બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

ભારતમાં આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે તથા કયાં રાજ્યોમાં કેવો વરસાદ થશે તે મામલે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

એજન્સીનું કહેવું કે ભારતમાં આ વર્ષે વરસાદ ઓછો થવાની સંભાવના દેખાઈ રહી છે. લાંબા ગાળાની સરેરાશ અનુસાર ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

ભારતના આગામી ચોમાસા પર અલ નીનોની અસર વર્તાવાની શક્યતા છે તથા એ સિવાયનાં પરિબળો પણ ચોમાસા પર અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.

પૂર્વાનુમાનમાં ગુજરાતમાં પણ આ વર્ષના ચોમાસામાં ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્કાયમેટે આ ચોમાસાની સિઝન (જૂનથી સપ્ટેમ્બર) સુધીમાં લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે 94% વરસાદ થવાની સંભાવના છે. એટલે કે સામાન્ય સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

નદી પાર કરવાની તૈયારી કરતા સોંગમી પાર્કે પગના અંગૂઠા કિનારા પરની માટીમાં ખોંસી રાખ્યા હતા.

ડર લાગશે એ તેઓ જાણતાં હતાં. નદી ઊંડી હતી અને પ્રવાહ પણ મજબૂત જણાતો હતો. પકડાઈ જશે તો તેને સજા થશે. કદાચ ગોળી પણ મારવામાં આવે, પરંતુ તેમના ભય કરતાં બીજું ખેંચાણ વધારે મજબૂત હતું. સોંગમી માતાને શોધવા ઉત્તર કોરિયાથી પલાયન થઈ રહ્યાં હતાં. માતાએ તેમને બાળપણમાં જ ત્યજી દીધાં હતાં.

સાંજના સમયે નદીના બર્ફીલા પાણીમાં પસાર થતી વખતે સોંગમીને એવું લાગ્યું હતું કે તેઓ ઊડી રહ્યાં છે. એ 2019ની 31 મેનો દિવસ હતો.

સોંગમી કહે છે, “મારા જીવનનો શ્રેષ્ઠ અને સૌથી ખરાબ દિવસ હું કેવી રીતે ભૂલી શકું?”

ઉત્તર કોરિયાથી પલાયન થવું એ ખતરનાક અને મુશ્કેલ પરાક્રમ છે. તાજેતરનાં વર્ષોમાં પલાયનના પ્રયાસ કરતા લોકો સામે શાસક કિમ જોંગ ઉન આકરાં પગલાં લઈ રહ્યા છે. કોવિડ રોગચાળાના આરંભે તેમણે દેશની સરહદ સીલ કરી દીધી હતી. એ પછી સોંગમી પલાયન કરી ચૂકેલા છેલ્લા જાણીતા લોકો પૈકીનાં એક બન્યાં હતાં. એ વખતે સોંગમી 17 વર્ષનાં હતાં.

ઉત્તર કોરિયાને ચીનથી અલગ કરતી યાલુ નદી ઓળંગવાનો તે સોંગમીનો બીજો પ્રયાસ હતો. એ નદી પલાયન કરવા ઇચ્છતા લોકો માટેનો સૌથી આસાન માર્ગ છે.

પહેલા પ્રયાસ વખતે સોંગમી બાળક હતાં અને તેમને તેમની માતાની પીઠ પર પટ્ટા વડે બાંધવામાં આવ્યાં હતાં. એ ઘટના ગઈ કાલે જ ઘટી હોય તેમ તેની સ્મૃતિ આજે પણ પીડા આપે છે.

સોંગમીને યાદ છે કે એ વખતે પોલીસ તેમને શોધી રહી હતી ત્યારે તેઓ ચીનમાંના તેમના એક સંબંધીના પિગ ફાર્મમાં છુપાયાં હતાં. માતા-પિતા તેમને ફરી ઉત્તર કોરિયા ન મોકલવાની વિનંતી કરતાં હતાં એ પણ સોંગમીને યાદ છે. એક સંબંધીએ કરગરતાં કહ્યું હતું કે “તેમના બદલે મને મોકલો.” પોલીસે એ સંબંધીને, તેમના ચહેરા પરથી લોહી ન નીકળે ત્યાં સુધી માર્યા હતા.

તમે માનવીના સંદર્ભમાં ‘સરોગેટ મધર’ શબ્દ તો સાંભળ્યો હશે, પરંતુ શું સરોગેટ ગાય વિશે સાંભળ્યું છે?

તમને જાણીને નવાઈ થશે કે ગુજરાતના અમરેલીમાં ગાયોને સરોગેટ બનાવીને ગીર ગાય પેદા કરી દૂધઉત્પાદન વધારવાનો એક પ્રોજેક્ટ શરૂ થયો છે.

અમરેલીની અમર ડેરીમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં સારી ગુણવત્તા ધરાવતા ગીર આખલાના વીર્ય અને ગીર ગાયના અંડાણુનો ઉપયોગ કરીને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ ભ્રૂણને કોઈ ગીર ગાયની નસલ સિવાય અન્ય કોઈ સ્વસ્થ ગાયના ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે.

જાણકારોનું કહેવું છે કે આ પ્રકારે જે ગાયો પેદા થશે તે ગીરની ગાયની માફક વધુ દૂધ આપવામાં સક્ષમ હશે.

અહીં નોંધનીય છે કે આ પહેલાં ગીર નસલની ગાયોને સાંકળીને કૃત્રિમ ગર્ભાધાન તો કરવામાં આવતું જ હતું પરંતુ આ પ્રક્રિયા અંતર્ગત પેદા થતી સંતતિ બાબતે કેટલીક મુશ્કેલીઓ રહેતી.

આ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ આ પ્રોજેક્ટના જાણકારો સાથે તેના લાભાલાભ અને તેની અમલવારી અંગે વાત કરી હતી.

લોહી ગંઠાઈ જવું (બ્લડ ક્લૉટિંગ) એ એક ગંભીર સ્વાસ્થ્યલક્ષી સમસ્યા છે. તેના લીધે હૅમરેજિંગ, આંતરિક રક્તસ્ત્રાવ, થ્રોમ્બોસિસ જેવી જીવલેણ સમસ્યાઓ થઈ શકે છે.

બ્લડમાં ક્લૉટિંગ થઈ રહ્યું છે કે નહીં એ જાણવા માટે ડૉક્ટરોએ તમારા શરીરમાંથી એક સીસી લોહી લઈને તેની તપાસ કરવી પડે છે. પણ હવે તમારા સ્માર્ટફોન દ્વારા પણ તમે ખુદ બ્લડ ક્લૉટિંગની તપાસ કરી શકો છો.

પ્રથમ મોબાઇલ ફોન બનાવનારી ટીમનું નેતૃત્વ કરનારા માર્ટિન કૂપરે તાજેતરમાં કહ્યું છે કે સેલફોન હવે સ્વાસ્થ્યનું મૉનિટરિંગ કરવાનું મહત્ત્વપૂર્ણ ટૂલ બની જશે. આ શક્યતા હવે સત્ય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

માર્ચ 2022માં વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકોએ લોહીના એક ટીપામાં ક્લૉટિંગ છે કે નહીં, એ તપાસવા માટે આઈફોનનો ઉપયોગ કર્યો હતો.

તેમણે ડિવાઇસના લાઇટ ડિટૅક્ટિંગ ઍન્ડ રેન્જિંગ (LIDAR) સેન્સરનો ઉપયોગ કર્યો. જે ફોનની આસપાસની 3ડી ઇમેજ બનાવવા માટે પ્લસ્ડ બીમનો ઉપયોગ કરે છે.

આ એ ટેકનિક છે જે તમારા ડિવાઇસને વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાને ઓગ્મેન્ટેડ રિયાલિટી સાથે મેળવવા માટે વસ્તુઓ કે અંતરને ચોક્કસ રીતે માપવાની મંજૂરી આપે છે.

ઉદાહરણ તરીકે, તે બતાવી શકે છે કે તમારા રૂમમાં ફર્નિચરનો ભાગ કેવો દેખાઈ રહ્યો છે. તે તમને ફોટો પાડતી વખતે ઑટો ફોકસ સુધારવામાં પણ મદદ કરી શકે છે.

આ માટે ફોનનું સેન્સર એટલું સચોટ હોવું જોઈએ કે તે લોહીની સાંદ્રતા અને દૂધમાં ભેળસેળને પકડી શકે. જ્યારે સ્નિગ્ધતાના આધારે પ્રકાશ ફેલાય છે, ત્યારે લેસરનાં સ્પંદનો એક લાક્ષણિક પૅટર્ન બનાવે છે.

દાખલા તરીકે, જો દૂધમાં ચરબીનું પ્રમાણ બદલાય છે, તો પૅટર્ન બદલાશે. લોહી ગંઠાઈ જવાના કિસ્સામાં પણ એવું જ થાય છે.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે તેઓ કાચની સ્લાઇડ પર મૂકવામાં આવેલાં લોહીનાં નાનાં ટીપાંમાં જાડા અને પાતળા રક્ત વચ્ચેનો તફાવત શોધવામાં સક્ષમ હતા.

આઈપીએલના 16મા સંસ્કરણમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરાયો. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલાંથી જ આ નિયમ અંગે ભારે ચર્ચા થઈ હતી.

ક્રિકેટના મૂળ સ્વરૂપ અંતર્ગત 11 ખેલાડી રમે છે. જોકે, ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ સાથે 12 ખેલાડીઓ અંગે વિચારીને રણનીતિ ઘડવી પડે છે.

ઇમ્પેક્ટ પ્લેયરનો ઉદ્દેશ રમતને રોમાંચક બનાવવાનો છે.

મૅચ દરમિયાન ફાસ્ટ બૉલરોને ઈજા થવાનું ભારે જોમખ હોય છે અને કેટલાય ફાસ્ટ બૉલરો બેટિંગ બિલકુલ કરી નથી શકતા. એવામાં તેમની જગ્યાએ એક બૅટર સામેલ કરી શકાય છે.

આ નિયમ અંતર્ગત બૉલર પોતાની ચાર ઓવરો ફેંકી લે એ બાદ એની જગ્યાએ ચુસ્ત અને સ્ફૂર્તિલા યુવા ખેલાડીઓને સામેલ કરી શકાય છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૅલેન્ડરમાં એક બાદ એક સિરીઝ ચાલુ રહે છે. એવામાં દરેક બોર્ડ પોતાના ખેલાડીઓ સાથે વર્કલોડ મૅનેજમૅન્ટ પૉલિસી અપનાવી રહ્યું છે.

ઇમ્પેક્ટ પ્લેયર જેવા નિયમ મુજબ ખેલાડીને પૂરી 40 ઓવર રમવાની જરૂર નથી.

આઈપીએલ જેવી સ્પર્ધામાં મોટી ઉંમરના ખેલાડીઓ પણ સામેલ હોય છે. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં ખેલાડીઓની સરેરાશ ઉંમર 32 વર્ષની છે. 40 વર્ષની વય તરફ આગળ વધી રહેલા ખેલાડીઓ માટે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ વરસાદ સાબિત થઈ શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું, 'ઇમ્પેક્ટ પ્લેયર એ કૅપ્ટન માટે લક્ઝરી છે.' જોકે, બીજી તરફ ઇમ્પેક્ટ પ્લેયરથી કૅપ્ટનની મુશ્કેલી પણ વધશે એવું ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાનું માનવું હતું.