કામસૂત્ર માત્ર શારીરિક સંબંધની જ વાત કરે છે? આખરે આમાં શું લખાયું છે?

કામસૂત્ર ઋષિ વાત્સ્યાયન દ્વારા લિખિત એક સંસ્કૃત પુસ્તક છે.પશ્ચિમી દુનિયામાં આ પુસ્તકને ‘કામુક સાહિત્ય’ તરીકે જ જોવામાં આવે છે. કદાચ વર્તમાન સમયમાં ભારતમાં ઘણાં લોકો ‘કામસૂત્ર’ને પણ શારીરિક સંબંધોનું વર્ણન કરનારા પુસ્તકના રૂપમાં જ જોઈ રહ્યા છે.
જ્યારે ઋષિ વાત્સ્યાયન ગંગાના કિનારે બેસીને કામસૂત્રની રચના કરી રહ્યા હતા કદાચ ત્યારે કૅથલિક ચર્ચની માન્યતા હતી કે 'શરીર એક ખરાબ વસ્તુ છે. દેહને લગતું સુખ વ્યર્થ છે અને એની ઇચ્છા કરવી પાપ છે. સંતાનની ઉત્પત્તિ જ એકમાત્ર સેક્સનું લક્ષ્ય હોવું જોઈએ,' .
કામસૂત્રમાં જણાવાયું કે શારીરિક સુખ જીવનનો એક ખૂબ સુંદર ભાગ છે અને એને સારી રીતે કેવી રીતે માણી શકાય છે.
તો શું વાત્સ્યાયન જેવા બ્રહ્મચારી ઋષિ દ્વારા લિખિત આ પુસ્તક માત્ર કામુકતાની વાત કરે છે? આ પુસ્તકને સેક્સ મૅન્યુઅલના રૂપે માનવું કેટલું યોગ્ય છે?
'કામસૂત્ર'ને આમ તો ખોટી રીતે સમજવામાં આવેલું પુસ્તક માની શકાય.
જો આ પુસ્તકનું વાંચન ઊંડાણપૂર્વક કરવામાં આવે તો કામસૂત્ર વિશે ઘણી ખોટી માન્યતાઓ દૂર થઈ જશે.
ન માત્ર કામસૂત્ર, પરંતુ પ્રાચીન ભારતમાં કામુકતા પર પણ શું વિચાર હતા અને આપણે એનાથી કેટલા ભટકી ગયા છીએ, એ પણ સમજાશે.
બીબીસીએ આના પર એક વિશેષ રિપોર્ટ પણ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કામસૂત્રની રચના

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કામસૂત્ર ઋષિ વાત્સ્યાયનની રચનાઓનું સંકલન છે. કામસૂત્રની રચના કયા સમયમાં થઈ હતી તેની ચોક્કસ માહિતી નથી મળતી.
વિદ્વાનો અનુસાર આ પુસ્તક ચોથી શતાબ્દી ઈસા પૂર્વમાં લખવામાં આવ્યું હશે, જ્યારે કેટલાક શોધકર્તાઓ માને છે કે કામસૂત્ર ત્રીજી શતાબ્દી ઈસ્વીમાં લખવામાં આવ્યું હશે.
આ પુસ્તક પણ ગુપ્તોના શાસનકાળમાં લખાયું હોય એવું મનવામાં આવે છે. જોકે એક વાત ચોક્કસ છે કે કામસૂત્રમાં ક્યાંય પણ ગુપ્ત શાસનનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
જોકે આ કોઈ પુસ્તક નથી. આ સાત પુસ્તકોનો એક સેટ છે, જેમાં 36 અધ્યાય છે. આમાં કુલ 1250 શ્લોક છે.
કળા ઇતિહાસનાં વિદ્વાન અને શોધકર્તા ડૉ. અલકા પાંડેનું કામસૂત્રની રચના વિશે કહેવું છે કે કામસૂત્રનાં સાત પુસ્તકોમાંથી પહેલું પુસ્તક ‘સારું જીવન’ કેવી રીતે જીવી શકાય, તેના વિશે છે. જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ(નૈતિક મૂલ્ય), અર્થ (આર્થિક મૂલ્ય), કામ(ભૌતિક મૂલ્ય) સામેલ છે.
