રોજ એક સફરજન ખાવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, કૅન્સર, અસ્થમા,અને સ્થૂળતા જેવી બીમારી ઘટે છે, સંશોધન શું કહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્વાસ્થ્ય, સફરજન, ડૉક્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોજ એક સફરજન ખાઈને ડૉક્ટરને દૂર રાખવાવાળી કહેવત 1866માં વેલ્સે લખેલા પુસ્તકમાંથી આવી છે.
    • લેેખક, જેસિકા બ્રેડલે

'રોજ એક સફરજન ખાઓ અને ડૉક્ટરથી દૂર રહો.' સફરજન વિશે આ કહેવત ઘણી પ્રચલિત છે.

આખી દુનિયામાં સફરજન લોકોની પસંદ છે. ઘણા પ્રકારના રંગો અને સ્વાદમાં મળતા સફરજન વિશે કહેવાય છે કે એ આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નીવડે છે.

દર વર્ષે વિશ્વમાં દસ કરોડ ટન સફરજન પેદા થાય છે.

રોજ એક સફરજન ખાઈને ડૉક્ટરને દૂર રાખવાવાળી કહેવત 1866માં વેલ્સે લખેલા પુસ્તકમાંથી આવી છે, જેમાં કહેવાયું છે કે એક સફરજન ખાઈને તમે ડૉક્ટરને રોજી કમાવવાથી દૂર રાખી શકો છો.

પરંતુ શું આ પ્રચલિત કહેવતમાં કોઈ સચ્ચાઈ છે ખરી?

શું બીજાં ફળોની સરખામણીએ સફરજન સ્વાસ્થ્ય માટે વધુ સારું હોય છે?

સૌપ્રથમ એ જાણી લઈએ કે સફરજનમાં કયાં પોષકતત્ત્વો હોય છે.

સફરજન ફ્લેવાનોલ્સ સહિત ફાયટોકેમિકલ્સનો સારો સ્રોત હોય છે.

તેના ઘણા ફાયદા હોય છે. હૃદયને સ્વસ્થ રાખવા અને વજન ઘટાડવામાં એ ઉપયોગી સાબિત થાય છે.

સ્પષ્ટ છે કે આ તત્ત્વ હૃદયરોગનું જોખમ ઘટાડે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્વાસ્થ્ય, સફરજન, ડૉક્ટર

સફરજન સ્વાસ્થ્ય માટે આટલું સારું કેમ મનાય છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સફરજનમાં ઘણાં પ્રકારનાં પૉલીફેનૉલ્સ હોય છે, જેમાં એન્થોકેનિન્સ પણ સામેલ છે.

એ સફરજનની છાલને લાલ રંગ આપે છે અને આ હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ફ્લોર્દિઝિન વધુ એક પૉલિફેનૉલ છે, જે સફરજનમાં મળી આવી છે.

એ લોહીમાં ગ્લુકોઝ નિયંત્રિત કરવામાં મદદગાર હોવાની ખબર પડી છે.

સફરજનમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોય છે, જેમાં સૌથી વધુ પેક્ટિન હોય છે, જે લોહીમાં લો ડેનસિટી લિપોપ્રોટીન (એલડીએલ - તેને બૅડ કૉલેસ્ટ્રોલ કહે છે)નું પ્રમાણ ઘટાડે છે.

આપણે આપણા ભોજનમાં જે ફૅટ અને શુગર લઈએ છીએ, તેને પેક્ટિન ઘટાડે છે. આવી રીતે એ આપણા લોહીમાં ગ્લુકોઝના સ્તરને સ્થિર રાખે છે.

સફરજનમાં રહેલાં પોષકતત્ત્વો શરીરને સ્વસ્થ રાખવામાં કારગત જણાય છે.

2017માં પાંચ અભ્યાસોના રિવ્યૂથી ખબર પડી છે કે નિયમિત સફરજ ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો 18 ટકા સુધી ઘટી શકે છે.

2022માં 18 અભ્યાસોના વધુ એક રિવ્યૂ પ્રમાણે વધુ સફરજ ખાવાથી કે સફરજનનો રસ પીવાથી કૉલેસ્ટ્રોલ ઘટી શકે છે.

પરંતુ આ ત્યારે જ કારગત સાબિત થશે જ્યારે તમે તમારી આ આદતને એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલુ રાખો.

સામાન્ય રીતે પૌષ્ટિક ભોજનથી કૅન્સરનો ખતરો 40 ટકા સુધી ઘટી જાય છે.

પૌષ્ટિક આહારમાં રહેલા બાયૉઍક્ટિવ કંપાઉન્ડ અને ફોટોકેમિકલ્સ આનું જોખમ ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.

પરંતુ મોટો સવાલ એ છે કે સું સફરજન બીજા આવા ખાદ્યપદાર્થો કરતાં શ્રેષ્ઠ છે, જે છોડથી પ્રાપ્ત થાય છે?

અમેરિકાની મિડલ ટેનેસી યુનિવર્સિટીમાં ન્યૂટ્રિશન અને ફૂડ સાયન્સનાં પ્રોફેસર જેનેટ કોલસન કહે છે કે, "સફરજનમાં વધુ પ્રમાણમાં વિટામિન-સી નથી હોતું. આયર્ન અને કેલ્શિયમ પણ વધુ નથી હોતાં. પરંતુ તેમાં ઘણાં બીજાં એવાં તત્ત્વો હોય છે જે સારું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કારગત હોય છે."

ઇટાલીની વેરોના યુનિવર્સિટીમાં પ્લાન્ટ બાયૉલૉજી વિભાગનાં એસોસિયેટ પ્રોફેસર ફ્લવિયા ગૂઝોનું કહેવું છે કે સફરજનમાં એવાં ઘણાં કંપાઉન્ડ્સ હોય છે, જે ઘણાં ફળ અને શાકભાજીઓમાં પણ સમાનપણ જોવા મળે છે. તેમાં ફાયદાકારક પૉલીફેનોલ્સ પણ સામેલ છે.

પૉલીફેનોલ્સ તાકતવર ઍન્ટિઓક્સિડન્ટ અણું હોય છે.

એ આપણા શરીરમાં ઍન્ટિઓક્સિડન્ટ અને ફ્રી રેડિકલ્સના પ્રમાણને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ફ્રી રેડિકલ્સ ઝડપથી પ્રતિક્રિયા કરનારા અને કોશિકાઓને નુકસાન પહોંચાડનારા અણુ હોય છે.

ફ્રી રેડિકલ્સને નિયંત્રમમાં રાખીને આપણે લાંબા સમય સુધી કૅન્સર અને હૃદયરોગને વધતા રોકી શકે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્વાસ્થ્ય, સફરજન, ડૉક્ટર

કેટલાક સંશોધકોનું કહેવું છે કે સફરજનમાં બીજાં ફળોની સરખામણીએ ઍન્ટિઓક્સિડન્ટ વધુ હોય છે. ઍન્ટિઓક્સિડન્ટના મામલામાં એ બીજા નંબરનું ફળ છે.

સફરજન ફેનોલિક કંપાઉન્ડ્સનો પણ એક સારો સ્રોત હોય છે. જે ફાઇટોકેમિકલનું બીજું રૂપ હોય છે. આ અભ્યાસથી ખબર પડે છે કે અમેરિકાના લોકો પોતાની સમગ્ર ફેનોલિક જરૂરિયાતના 20 ટકા સફરજનથી પૂરી કરે છે.

સંશોધન પ્રમાણે સફરજનમાં ફેનોલિક કંપાઉન્ડ્સ હૃદયરોગ, કૅન્સર, અસ્થમા, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓને ઘટાડી શકે છે.

એવું નથી કે વૈજ્ઞાનિક અન્ય ફળોની સરખામણીએ સફરજન ખાવાની સલાહ એટલા માટે આપે છે, કારણ કે તેમાં તાકતવર પૉલિફેનોલ્સ અને ઍન્ટિઓક્સિડન્ટ હાજર છે.

સફરજન ખાવાની સલાહ એટલા માટે અપાય છે, કારણ કે એ સરળતાથી ઉપલબ્ધ છે.

એ વાત સ્પષ્ટ છે કે સફરજનમાં આપણા સ્વાસ્થ્યને બહેતર કરવાની ક્ષમતા છે. પરંતુ એવું કહેવું કે રોજ એક સફરજ ખાવાથી આપણે ડૉક્ટરને દૂર રાખી શકીએ છીએ, એ ખૂબ મોટો દાવો છે.

વર્ષ 2015નો એક અભ્યાસ આ જ સવાલનો જવાબ આપે છે. સંશોધકોએ નવ હજાર લોકો પર એક અભ્યાસ કર્યો હતો. તેમાં લોકોએ જણાવ્યું હતું કે પાછલા 24 કલાકમાં તેમણે શું ખાધું છે?

આ અભ્યાસમાં તેમને ખબર પડી કે જે લોકો સફરજન ખાય છે, એ સફરજન ન ખાનારાની સરખામણીએ ડૉક્ટર પાસે ઓછા જાય છે. આ પરિણામ આંકડા પ્રમાણે ઠીક ન કહી શકાય.

