'ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના હતા' ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શું દાવો કર્યો?

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આશ્ચર્યજનક દાવો કર્યો હતો કે 'ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના હતા'

ભરૂચ વિસ્તારમાં હાલ મનરેગા કૌભાંડનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. તેમણે દાવો કર્યો કે મોટા મોટા અધિકારીઓથી લઈને નીચે સુધીના કર્મચારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોય છે.

આ સિવાય તેમણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હાલમાં જેલમાં રહેવાના મુદ્દા, પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂક અને આદિવાસીઓના મુદ્દા સહિતની બાબતે બીબીસી સાથે વાતચીત કરી. તેમણે શું કહ્યું તે આ વીડિયોમાં જુઓ.

વીડિયો : શ્યામ બક્ષી

શૂટ ઍડિટ : અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન