50,000 વરસ પહેલાંની આ વિશાળ બતક કેવી રીતે જીવતી હશે?

ઑસ્ટ્રેલિયામાં એક પ્રાગૈતિહાસિક 'વિશાળ બતક'ની ખોપરીની શોધ

ઇમેજ સ્રોત, Jacob C. Blokland

    • લેેખક, નીયા પ્રાઇસ
    • પદ, બીબીસી ન્યૂઝ

ઑસ્ટ્રેલિયામાં એક પ્રાગૈતિહાસિક 'વિશાળ બતક'ની ખોપરીની શોધ કરાઈ છે.

હાડકાંનો 230 કિલોનો આ એક એવો જીવ છે, જે અગાઉ વિલુપ્ત થઈ ગયો હતો અને તેનું વજન એક ઈમુ (એક મોટું પક્ષી)થી પાંચ ગણું વધારે છે.

આ જીવાશ્મી 45,000થી 50,000 વરસ જૂનું છે, જેન્યોરનિસ ન્યૂટોની (એક પક્ષી)ની અત્યાર સુધી શોધાયેલી આ સૌથી જૂની અને સંપૂર્ણ ખોપરી છે.

શોધકર્તાઓનું કહેવું છે કે આ 'આશ્ચર્યજનક અને દુર્લભ ખોજ' અમને એ જાણવામાં મદદ કરશે કે પક્ષી કેવું દેખાતું હતું.

'આશ્ચર્યજનક ખોજ'

કૃત્રિમ રીતે પુનર્નિમિત ખોપરી અને મૂળ ખોપરીની તસવીર

ઇમેજ સ્રોત, Jacob C. Blokland

ઑસ્ટ્રેલિયાના ઍડિલેડમાં ફ્લિંડર્સ યુનિવર્સિટીના ડૉ. ફોબે મૅકઇનર્નીએ જર્નલ હિસ્ટોરીકલ બાયૉલૉજીને જણાવ્યું કે "એ અનુભવવું બહુ સંતોષકારક હતું કે આ એક સંપૂર્ણ ખોપરી હતી."

તેમણે કહ્યું, "મેં વિચાર્યું, હે ભગવાન, આ આશ્ચર્યજનક છે- અમને ખરેખર આની આખી ખોપરી મળી છે."

તેમણે કહ્યું, "જેન્યોરનિસ વિશે આપણે 128 વર્ષથી જાણીએ છીએ, પરંતુ હવે આપણને તેની વાસ્તવમાં આખી ખોપરી મળી છે."

2019માં આ પક્ષીના આખા શરીર સંબંધિત 32 સેન્ટિમીટરની ખોપરી ઉપનગરીય દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં કલ્લાપોન્નમના સૂકા તળાવમાંથી મળી હતી. એક સમયે આ તળાવના કાદવકીચડમાં હજારો જીવ માર્યા ગયા હતા.

આ પક્ષની ખોપરીનો એક અંશ વર્ષ 1913માં મળી આવ્યો હતો. તે એટલી ખરાબ રીતે તૂટી ગઈ હતી કે મૂળ હાકડાંના નાના નાના ટુકડા જ મળ્યા હતા. આથી તેમાંથી વધુ માહિતી મળી નહોતી શકી.

પરંતુ હવે આ નવીનતમ ખોજથી આપણને એ જાણવામાં મદદ મળશે કે આ વિશાળ પક્ષી કેવું હતું.

આ પક્ષીના આ પ્રકારનાં અંગો હતા.

  • મોટી ખોપરી
  • ઉપરનું (મોટું) અને નીચેનું જડબું
  • હેલમેટ જેવું અસામાન્ય રીતે બનેલું માથું
બીબીસી ગુજરાતી

'દેખાવમાં સૌથી સુંદર પક્ષી'

ખોપરીની સાથે ડૉ. મૅકઇનર્ની અને જૅકબ બ્લૅકલૅન્ડ

ઇમેજ સ્રોત, Flinders University

ઇમેજ કૅપ્શન, ખોપરીની સાથે ડૉ. મૅકઇનર્ની અને જૅકબ બ્લૅકલૅન્ડ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પક્ષીઓમાં પોતાનું મોં મોટું ખોલવાની ક્ષમતા હોય છે. જડબાં અને દાંતનો ઉપયોગ ખોરાકને મજબૂતીથી કાપવામાં માટે થાય છે અને મોઢાની સંરચના નરમ ફળો અને વેલાઓને પીસવામાં મદદરૂપ થાય છે.

જેન્યોરનિસ ન્યૂટોની ઑસ્ટ્રેલિયાની મૅગપાઈ બતકથી સંબંધિત એક પ્રજાતિ છે. પરંતુ તેમાંથી એક જીવ વિકસિત થયો અને એક અલગ પ્રજાતિ બની ગયું. તેનો દક્ષિણ અમેરિકાના સ્ક્રીમર પ્રજાતિ સાથે પણ ઊંડો સંબંધ છે.

ડૉ. મૅકઇનર્ની કહે છે, "એ શોધવું મુશ્કેલ છે કે આ પક્ષીનો અન્ય પ્રજાતિઓ સાથે શો સંબંધ છે. પણ આ નવી ખોજથી શોધકર્તાઓને વિવિધ કોયડા ઉકેલવામાં મદદ મળશે. આ નવા પુરાવાથી એ નિષ્કર્ષ નીકળે છે કે આ બતક એક મોટી પ્રજાતિ છે."

મોટાં અને ઊડવામાં અસમર્થ મિહિરુંગો (એક મોટું પક્ષી) કે થન્ડરબર્ડ્સ, મોટી ગરોળી, કાંગારુ સહિતનાં મહાકાય પ્રાણીઓની જેમ બહાર ફરે છે. આ એ સમયની વાત છે ત્યારે ઑસ્ટ્રેલિયાના મૂળનિવાસીઓ 50,000 વર્ષ પહેલાં અહીં આવ્યા હતા.

ડૉ. મૅકઇનર્નીનું કહેવું છે કે આ 'વિચિત્ર અને અદભુત' પક્ષી તેનાં આકાર અને રૂપને લીધે 'જોવામાં બહુ સુંદર' લાગતું હશે.

જૅકબ બ્લૅકલૅન્ડે આધુનિક ટેકનિકથી લગભગ 2 મીટર (6 ફૂટ) પક્ષીનો સટિક આકાર ફરી બનાવ્યો છે.

જૅકબ બ્લૅકલૅન્ડ કહે છે, "આધુનિક પક્ષીઓની સાથે તુલના કરીને, આપણે અવશેષો સાથે શરીરનાં અંગોને મિલાવીને તેમને ફરીથી જીવંત બનાવી શકીએ છીએ."

શોધકર્તાઓએ એ પણ શોધી કાઢ્યું છે કે આ વિશાળ પક્ષીઓને જળચર વસવાટ માટે ઘણું અનૂકૂલન સાધી શકે છે. તેમની પાસે એવી સંરચના છે કે તેઓ જ્યારે પાણી ડૂબી જાય ત્યારે તેનાં કાન અને ગળાને પાણીથી સુરક્ષિત રાખી શકે છે.

તેમણે કહ્યું કે ઉત્તર અને દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં વર્તમાન સમયમાં જે જળસ્રોત છે, તે લગભગ 45,000 વર્ષ પહેલાં મીઠા હતા અને પછી ખારા થઈ ગયા હતા. તેમનું વિલુપ્ત થવાનું એક કારણ આ પણ હોઈ શકે છે.

ફ્રૅન્કફર્ટની સેનકેનબર્ગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પક્ષીવિદ્ ડૉ. ગેરાલ્ડ મેયર કહે છે કે જીવાશ્મ પક્ષીની ખોપરી 'અદભુત અને દુર્લભ' હતી અને આ 'અસાધારણ ખોજ' એ સમયે ઑસ્ટ્રેલિયન ઇકૉસિસ્ટમમાં વિશાળ પક્ષીએ ભજવેલી ભૂમિકા અંગે સમજ આપે છે.

તમને આ પણ વાંચવું ગમશે