સુન્નત બાદ ચેપ લાગતા લિંગ ગુમાવનાર યુવાનનું કૃત્રિમ લિંગ લગાવાયું, સેક્સ માણી શકશે?

બીબીસી ગુજરાતી, સોમાલિયા દર્દી, શિશ્ન, સુન્નત, કૃત્રિમ લિંગ, સેક્સ, સેક્સ સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અમરેન્દ્ર યરલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા

માત્ર ચાર વર્ષની ઉંમરે સુન્નત કરાવ્યા પછી એક વ્યક્તિને લિંગમાં ચેપ લાગતા તેણે લિંગ ગુમાવવું પડ્યું હતું. આ વ્યક્તિ હવે 20 વર્ષનો યુવાન છે અને હૈદરાબાદના ડૉક્ટરોએ એક લિંગ તૈયાર કરીને આ યુવાનના શરીરમાં સફળતાપૂર્વક તેનું પ્રત્યારોપણ કર્યું છે.

હૉસ્પિટલના ડૉક્ટરો અને યુવકની વિનંતીના કારણે બીબીસીએ તેનું નામ જાહેર નથી કર્યું.

સોમાલિયાનો એક 20 વર્ષીય યુવાન વર્ષ 2022ના અંતમાં હૈદરાબાદની મેડીકવર હૉસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો.

ડૉક્ટરોએ જણાવ્યું કે યુવક હૉસ્પિટલે આવ્યો ત્યારે તેને લિંગ નહોતું. તેથી સર્જરી માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

માધાપુરની મેડીકવર હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. દાસારી મધુ વિનયકુમારે બીબીસીને જણાવ્યું કે, "યુવાને અમને કહ્યું કે તે જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે તેની સુન્નત કરવામાં આવી હતી. સુન્નત પછી ચેપ લાગવાથી લિંગને નુકસાન થયું હતું અને તેને કઢાવી નાખવું પડ્યું હતું."

ડૉક્ટરોએ જણાવ્યું કે સુન્નત કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. પૂરતી કાળજી રાખવામાં ન આવે તો ચેપ લાગી શકે છે, જેના કારણે લિંગ દૂર કરવામાં આવ્યું હતું.

ત્યારથી સોમાલિયાના યુવાનને કોઈ લિંગ ન હતું. પેશાબ માટે અંડકોષની નજીક એક વિશિષ્ટ માર્ગ બનાવીને આ સમસ્યાને અસ્થાયી રૂપે ઉકેલવામાં આવી હતી.

ડૉક્ટરોએ જણાવ્યું કે પુખ્ત વયે યુવાનને પેશાબ કરવામાં તકલીફ થવા લાગી હતી.

ડૉક્ટરોના કહેવા મુજબ યુવાન પણ પણ લિંગનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગતો હતો જેથી તે લગ્ન કરીને સંતુષ્ટ જીવન જીવી શકે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

સર્જરી કેવી રીતે થઈ?

બીબીસી ગુજરાતી, સોમાલિયા દર્દી, શિશ્ન, સુન્નત, કૃત્રિમ લિંગ, સેક્સ, સેક્સ સમસ્યા
ઇમેજ કૅપ્શન, સોમાલિયાના દર્દી સાથે ડૉક્ટરો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મેડીકવર હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે પેનિસ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવે છે.

સિનિયર કન્સલ્ટન્ટ યુરોલૉજિસ્ટ ડૉ. રવિકુમારે જણાવ્યું હતું કે યુરોલૉજી વિભાગના નેજા હેઠળ સૌપ્રથમ મૂત્રમાર્ગ બહાર આવે છે તે જગ્યા પર સર્જરી કરવામાં આવી હતી. ત્યાંથી તે ભાગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ડૉકટરોએ લિંગનું પુનઃસર્જન કરવાનું અને તેને તે જ સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું હતું.

આ કાર્યવાહી ડૉ. દસારી મધુ વિનયકુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

સૌથી પહેલાં લિંગના હાથના આગળના ભાગમાંથી ત્વચા, રક્તવાહિનીઓ, ચરબી, ચેતાતંત્રિકામાંથી એકત્ર કરવામાં આવી હતી.

તેને લિંગ જેવી નળીના આકારમાં ઢાળવામાં આવ્યું.

ડૉક્ટરોએ જણાવ્યું કે તેમણે જે લિંગ બનાવ્યું હતું, તેને મૂત્રમાર્ગ પાસે ગોઠવ્યું, તેને રક્તવાહિનીઓ અને ત્વચાથી જોડ્યું.

તેમણે જણાવ્યું કે તેને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કહેવામાં આવે છે.

આ પ્રક્રિયામાં રક્તવાહિનીઓને સૂક્ષ્મદર્શી રીતે જોવામાં આવે છે. લિંગમાં એક ધમની અને ચાર શિરા હોય છે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.

