સેક્સ કરતાં મહિલાને ચરમસુખની પ્રાપ્તિ ન થાય તેનાં આઠ કારણ કયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આ એક એવી બાબત છે, જેને ઘણા વિજ્ઞાનીઓ તથા સેક્સોલૉજી નિષ્ણાતો સમજી શકતા નથી. સ્ત્રીઓની ભાવનાત્મક બુદ્ધિમતા હજુ પણ એક રહસ્ય જ છે.
સ્ત્રીઓના એ ‘ચરમસુખ’ બાબતે અનેક પુસ્તકોમાં ઘણું લખાયું છે.
અલબત, દરેકનો અનુભવ સમાન હોતો નથી. કેટલાક કહે છે કે તેમણે તે ક્યારેય ચરમસુખ અનુભવ્યું નથી, કારણ કે તે શું છે તેની તેમને ખબર જ નથી.
દૃષ્ટિકોણ પર ઘણી બાબતો અસર કરતી હોય છે. તે શારીરિક, માનસિક, હોર્મોનલ, ભાવનાત્મક એમ કંઈ પણ હોઈ શકે છે.
આ લેખમાં આપણે આવા આઠ મુદ્દાની ચર્ચા કરીશું અને એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેટલીક સ્ત્રીઓ સેક્સ દરમિયાન ક્લાઈમેક્સ સુધી કેમ પહોંચી શકતી નથી.
ભૂતકાળના કડવા અનુભવ

ઇમેજ સ્રોત, ISTOCK
કોઈ મહિલાને ભૂતકાળમાં દર્દનાક અનુભવ થયો હોય અને તેણે પોતાના જાતીય સંબંધને સહજ ન બનાવ્યો હોય તો તેને એવી સલાહ આપવામાં આવે છે કે તે તેનો પીડાદાયક અનુભવ તેના પાર્ટનર કે પ્રેમી સાથે શેર કરે, જેથી તે એ સમજી શકે અને મહિલાને સધિયારો આપી શકે.
સેક્સ દરમિયાન સ્ત્રી કશુંક કરવા ન ઇચ્છતી હોય કે તેને ન કરવું હોય તો તેણે કોઈ નિષ્ણાતની મદદ લેવી જોઈએ, જેથી સ્ત્રી એ સમસ્યાનો સારી રીતે સામનો કરી શકે. રોમાંસનો આનંદ માણવા માટે આવી સમસ્યાઓથી છૂટકારો મેળવવો જરૂરી છે.
આમ કરવાથી સ્ત્રી ભૂતકાળની ચોક્કસ ઘટનાઓ બાબતે વાત કરી શકશે એટલું જ નહીં, પરંતુ તેને જરૂરી નૈતિક સમર્થન પણ મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેડ્રિડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન અને સેક્સોલૉજી વિભાગના ડિરેક્ટર હેક્ટર ગાલવન કહે છે, “આવી પરિસ્થિતિમાં તમારે વ્યક્તિગત રીતે બહુ બધું કરવું પડે છે, કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ મામલો છે.
ભૂતકાળના પીડાદાયક અનુભવને કારણે તમે શરમ, ડર અને ભાવનાત્મક તકલીફનો અનુભવ કરી શકો છો. એ તમારા સેક્સના આનંદમાં અવરોધ બની શકે છે.”
હેક્ટર ગાલવનના કહેવા મુજબ, “ગુપ્તાંગોને સ્પર્શ કરવાથી જે જાતીય સંવેદના થાય છે તેનો અનુભવ કેટલીક સ્ત્રીઓ ભૂતકાળની માઠી ઘટનાઓને લીધે થતો નથી અને તેઓ તેમની જાતીય ઇચ્છાને સંપૂર્ણપણે દબાવી દે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“આવા લોકોમાં સેક્સુઅલ ઇચ્છાઓ વિકસે અને તેઓ પ્રેમસભર પરિપૂર્ણ જીવન માણી શકે એટલા માટે તેમને પ્રોત્સાહિત કરવા હકારાત્મક વલણ જરૂરી હોય છે. રોમેન્ટિક ઇચ્છાઓને બાજુ પર રાખીને પોતાના શરીરને પ્રેમ કરવા તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ રીતે વ્યક્તિને ધીમે ધીમે જાતીય આનંદની નજીક લાવી શકાય. એકવાર સંતોષકારક સ્તરની નજીક પહોંચ્યા પછી યુગલ વચ્ચે પ્રગાઢ સંબંધ બંધાય જાય છે,” એમ હેક્ટર ગાલવન કહે છે.