જેમકે આપણે જાણીએ છીએ, જાતીય સુખ અને ‘સારું જીવન’ જીવવા માટે ‘કામ’ પણ મહત્ત્વપૂર્ણ છે.
આ શ્રેણીમાં બીજું પુસ્તક જાતીય મુદ્રાઓ વિશે છે.
‘કામસૂત્ર’ પુસ્તકોના આ સેટ વિશે વધુ જાણકારી આપતાં લેખિકા અને પ્રોફેસર માધવી મેનન કહે છે કે આમાંથી એક પુસ્તક માત્ર ઘરના શણગાર, ઇન્સ્ટૉલેશન વિશે છે.
માધવી મેનનનું કહેવું છે કે આ પુસ્તક જણાવે છે કે તમે કામ અને ખુશીની ભાવનાને વધારવા માટે જગ્યાને કઈ રીતે બનાવી અને શણગારી શકો છો.
"છઠ્ઠા પુસ્તક સંપૂર્ણ રીતે વેશ્યાઓ વિશે છે. આ ખંડમાં આ ખંડની મહિલાઓ વિશે પ્રત્યક્ષ વર્ણન થાય છે. હવે લોકો કહેશે,’ઓહ, આ વેશ્યાઓ અથવા વેશ્યાવૃત્તિ ના વિષયમાં છે.’ અને પુસ્તકને નકારી દેશે".
માધવી મેનન જણાવે છે કે,"પરંતુ વેશ્યાઓ વેશ્યા નહોતી. તેઓ એ સમયે ભારતની સાંસ્કૃતિક સામાજિક રીતે સ્વીકાર્ય જીવનનો ભાગ હતી."

મહિલાઓની ઇચ્છાઓનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
સેક્સ વિશે એક સામાન્ય ગેરસમજ એ છે કે સંભોગ સમયે પુરુષનો આનંદ મહત્ત્વપૂર્ણ છે, જ્યારે મહિલાનો આનંદ મહત્ત્વપૂર્ણ નથી. આ વિચારધારાનો ભેદ સૌથી પહેલાં 'કામસૂત્ર'ના માધ્યમથી ઉકેલાયો.
પહેલાં એમ માનવામાં આવતું હતું કે મહિલાઓને 'ઑર્ગેઝ્મ' એટલે કે ચરમ સુખ મેળવવા માટે પુરુષો પર નિર્ભર રહેવું પડે છે. પરંતુ 'કામસૂત્ર'માં પહેલીવાર એમ કહેવામાં આવ્યું કે મહિલાઓને આ સુખ મેળવવા માટે પુરુષોની જરૂર નથી.
જોકે, સેક્સ પુરુષો અને મહિલાઓ બન્નેની શારીરિક જરૂરિયાતો છે, પરંતુ આના વિશે તેમની ભાવનાઓ, તેમની કામુકતાનો સ્રોત, બહુ જ અલગ હોય છે.
વાત્સ્યાયન કહે છે,"પુરુષોની શારીરિક ઇચ્છા આગની જેમ હોય છે. તે ગુપ્તાંગથી શરૂ થઈ મગજ સુધી જાય છે. આગની જેમ, એ સરળતાથી ભડકે છે અને એટલી જ ઝડપથી ઓલવાઈ જાય છે."
"ત્યાં બીજી બાજુ એક મહિલાની સેક્સની ઇચ્છા પાણીની જેમ હોય છે. એને જાગૃત થતા અને પછી શાંત પાડવામાં સમય લાગે છે."
પરંતુ માધવી મેનન કહે છે કે, "કામસૂત્રમાં જ્યારે પુરુષો અને મહિલાઓની વચ્ચે શારીરિક સંબંધની વાત આવે છે તો વાત્સ્યાયનને લખ્યું છે કે મહિલાઓની શારીરિક સ્થિતિ કેવી હોવી જોઈએ, એમને કિસ કરવી જોઈએ, બટકું ભરવું જોઈએ વગેરે. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેણે એવું ત્યારે જ કરવું જોઈએ જ્યારે એ એવું કરવા માગે છે."
વાત્સ્યાયને પુરુષો અને મહિલાઓની વચ્ચે શારીરિક સંબંધોની સાથે-સાથે તેમના પ્રેમ અને ભાવનાત્મક સંબંધો પર પણ ટિપ્પણી કરી છે. ત્યાં સુધી કે પ્રેમમાં ઉતાર-ચઢાવ, લડાઈ-ઝઘડા વિશે પણ વાત કરી છે.
તે સમયે વાત્સ્યાયને સંબંધોની તાજગી જાળવી રાખવા વિશે લખ્યું હતું. તેમનું કહેવું હતું કે સંબંધોમાં રોમાંચ અને ખુશી જાળવી રાખવા માટે બન્નેની વચ્ચે ઝઘડો થવો જરૂરી છે.
વાત્સ્યાયનનું કહેવું છે કે "આ લડાઈ ત્યારે જ સફળ હોય છે જ્યારે બન્નેની વચ્ચે સંબંધ મજબૂત હોય અને પરસ્પર વિશ્વાસ હોય. પરંતુ જો બન્ને વચ્ચે પ્રેમ ન હોય તો આ લડાઈ ભયાનક થઈ શકે છે. જેનું કોઈ સમાધાન નથી હોતું."
કામસૂત્રમાં લખ્યું છે કે, "લડાઈની શરૂઆત હંમેશાં પુરુષ તરફથી કરવામાં આવે છે. મહિલા ગુસ્સામાં બૂમ પાડે છે. પોતાના ઘરેણાં ફેંકી દે છે. તેનો સામાન તોડી નાખે છે અને માણસ પર ફેંકે છે. પરંતુ આ લડાઈનો એક નિયમ છે. એક મહિલા પોતાની હદ પાર નથી કરતી."
કામસૂત્રમાં એક બહુ જ રસપ્રદ કારણ પણ આપવામાં આવ્યું છે જે સો ટકા મહિલાઓના પક્ષમાં છે.
"સૌથી પહેલાં, જો પુરુષ એને આકર્ષવા માટે તેની પાછળ નથી જતો, તો એ તેનું અપમાન છે. બીજું, ઝઘડો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે પુરુષ એના પગમાં પડી જાય છે અને માફી માગી લે છે, અને તે ઘરની બહાર આવું નથી કરી શકતો."

સમલૈંગિકતાનો ઉલ્લેખ

ઇમેજ સ્રોત, Getty Images
લેખક લખે છે કે સુશ્રુત સંહિતા અનુસાર, સમલૈંગિક પુરુષો એટલે કે ક્લિબાને પોતાના જાતીય રુચિ અનુસાર પાંચ પ્રકારોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ શ્રેણીઓ છે આસેક્ય, સુગંધિકા, કુંભિકા, ઇર્શકા અને શાંધા.
તનારદ સ્મૃતિમાં મુખેભાગા, સેવ્યક અને ઇર્શક ત્રણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે પુરુષોને સ્ત્રીઓ સાથે વિવાહ કરવાની મનાઈ છે.
વાત્સ્યાયનમાં સમલૈંગિક પુરુષો માટે ‘પાંડા’ શબ્દની અંતર્ગત 14 વિભિન્ન પ્રકારના પુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જ્યારે ‘નાસ્ત્રિય’ શબ્દ વૈદિક સાહિત્યમાં સમલૈંગિક મહિલાઓ અને મહિલાની જાતની ઓળખ માટે કરવામાં આવે છે.
અલગ-અલગ ગ્રંથોના સંદર્ભોથી લેખકે 10 પ્રકારની વેશ્યાઓનો ઉલ્લેખ કર્યો છે.
સ્વૈરિણી – જેનો અન્ય સ્ત્રીઓ સાથે પ્રેમ સંબંધ હોય.
કામિની – જેમનો સ્ત્રી-પુરુષ બન્ને સાથે પ્રેમ સંબંધ હોય
સ્ત્રીપુંસા – વ્યવહારમાં મર્દાના
હીજડો – જે દેખાવમાં પુરુષ જેવા હોય અને એમના માસિક ધર્મ અથવા સ્તન ન હોય
નરાશનદ – જેનું સ્ત્રીત્વ સંપૂર્ણ રીતે નાશ થઈ ગયું હોય
વાર્તા – જેમનું માદા બીજ ગર્ભાશયમાં પ્રત્યારોપિત નથી થઈ શકતું
સુસીવક્ત્ર અથવા સુસીમુખી – જેમની યોનિ અવિકસિત અથવા નાની હોય
બાંઝ – માસિક ધર્મ વગરની
મોઘપુષ્પ – બિન-ગર્ભવતી
પુત્રઘ્ની – વારંવાર ગર્ભપાત થતો હોય તેવી સ્ત્રી
સ્વૈરિણીનો ઉલ્લેખ કામસૂત્રમાં મળે છે. તો ભાર્ગવ પુરાણમાં કામિની અને મહાભારતમાં સ્ત્રીપુંસા. આ ત્રણ પ્રકારની મહિલાઓનું એમના જાતીય વ્યવહારના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
સંસ્કૃત શબ્દ શંદનો ઉપયોગ એવા પુરુષ માટે કરવામાં આવે છે કે જે પોતાની જન્મજાત મર્દાનગીને ગુમાવી ચૂક્યો છે અને એક મહિલાની જેમ વ્યવહાર કરે છે. આ પ્રવૃત્તિની વિરુદ્ધ એ સ્ત્રી માટે કિન્નર શબ્દ છે જે પુરુષ બનીને રહેવા માગે છે.
કિન્નરનો મતલબ થાય છે ઇન્ટરસેક્સ. એવી વ્યક્તિ જેની જન્મ સમયે જાત પુરુષ અથવા મહિલાના રૂપમાં નક્કી ન કરી શકાય.
પ્રાચીન વૈદિક ભારતમાં, ટ્રાન્સજેન્ડર લોકોને સમાજથી પોતાની જાતીય ઓળખ છુપાવવાની જરૂર નહોતી, અંડકોશને હટાવવાની જરૂરત નહોતી, ઊલ્ટાનું જનનાંગોને કપડાથી ટાઇટ બાંધી દેવામાં આવતાં હતાં.
સમલૈંગિકતાને સ્વીકારરવાને લઈને આપણા સમાજમાં હજી પણ વધુ નિખાલસતા નથી જોવા મળતી. દુનિયાભરમાં ઘણા દેશમાં સમલૈંગિકતાને સ્વીકાર કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.
અમારા દાસ વિલિયમ્સ મુજબ જ્યાં આજે એલજીબીટીક્યૂના નામથી ઓળખ મેળવનારો સમુદાય પોતાની જાતીય ઓળખને સન્માનપૂર્વક મેળવવા માટે અલગ અલગ સ્તરે સંઘર્ષ કરવો પડે છે, તો પ્રાચીન ભારતમાં આ સમુદાયને માન્યતા આપવામાં આવતી હતી, એમની અલગ ઓળખને સ્વીકારવામાં આવતી હતી.
GALVA-108 (ગે એન્ડ લેસ્બિયન વૈષ્ણવ ઍસોસિયેશન), એક આંતરરાષ્ટ્રીય સંગઠને વૈદિક સાહિત્યમાં લિંગ વિવિધતા પર શોધ અને લેખ લખ્યા છે. અમારા દાસ વિલિયમ્સે વર્ષ 2001માં ત્રણ અન્ય સહયોગીઓ સાથે આ સંગઠનની સ્થાપના કરી હતી.
એમણે ‘તૃતીયા પ્રકૃતિ-તૃતીયા લિંગના લોકો’ પુસ્તક લખ્યું છે.
તેઓ કહે છે કે નારદ સ્મૃતિ, સુશ્રુત સંહિતા અને વાત્સ્યાયન દ્વારા લિખિત કામસૂત્રમાં જાતીય અભિગમ અનુસાર વર્ગીકરણ જોવા મળે છે.
કામસૂત્રમાં ‘ત્રીજી પ્રકૃતિ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

બ્રિટિશ શાસનનું પરિણામ

ઇમેજ સ્રોત, UGC
જો જેન્ડર અને વ્યક્તિગત જાતીયતાની વિવિધતાને આપણા સાહિત્યમાં સ્થાન આપવામાં આવ્યું હતું, આપણે તેને સમજી રહ્યા હતા, તો બદલાતા સમયમાં આપણે આને સામાજિક સ્તરે કેવી રીતે અપનાવતા અચકાવા લાગ્યા?