વિનયકુમારે જણાવ્યું કે દોઢ વર્ષ અગાઉ આ સર્જરી લગભગ 10 કલાક સુધી ચાલી હતી.

ડૉ. વિનયકુમારે બીબીસીને જણાવ્યું કે, "સામાન્ય રીતે ત્વચા, ચરબી અને રક્તવાહિનીઓને સાથળમાંથી પણ લઈ શકાય છે. પરંતુ તેનાથી લિંગ વધારે જાડું દેખાય છે. તેથી અમે હાથના આગળના ભાગમાંથી ત્વચા લીધી હતી."

તેમણે જણાવ્યું કે, યુવાનને એક વર્ષ માટે દેખરેખમાં રાખવામાં આવ્યો અને તેની તપાસ કરી હતી. હવે તે લિંગમાં સંવેદના અનુભવી રહ્યો છે.

ડૉ. વિનયકુમારે જણાવ્યું કે, "સર્જરી પછી મૂત્રાશયમાં પથરીના કારણે તેને ચેપ લાગ્યો હતો. તેથી તેના માટે એક નાનકડી સર્જરીની જરૂર પડી હતી. તેથી તેમાં આટલો સમય લાગ્યો."

સેક્સમાં ભાગ લેવા સક્ષમ હશે?

બીબીસી ગુજરાતી, સોમાલિયા દર્દી, શિશ્ન, સુન્નત, કૃત્રિમ લિંગ, સેક્સ, સેક્સ સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટરોએ ત્રણ સપ્તાહ અગાઉ યુવકના શરીરમાં લિંગ પ્રત્યારોપણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેનાથી યુવક સામાન્ય રીતે સેક્સ માણી શકશે.

ડૉ. વિનયકુમારે જણાવ્યું કે આ |પરેશન પછી તેઓ એક વખત સોમાલિયા ગયો છે અને તેણે કહ્યું કે તેઓ બે વર્ષ પછી લગ્ન કરશે.

બીબીસીએ યુવક સાથે વાત કરવા માટે મેડિકવર હૉસ્પિટલના ડૉક્ટરોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું કે તેઓ મીડિયાથી વાત કરવા નથી માગતા.

ડૉક્ટરોએ જણાવ્યું કે, "તે વ્યક્તિ તો અંગ્રેજી પણ નથી બોલી શકતી. તેઓ માત્ર સોમાલી ભાષા બોલી શકે છે. અમે દુભાષિયાની મદદથી તેમની સાથે વાત કરતા હતા."

'વીર્ય સ્ખલન નહીં કરી શકે'

બીબીસી ગુજરાતી, સોમાલિયા દર્દી, શિશ્ન, સુન્નત, કૃત્રિમ લિંગ, સેક્સ, સેક્સ સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

આ યુવાન પોતાના લિંગમાં પેનાઇલ ઇમ્પ્લાન્ટ કરાવીને સામાન્ય રીતથી જાતીય સંબંધ સ્થાપી શકશે, પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે તે વીર્ય સ્ખલન નહીં કરી શકે.

ડૉક્ટરોનું કહેવું છે કે, "બાળપણમાં લિંગમાં ચેપ લાગવાના કારણે તે અંદર સુધી ફેલાઈ ગયું હતું. તેથી વીર્ય પુટિકાઓને નુકસાન થયું હશે. તેનાથી વીર્યના ઉત્પાદનને પણ અસર થઈ."

આ યુવાન સંતાન ઇચ્છતો હોય તો તેણે આઈવીએફની મદદ લેવી પડશે.

આ સર્જરીમાં કેટલો ખર્ચ આવ્યો?

ડૉક્ટરોનું કહેવું છે કે સામાન્ય રીતે આવી સર્જરી એવા લોકો પર કહેવામાં આવે છે જે મહિલામાંથી પુરુષ બનવા માગતા હોય.

ડૉ. વિનયકુમારે જણાવ્યું કે, "ટ્રાન્સજેન્ડર સમુદાયમાં જે લોકો પુરુષ બનવા માગતા હોય તેઓ આવી સર્જરી કરાવે છે. અમારી જાણકારી પ્રમાણે આવી સર્જરી દિલ્હી અને મુંબઈમાં જ કરવામાં આવે છે. પરંતુ અમુક હદ સુધી આ દુર્લભ છે એવું કહેવું પડે."

તેમણે જણાવ્યું કે કોઈ અણધારી પરિસ્થિતિ (કૅન્સર અથવા દુર્ઘટના)માં લિંગ દૂર કરવાની જરૂર પડે તો આ પ્રકારની સર્જરી કરાવી શકાય છે.

આવી સર્જરી પર 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. તેમણે કહ્યું કે કોઈ ચેપ લાગ્યો ન હોય તો પાંચથી આઠ લાખ રૂપિયાની વચ્ચે તેનો ઇલાજ શક્ય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.