ભૂતકાળમાં શું થયું હતું અને તે કેવી રીતે બન્યું હતું એ વિશેની કેટલી માહિતી અન્ય વ્યક્તિ સાથે શેર કરવી તે સ્ત્રીએ નક્કી કરવાનું હોય છે.
હેક્ટર ગાલવન સમજાવે છે, “કોઈ સ્ત્રી તેના અનુભવને સમજવામાં મુશ્કેલી અનુભવતી હોય ત્યારે તેના જીવનસાથીને તેની મુશ્કેલી વિશે જણાવે તે બહેતર છે. આવી પરિસ્થિતિમાં રોમેન્ટિક વિષયો બાબતે વાત કરવાને બદલે સ્ત્રી જે સમસ્યા સામે ઝઝૂમી રહી છે તેના વિશે વાત કરવી જોઈએ. એ પછી ચિકિત્સક સ્ત્રીની સમસ્યા બાબતે તેના પાર્ટનર સાથે વાત કરી શકે છે.”
તેઓ ઉમેરે છે, “સ્ત્રીએ તેના પાર્ટનર સાથે ખુલીને વાત કરવી જોઈએ. જે તે ઘટનાના શરમજનક પાસાનો ઉલ્લેખ ન કરો તો વધુ સારું. એ ઉપરાંત પાર્ટનર સાથેની રોમેન્ટિક લાઈફમાં પણ સુધારો કરવો જોઈએ. જીવનસાથીને શરમ આવશે એ વિચારે તે ઘટનાનો ઉલ્લેખ માત્ર કરવાનું છોડી દેવાને બદલે તેમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરવા જોઈએ.”
રોજિંદા ભાગદોડભર્યા જીવનનો તણાવ

ઇમેજ સ્રોત, ISTOCK
હેક્ટર ગાલવનની સલાહ લેતી કેટલીક સ્ત્રીઓને લાગે છે કે તેમનો ઉછેર પરંપરાગત પરિસ્થિતિમાં થયો હોવાથી અથવા સેક્સને ‘ગંદુ’ કામ ગણવામાં આવતું હોવાથી તેઓ તેમની લાગણી વ્યક્ત કરી શકતી નથી. જોકે, આવા કિસ્સા બહુ ઓછા છે.
તેમની સારવાર લેનારી મોટાભાગની મહિલાઓની સમસ્યા લગભગ સમાન હતી. ઘણી સ્ત્રીઓ તેમના રોમેન્ટિક જીવનનો આનંદ તણાવને કારણે માણી શકતી ન હતી.
હેક્ટર ગાલવન કહે છે, “શરીર બહુ સંવેદનશીલ હોય છે. તેના માટે આરામ બહુ જરૂરી હોય છે. શરીરમાં ચોક્કસ સ્તરનો તણાવ હોય છે, થાક હોય છે. તેની સાથે રોમેન્ટિક ઇચ્છાઓ અને ઉત્તેજના પણ હોય છે, પરંતુ સેક્સમાં ચરમ સંતોષ માટે આરામ જરૂરી હોય છે.”
ઘણી સ્ત્રીઓમાં નોકરીના લક્ષ્યાંકો, ઘરથી દૂર કામ કરવા જવાને લીધે, કેટલાક કિસ્સામાં બાળકોના ઉછેરની જવાબદારીને લીધે અને નાણાકીય સમસ્યાઓને કારણે દબાણ વધતું હોય છે.
