બોલીવૂડનું એ ગુરુકુળ જ્યાં રહે છે ફિલ્મોમાં અભિનય કરતાં કૂતરાં, હાથી, ઘોડા, વંદા અને ઉંદર

અક્ષય કુમારની સાથે અયૂબ ખાન

ઇમેજ સ્રોત, JAVED KHAN

ઇમેજ કૅપ્શન, અક્ષય કુમારની સાથે અયૂબ ખાન

જ્યારે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોવ અને તેમાં કોઈ પ્રાણીને અભિનય કરતા જોવો તો શું તે સમયે ક્યારેય એ વિચાર્યું છે કે ફિલ્મમાં અભિનય માટે આ પ્રાણીઓની પસંદગી કેવી રીતે કરાય છે?

અમિતાભ બચ્ચન અને હેમામાલિનીની ચર્ચિત ફિલ્મ બાગબાનમાં દર્શાવેલાં બે કૂતરાં તમને કદાચ યાદ હશે.

અક્ષયકુમારની ફિલ્મ 'એન્ટરટેન્મેન્ટ'માં શ્વાન, સલમાન ખાનની ફિલ્મ 'રામ રતન ધન પાયો'માં હાથી, આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'માં ગધેડો, રાજકુમાર રાવની ફિલ્મ 'મૉનિકા માય ડાર્લિંગ'ના ઇગુઆના પણ કદાચ તમને યાદ હશે.

આ બધાં પ્રાણી 'ગુરુકુલ'નો ભાગ છે જેને જાવેદ ખાન અને તેમનો પરિવાર ચલાવે છે.

જાવેદ ખાન ફિલ્મો માટે પ્રશિક્ષિત પ્રાણીઓ સપ્લાય કરે છે. આની શરૂઆત તેમના પિતા અયૂબ ખાનથી થઈ હતી.

બીબીસી ગુજરાતી

કૂતરાં, હાથી, ઘોડાથી લઈને કીડી અને વંદા કરાય છે સપ્લાય

જાવેદ ખાન

ઇમેજ સ્રોત, JAVED KHAN

જાવેદ ખાને બીબીસી સાથે વાત કરતા કહ્યું કે , "આ કામને તેમનો પરિવાર 45 વર્ષથી કરી રહ્યો છે. જેની શરૂઆત તેમના પિતા અયૂબ ખાને રાજ કપૂરના આર.કે. સ્ટુડિયો ફિલ્મ્સથી કરી હતી."

તેમના ગુરુકુળમાં 20 અલગ-અલગ નસલનાં કૂતરાં જેમ કે જર્મન શેફર્ડ, ગોલ્ડન રિટ્રીવર, પૅમ્બ્રોક વૅલ્શ કૉર્ગી, બુલડૉગ, દચશુંડ, પગ, જર્મન શૉર્ટએયર પૉઈન્ટર, બૉક્સર, યૉર્કશાયર ટેરિયર, ગ્રેટ ડેન, લેબ્રાડોર છે.

તો બિલાડીઓમાં ફારસી બિલાડી, મૈંન કૂન, બૉમ્બે કેટ, હિમાલયન કેટ્સ, ચિત્તીદાર કેટ્સની આઠ નસલ પણ છે. તો ઈગુઆના, ઍમેઝૉન પોપટ, મકાવ પોપટ, કાઈક પોપટ, અનેક નાનાં પક્ષીઓ, સુગર ગ્લાઈડર્સ, ઉંદર, સસલાં સહિતનાં પ્રાણી અને પક્ષીઓ છે. આ બધાં જ પ્રાણીઓને ફિલ્મો, વેબ શો અથવા જાહેરાતની માંગના હિસાબથી મંગાવાય છે.

તેમની પાસે જ્યારે વંદાઓ અને કીડીઓની માગ આવે ત્યારે તેઓ તેની પણ વ્યવસ્થા કરાવે છે. અને શૂટિંગ પૂર્ણ થયા બાદ ત્યાં જ પરત મોકલાય છે જ્યાંથી તેમને લાવવામાં આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી

કાગળિયા અને રજિસ્ટ્રેશન વગર ન કરી શકાય શૂટિંગ

બોલીવુડ ફિલ્મોમાં પ્રાણી

ઇમેજ સ્રોત, EXCEL ENTERTAINMENT

ઇમેજ કૅપ્શન, ફિલ્મ ‘દિલ ધડકને દો’માં ડૉગ સાથે ફિલ્મ ક્રૂ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફિલ્મોમાં પ્રાણીઓના ઉપયોગ અંગે જાવેદ કહે છે કે, "આ પ્રાણીઓનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. 'એનિમલ વેલફેર બૉર્ડ ઑફ ઈન્ડિયા'માં અમારે કહેવું પડે છે કે અમારી પાસે કેટલાં પ્રાણીઓ છે."

"તેના માટે કેટલાંક પ્રાણીઓનું રજિસ્ટ્રેશન મારા નામ પર છે. કેટલાકનું ભાઈ અને કેટલાકનું પિતાના નામે છે. લોકોને વધુ જાણકારી નથી કે આજે પણ લોકોએ પ્રાણીઓનું પણ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે."

"ક્યારેક તો વધુ માગ હોવાં છતાં પણ અમે પ્રાણીઓ નથી મોકલી શકતા. જેમ કે સૂરત બડજાત્યાની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'માં છ હાથીઓની જરૂર હતી. પણ અમારી પાસે માત્ર બે જ હાથીઓનું રજિસ્ટ્રેશન હતું તો અમે બે જ હાથીનો ઉપયોગ ફિલ્મમાં કરી શક્યા."

"અમારી પાસે જ્યારે ફિલ્મમાં પ્રાણીઓની માગને લઈને કોઈ નિર્દેશક અથવા નિર્માતા આવે તો ફિલ્મમાં કયા પ્રકારની પ્રાણીની જરૂર છે તે અમે જાણી લઈએ છીએ. અને ત્યાર બાદ અમે તે પ્રાણીને એ સીન માટે ટ્રેન કરીએ છીએ."

"જ્યારે પણ ફિલ્મનું શૂટિંગ થાય ત્યારે અમે ત્યાં હાજર રહીએ છીએ. અને અમે જ તેમની પાસે એ સીન કરાવીએ છીએ. કારણ કે તેઓ કોઈ બીજાની વાત નથી સાંભળતાં."

"શૂટિંગ વખતે વધારે ભીડ પણ નથી કરતા કે જેના કારણે પ્રાણીઓ ભડકી ન જાય. જો તમને દેખાય કે ડૉગ ઍક્ટરના હાથમાં છે કે ખોળામાં છે તો અમારે ઍક્ટરની બાજુમાં રહીને અથવા કૅમેરાની પાછળ રહીને કમાન્ડ આપવો પડે છે. કે જેનાથી તે કમ્ફર્ટેબલ હોય."

"ક્યારેક કમાન્ડ ન પણ સમજે તો તેમને રીટેક કરવો પડે છે. કોઈને કોઈ ટ્રિક આપીને તેમને સમજાવવું પડે છે. જેમ કે શ્વાનને કુદકો મરાવવાનો છે તો અમે જોઈશું કે તે કઈ બાબતને અડૉપ્ટ કરે છે, પછી જોઈએ છીએ જેમ કે તેને રમવાનો શોખ છે, તેને બૉલ ગમતો હોય કે ખાવાનું પસંદ હોય તો અમે ઉપર ખાવાનું રાખી દઈએ જેનાથી તે કુદકો મારે. તો એવી ટ્રિકથી અમારે કામ કરાવવું પડે છે."

"જેટલા પણ દિવસનું શૂટિંગ હોય અમે તેની સાથે રહીએ છીએ. તેમના ખાવાપીવાથી લઈને તેમના સૂવા સુધીની બધી જ તૈયારી કરાય છે."

"વધુ લોકોને જોઈને તે હેરાન ન થાય તે માટે તેના માટે અલગ જગ્યા ફાળવવામાં આવે છે. શૂટિંગની તારીખ મળતા જ અમે સરકાર પાસે પરવાનગી માટેની અરજી નાખી દઈએ છીએ."

"શૂટિંગ શરૂ થતા પહેલાં જ જાણકારી આપી દેવાય છે કે કેટલા દિવસનું શૂટિંગ છે. કેટલા કલાકનું કામ રહેશે અને મોટાં પ્રાણીઓ જેમ કે હાથી, ઘોડા માટે વધુ ધ્યાન અપાય છે."

"જેમકે તેમના પેપર ક્લિયર છે કે નહીં, ત્યાર બાદ એક શહેરથી બીજા શહેરમાં લઈ જવાની પરવાનગી, તેમના માટે પૂરા એક મહિનાનું કરિયાણું, તેમના સ્વાસ્થ્યની પૂરી જાણકારી, આ બાધામાં બે મહિનાનો સમય લાગી જાય છે. ત્યાર બાદ જ ફિલ્મોનું શૂટિંગ શરૂ થાય છે.''

બીબીસી ગુજરાતી

અક્ષય કુમાર અને દીપિકાને ગમે છે ‘બ્રુનો’ તો આમિરને ગમે છે ‘નવાબ’

આમિર ખાન

ઇમેજ સ્રોત, YASH RAJ PRODUCTIONS

ઇમેજ કૅપ્શન, 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'માં ગધેડા પર આમિર ખાન

કલાકારો અને તેમની સાથેના રસપ્રદ કિસ્સાનો ઉલ્લેખ કરતા જાવેદ કહે છે કે "અક્ષય સર સાથે અમે ‘વક્ત’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ અમે મુંબઈની ફિલ્મસિટીમાં કર્યું હતું."

"ફિલ્મમાં એક સીન હતો જ્યાં 15-16 જર્મન શેફર્ડ અક્ષયકુમારની પાછળ દોડે છે. એ સીન ખૂબજ જબરદસ્ત હતો. શૂટિંગ દરમિયાન અક્ષયકુમાર અમારાં કૂતરાંની સાથે દોડ લગાવતા હતા."

"અક્ષયકુમારની ફિલ્મ ‘ઍન્ટરટેન્મેન્ટ’માં જે ડૉગે ‘બ્રૂનો’નો રોલ કર્યો હતો સામાન્ય રીતે અમે તેને ઑડિશન માટે નહોતા લઈ જતા કારણ કે તેની માગ ખૂબ હતી. કેટલીક વાર એ વાતનો ડર લાગતો હતો કે ક્યાંક અન્ય પ્રોજેક્ટ માટે પણ તેનું સિલેક્શન થઈ ગયું તો શૂટિંગની તારીખો ક્લેશ થશે."

"ફિલ્મ ‘ઍન્ટરટેન્મેન્ટ’ના કેટલાંક દૃશ્યો બૅંગકૉકમાં શૂટ કરાયાં હતાં. જેમાં અમારો ‘પેટ’ નહોતો. હા મુંબઈ શેડ્યૂલમાં અમે અમારો ‘પેટ’ મોકલ્યો હતો."

"તે ખૂબ જ વેલ-બિહેવ્ડ ડૉગ છે. સૅટ પર દરેક ઍક્ટર તેને પસંદ કરતા હતા. ‘બ્રૂનો’એ દીપિકા પાદુકોણની સાથે પણ એક ચાની જાહેરાત માટે કામ કર્યું હતું. પહેલાં દિપીકા ‘બ્રૂનો’ સાથે શૂટ કરતાં ડરી રહ્યાં હતાં પણ થોડી જ વારમાં બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. અને એ શૂટ જબરદસ્ત રહ્યું."

આમિર ખાનની સાથે તેમની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિંદુસ્તાન’માં પણ કામ કર્યું હતું. 'ઠગ્સ ઑફ હિંદુસ્તાનમાં' આમિર ખાનને ગધેડા પર બેસાડીને રાઇડ કરાવવાની હતી.

તેઓ કહે છે કે, "ફિલ્મના શેડ્યૂલ મુજબ અમે એક મહિના માટે રાજસ્થાન એક ગધેડાને લઈને ગયા હતા. એક સીનમાં અમિર ખાને ગધેડા પર બેસીને રાઇડ કરવાની હતી."

"‘યશ રાજ ફિલ્મે’ જ આ ગધેડાની પસંદગી કરી હતી. પપ્પાએ એ ગધેડાને ફિલ્મ માટે ટ્રેન કર્યો હતો."

"અને તેને અંગ્રેજી કમાન્ડ પણ શીખવ્યા હતા. ગધેડાનું નામ ‘નવાબ’ હતું. સૅટ પર જ્યારે પપ્પા અંગ્રેજીમાં કમાન્ડ આપતા અને ગધેડો જ્યારે તે મુજબ રિએક્ટ કરતો તો સેટ પરના લોકો તે જોઈને આશ્ચર્યમાં મુકાઈ જતા."

"આમિર સર પણ ખૂબ ખુશ થઈ ગયા હતા. અને સૅટ પર બધા જ તેને ‘નવાબ’ જ કહેતા હતા કોઈ તેને ગધેડો નહોતા કહેતા. કારણ કે આમિર સર ઇચ્છતા હતા કે બધા તેને ઇજ્જતથી તેના નામથી જ બોલાવે."

બીબીસી ગુજરાતી

આર.કે સ્ટુડિયો બહાર માલિક કૂતરો ફેરવતા હતા અને તેણે જ બનાવ્યું નસીબ

મુંબઈમાં પ્રાણીઓનું ગુરુકળ શરૂ કરનાર અયૂબ ખાન, તેમના પુત્ર જાવેદ ખાન હવે આ ગુરુકુળ ચલાવે છે.

ઇમેજ સ્રોત, JAVED KHAN

જાવેદ કહે છે કે તેમના પિતા અનાથ હતા તો તેઓ અનાથાલયમાં જ મોટા થયા.

તેઓ ત્યાં જ આર કે ફિલ્મ્સની બહાર પોતાના માલિકનો કૂતરો ફેરવવાનું કામ કરતા હતા.

"એક દિવસ આર કે ફિલ્મ્સમાં શૂટિંગ માટે એક કૂતરું જોઈતું હતું. તો તેમને અંદર બોલાવાયા અને કહેવાયું કે 'શું એક સીન માટે તમે આ કૂતરાને લાવી શકો છો?' ત્યારે પિતાજીએ માલિકને પૂછ્યું અને કૂતરાને શૂટિંગમાં લઈ ગયા. તેમને તેના માટે સારા રૂપિયા પણ મળ્યા. ત્યારે પપ્પાએ વિચાર્યું કે આ કામ સારું છે. તેને કરી શકાય તેમ છે."

"પપ્પા પ્રાણીઓને ટ્રેન કરવા લાગ્યા. અને જ્યારે શૂટિંગ માટે જરૂર હોય ત્યારે તેમને લઈને આવવા લાગ્યા. ધીરે ધીરે આ કામ વધવા લાગ્યું."

"ત્યારથી લઈને અત્યાર સુધી અમે એક હજારથી પણ વધુ હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, કન્નડ, અનેક વેબ શોથી લઈને બે હોલિવૂડની ફિલ્મો માટે કામ કરી કર્યું છે."

બીબીસી ગુજરાતી

કૂતરા માટે એક દિવસની 7 હજારથી 10 હજાર ફી મળે છે, જેવો સીન એવી ફી

જાવેદ ખાન

ઇમેજ સ્રોત, JAVED KHAN

જાવેદ કહે છે કે "આ કામમાં એક પ્રાણીને એક દિવસના શૂટિંગ માટે સાત હજારથી દસ હજાર રૂપિયા મળે છે. જેવા જાનવર તેવી તેની ફી."

"મોટાં જાનવરોની ફી અલગ હોય છે. આ પ્રાણીઓની સારસંભાળ સારી રીતે કરવી પડે છે. તેમની સારવારથી લઈને નાનામા નાની જરૂરિયાતનો ખ્યાલ રાખવામાં આવે છે. એક હાથી 185 કિલો ખાય છે."

"તો તેનો પૂરો સ્ટૉક અમે રાખીએ છીએ. મોટાં પ્રાણીઓ જેમ કે ઘોડા, હાથી, ઊંટ, ગધેડા અમે નથી રાખતાં. પણ આ પ્રાણીઓના માલિક સાથે સમજૂતી કરીએ છીએ."

"અને અનેક જાનવરોને શૂટિંગ માટે ટ્રેન કરવાની સાથે સાથે તેને સંભાળીને શૂટિંગ સુધી લઈ જવા અને શૂટિંગ બાદ પાછા તેમના ઘરે મોકલવાની જવાબદારી અમારી હોય છે."

બીબીસી ગુજરાતી

જે પ્રાણીઓ પર પ્રતિબંધ છે તેમના જ ઉપયોગ માટે વીએફઍક્સનો ઉપયોગ થાય છે

ધોની જાહેરાતમાં

ઇમેજ સ્રોત, JAVED KHAN

આજ કાલ વીઍફઍક્સનો જમાનો છે. એવામાં પહેલાંની સરખામણીમાં હવે પ્રાણીઓની માંગ કેવી છે?

તે અંગે જાવેદ જણાવે છે કે "એ વાત સાચી છે કે વીઍફઍક્સનો સમય છે, પરંતુ અમે ફિલ્મોમાં વધુ પ્રમાણમાં અસલી જાનવર જ લઈએ છીએ. જેનાથી ફિલ્મ ઘણી રિઆલિસ્ટિક લાગે."

"અમે જાનવરો માટે વીઍફઍક્સનો ત્યારે જ ઉપયોગ કરીએ છીએ જ્યારે તે જાનવરના ઉપયોગનો ભારતમાં પ્રતિબંધ હોય. જેમ કે તાજેતરમાં જ વરુણ ધવનની ફિલ્મ ‘ભેડિયા’ હતી જેમાં અમે અમારા ‘પેટ’ મોકલ્યા હતા."

"એ ફિલ્મોમાં તમે જોશો અમારાં કૂતરાં અસલી છે. અને જે વરુ દેખાય છે તે વીઍફઍક્સ છે. એનું કારણ એ છે કે વરુ ભારતમાં પ્રતિબંધિત છે."

"સાપ, ખિસકોલી, પોપટ, ઘુવડ આ બધાના જ વીએફએક્સ જોવા મળે છે. પણ અનેકવાર વીઍફઍક્સ માટે નિર્દેશક નથી માનતા તો તેનો બીજો ઉપાય શોધવો પડે છે."

"પછી પોપટ માટે બહારનો પોપટ ઍમેઝોનના પોપટનો ઉપયોગ થાય છે. ખિસકોલી માટે તેના જેવા દેખાતા ઈગુઆનાનો ઉપોગ થાય છે."

"આ બધાં પ્રાણીઓ ભારતમાં નથી મળતાં. તેથી તેને બહારથી લવાય છે અને તેના બધાં જ કાગળિયા અમારી પાસે હોય છે. જેનાંથી ફિલ્મના શૂટિંગમાં કોઈ અડચણ ન આવે."

બીબીસી ગુજરાતી

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં દેખાશે આ પ્રાણી

જાવેદ ખાન

ઇમેજ સ્રોત, JAVED KHAN

શાહરુખ ખાનનાં પુત્રી સુહાના ખાનની ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં બિલાડીની સાથે શૂટિંગ કરાયું હતું. હવે ગુરુકુળ એનિમલનાં પ્રાણીઓ શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં દેખાશે.

ગુરુકુળનાં પ્રાણીઓની શાનદાર ભૂમિકા બાગબાન, વક્ત, ભેડિયા, ઍન્ટરટેન્મેન્ટ, ગોલમાલ 3, દમ, કોઈ મિલ ગયા, દીવાર જેવી મોટી ફિલ્મોમાં જોવા મળી હતી.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતી