કંકોડાં વાવીને આ ખેડૂતે દેવું ભર્યું, ગરીબી ગઈ

ઇમેજ સ્રોત, AMOL LANGAR
- લેેખક, શ્રીકાંત બંગલે
- પદ, બીબીસી મરાઠી
“મને કંકોડાંને કારણે ઘણા પૈસા મળ્યા. મેં કંકોડાંનાં બીજ પણ વેચ્યાં અને કંકોડાંની ખેતીમાંથી આવક મેળવી. અડધા એકરમાં ઊગેલાં કંકોડાંના પાકથી મારી ગરીબી દૂર થઈ."
કંકોડાંના પાકને બતાવતા કૃષ્ણા આ વાત કહે છે.
તાલેગાંવના કૃષ્ણા ફલકે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ફુલુમ્બરી તાલુકાના યુવા ખેડૂત છે.
2019થી તેઓ કંકોડાંની ખેતી કરે છે. તેમના દાદા સાથે વાત કરતી વખતે તેમને કંકોડાંની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો.
કૃષ્ણા કહે છે, “દાદા કહેતા કે કંકોડાં એ શ્રેષ્ઠ મટન છે, તો હું વિચારતો કે ખરેખર આવું છે. એકવાર વિચાર આવ્યો કે ગુગલ પર સર્ચ કરું કે વિશ્વની શ્રેષ્ઠ શાકભાજી કઈ છે? તો એમાં પણ કંકોડાં લખેલું આવ્યું. તો પછી તેની ખેતી કેમ નથી થતી?
કૃષ્ણા ખેતી વિજ્ઞાનમાં સ્નાતક છે. આથી કંકોડાંની ખેતીનો સવાલ તેને દિવસ-રાત સતાવતો હતો.
પછી તેમણે સ્થાનિક ખેતીવાડી કચેરીએથી કંકોડાંની ખેતીની વિશે માહિતી મેળવી.
2019માં અડધા એકરમાં તેમણે કંકોડાંની વાવણી કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આવી રીતે થઈ શરૂઆત

ઇમેજ સ્રોત, AMOL LANGAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પહેલા વર્ષે, કૃષ્ણાએ જંગલમાં રખડીને કંકોડાં ભેગાં કર્યા. તેમાંથી બીજ કાઢ્યાં અને આ બીજની અંકુરણ ક્ષમતા ચકાસવામાં આવી હતી. 100માંથી 75થી વધુ બીજ અંકુરિત થતાં, તેમણે કંકોડાં વાવવાનું નક્કી કર્યું.
કૃષ્ણા કહે છે, “મેં સવારે તેનું વેચાણ કર્યુ અને સાંજે મારા હાથમાં રૂપિયા હતા. સરળ શબ્દોમાં કહું તો હવે મારે રૂપિયા કમાવા હતા. મને સમજાઈ ગયું કે આપણે એવાં પાક ઉગાડવા જોઈએ, જેનાથી આપણી આર્થિક સ્થિતિ સુધરે."
હું લાંબા ગાળાનું નહોતો વિચારતો એટલે કંકોડાં મારા માટે ક્રેશ ક્રોપ હતો. પહેલા વર્ષે મને અડધા એકરમાંથી ત્રણ લાખ રૂપિયાની કમાણી થઈ.
હાલ કૃષ્ણા એ બે એકરમાં કંકોડાની ખેતી કરી છે. જુલાઈમાં તેમણે કંકોડાની લણણી શરૂ કરી હતી.
તે કહે છે, “15 જુલાઈ પછી, પાક મળવા લાગે છે. જ્યારે હું એક પ્લોટમાંથી પાક લણું ત્યારે બીજા ભાગમાં પાક તૈયાર થતો હોય. પહેલા પ્લોટમાંથી લણણી પૂરી થાય ત્યાં સુધીમાં બીજા પ્લોટમાં પાક લણણી માટે તૈયાર થઈ જાય.”
દર અઠવાડિયે એક પ્લોટમાંથી મને આશરે 2 ક્વિન્ટલ જેટલો પાક મળે છે. તો બે એકરનો થઈને દર અઠવાડિયે આશરે 4 ક્વિન્ટલ કંકોડાનો પાક થાય. જો આ હિસાબે ગણીએ તો એક કિલો કંકોડાંનો પાક મને આશરે 121 રૂપિયાના ભાવે પડે છે.”
ખર્ચ અને ફાયદા વિશેના ગણિતને કૃષ્ણા સમજાવે છે. તેઓ કહે છે, “એક પ્લોટમાંથી 70થી 75 મળે અને બીજામાંથી એક લાખથી દોઢ લાખ રૂપિયા. વાંસ, દોરી અને સાંઠકડીઓ મળીને બે એકર જમીનમાં કંકોડાના પાક માટે 45,000નો ખર્ચ થાય. આમ મને 2 લાખ રૂપિયાનો ફાયદો થાય છે.
કૃષ્ણા જે ગામમાં રહે છે ત્યાં મરચાંની ખેતી મોટાપાયે થાય છે. રોજ સાંજે આ ગામમાંથી મરચાં લેવા પુણે, સંભાજીનગરથી ટ્રેન આવે છે.
સવારે કૃષ્ણા કંકોડાંને છોડ પરથી ઉતારી ખોખાંમાં ભેગાં કરે છે અને સાંજે તેને વેચાણ માટે રવાના કરે છે. પૂણેના સંભાજીનગરમાં તે કંકોડાંને વેચાણ માટે મોકલે છે.

કંકોડાને કારણે દેવું ચૂકવાઈ ગયું

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
2018 સુધી કૃષ્ણાની સ્થિતિ અન્ય ખેડૂતો જેવી જ હતી. તેમની પાસે પણ વાવેતર કરવા પણ રૂપિયા નહોતા રહેતા ત્યારે તેઓ રૂપિયા ઉધાર લેતા અને વાવેતર કરતા.
તેઓ કહે છે, “ હું 2018 પહેલાં શું કરતો? અમે ખેતીવાડી સેવા કેન્દ્ર પર જતા. વાવેતર સમયે કોઈ ખેડૂત પાસે રૂપિયા હોય જ નહીં, એવી જ રીતે મારી પાસે પણ ના હોય. હું કૃષિ સેવા કેન્દ્ર જતો. અમે પુરી રકમ લોન પર લેતાં તેથી અમારું દેવું વધતું જ જતું હતું.”
જોકે, કંકોડાંની વ્યાવસાયિક ખેતીને કારણે તેઓ કરજમાંથી ઊગરી ગયા છે.
તેઓ કહે છે, “ધારો કે હું ખેતીવાડી સેવા કેન્દ્ર પાસેથી 5,000 રૂપિયાના દવાઓ અને ખાતર ખરીદું છું. જ્યારે હું કંકોડાં વેચીને 10,000 રૂપિયા કમાઉં ત્યારે 5,000 રૂપિયા ખેતીવાડી કેન્દ્રને ચૂકવી દઉં અને બાકીને 5,000 ઘરખર્ચ માટે રાખું. ભલે મારે પાસે કોઈ બચત ના હોય તો પણ આના કારણે મારા માથે એક પૈસાનું દેવું તો નથી જ.”

અન્ય ખેડૂતો કરતાં કૃષ્ણા છે નિશ્ચિંત

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
આ વર્ષે મરાઠવાડામાં ખેડૂતો અપૂરતાં વરસાદથી ચિંતિત છે. ત્યારે કંકોડાં માટે પણ આ વર્ષે સ્થિતિ એવી છે કે જે પાક નવેમ્બર સુધી રહેતો હોય છે ત્યારે તે ઑક્ટોબર સુધી રહેશે. જોકે, કૃષ્ણા અન્ય ખેડૂતો જેટલા ચિંતિત તો નથી જ.
“જો હું આજે ના કહું તો, તો પણ બધાં ખર્ચને બાદ કરતાં બે થી અઢી લાખ રૂપિયા મને મળશે. તેથી મને ચિંતા નથી. જો દુષ્કાળ હોય તો પણ હું બે થી અઢી લાખ રૂપિયા ખર્ચી શકું છું અને એ રૂપિયામાંથી વધુ એક વર્ષનો ખર્ચો પણ ચલાવી શકું છું,” કૃષ્ણા કહે છે.


ઇમેજ સ્રોત, AMOL LANGAR
કંકોડાંની ખેતી કરતી વખતે શું કાળજી રાખવી?
કંકોડાં એક જંગલી શાકભાજી છે. સામાન્ય રીતે, ખેતરના પાળા, ઘાસનાં મેદાનો અથવા પર્વતો પર કુદરતી રીતે ઊગે છે.
પણ હાલ મહારાષ્ટ્રમાં ઘણાં ખેડૂતો તેની વ્યાવસાયિક ખેતી કરતા થયા છે.
કંકોડાંની ખેતી કરતી વખતે કેટલીક કાળજી રાખવાની પણ જરૂર છે.
રાજ્યમાં ઘણાં ખેડૂતોને કૃષ્ણા એ કંકોડાંનાં બીજ પૂરા પાડ્યાં છે.
કંકોડાંમાં ઇયળોના ઉપદ્રવનું પ્રમાણ વધુ હોય છે. વેલાંવાળાં શાકભાજીમાં આ સમસ્યા રહેતી જ હોય છે. જેમ દ્રાક્ષ અને દૂધીના પાકમાં પણ આવી જ સમસ્યા જોવા મળે છે.
કૃષ્ણા તેના પર ઇન્ડેક્ષનો છંટકાવ કરે છે. સાથે તે બાયો 303નો પણ છંટકાવ કરે છે.
અત્યાર સુધી કૃષ્ણાએ રાજ્યભરમાં આશરે 125 ખેડૂતોને કંકોડાંનાં બીજ પૂરા પાડ્યાં છે.
કૃષ્ણાનો કંકોડાંની ખેતીનો અનુભવ એવો રહ્યો છે કે પાકમાંથી થતી કમાણી કરતાં આ પાકનો ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. વળી તેમાંથી દોઢથી બે મહિનામાં આવક મળવાનું પણ શરૂ થઈ જાય છે.