આવી પરિસ્થિતિમાં પણ કેટલીક મહિલાઓ તેમના પાર્ટનરને સંતુષ્ટ કરવા અને તેમના અહમને ઠેસ ન પહોંચે એટલા માટે સેક્સ કરતી હોય છે. સ્ત્રીઓ લાગણીશીલ હોવાનો ડોળ કરે છે, પરંતુ એમ કરવું હિતાવહ નથી, એમ ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ્સ જણાવે છે.
એવી પરિસ્થિતિમાંથી બહાર આવવા પાર્ટનર સાથે ચર્ચા કરવાની સલાહ આપવામાં આવે છે.
મૌન રહેવાથી અનર્થ

ઇમેજ સ્રોત, ISTOCK
આપણે આ મુદ્દાની શરૂઆત કદાચ એક સૂત્ર સાથે કરી શકીએ. તે સૂત્ર એટલે રોમેન્ટિક રિલેશનશિપમાં સામેની વ્યક્તિ શું વિચારી રહી છે તેનું ચોક્કસ અનુમાન કરી શકાતું નથી.
તમે સંભોગ દરમિયાન મુદ્રાઓ અને અવાજો સમજી શકો, પરંતુ તેનો પ્રતિસાદ આપવો જરૂરી છે.
સેક્સોલૉજિસ્ટસ કહે છે, “ઘણા લોકોને તેમના જીવનસાથી જોડે સેક્સ દરમિયાન ફેરફારો અને ઍડજસ્ટમૅન્ટ્સની ચર્ચા કરવી મુશ્કેલ લાગે છે.”
“મારી પાસે આવેલી એક મહિલાએ કહ્યું હતું કે તે તેના પતિ સાથે સેક્સ કરે છે ત્યારે તેનો પતિ લય બદલી નાખે છે અથવા તે ચરમ સંતોષની ક્ષણ નજીક હોય ત્યારે તેમના પતિ તેને ઉત્તેજિત કરવાનું બંધ કરી દે છે. એ સ્ત્રીએ તેના પતિને આ વાત ક્યારેય કહી નહોતી.”
આ વાત જાણ્યા પછી નિષ્ણાતે એ સ્ત્રીને સ્પષ્ટ કર્યુ હતું કે સેક્સ પહેલાં અને પછી જ નહીં, પરંતુ સેક્સ દરમિયાન પણ વાતચીત કરવી જરૂરી છે.
“આ વાતચીતથી તેઓ એ શીખી શકે છે કે તેમના પાર્ટનરનું શરીર કેવા પ્રકારના પ્રતિભાવ ઇચ્છે છે અને સેક્સ દરમિયાન સંતોષ અનુભવવા માટે તેમણે શું કરવાની જરૂર છે.”
હેક્ટર ગાલવન પાસે સારવાર લેવા આવેલા કેટલાંક યુગલોમાં શીઘ્રપતન મુખ્ય સમસ્યા હતું. એ યુગલો ગાલવનની ટીમના કેટલાક નિષ્ણાતોની સારવાર હેઠળ છે.
તેઓ કહે છે, “આ અમારી પાસે આવતા બેસ્ટ કેસ છે.”
“કેટલાક કિસ્સામાં સ્ત્રીઓ એકલી અમારી પાસે આવે છે, કારણ કે તેઓ તેમના પાર્ટનરના સન્માન અને લાગણીને ઠેસ પહોંચાડવા ઇચ્છતી નથી. તેમના કહેવા મુજબ, તેઓ સેક્સ દરમિયાન અગાઉ કરતાં વધુ સમય વિતાવે છે, તેમ છતાં તેમને સંતોષની અનુભૂતિ થતી નથી. એ સારી બાબત છે, કારણ કે સેક્સમાં અન્ય કોઈ સમસ્યા ન હોય તો શીઘ્રસ્ખલન (પ્રિમૅચ્યૉર ઇજેક્યુલેશન) એક નાની સમસ્યા છે.”