એ પણ ત્યારે જ્યારે આપણે કહી રહ્યા હોઈએ કે સફરજન ખાનારા લોકો વધુ ભણેલાગણેલા હોય અને સામાન્યપણે ધૂમ્રપાન ન કરતા હોય.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્વાસ્થ્ય, સફરજન, ડૉક્ટર

અમેરિકાની ન્યૂ હેમ્પશાયરસ્થિત ડાર્ટમાઉથ ગીસેલ સ્કૂલ ઑફ મેડિસિનમાં મહામારી વિજ્ઞાનના સહાયક ઍસોસિયેટ પ્રોફેસર મેથ્યૂ ડેવિસનું કહેવું છે કે દરરોજ એક સફરજન ખાવાની અને ડૉક્ટર પાસે જવાની સંભાવના વચ્ચે વધુ સંબંધ જોવા નથી મળ્યો.

તેઓ કહે છે, "અમારાં વિશ્લેષણોને આધારે એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે જે લોકો સફરજન ખાય છે, તેઓ સામાન્યપણે વધુ સ્વસ્થ હોય છે."

પરંતુ સંશોધકોને એવી પણ ખબર પડી કે જે લોકો રોજ સફરજન ખાય છે, તેમની દવા પર નિર્ભર રહેવાની સંભાવના ઓછી હોય છે.

આ નિષ્કર્ષ ત્યારે પણ મહત્ત્વપૂર્ણ રહ્યો, જ્યારે ભાગ લેનારાના સામાજિક-આર્થિક સ્તરના અંતરને જોતાં વિશ્લેષણ કરાયું.

તેથી આ સંશોધનપત્રનો નિષ્કર્ષ છે કે આ કહેવતને થોડી બદલી શકાય છે - "રોજ એક સફરજન ખાઓ અને ફાર્માસિસ્ટથી દૂર રહો."

જોકે, ડેવિસને "રોજ એક સફરજન"વાળી કહેવતથી થોડી આપત્તિ છે.

તેઓ કહે છે કે શક્ય છે કે તેમણે અને તેમના સાથીઓએ દરરોજ સફરજન ખાવા અને ડૉક્ટર પાસે જવા વચ્ચે કોઈ નક્કર સંબંધ એટલા માટે નથી મળ્યો, કારણ કે આની માટે અન્ય પણ કારણો જવાબદાર હોઈ શકે છે.

તેઓ કહે છે કે, "આ કહેવતમાં છુપાયેલી એ ધારણાને માની લેવાય છે કે લોકો ડૉક્ટર પાસે માત્ર ત્યારે જ જાય છે, જ્યારે બીમાર હોય છે. પરંતુ લોકો વાર્ષિક હેલ્થ ચેકઅપ અને બીમારીઓની બચવા માટેની સલાહ માટે પણ ડૉક્ટર પાસે જાય છે."

પરંતુ આખરે તેઓ કહે છે કે એ ધારણા ખોટી છે કે માત્ર સફરજન ખાવાથી તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. ખરેખર તમારું બધું ભોજન પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ હોવું જોઈએ.

કોલસન પણ એ વાતથી સંમત છે કે "રોજ એક સફરજન"વાળી કહેવતનો હેતુ એ છે કે લોકો નિયમિતપણે છોડમાંથી મળતું ભોજન આરોગે.

સફરજન આનું એક સારું ઉદાહરણ છે, કારણ કે એ સરળતાથી ઉપલબ્ધ છે. પરવડે એવું છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

તેઓ કહે છે કે "ફ્રિજ આવ્યું એ પહેલાં લોકો સફરજનને ભંડારમાં મૂકતાં અને તે લાંબા સમય સુધી તાજાં રહેતાં. તેમાં ફૂગ પણ નહોતી લાગતી."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્વાસ્થ્ય, સફરજન, ડૉક્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સફરજન ખાવાની સૌથી સારી રીતની વાત કરીએ તો સંશોધકો કહે છે કે સફરજનની છાલ ન કાઢો, કારણ કે સફરજનની છાલમાં ઘણાં પોષકતત્ત્વ અને ઍન્ટિઓક્સિડન્ટ હોય છે.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્વાસ્થ્ય, સફરજન, ડૉક્ટર

અન્ય સંશોધકોમાં એવું જણાયું છે કે દરરોજ સફરજન ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. પરંતુ એ માત્ર ત્યારે જ્યારે લોકો દિવસમાં એક કરતાં વધુ સફરજન ખાય.

એક અધ્યયનમાં ખબર પડી છે કે દરરોજ ત્રણ સફરજન ખાવાથી લોકોના વજનમાં ઘટાડો થયો.

2020માં પ્રકાશિત એક અભ્યાસમાં સંશોધકોએ 40 ભાગ લેનારા (એ તમામનું કોલેસ્ટ્રૉલ સ્તરનું થોડું હતું)ને બે સમૂહમાં વિભાજિત કર્યા.

એક સમૂહને દરરોજ બે સફરજન ખાવાનું કહેવાયું, જ્યારે બીજાને એટલી જ કૅલરીવાળું સફરજનનું ડ્રિંક અપાયું.

આ પ્રયોગ આઠ અઠવાડિયાં ચાલ્યો અને ભાગ લેનારાને સફરજન કે સફરજનથી બનેલા ડ્રિંક સિવાય પોતાના ખાનપાનમાં અન્ય કોઈ બદલાવ ન કર્યો.

સંશોધકોને ખબર પડી કે સફરજન ખાનારા લોકોનું કોલેસ્ટ્રૉલ સ્તર અભ્યાસના અંત સુધીમાં ઘટી ગયું.

જોકે, આ અધ્યયની એક કમજોરી એ હતી કે તેમાં માત્ર 40 લોકોએ ભાગ લીધો હતો. જે કોઈ મોટા નિષ્કર્ષ પર પહોંચવા માટે જરૂરી સૅમ્પલ કરતાં સંખ્યામાં ઓછા હતા.

વધુ એક અભ્યાસમાં ખબર પડી છે કે દરરોજ ત્રણ સફરજન ખાવાથી લોકોનું વજન ઘટ્યું છે અને બ્લડ ગ્લુકોઝ લેવલમાં સુધારો જોવા મલ્યો. આ અભ્યાસ વધુ વજનવાલી 40 કરતાં વધુ મહિલાઓ પર કરાયો હતો.

સફરજન ખાવાની સૌથી સારી રીતની વાત કરીએ તો સંશોધકો કહે છે કે સફરજનની છાલ ન કાઢો, કારણ કે સફરજનની છાલમાં ઘણાં પોષકતત્ત્વ અને ઍન્ટિઓક્સિડન્ટ હોય છે.

તેઓ કહે છે કે, "આપણે સફરજનની છાલ જરૂરથી ખાવી જોઈએ, કારણ કે સફરજનના મોટા ભાગનાં પૉલિફેનૉલ્સ તેમાંથી જ મળે છે. તેમના પ્રમાણે જૂની પ્રજાતિનાં સફરજન નવી પ્રજાતિ કરતાં બહેતર હશે."

2021માં, તેમણે અને તેમના સહયોગીઓએ એક સંશોધનપેપર પ્રકાશિત કર્યું, જેમાં 'પૉમ પ્રુશિયન' નામક એક પ્રાચીન ઇટાલીના ઉત્તર ભાગમાં મળતા સફરજનનું અધ્યયન કરાયું હતું. તેમને ખબર પડી કે આ પ્રજાતિમાં આધુનિક સફરજનોની સરખામણીએ વધુ પૉલીફેનૉલ્સ હતાં.

તેઓ કહે છે કે, "જોકે, જ્યારે સફરજનની નવી જાત તૈયાર કરાય છે ત્યારે સામાન્યપણે અન્ય ગુણો પર ધ્યાન અપાય છે - જેમ કે સ્વાદ, આકાર અને વૃક્ષોની મજબૂતી પર ધ્યાન અપાય છે."

તેઓ કહે છે કે જ્યાં સુધી રંગની વાત છે તો તેનો એટલો મહત્ત્વ નથી. સફરજનની છાલ લીલી કે લાલ રંગની જ હોય છે.

આખરે, દરરોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડે એવું ન બનતું હોય, પરંતુ આ તમારા સમગ્ર સ્વાસ્થ્ય કે લાંબા સમય સુધી દવાઓ પર નિર્ભતા પર જરૂર અસર કરી શકે છે.

ગૂજો કહે છે કે રહોજ એક સફરજન ખાવાનું ફાયદાકારક છે, પરંતુ માત્ર ત્યારે જ્યારે એ એક એવા આહારનો ભાગ હોય, જેમાં વિભિન્ન પ્રકારના છોડ પર આધારિત પદાર્થ સામેલ હોય.

કારણ કે એ જ સારા સ્વાસ્થ્યનો અસલ પાયો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સ્વાસ્થ્ય, સફરજન, ડૉક્ટર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન