ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને 27 વર્ષે યુવાનને ખબર પડી તેના પિતા કોઈ અન્ય છે

 લ્યૂક ડેવિસ
ઇમેજ કૅપ્શન, લ્યૂક ડેવિસ
    • લેેખક, શોલા લી
    • પદ, બીબીસી થ્રી
ગ્રે લાઇન

ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરની ભાગોળે આવેલા એક નાનકડા ગામ રૉચડેલમાં મોટા થવાને કારણે લ્યૂક ડેવિસને હંમેશાં કંઈક અલગ લાગતું હતું.

તેઓ યાદ કરતા કહે છે, "જ્યારે મને એવું લાગવા માંડ્યું કે હું ગે છું, મને એમ થયું કે એ જ મારી સમસ્યા હશે."

18 વર્ષની ઉંમરે જ્યારે તેઓ તેમનાં માતાપિતા લિઝ અને ગેરી સાથે રહેવા લાગ્યા ત્યારે પણ તેમને હજુ કંઈક વિચિત્ર અનુભૂતિ થતી હતી. લ્યૂક ફરીથી સતત વિચારોમાં રહેવા લાગ્યા અને સતત પોતાને જ પ્રશ્નો કરતા રહ્યા.

લોકો હંમેશાં તેમના બહારી દેખાવ વિશે અભિપ્રાયો આપતા રહેતા હતા.

એક વાર જ્યારે તે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા ત્યારે ભરતી કરનાર મૅનેજરે તેમને કહ્યું હતું કે 'તું ત્રણ કૅટેગરીમાં ચોક્કસ સિલેક્ટ થઈ શકે છે- વર્કિંગ ક્લાસ, ગે અને મિશ્ર વર્ણ.'

લ્યૂકને ગોરા બ્રિટિશ માતાપિતાએ ઉછેર્યા હતા, એટલે આ પ્રકારે કોઈ તેમને કશું કહે તો તેઓ મૂંઝવણમાં મુકાઈ જતા હતા. તેમને કંઈ જ ખબર પડતી ન હતી.

અંતે તેમણે ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું જેથી કરીને તે તેના શરીર વિશે કંઈક ઠોસ માહિતી મેળવી શકે અને આ પ્રશ્નોનો કદાચ ઉકેલ મળે.

જાન્યુઆરી, 2019માં લ્યૂકે ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને તેમની જિંદગી જાણે કે આંખના એક પલકારામાં જ બદલાઈ ગઈ.

ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં તેમના અને તેમના પરિવારમાં ઘણા બધા બદલાવો થયા. બીબીસી થ્રીના ‘સ્ટ્રૅન્જર ઇન માય ફેમિલી’ કાર્યક્રમમાં તેમણે તેમની આ યાત્રા વિશે વાત કરી હતી.

ગ્રે લાઇન

‘કેટલીય રાતો ઊંઘ વિના વિતાવી હતી’

ડેવિસને હંમેશા કંઈક અલગ લાગતું હતું

ઇમેજ સ્રોત, BBC/NINE LIVES MEDIA

ઇમેજ કૅપ્શન, ડેવિસને હંમેશા કંઈક અલગ લાગતું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જિનેટિક વંશાવલિ જેવી બાબતોના વિશેષજ્ઞ લૌરા હાઉસ કહે છે, “ડીએનએ ટેસ્ટ કરવો એ ખૂબ સરળ પ્રક્રિયા છે. તમારે એક ટ્યૂબમાં થૂંકવાનું હોય છે અને તેને લૅબોરેટરીમાં મોકલવાનું હોય છે. ત્યારબાદ તમને તેનાં પરિણામો ઑનલાઇન મળી જાય છે.”

લૌરા ઉમેરે છે કે આ ટેસ્ટ બે પ્રકારનાં પરિણામો આપે છે: જેમાં પહેલું છે એથનિક એસ્ટિમેશન, જે એક મોટા ડેટાબેઝ સાથે તમારા ડીએનએની સરખામણી કરે છે અને તેમાં રહેલી સામ્યતાઓ શોધે છે.

લ્યુક કહે છે કે તેણે પરિણામોની રાહ જોતા એ દિવસોમાં થોડી ઊંઘ વગરની રાતો પણ પસાર કરી હતી.

હવે આગળ શું થશે તેની ચિંતાઓ જ તેને કોરી ખાતી હતી.

27 વર્ષની ઉંમરે લ્યુકને ખબર પડી કે તે મિશ્ર વર્ણનો હતો. ડીએનએ ટેસ્ટમાં ખુલાસો થયો કે તેમના જૈવિક પિતા આફ્રિકન અને પોર્ટુગીઝ હતા. એટલે કે જે માણસને લ્યુકે તેના સમગ્ર જીવનમાં પિતા કહીને બોલાવ્યા હતા તે ગેરી તેમના પિતા નથી.

"મારા માટે આ પરિણામો ખૂબ આશ્ચર્યજનક હતાં."

પરિણામો પ્રાપ્ત થયાના દિવસો પછી લ્યુકે તેમનાં માતા લિઝ સાથે વાત કરી. તેમને યાદ છે કે તે એ વાતચીત આંસુભરેલી હતી.

તેમનાં માતાએ તેમને કહ્યું કે ગેરીને મળ્યાના થોડાં અઠવાડિયાં પછી તે તેમના મિત્રો સાથે વેકેશન પર પોર્ટુગલ ગઈ હતી, જ્યાં તેનું કાર્લોસ નામના બારટેન્ડર સાથે અફેર હતું.

જોકે, તેમનાં માતાએ 27 વર્ષ સુધી આ વાત ગુપ્ત રાખી હતી. પરંતુ લ્યુકે તેમને તરત જ માફ કરી દીધા હતા.

લ્યુક કહે છે કે, "આ પરિસ્થિતિના કારણે અમારે ઘણી એવી ચીજોનો સામનો કરવો પડ્યો હતો કે જેના માટે અમે તૈયાર ન હતા. પરંતુ અમે કોઈ પણ આવેગો વગર શાંતિથી આ ચીજો પર વાત કરી હતી."

“આપણે બધા માણસ છીએ, આપણા બધામાં ખામીઓ હોય છે. અને આપણને બધાને એ તમામ વસ્તુઓ પર આપણો પરિપ્રેક્ષ્ય રજૂ કરવાનો હક્ક છે.”

જોકે, આ પરિણામોની અસર ચોક્કસપણે લ્યુક પર પડી હતી. તેમણે તેમની ફુલ-ટાઇમ જોબ છોડી દીધી હતી. તેમણે કહ્યું કે “મને માનસિક સ્વાસ્થ્યની પણ ઘણી સમસ્યાઓ હતી."

ગ્રે લાઇન

વર્ણભેદ

પિતા કાર્લોસને શોધવા માટે લ્યુકે પોર્ટુગલની મુસાફરી કરી હતી

ઇમેજ સ્રોત, BBC/NINE LIVES MEDIA

ઇમેજ કૅપ્શન, પિતા કાર્લોસને શોધવા માટે લ્યુકે પોર્ટુગલની મુસાફરી કરી હતી

પરિણામોએ લ્યુકને એ વાત સમજવામાં મદદ કરી હતી કે તે શા માટે ઘણી વાર લોકોના એક સમૂહથી બહારની વ્યક્તિ હોય તેમ અનુભવતો હતો. જોકે આ પરિણામોએ નવા પ્રશ્નો પણ ઊભા કર્યા હતા.

“તમને એ દરેક વાતચીત કે એ દરેક પળ યાદ રહી જાય છે કે જેમાં તમે મુશ્કેલી અનુભવી હતી. દેખીતી રીતે મારી માતા એવા વર્ણવાદનો ભોગ બની હતી કે જેના વિશે તેને ખબર જ ન હતી." લ્યુક ખાતરીપૂર્વક આ વાત કહે છે.

લ્યુકને યાદ છે કે તેમને નાનપણમાં જ રૉચડેલના રહેવાસી લોકો પૂછતા હતા કે, “તમે ખરેખર ક્યાંના છો?"

તેમની નવી ઓળખ સાથે સંઘર્ષ કરતી વખતે લ્યુકે નક્કી કર્યું કે તેમણે તેમના જૈવિક પિતાને શોધવા જોઈએ. પરંતુ તેમને સૌથી મોટો ડર એ હતો કે તેનાથી તેમનું કુટુંબ પડી ભાંગશે."

તેમનાં માતાપિતા સાથે વાત કર્યા પછી લ્યુકે કાર્લોસને શોધવાનું શરૂ કર્યું અને લૌરાને મદદ માટે કહ્યું.

તેમણે 23 મિલિયનથી વધુ લોકોના ઑનલાઇન ડેટાબેઝનો ઉપયોગ કર્યો. આ લોકોએ પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. લૌરાની મદદથી લ્યુકે તેમના જૈવિક દાદા અને અન્ય નજીકના સંબંધીને ઓળખવા માટે પ્રયત્નો કર્યા હતા.

લ્યુક અનુસાર પિતાને અને ભાઈઓને મળવું એ અતિશય સુંદર પળ હતી

ઇમેજ સ્રોત, NICOLAS GUTTRIDGE

ઇમેજ કૅપ્શન, લ્યુક અનુસાર પિતાને અને ભાઈઓને મળવું એ અતિશય સુંદર પળ હતી

આ નવી માહિતીના આધારે લ્યુક તેમની શોધ આગળ વધારવા માટે પોર્ટુગલ ગયા.

લ્યુક પોર્ટુગીઝ વંશાવલિ વિશેષજ્ઞ ઍન્જેલા કૅમ્પોસને મળ્યો જેમણે તેમને કાર્લોસને શોધવામાં મદદ કરી.

તેમને જે બારમાં કાર્લોસ કામ કરતા હતા ત્યાંની માહિતી મળી અને ત્યાંથી તે કાર્લોસનો પણ સંપર્ક કરવામાં સફળ થયા.

આશ્ચર્ય વચ્ચે તેમને એ માહિતી મળી કે કાર્લોસ હવે લંડનમાં રહે છે અને કાર્લોસ પણ ખુશીથી પરીક્ષણ માટે સહમત થયા.

પરિણામોએ પણ એ વાતની પુષ્ટિ કરી કે કાર્લોસ જ લ્યુકના જૈવિક પિતા હતા.

લ્યુક કહે છે કે "આ ઘટના વિશે વિચારીને હજુ પણ મારા રુંવાડાં ઊભાં થઈ જાય છે. હજુ પણ આ ખૂબ જ તાજી યાદ લાગે છે."

ગ્રે લાઇન

ઘણા લોકો શોધવામાં મોડું કરી દે છે

લ્યુકે પહેલીવાર દાદીનો ફોટો જોયો ત્યારે લાગ્યું કે ખરેખર તે પોતાના આફ્રિકન વંશ સાથે જોડાયેલો છે

ઇમેજ સ્રોત, BBC/NINE LIVES MEDIA

ઇમેજ કૅપ્શન, લ્યુકે પહેલીવાર દાદીનો ફોટો જોયો ત્યારે લાગ્યું કે ખરેખર તે પોતાના આફ્રિકન વંશ સાથે જોડાયેલો છે

કાર્લોસ પણ લ્યુકને મળવા માટે ઉત્સાહિત હતા અને તેમની મુલાકાત તેમના બે પુત્રો સાથે કરાવવા ઇચ્છતા હતા. લ્યુકને પણ તેમને મળીને એવું લાગ્યું કે આ દાયકાઓથી તેમનો જ પરિવાર છે અને તે તેમની સાથે હળીભળી ગયો.

લ્યુક કહે છે, “મારા પિતાને અને મારા ભાઈઓને મળવું એ અતિશય સુંદર પળ હતી.”

“મને ક્યારેય લાગ્યું નહીં કે હું તેમના જીવનમાં ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છું.”

પોતાના જૈવિક કુટુંબને જાણવાથી લ્યુકને તેમની ઓળખ વધુ સારી રીતે સ્થાપિત કરવામાં મદદ મળી.

તેમનાં દાદી ગિની-બિસાઉના પેસિક્સ ટાપુનાં વતની છે. લ્યુકે પહેલી વાર જ્યારે તેમનો ફોટો જોયો ત્યારે પ્રથમ વખત તેમને લાગ્યું કે ખરેખર તે પોતાના આફ્રિકન વંશ સાથે જોડાયેલા છે.

લ્યુક હવે કોઈ અજાણી વ્યક્તિ જેવું અનુભવતા નથી.

"મને લાગે છે કે તમામ તફાવતોએ મને ઘડ્યો છે એ મારી જિંદગીના શ્રેષ્ઠ ભાગો છે."

જિનેટીક વંશાવલિ જેવી બાબતોના વિશેષજ્ઞ લૌરા હાઉસ સાથે લ્યૂક ડેવિસ

ઇમેજ સ્રોત, BBC/NINE LIVES MEDIA

ઇમેજ કૅપ્શન, જિનેટિક વંશાવલિ જેવી બાબતોના વિશેષજ્ઞ લૌરા હાઉસ સાથે લ્યૂક ડેવિસ

તેમના જૈવિક પિતાને મળ્યો ત્યારથી લ્યુક તેમનાં માતાપિતા અને કાર્લોસ બંને સાથે ગાઢ અને પ્રેમાળ સંબંધ ધરાવે છે.

લૌરાને બસ આવાં જ પરિણામની અપેક્ષા હતી. “ઘણા લોકો (તેમના જૈવિક કુટુંબને શોધવા) ખૂબ મોડેથી નીકળે છે અને જ્યારે તેઓ આખરે એ શોધ આદરે છે ત્યારે તેમાંથી મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા હોય છે. આથી તેઓ તેમના પ્રશ્નોના કોઈ જવાબો મેળવી શકતા નથી."

ડીએનએ પરીક્ષણનું વિસ્તરણ એ લ્યુક જેવા લોકોને મદદ કરવાની જાણે કે ચાવી છે.

લૌરા સમજાવે છે કે, "વીસેક વર્ષ પહેલાં જો તમે જાણતા ન હોત કે તમારા પિતા કોણ છે, તો તમારી પાસે એ શોધવા માટેનો કોઈ રસ્તો ન હતો."

તેમના જૈવિક પિતાની શોધે લ્યુકને પોતાના વિશે પણ ઘણું શીખવ્યું છે: "હું આ ત્રણ વર્ષની એવી યાત્રામાં રહ્યો છું જ્યાં મારે તમામ પ્રકારની લાગણીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એ જ પ્રક્રિયામાં મને સમજાયું હતું કે હું આ જીવનનો કેટલો આભારી છું."

રેડ લાઇન
રેડ લાઇન