ધોતી પહેરતા ભારતીય સ્પાઇડર મૅનની કહાણી જેની દુનિયાભરમાં ચર્ચા છે

ઇમેજ સ્રોત, SONY PICTURES
- લેેખક, ઝોયા માટીન અને માર્યલ સેબસ્ટિન
- પદ, બીબીસી ન્યૂઝ
તે ધોતી પહેરે છે, તેના હાથમાં ગોલ્ડન કડું છે અને તેના માથાના કાળા વાળ હવામાં લહેરાતા રહે છે, તે મુંબઈની વ્યસ્ત ગલીઓ ઉપરથી હવામાં હિલોળા ખાતો પસાર થાય છે. તે લોકોની રક્ષા કરે છે.
એટલું જ નહીં તે અન્ય સ્પાઇડર મૅન માઇલ્સની મજાક ઉડાવે છે કે તે "ચા ટી" એક સાથે બોલે છે, આ સમયે તે કહે છે, "હું તને કૉફી-કૉફી કહું તો ચાલશે, અને ક્રિમ-ક્રિમ સાથે કહું તો?"
સ્પાઇડર મૅન કૉમિક્સનું એવું પાત્ર છે જે કેટલાકને બાળપણની યાદ અપાવશે.
પરંતુ આ તે "ભારતીય સ્પાઇડર મૅન" છે જેનું સર્જન ભારતીયોએ કર્યું છે.
2003માં કૉમિક માટે ભારતીય સ્પાઇડર મૅન એટલે કે પવિત્ર પ્રભાકરના પાત્રને શરદ દેવરાજન અને તેમના સાથી જીવન કાંગ અને સુરેશ સીથારમણે વિકસિત કર્યું હતું.
આજે 20 વર્ષે આ કૉમિકમાં પ્રચલિત ભારતીય સ્પાઇડર મૅન પવિત્ર પ્રભાકરનું કૅરેક્ટર સિનેમાના મોટા પડદા પર જોવા મળ્યું છે. અને લોકોને તે એટલું જ પસંદ આવી રહ્યું છે પછી એ ભારત હોય કે વિદેશ.
પવિત્ર પ્રભાકર, મુંબઈમાં રહેતો એ સામાન્ય મનુષ્ય પણ છે, પણ ફિલ્મમાં જ્યારે તે સ્પાઇડર મૅનનું રૂપ ધારણ કરે છે તો સમગ્ર મૅટાવર્સમાં છવાઈ જાય છે. આ નામ અને આ કૅરેક્ટર મે-જૂન મહિનામાં જ્યારે થિયેટરની મોટી સ્ક્રીન પર આવ્યું ત્યારે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર રહ્યું.

પવિત્ર પ્રભાકર,વિશ્વમાં ભારતીય સ્પાઇડરમેન તરીકે ચર્ચામાં છે

ઇમેજ સ્રોત, SONY PICTURES
આ કૅરેક્ટર સોની પિક્ચરના સ્પાઇડર મૅન: એક્રોસ ધ સ્પાઇ-વર્સમાં આવ્યું છે જે ફિલ્મે પાછલાં અઠવાડિયાઓમાં બૉક્સ ઑફિસ પર રૅકોર્ડ તોડી નાખ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મ રિલીઝ થઈ તેના પહેલાં જ અઠવાડિયાએ 2.8 મિલિયન ડૉલરની કમાણી કરી હતી કે જે દેશમાં ઍનિમેટેડ ફિલ્મ કે જેણે પ્રથમ વાર માર્કેટમાં પ્રવેશ કર્યો હોય તેમાં સૌથી વધુ કમાણી કરી હતી.
જોકે સ્પાઇડ મૅન વર્ષોથી ભારતીય બાળકોના અને યુવાઓની વચ્ચે ખૂબ જ પ્રચલિત કૅરેક્ટર રહ્યું છે એટલે આ નવો ભારતીય સ્પાઇડર મૅનનું છવાઈ જવું એ નવી વાત નથી. સ્પાઇડર મૅન એ જૂજ કૅરેક્ટરોમાંથી એક છે જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રભુત્વ વચ્ચે પણ ભારતીય દર્શકોના હૃદયમાં એક અલગ સ્થાન ધરાવે છે.
વર્ષ 2007થી સુપરહીરોને દર્શાવતી હૉલિવુડ ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે, જે સ્થાનિક સ્તરે પણ પ્રચલીત છે. જેમાં સ્થાનિક ભાષામાં “સ્પાઇડર મૅન, તૂને ચૂરાયા મેરે દિલ કા ચૈન” જેવાં ગીતો પણ દેશમાં ખૂબ લોકપ્રિય હતાં.
પરંતુ હાલ જે ફિલ્મ આવી છે એ ખૂબ જ ખાસ કહેવામાં આવે છે કારણ કે તેમાં સુપરહીરોને ભારતીય મૂળનો દર્શાવવામાં આવ્યો છે કે જે આજ પહેલાં દર્શકોને ક્યારેય નહોતું જોવા મળ્યું.
ફિલ્મમાં પવિત્ર પ્રભાકરની ઍન્ટ્રી થાય છે કે જે મુમ્બાટ્ટન કે જે મુંબઈ અને મેૅનહટન વચ્ચેના ઘર્ષણમાં લોકોની મદદ કરે છે.
પવિત્ર એ પાંચ અલગ-અલગ સ્પાઇડર સ્ટાર્સમાંનો એક છે કે જેઓ વૈકલ્પિક સંબંધીઓના વંશજ છે અને સરખી શક્તિથી એકબીજા સાથે સંકળાયેલ છે. પવિત્ર એ ટીમમાં જોડાય છે કે જે ખતરનાક વિલનને રોકવાનું કાર્ય કરે છે.
પવિત્રનું આ વર્ણન સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવ્યું છે, ખાસ કરીને ભારતીયો કે જે પોતાની એક અલગ છાપ છોડી જાય છે.
દર્શકોને મુંમ્બાટ્ટનની આ સ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે. જ્યારે ઘણાંને આ ફિલ્મમાં જે અલગ-અલગ જગ્યાએથી એક જેવી જ શક્તિઓ ધરાવતા લોકોની ટીમ બનાવવામાં આવી છે એ વિચાર પસંદ આવી રહ્યો છે.
એક ઉત્સુક કૉમિક ફૅન મૃત્યુંજય પાલ કહે છે કે, "પહેલાં માર્વલે અમને કાળા સ્પાઇડર મૅન સાથે મુલાકાત કરાવી, જેનું નામ હતું માઇલ્સ મોરાલ્સ અને હવે પવિત્ર. આ સ્ટોરી એક ઉત્સાહિત વિચારને મળી આવે છે: કે હવે કોઈ પણ સ્પાઇડર મૅન બની શકે છે."

પવિત્ર પ્રભાકર 20 વર્ષે ફરી ચર્ચામાં

ઇમેજ સ્રોત, GRAPHIC INDIA
હજુ ભારતીય સ્પાઇડર મૅન ભારત અને વિદેશમાં ઘણાં માટે નવો છે, પરંતુ તેની મૂળ કહાણી દાયકાઓ પહેલાંની છે. દાયકાઓથી ભારતીય સ્પાઇડર મૅન પવિત્રનું પાત્ર ભારતમાં કૉમિક બુકના ઉત્સાહીઓના વિશિષ્ટ સમુદાય સુધી સીમિત હતું.
આ કૅરેક્ટરે સૌપ્રથમ વર્ષ 2004માં સ્પાઇડર મૅન: ભારત #1માં દેખાયું હતું એ કૉમિક બુક જેની લાખો કૉપી જોત જોતામાં વેચાઈ ગઈ અને તેની ચાર આવૃત્તિ પણ આવી ગઈ હતી.
એવા શરદ દેવરાજન અને તેમના સાથી જીવન કાંગ અને સુરેશ સીથારમણે આ કૅરેક્ટરનું કૉમિક માટે ચિત્રણ કર્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં દેવરાજન કહે છે કે, "અમે એ સમયે મોટા સામાજિક વલણને ધ્યાનમાં લઈને પવિત્રના પાત્રની રચના કરી હતી, એક એવો છોકરો કે જે ગામડામાંથી આવે છે અને મુંબઈ જેવા મેટ્રો શહેરમાં અછૂત રહે છે અને આ વાત વર્ષ 2004ની છે જ્યારે શહેરો પ્રકાશ વેગે આગળ વધતાં હતાં અને ગામડા પાછળ છૂટી રહ્યા હતા."
"અમારો મુખ્ય હેતુ હતો ઇન્ટરનેશનલ હીરોને સ્થાનિક સ્તરના હીરોમાં ફેરવી દેવો. એક એવો વ્યક્તિ કે જે ગેટવે ઑફ ઇન્ડિયાથી હવામાં હિલોળા લે અને મુંબઈની શેરી ઉપરથી પસાર થતો રહે અને પોતાના સગા સાથે દિવાળી પણ ઉજવે."
કૉમિક બુકમાં માત્ર સ્પાઇડર મૅનની દુનિયાનો વિસ્તાર હતો જે પાડોશી સુપરહીરો સાથે મિત્રતા ધરાવતો હતો.
એક સામાન્ય કિશોર તરીકે પ્રાથમિક સાથે સ્પર્ધા કરતા પવિત્ર પણ પોતાના ઘરકામ અને હીરોના કામ વચ્ચે સંઘર્ષ કરતો જણાય છે.
શાળાએ તેને નિર્દયતાથી ધમકાવામાં આવે છે તો રાત્રે ગુના સામે લડતો સુપરહીરો બની જાય છે કે જે શક્તિશાળી માણસની ખૂબ જ ઝડપથી હવામાં હિલોળા લેતો જોવા મળે છે. તે પણ માસ્ક ધારણ કરે છે અને લોકોને બચાવે છે કારણ કે તે પોતાની ઓળખ છતી કરવા નથી ઇચ્છતો.
પરંતુ પવિત્રની કહાણી ભારતીય ઉતાર-ચઢાવથી ભરેલી હોય છે. તે ચા-પિવે છે, એ સુપરહીરો છે કે જે ધોતી પહેરે છે અને એક રહસ્યમય ગુરુ યોગી પાસેથી શક્તિ મેળવે છે ન કે કોઈ કરોળિયાના કરડવાથી આવો બની જાય છે.
પોતાની પાડોશમાં રહેતી મેરી જેન સાથે પ્રેમમાં ડૂબવાની જગ્યાએ, પવિત્રને પોતાની સહપાઠી મીરા જૈન સાથે પ્રેમ હોય છે. અને અસલી સ્પાઇડર મૅનબનતા પિટર પાર્કર કે જે પુસ્તકીયો કીડો હોય છે તેની જગ્યાએ પવિત્ર સ્કોલરશીપ મેળવેલ વિદ્યાર્થી હોય છે અને એક નાના ગામમાંથી આવે છે અને પોતાના દેખાવના લીધે લોકોના હાસ્યનું કારણ બનતો હોય છે.
સ્પાઇડર-વર્સે અલગ જાતી અને અલગ સમાજમાંથી આવતા સ્પાઇડર-લોકોની ઓળખાણ કરાવી.
મોરાલેસ, કે જે આફ્રિકન સમાજમાંથી આવતો હતો, મગેલોહારા કે જે મૅક્સિકન ભાષા બોલતો સ્પાઇડર મૅન હતો, જેસિકા ડ્રૂ, માર્લવૅલની પહેલી ગર્ભવતી સ્પાઇડરહીરો અને હૉબી બ્રાઉન સ્પાઇડર-પંક જે આફ્રિકાન મૂળનો હતો.

વર્ષ 2004ની ‘પવિત્ર’ની ધારણા વખતનો પડકાર

ઇમેજ સ્રોત, GRAPHIC INDIA
પરંતુ વર્ષ 2004માં, સ્પાઇડર મૅન ના પાત્રને ફરી વિચારવો એ ખૂબ જ અઘરું હતું, ખાસ કરીને ભારતીય દર્શકો કે જે કે દેવરાજન વર્ણવે છે એ મુજબ એવા દર્શકો હતા જેઓએ કૅરેક્ટરની તસવીરો જોઈ હતી પરંતુ તેમની કહાણીથી અજાણ હતા અને તેઓ પોતના માટે કૉમિક્સ પાત્ર સ્વીકારવા તૈયાર નહોતા.
જોકે ભારતમાં કૉમિકને લઈને ખૂબ માગ રહી છે કે જે કરિયાણાની દુકાનોમાં લટકતી જોવા મળે છે, છાપા વિક્રેતા પાસે હોય છે અથવા રેલવે સ્ટેશન પર મળી જાય છે. ભારતીય વાચકો અમર ચિત્ર કથાને પસંદ કરતા હતા કે જે સાપ્તાહિક બાળકો માટેનું મૅગેઝિન હતું જેમકે ટ્વિન્કલ અને ચંપક જેમાં સામેલ હતું.
કૉમિક-કૉન ઇન્ડિયાના સંસ્થાપક જતિન વર્મા કહે છે કે, "અહીં લોકોને ઇતિહાસ અને પૌરાણિક કથામાં ખૂબ રસ, અને અમારી મોટા ભાગની પુસ્તકો આ જ વિભાગમાં પ્રકાશિત થતી."
પરંતુ દેશમાં સુપરહીરોનું ચલણ હાલમાં પણ વધ્યું છે. એનું એક કારણ તો ભારતીય સિનેમાના હીરો જે પરંપરાગત રીતે પ્રખ્યાત છે એ છે. જેમાં હીરો એક સાથે બંદૂકથી ગોળીબાર કરે છે એકલે હાથે અનેક સાથે લડાઈ કરે છે અને એક છતથી બીજી છત ઉપર દોડાદોડ કરે છે.
આજે એ વાતને વીસ વર્ષ થઈ ગયાં અને પવિત્ર હજુ એજ કામ કરી રહ્યો છે અને વધુ પણ કરશે.
ફિલ્મમાં સફેદ ધોતીને છોડી થોડી સ્ટાઇલિશ બ્લૂ ધોતી ધારણ કરે છે કે જે એક ફંકી પહેરવેશ સાથે હોય છે અને એક હાર્ડ-પાર્ટ હૅરકટ પણ રાખે છે.
એટલું જ નહીં દેવરાજનના કહેવા મુજબ “આ કૅરેક્ટર વધુ પારંપરિક અને સરળ કુટુંબના સંસ્કાર ધરાવતો ભારતીય છે” તેમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
માઇલ્સ કે જે પોતાની શક્તિથી ચિંતિત હતો, ત્યારે પવિત્ર જરાય ઘબરાતો નથી અને આશાવાદી રહે છે. તે મુંમ્બાટ્ટનની વ્યસ્ત શેરીમાંથી આરામથી હવામાં પસાર થાય છે.
અનેક જગ્યાએ તેનો આત્મવિશ્વાસ અને જાત ભરોસો આ ફિલ્મને રોચક બનાવે છે. મુંમ્બાટ્ટનના પ્રવાસે નિકળતા એક જગ્યાએ તે કહે છે કે, “આ એ જગ્યા છે જ્યાંથી બ્રિટિશ અમારી બધી વસ્તુઓ ચોરી ગયા”
વેરાઇટી મૅગેઝિન સાથેના ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મના એક ડાઇરેક્ટર કૅમ્પ પાવરે કહ્યું હતું કે, “અમે ખરેખર પવિત્રની શ્રેણીને નવેસરથી વિચારીને જ કૅરેક્ટર બનાવ્યું છે”, તેમણે ઉમેર્યું કે ફિલ્મનું પ્રોડક્શન ચાલી રહ્યું હતું ત્યારે અધવચ્ચે લાગ્યું કે પવિત્રનું પાત્ર વધારે સાચું લાગવું જોઈએ.
વર્મા કહે છે કે છે પ્રથમ નજરે આ ફિલ્મ ભારત બહારના દરઅસકો માટે બની હોય, સંસ્કૃતિની બાબતો ફિલ્મના વર્ણને નબળું નથી પાડતી. “અને હકિકત એ છે કે આ ભારતીય સ્પાઇડર મૅનકહેવામાં આવતી સૌથી સારી સ્પાઇડી-ફિલ્મ પૈકીની એક છે કે વધુ સારી રીતે બની છે.”

ઇમેજ સ્રોત, GRAPHIC INDIA
દેવરાજન કહે છે કે, “પહેરવેશ બદલાયો છે, પરંતુ હૃદય, કૅરેક્ટર અને ભારતીય તરીકેની ઓળખ પવિત્રની એજ છે”
માર્વૅલ વિશ્વમાં પવિત્રની ઓળખની આ માત્ર શરૂઆત છે એવી તેમને આશા છે.
તેઓ કહે છે કે, “માત્ર 20 વર્ષ થયા પવિત્રને કૉમિક બુકમાંથી મોટા સ્ક્રીન ઉપર આવતા”
“આશા છે કે જીવંત ઍક્શનમાં પરિવર્તિત થતા તને હવે 20 વર્ષ નહીં લાગે. ભારતને પોતાનો સ્પાઇડર મૅન જોઈએ છીએ”














