશ કરી રહ્યું હતું જેના કારણે બંને દેશો વચ્ચે બે0ત્રણ માસ સુધી ભારે તણાવ રહ્યું. જેનું બાદમાં રાજદ્વારી સ્તરે નિરાકરણ લવાયું. આ બંને દેશ 1962માં એક મોટો જંગ લડી ચૂક્યા છે.

આ ક્ષેત્ર પર ચીનનું પ્રભુત્વ હોવાના કારણે ભારતમાં ચિંતા છે કારણ કે તેની અસર ભારતના એ વિસ્તાર પર પણ પડશે જેને ‘ચિકન-નેક’ના નામે ઓળખવામાં છે અને જે ઘણાં ભારતીય ઉત્તર-પૂર્વ રાજ્યોને એકબીજા સાથે જોડે છે.

જોકે ભારત વિરુદ્ધ ચીનની આક્રમકતામાં 2000ના બીજા દાયકાથી એક પ્રકારની ઝડપ જોવા મળી છે, પરંતુ ભારતીય રાજદ્વારીઓ અને સુરક્ષા વિશેષજ્ઞોનાં મનમાં સુમદોરોંગ ચૂ તાજું છે જે બાદ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને 1987માં ચીનની યાત્રા કરવી પડી હતી.

રાજીવ ગાંધી સાથે મુલાકાત દરમિયાન ચીની નેતા દેંગ શિયાઓપિંગે કહ્યું હતું કે, “ભારત અને ચીનનો સંબંધ 1950ના દાયકામાં ખૂબ સારો હતો, પરંતુ તે બાદ તેમાં ખારાશ આવી ગઈ.”

તે બાદ ભારત-ચીન વચ્ચે થયેલ 1962ના જંગ તરફ ઇશારો કરતાં દેંગે કહ્યું હતું, “હવે જૂની ખરાબ વાતોને ભૂલીને ભવિષ્ય તરફ જોવાનો સમય છે.”

અરુણાચલ પ્રદેશના સિયાંગમાં બનેલ 100 મિટર લાંબો ‘ક્લાસ-70’ બ્રિજ

બીબીસી ગુજરાતી

ઇન્ડિયા-ચાઇના બૉર્ડર રોડ્સ

અરુણાચલ પ્રદેશના સિયાંગમાં બનેલ 100 મિટર લાંબો 'ક્લાસ-70' બ્રિજ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અરુણાચલ પ્રદેશના સિયાંગમાં બનેલ 100 મિટર લાંબો 'ક્લાસ-70' બ્રિજ

બંને દેશો વચ્ચે સીમાને લઈને ઘણી સંધિઓ પણ કરાઈ છે, પરંતુ જાણકારોનું માનવું છે કે ચીન સતત તેની ઉપેક્ષા કરે છે.

સુરક્ષા મામલે કામ કરતી જાણીતી સંસ્થા હડસનનું કહેવું છે કે 2011થી માંડીને વર્ષ 2018 દરમિયાન ચીનની તરફથી ભારતમાં ઘૂસણખોરીના પ્રયત્નોની સંખ્યા દર વર્ષે ઓછામાં ઓછા 200થી 460 વચ્ચે રહી છે. વર્ષ 2019માં તો આ સંખ્યા 663 પર પહોંચી ગઈ હતી.

આ સંદર્ભમાં 1990થી ચાલતી આવતી ચિંતાઓમાં ભારતના સીમાડે આવેલાં ક્ષેત્રોમાં ચીનની વધતી જતી નિર્માણપ્રવૃત્તિઓ પણ સામેલ હતી.

ભારતે સરહદો પર વાહનવ્યવહાર અને સંચાર માધ્યમોને બહેતર બનાવવા માટે ચીન પર એક સ્ટડી ગ્રૂપનું ગઠન કર્યું જેણે 73 સડકોની ઓળખ કરી જે આ વિસ્તારોમાં બનવાની હતી. આને જ ઇન્ડિયા-ચાઇના બૉર્ડર રોડ્સ નામથી ઓળખાવવામાં આવે છે.

જોકે તે પૈકી અમુક બની શકી, પરંતુ ઘણી વખત ઘણું મોડું થયું. મનોજ જોશી જણાવે છે કે આ કામમાં ઝડપ 2005થી 2009 વચ્ચે રહી.

ભારતના સીમાડે આવેલા વિસ્તારોમાં નિર્ણાણનું કામ ઘણાં કારણોને લઈને પ્રભાવિત થયું. સેનાનાં સૂત્રો અનુસાર, જમીન અધિગ્રહણ, મોસમ અને ભૌગોલિક સ્થિતિ આનું કારણ રહી, પરંતુ ડોકલામ તણાવ બાદ આ કામમાં ફરીથી ઝડપ કરાઈ છે.

બીબીસી ગુજરાતી

ચીન સાથે જોડાયેલાં સીમા ક્ષેત્રોમાં ભારતનું નિર્માણકાર્ય

ભારત-ચીન સીમાવિવાદ

ઇમેજ સ્રોત, MONEY SHARMA/GETTY IMAGES

હાલમાં તૈયાર પરિયોજનાઓમાં જમ્મુ-કાશ્મીરનો 55 મિટર લાંબો બસ્તી બ્રિજ અને તિબેટ સાથે જોડાયેલ ઉત્તરાખંડ સીમા પર 24 કિલોમિટર લાંબી ભૈરોં ખીણ-નેલૉન્ગ માર્ગ પણ છે.

નવ કિલોમિટરથી લાંબી અટલ ટનલ અને નિર્માણાધીન ઝોજિલા સુરંગ માર્ગને પણ સીમા ક્ષેત્રની સુરક્ષા મજબૂત કરવાનું પગલું ગણાવાય છે. હાલ બે ડઝનથી વધુ સુરંગ માર્ગો પર કામ ચાલી રહ્યું છે.

લેફ્ટનન્ટ જનરલ હુડા કહે છે કે ભારતનાં ઘણાં સીમાડે આવેલાં વિસ્તારો એવાં પણ છે જ્યાં વર્ષના ચારથી પાંચ મહિના સુધી પહોંચવાનું અઘરું બની જાય છે. તેથી સુરક્ષાની વાતને ધ્યાને રાખતાં પણ આ પ્રકારની સુરંગવાળી સડકો ઘણી ફાયદાકારક સાબિત થશે.

મનોજ જોશી જણાવે છે કે પાછલાં પાંચ-દસ વર્ષ દરમિયાન સીમાડે આવેલા વિસ્તારોમાં સડક, પુલ, અને બીજા નિર્માણકાર્યોમાં ઘણું રોકાણ કરાયું છે.

સંરક્ષણ મામલાના જાણકારો અનુસાર, ભારતે વર્ષ 2020 બાદ ચીન સાથે વધેલ તણાવને જોતાં સીમા પર 60 હજાર કરતાં પણ વધુ સૈનિકોની નિયુક્તિ કરી છે. તેમના માટે રહેઠાણની સુવિધા વિકસાવવામાં પણ એજન્સીઓ જોતરાયેલી છે.

બીબીસી ગુજરાતી

રેલવે પરિયોજનાઓની શું હાલત છે?

રેલવે પરિયોજનાઓનું શું?

મનોજ જોશીનું કહેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ મામલે ચીન, ભારત કરતાં ઘણું આગળ નીકળી ગયું છે.

ભારતીય સુરક્ષા યોજનાકારોમાં એ વાતને લઈને ચિંતા છે કે એક તરફ ચીને તિબેટના લ્હાસા સુધી રેલવે લાઇન પાથરી દીધી છે, તેની સામે ભારતના હિમાલયનાં ક્ષેત્રોમાં રેલવે લાઇનોની જે દસ પરિયોજનાઓ તૈયાર કરવાની વાત થઈ હતી, તે અંગે હજુ કશું થયું નથી.

બીજી તરફ મ્યાનમાર સાથે જોડાયેલ સીમા ક્ષેત્ર મિઝોરમની પોતાની અલગ ચિંતાઓ છે.

મિઝોરમના એક સાંસદ કે. વાનલાલવેનાના જણાવ્યાનુસાર “ચીનની મદદથી પશ્ચિમ મ્યાનમારના ચિન રાજ્ય સુધી સડક બની ચૂકી છે, પરંતુ આપણી તરફનું કામ હજુ લટકેલું છે, આ વિશે અમે પાંચ વખત સરકારના મંત્રીઓને મળીને વાતચીત કરી ચૂક્યા છીએ.”

મ્યાનમારમાં જ્યારે સેનાએ આંગ સાન સૂ ચીની સરકાર હઠાવી દીધી, તે બાદ ઓછામાં ઓછા 25-30 હજાર શરણાર્થીઓ ભારતનાં ઘણાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પહોંચ્યા.

ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમૅન્ટ કરાર છે જે બંને તરફના અમુક વિસ્તારોમાં એક જ જાતિના લોકોના રહેઠાણ અને અન્ય કારણોને લીધે અસ્તિત્વમાં આવ્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન