અનુરાગ કશ્યપ : 'લોહી જોઈને બેભાન' થઈ જનારા આ ફિલ્મકારે કેવી રીતે પોતાની અલગ ઓળખ બનાવી?

અનુરાગ કશ્યપ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પરાગ છાપેકર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

ભારતીય સિનેમાની અલગ-અલગ શૈલીઓની જેમ અલગ મિજાજના ફિલ્મકારો પણ થયા છે. જેમાંથી એક છે અનુરાગ કશ્યપ. જે લોહી જોઈને બેભાન થઈ શકે છે. કોઈના અંતિમસંસ્કારમાં જવાના વિચારમાત્રથી તેમના હાથ ધ્રૂજવા લાગે છે.

પરંતુ જો તમે અનુરાગની ફિલ્મોના દીવાના હો તો તમને આનાથી મોટું જૂઠ બીજું કંઈ નહીં લાગે.

અનુરાગની ફિલ્મોમાં વધુ પડતા સામાજિક મુદ્દાઓ ઉઠાવાય છે. જેમાં ડ્રગ્સ, સ્મોક એડિક્શન, ચાઈલ્ડ એબ્યૂઝ, ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓ ઉઠાવાય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અનુરાગ ખુદ આ સમસ્યામાંથી પસાર થયા હતા. એટલે જ એવા વિષયોની પસંદગી કરે છે.

શો બિઝની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવી ચૂકેલા અનુરાગે આ કામમાં 30 વર્ષ પૂરાં કર્યાં છે. અનુરાગની બોલીવૂડમાં એ દિગ્દર્શકોમાં ગણતરી થાય છે, જેમણે અલગ જ રસ્તે ચાલીને પોતાની ખાસ ઓળખ બનાવી છે.

તેમની ફિલ્મો ભલે હંમેશાં વિવાદોમાં ઘેરાયેલી હોય, પણ એ તેમની ફિલ્મોની ખાસિયત છે કે તમે તેમની ફિલ્મોને નજરઅંદાજ ન કરી શકો.

એક અલગ ઝોનર અને ફિલ્મમૅકિંગની નવી વ્યાખ્યા બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. એ પણ તેમની ખાસિયત રહી છે કે તેમણે નવા કલાકારોને ઘણી તકો આપી છે.

બીબીસી ગુજરાતી

નવાઝુદ્દીન, વિકી કૌશલને આપી તક

અનુરાગ કશ્યપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનુરાગ કશ્યપ, તબ્બુ અને નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીને મોટી તક તેમણે જ આપી. નવાઝ સિવાય વિકી કૌશલ કે જેમને યુવા કલાકારોમાં ખૂબ જ પ્રતિભાશાળી મનાઈ રહ્યા છે. તેમને પણ આસિસ્ટંટ તરીકે પોતાની ફિલ્મ ‘ગૅંગ્સ ઑફ વાસેપુર’ સાથે પણ જોડાવવાની તક પણ અનુરાગે જ આપી હતી.

એક ટેલિવિઝન ધારાવાહિક લખ્યા બાદ કશ્યપને રામગોપાલ વર્માના ક્રાઈમ ડ્રામા સત્યા (1998)માં સહ-લેખક તરીકે તક મળી. અને પાંચની સાથે પોતાના દિગ્દર્શનની શરૂઆત કરી, જે સેન્સરશિપના મુદ્દાના કારણે ક્યારેય થિયેટરમાં રિલીઝ ન થઈ.

ત્યાર બાદ તેમણે બ્લૅક ફ્રાઈડે (2004)નું દિગ્દર્શન કર્યું, જે 1993ના બૉમ્બે બૉમ્બવિસ્ફોટ અંગે હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત ફિલ્મ હતી.

તે સમયે કેસના પડતર નિર્ણયના કારણે તેના રિલીઝ થવા પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

બીબીસી ગુજરાતી

અનુરાગની ફિલ્મો

અનુરાગ કશ્યપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનુરાગ કશ્યપ 2012માં ફિલ્મ ‘ગૅગ્સ ઑફ વાસેપુર’ના મ્યુઝિક લૉંચના પ્રસંગે ફિલ્મમાં કામ કરનારા ઍક્ટર્સ સાથે

કશ્યપની ‘નો સ્મોકિંગ’ ફિલ્મે (2007) નકારાત્મક સમીક્ષાઓ સાથે બૉક્સ-ઑફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું.

તેમની ‘દેવ ડી’ (2009), દેવદાસનું આધુનિક રૂપાંતર એક મહત્ત્વપૂર્ણ અને વ્યાવસાયિક સફળતા હતી. ત્યાર બાદ સામાજિક-રાજકીય ડ્રામા ગુલાલ (2009), અને થ્રિલર ‘ધેટ ગર્લ ઈન યેલો બૂટ્સ’(2011).

કશ્યપની લોકપ્રિયતા ‘ગૅંગ્સ ઑફ વાસેપુર (2012)ની સાથે વધી. કશ્યપે બાદમાં સમીક્ષકો દ્વારા જેનાં વખાણ કરાયાં હતાં તે લંચબૉક્સ અને શાહીદ (બન્ને 2013)નું સહ-નિર્માણ કર્યું, જેનું અંગ્રેજી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેના બાફ્ટા પુરસ્કાર માટે નામાંકન ન થયું. તેમની પછીની ફિલ્મો એંથોલૉજી બૉમ્બે ટૉકિઝ (2013) અને ડ્રામા અગ્લી (2014) હતી.

2016માં કશ્યપે રમન રાઘવ 2.0નું દિગ્દર્શન કર્યું. જે સિરિયલ કિલર રમન રાઘવથી પ્રેરિત ફિલ્મ હતી. ત્યાર બાદની તેમની ફિલ્મ સ્પૉર્ટ્સ ડ્રામા મુક્કાબાઝ હતી. જે 2018માં રિલીઝ થઈ.

બીબીસી ગુજરાતી

વિવાદો સાથે સંબંધ

અનુરાગ કશ્યપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ આંદોલનમાં દિલ્હીના શાહીન બાગમાં અનુરાગ કશ્યપ

તે જ વર્ષે તેમણે વિક્રમ ચંદાની આ જ નામથી નવલકથા અને રોમૅન્ટિક ડ્રામા મનમર્જિયાં પર આધારિત ભારતની પહેલી નેટફ્લિક્સ સિરીઝ ક્રાઈમ થ્રિલર સેક્રેડ ગેમ્સનું સહ-દિગ્દર્શન કર્યું. તે એક ફિલ્મ નિર્માણ કંપની, ગુડ બૅડ ફિલ્મ્સના સહ-સંસ્થાપક પણ છે.

અનુરાગની રણબીર કપૂર અને અનુષ્કા શર્મા અભિનીત ફિલ્મ બૉમ્બે ટૉકીઝનો ઇતિહાસ તો તમને ખબર જ હશે, જેનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું તે ફિલ્મને લઈને અનુરાગની એ હદે ટીકા થઈ કે તેમણે ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાની ‘ધમકી’ પણ આપી દીધી.

કશ્યપ હંમેશાં સેન્સર બોર્ડની નિંદામાં રહ્યા છે, જેના કારણે ફિલ્મ ‘ઊડતા પંજાબ’ (2016) અને સેન્સર બોર્ડ વચ્ચે ઘણી ટક્કર થઈ.

અનુરાગનો વિવાદો સાથે કટ્ટર સંબંધ રહ્યો છે. ચાહે તેમના સ્પષ્ટ નિવેદન હોય, સોશિયલ મીડિયા પર પોસ્ટ હોય, પારિવારિક સંબંધો હોય કે ફિલ્મ કંપનીમાં પાર્ટનર્સ સાથે ઝઘડો હોય.

બીબીસી ગુજરાતી

બાળપણમાં જાતીય શોષણનો ભોગ બન્યા

અનુરાગ કશ્યપ

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાંક વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ બાળપણમાં જાતીય શોષણનો ભોગ બન્યા હતા.

અનુરાગ અનુસાર, "મારું અંદાજે 11 વર્ષ સુધી જાતીય શોષણ થતું રહ્યું. મેં હવે તે પુરુષને માફ કરી દીધા છે. જ્યારે તેમણે મારું શોષણ કર્યું ત્યારે તે 22 વર્ષના હતા. અનેક વર્ષો બાદ જ્યારે તેમને મળ્યો તો તેમને પણ એ વાતનો પસ્તાવો હતો. પણ મારા માટે એ ભૂલવું સરળ નહોતું. તણાવ ફ્રસ્ટેશન અને ગુસ્સામાં જ હું મુંબઈ આવ્યો હતો. અહીં પણ શરૂઆતના સમયમાં સંઘર્ષ કર્યો. પણ ડિપ્રેશનથી બહાર આવવા માટે કલ્કિએ મારી ઘણી મદદ કરી."

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અનુરાગનું અંગત જીવન

કલ્કિ કેકલાં

ઇમેજ સ્રોત, NUR PHOTO

ઇમેજ કૅપ્શન, કલ્કિ કેકલાં

અનુરાગે પહેલા લગ્ન આરતી બજાજ સાથે 1997માં કર્યાં. પણ 2009માં બન્નેના છૂટાછેડા થઈ ગયા.

બન્નેની એક પુત્રી આલિયા છે, જે 19 વર્ષની છે. બાદમાં અનુરાગે એક્ટ્રેસ કલ્કિ કેકલાં સાથે લગ્ન (2011) કર્યાં. પણ આ લગ્ન પણ લાંબા સમય સુધી ન ટક્યાં. 2015માં બન્ને અલગ થઈ ગયાં.

બીબીસી ગુજરાતી

શું કહે છે અનુરાગ સાથે કામ કરવાવાળા?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અનુરાગની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા મનોજ વાજપેયી કહે છે, "એક ખૂબ જ અવ્યવસ્થિત માણસથી વ્યવસ્થિત બનવા સુધી એક બેચેન વ્યક્તિથી સ્થિર વ્યક્તિ બનવા સુધી, ગુસ્સાવાળીથી શાંત વ્યક્તિ બનવા સુધી. જ્યારે તેઓ માત્ર 22 વર્ષના હતા ત્યારથી અત્યાર સુધી હું તેમના આ સફરનો સાક્ષી રહ્યો છું. તેમની યાત્રા મુશ્કેલ પણ અદભુત છે. તેઓ ક્યાકેય તેનાથી ડર્યા પણ નહીં. અનુરાગ હંમેશાં મુશ્કેલીનો સામનો કરે છે અને ઉપાય પણ કાઢી લે છે."

વાજપેયી કહે છે, "આજે તેઓ એક સ્તર પર છે. જેણે પોતાની ફિલ્મો ઘડી છે. તે નવા ફિલ્મ મૅકર્સ માટે પ્રેરણાસ્રોત છે. અમે બન્નેએ એકબીજાની યાત્રાને જોઈ છે. હું તેમનું હૃદયથી સન્માન કરું છું."

તેમની સાથે બ્લૅક ફ્રાઈડેમાં કામ કરતા પવન મલ્હોત્રા કહે છે, "તેણે ફિલ્મમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. અને તે હંમેશાં એક દાયરાની બહાર જઈને જ કામ કરતા રહ્યા છે. વિદેશોમાં હિંદી ફિલ્મોનું માર્કેટ બનાવનારી તે પહેલી વ્યક્તિ રહી. જે કામ ક્યારેય એનએફડીસી પણ નહોતી કરી શકી."

અનુરાગની ફિલ્મ ગૅંગ્સ ઑફ વાસેપુરથી સ્ટાર બનેલા નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે અનુરાગે ફિલ્મોમાં જે રીતે ગામડાં, પોતાની આસપાસનાં પાત્રોને જગ્યા આપી છે એવું કામ કોઈ કરી શક્યું નથી. તેની પોતાની શૈલી છે, જે યુનિક રહી છે અને આજે પણ એ જીવંત છે.

બીબીસી
બીબીસી