લેખિકા અને પ્રોફેસર માધવી મેનનનું કહેવું છે કે આમણે આજે પણ બ્રિટિશ કૉલોનિયલ માનસિકતાના પ્રભાવથી પીડિત છીએ.
કામસૂત્રથી જ આપણને ‘થર્ડ જેન્ડર’ વિશે ગંભીર સમજ મળી હતી, જેને હવે આપણે તૃતીયપંથી કહીએ છીએ.
જેને ‘હીજડો’ કહેવામાં આવે છે, તેને મુગલ દરબારમાં સન્માનનું સ્થાન પ્રાપ્ત હતું. અલગ અલગ કાર્યક્રમો અને ધાર્મિક આયોજનોમાં તેમની હાજરી શુભ માનવામાં આવે છે.
પરંતુ અંગ્રેજ ભારતમાં આવ્યા અને આ તમામ ઉપર તેમની પહેલી પ્રતિક્રિયા હતી – આ શું છે? એક પુરુષ પોતાને એક મહિલાના રૂપમાં કેવી રીતે છૂપાવી શકે છે?
પછી જે એમણે કર્યું એ ‘ગુનાહિત જનજાતિ અધિનિયમ’ લાગુ કરવાનો હતું. અધિનિયમમાં માત્ર એ જોગવાઈ હતી કે જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળ પર પોતાની લિંગ અનુસાર કપડાં નથી પહેરતી, તો એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી શકે છે. આ એક ઉદાહરણ છે.
તેમણે દરેક એ વસ્તુને ગુનામાં આવરી લીધી જે પ્રજનન માટે (જાતીય સંબંધ બાંધવા) કામુકતાના ઢાળમાં બંધ નહોતી બેસતું.

મંદિરની મૂર્તિઓ અને સમલૈંગિકતા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન ભારતમાં કામુકતા અને સમાવેશને લઈને ઉદાર દૃષ્ટિકોણ કામસૂત્ર જેવા પુસ્તકો સુધી જ સીમિત નથી. આ પ્રાચીન મૂર્તિઓમાં પણ જોવા મળશે.
પ્રસિદ્ધ લેખક અને પૌરાણિક કથાઓના વિદ્વાન દેવદત્ત પટનાયક આ મૂર્તિઓના વિષયમાં કહે છે કે, “કાંચીપુરમ,કોણાર્ક, ખજુરાહો જેવાં મંદિરોની દીવાલો પર સમલિંગી સંભોગનું ચિત્રણ છે. તે સામાન્ય રીતે મહિલાઓને ભાવુક આલિંગનમાં જોવા મળે છે. તે સંભવત: પ્રેમમાં ડૂબેલી મહિલાઓ અથવા પુરુષોને ખુશ કરવા માટે મંદિરમાં નૃત્ય કરનારી નર્તકીઓનું નેતૃત્વ કરે છે.”
"અહીં જાતીય સંબંધ બાંધતા બે પુરુષોની ઓછી કૃતિઓ છે. બની શકે કે દીવાલો પર ત્રીજા જેન્ડરની કૃતિઓ હોય અને આપણે ભૂલમાં તેમને પુરુષ અથવા મહિલા સમજતા હોઈએ. એ કોઈની દૃષ્ટિ ઉપર નિર્ભર કરે છે."
દેવદત્ત જણાવે છે કે કામુકતા વિશે આ વિચાર સમય સાથે વૈદિક ભારત અને પૌરાણિક કથાઓમાંથી કઈ રીતે લુપ્ત થઈ ગયા-"આ વિચાર લુપ્ત નથી થયા, આજે પણ મથુરામાં વૃન્દાવનમાં શિવજીની સ્ત્રીના રૂપમાં પૂજા કરવામાં આવે છે."
"આંધ્ર પ્રદેશમાં બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે, તિરુપતિ બાલાજીને સાડી પહેરાવવામાં આવે છે, કર્ણાટકમાં પુલિગમ્મા દેવીની મૂંછોની સાથે પૂજા કરવામાં આવે છે."
"પુરુષ દેવતા મહિલાઓની જેમ કપડાં પહેરે છે જ્યારે મહિલા દેવતા પુરુષોનાં આભૂષણ પહેરે છે. આનો અર્થ એ કે આપણી સમજ લિંગથી બહુ જ અલગ છે. જાતીયતા એક બહુ જ તરલ વસ્તુ છે."
મંદિરની એ તસવીરો વિશે વાત કરતા ખજુરાહોમાં ટૂરિસ્ટ ગાઇડનું કામ કરનારા નરેન્દ્ર કહે છે કે "સંભોગની આ છબિઓ અમારા જીવનનો એક ભાગ છે. આને ખજુરાહો જેવાં મંદિરોમાં મૂર્તિઓના માધ્યમથી દર્શાવવામાં આવે છે."
તેઓ કહે છે કે, "ખજુરાહો ન માત્ર એક ધાર્મિક રાજધાની હતી, પરંતુ એક શૈક્ષણિક કેન્દ્ર પણ હતું. આ માત્ર કળા વિશે નથી, જ્યાં સમલૈંગિકતા દેખાડવામાં આવી છે, અહીં શારીરિક સંભોગની ગુણવત્તા પણ દર્શાવવામાં આવી છે."
"આ મૂર્તિકળા જીવનના એક મહત્ત્વપૂર્ણ ભાગ અને એની સાથે સંકળાયેલા રહસ્યને ઉકેલવા માટેનો એક પ્રયાસ જણાય છે."
પરંતુ નરેન્દ્રનો અનુભવ કહે છે કે અહીં મોટાભાગે આવનારા પ્રવાસી આ મૂર્તિઓને એટલી નિખાલસતાથી નથી જોતા.
"અહીં આવનારા ઘણા પ્રવાસી કહે છે કે અમે આ મંદિરોને નથી જોવા માગતા. કારણ કે આમાં કામુક તસવીરો છે. અમારી સાથે બાળકો છે, અમે પરિવારની સાથે આવ્યા છીએ." નરેન્દ્ર કહે છે.
એમને એ વાતનો અફસોસ છે કે કળા અને સંસ્કૃતિના વારસાના રૂપમાં આને લઈને હજી જાગૃતિ નથી.
ન માત્ર કામસૂત્ર અથવા મંદિરોની પ્રાચીન મૂર્તિઓમાં, પરંતુ ઘણાં હિંદુ ગ્રંથો, સાહિત્યમાં પણ કામુકતા વિશે અનેક વાતો છે.
ત્યાં સુધી કે શિવ-પાર્વતીના પ્રેમ પ્રસંગનો ઉલ્લેખ પણ સાહિત્યમાં મળે છે. (કાલિદાસના કુમારસંભવમાં)

ઇમેજ સ્રોત, Getty Images
14મી શતાબ્દીમાં જયદેવે ‘ગીત ગોવિંદ’ કવિતા લખી હતી. જેમાં ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણે એક મહિલાની જેમ કપડાં પહેર્યાં હતાં. તમે એની તસવીરો જોઈ શકો છો. રાધા-કૃષ્ણની કેટલીક કૃતિઓ સમાન પહેરવેશમાં છે.
અર્ધનારીશ્વરની કૃતિ શું છે? અડધા શિવ અને અડધાં પાર્વતીની કૃતિ. આનાથી એક વાત તો સ્પષ્ટ છે કે બાળકોને જન્મ આપવાના ઇરાદાથી શારીરિક સંબંધ બાંધનારા પુરુષો અને મહિલાઓની જાતીયતાની ઓળખ માત્ર બે જ પ્રકારની નથી હોતી, પરંતુ જાતીય ઓળખ આનાથી ઘણી આગળ પણ હોઈ શકે છે.
એટલે જો તમે એમ વિચારતા હોવ કે આધ્યાત્મ પવિત્ર છે અને સેક્સ અશુદ્ધ છે તો તમારે થોડું વિચારવું જોઈએ. ક્યારેક ક્યારેક આપણે આધ્યામિકતા અને કામુકતાને એક સૂત્રમાં બાંધવાની કોશિશ કરી છે. એ કામસૂત્રનો સમય હતો.