ઇમેજ સ્રોત, ISTOCK
આવી સમસ્યા સર્જાય ત્યારે સ્ત્રીએ તેના પાર્ટનર સાથે આ બાબતે ચર્ચા કરવી જોઈએ.
“અલબત, તમે કેવી રીતે કહો છો તે મહત્ત્વનું છે. તે ફરિયાદ અથવા બીજાની ટીકા જેવું ન હોવું જોઈએ. આ બાબતે વાત થવી જ જોઈએ.”
નિષ્ણાતોનું કહેવું છે કે આવી નાની-નાની બાબતોથી યુગલ વચ્ચેનો સંબંધ ભલે ન તૂટે, પરંતુ તેમની વચ્ચે નાના-મોટા મતભેદ જરૂર સર્જાઈ શકે છે.
સ્ત્રી અને પુરુષ બન્નેએ એકમેકની સાથે તેમની ઇચ્છાઓ, લાગણીઓ અને રોમેન્ટિક ઇચ્છાઓ વિશેના ડર બાબતે વાત કરવી જોઈએ. આમ કરવાથી તેમને સંભોગની શરૂઆત અને અંત કેવી રીતે કરવો તેની સમજ મળે છે.
રતિક્રીડા પહેલાં એકમેકને પ્રોત્સાહિત કરો

ઇમેજ સ્રોત, ISTOCK
હેક્ટર ગાલવનના કહેવા મુજબ, રતિક્રીડામાં જોડાતા પહેલાં યુગલો એકમેકને ઉત્તેજિત કરવામાં જે સમય વિતાવે છે તેમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધારો થયો હોવાનું તેમણે નોંધ્યું છે.
“દાયકાઓ પહેલાં આવું નહોતું. પુરુષો ઝડપથી આનંદ મેળવી લેતા હતા. તેનાથી સ્ત્રીને સંતોષ થતો નહતો. સેક્સને એક ફરજ ગણવામાં આવતું હતું, પરંતુ પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે.”
એ સમયની વાત નથી. રતિક્રીડા પહેલાં યુગલ એકમેકને પ્રોત્સાહિત કરવામાં કેટલો સમય પસાર કરે છે તે મહત્ત્વનું નથી. તે બન્ને વચ્ચેના સારા સંવાદ જેવું છે.
સમલિંગી યુગલો વચ્ચે જાતીય સંવાદ વધુ સામાન્ય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધમાં પરિસ્થિતિ અલગ હોય છે.
હેક્ટર ગાલવનના નિષ્ણાતોની ટીમનું કહેવું છે કે સ્ત્રી અને પુરુષ સેક્સ દરમિયાન એકમેકનાં ગુપ્તાંગને સ્પર્શીને એકબીજાને ઉત્તેજિત કરવાના પ્રયાસ કરતા નથી તે હકીકત છે, કારણ કે દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિની આંતરિક સંવેદનાને સંપૂર્ણ રીતે સમજી શકતી નથી.
મહત્ત્વની વાત એ છે કે સ્ત્રીએ તેના પાર્ટનર (પુરુષ કે સ્ત્રી)ને જણાવવું જોઈએ કે શું કરવું અને તેના શરીરના ક્યા ભાગ સાથે કેવો વ્યવહાર કરવો.
“કેટલીક મહિલાઓ ફરિયાદ કરે છે કે સ્ત્રીના યોનિમાર્ગને કેવી રીતે ઉત્તેજિત કરવો તે ઘણીવાર પુરુષોને ખબર હોતી નથી, કારણ કે એમ કરવાથી સ્ત્રી શારીરિક અસ્વસ્થતા અનુભવશે, એવો ડર પુરુષને હોય છે. તમે તમારા પાર્ટનર સાથે આ બાબતે ચર્ચા કરી કે નહીં, એવું પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આવી ચર્ચા નથી કરતા, કારણ કે એમ કરવાથી પાર્ટનરની લાગણીને ઠેસ લાગશે અથવા તે શરમ અનુભવશે, એવું તેઓ માને છે.”
સેક્સ પહેલાં ઉત્તેજના વધારવા માટે સ્ત્રીએ પણ પોતાના હાથ વડે શરીરના સંવેદનશીલ હિસ્સાને ઉત્તેજિત કરવા જરૂરી છે. તે સેક્સ પહેલાના આનંદનું કારણ બને છે અને યોનિમાં સ્નિગ્ધતા આવવાથી પેનિટ્રેશન પીડારહિત બને છે. એ સિવાય રતિક્રીડા દરમિયાન પણ બહુ જ આરામદાયક છે.
“ખુદને ઉત્તેજિત કરતી કેટલીક સ્ત્રીઓના જણાવ્યા મુજબ, તેઓ સેક્સ દરમિયાન તેમના પાર્ટનરને થતો આનંદ પણ માણે છે. જાતીય સંતુષ્ટિની કોઈ પણ ફૉર્મ્યુલા આપણે જે કરીએ છીએ તેના કરતાં વધુ મૂલ્યવાન છે.”
રોમાન્સ કરવાની ઇચ્છા ક્યારે ન થાય

ઇમેજ સ્રોત, ISTOCK
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસનું કહેવું છે કે મહિલાઓમાં જાતીય ઇચ્છાનો અભાવ તેમના જીવનને અલગ-અલગ તબક્કામાં અસર કરે છે.
દાખલા તરીકે, માસિક સ્રાવ, સગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછીના તણાવમાં સ્ત્રીઓ સેક્સમાં રસ ગુમાવી દે છે.
ડિપ્રેશન, માનસિક ચિંતા તથા હોર્મોનલ સમસ્યાઓ માટેની દવાઓ જાતીય જીવન અને ભાવનાત્મક સુખાકારીને અસર કરી શકે છે.
નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પણ તેમની સેક્સ કરવાની ઇચ્છાશક્તિમાં ઘટાડો થઈ શકે છે.
ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન અંડાશય અને મૂત્રપિંડ પાસેની ગ્રંથીઓમાં થાય છે. આ અંગો યોગ્ય રીતે કામ ન કરતાં હોય તો તેની અસર સ્ત્રીમાં જોવા મળે છે. તેની અસર જાતીય જીવન પર પણ થાય છે.
તેથી જ ઍન્ડોક્રાઇનોલૉજિકલ સમસ્યાઓથી પીડાતા લોકોએ વારંવાર તબીબી તપાસ કરાવવી જરૂરી છે.
સમસ્યા ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન જેવા હોર્મોન્સ સંબંધી હોય તો ડૉક્ટર્સ હોર્મોન રિપ્લેસમૅન્ટ થેરપી સૂચવે છે.
આનંદ મેળવવા માટેનો પણ સ્ટ્રેસ અનુભવાય છે

ઇમેજ સ્રોત, Getty Images
એક સેક્સોલૉજિસ્ટે બીબીસીને જણાવ્યું હતું કે કેટલાક દર્દીઓની તપાસ કરતી વખતે તેઓ કેટલાંક નિયંત્રણ અને સંપૂર્ણ વ્યક્તિત્વનાં લક્ષણો ધરાવતાં હોવાનું જણાયું હતું.
“એકાદ ચોક્કસ કિસ્સામાં વ્યક્તિ ચરમસુખ પ્રાપ્ત કરવા પહેલાના તબક્કા સુધી પહોંચે છે, પરંતુ તેને પ્રાપ્ત કરી શકતી નથી. એ પછી તેઓ દરેક શરીર સંબંધ વખતે ખુદના વર્તનનું અવલોકન શરૂ કરે છે. આવા વર્તન દ્વારા સહાનુભૂતિ પ્રાપ્ત કરવી શક્ય છે, કારણ કે આ વિચારો તેમને સેક્સ કરવાની તેમની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સ્ટ્રેસ આપે છે.”
આ સ્થિતિને દૂર કરવા માટે આરામ કરવો અને ખુશ રહેવું જરૂરી છે.
સંભોગ દરમિયાન પીડા થાય તો શું કરવું?

ઇમેજ સ્રોત, ISTOCK
સ્ત્રીની જનનેન્દ્રિયના સંદર્ભમાં તીવ્ર ઉત્તેજના સુધી પહોંચવાની ક્ષમતાને અસર કરતા કેટલાંક પરિબળો છે.
એ પૈકીનું એક વજાઇનિમસ છે. તે યોનિમાર્ગની નીચેના ભાગમાં સ્નાયુઓનું અનઇચ્છિત સંકોચન છે. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, આ સ્નાયુઓ ખેંચાવાથી “સેક્સ પીડાદાયક અથવા અશક્ય બની જાય છે.”
નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે સ્ત્રીને સેક્સ દરમિયાન પીડા થતી હોય અથવા તેના પર જાતીય હુમલા થયા હોય કે પછી પ્રસૂતિ દરમિયાન યોનિમાર્ગમાં સમસ્યા સર્જાઈ હોય તો એપિસોટોમી તેનું કારણ બની શકે છે.
હેક્ટર ગાલવનના જણાવ્યા મુજબ, એક અન્ય રોગ ડિસ્પેર્યુનિયા છે. તે સ્ત્રીઓમાં પીડા, બળતરા અને અસ્વસ્થતાનું કારણ બને છે. આ સમસ્યાઓ સંભોગ પહેલાં, સંભોગ દરમિયાન અને સંભોગ પછી જેવા મળે છે. તે સ્ત્રીઓમાં વજાઇનિમસ કરતાં વધુ સામાન્ય છે.
શારીરિક સમસ્યા અથવા ચેપને કારણે ડિસ્પેર્યુનિયા થઈ શકે છે. તેની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જાતીય ઇચ્છા અને પીડા વચ્ચે મગજમાં જોડાણ સર્જાય છે ત્યારે પીડાને ટાળવા માટે રોમેન્ટિક ઇચ્છાને કોરાણે મૂકી દેવામાં આવે છે.
કોઈ સ્ત્રીને યોનિમાર્ગમાં ચેપ લાગ્યો હોય અથવા દુખાવો થતો હોય, યોનિમાર્ગમાં શુષ્કતાનો અનુભવ થતો હોય તો ડૉક્ટરને મળવું જરૂરી છે, નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, “મેનોપોઝ પછી સેક્સ દરમિયાન પીડા સામાન્ય બાબત છે. શરીરમાં એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવાથી યોનિમાર્ગની શુષ્કતા પીડાદાયક બને છે.”
તેને લીધે મહિલાઓમાં જાતીય ઇચ્છા ઘટી જાય છે. જોકે, આવી સ્થિતિમાં લુબ્રિકેટિંગ ક્રીમ ઉપયોગી બની શકે છે.
સિક્રેટ રિલેશનશીપની સમસ્યાઓ

ઇમેજ સ્રોત, Getty Images
સ્ત્રીઓમાં આત્મિયતા વિશેની છેલ્લી જે વાત નિષ્ણાતો કરે છે તે યુગલ વચ્ચેના સંબંધની છે.
“ક્યારેક યુગલો અમારી પાસે આવીને કહે છે કે તેમની તબિયત સારી નથી. અમે સ્ત્રીઓના સંદર્ભમાં આ વિશે સમજાવી શકીએ. હકીકતમાં ખરી સમસ્યા સ્ત્રી કે પુરુષમાં નહીં, તેમના સંબંધમાં હોય છે.”
તબીબોના કહેવા મુજબ, આવા કિસ્સામાં તેમની વચ્ચેની વ્યક્તિગત સમસ્યાઓના નિરાકરણથી તેમનું રોમેન્ટિક જીવન જ નહીં, પરંતુ તેમનું દૈનિક જીવન પણ ખુશહાલ બને છે.














