વિશ્વમાં રાજાશાહીમાં રાજા અને રાણીનો રાજ્યાભિષેક કેવી રીતે થાય છે?

    • લેેખક, જેમી મોરલૅન્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ

રાજા ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક છઠ્ઠીમેએ પ્રાચીન પરંપરા અનુસાર કરવામાં આવશે અને વિશ્વ તેનું સાક્ષી બનશે. વિશ્વનાં અન્ય રાજતંત્રોમાં પણ રાજ્યાભિષેકની એવી જ અસાધારણ ક્ષણો આવતી હોય છે.

વિશ્વની શેષ રાજાશાહીમાં રાજાઓ અને રાણીઓના રાજ્યાભિષેકમાં વાછરડાની ચામડીના હેડબૅન્ડથી માંડીને પવિત્ર સિંહાસન સુધીની સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે જાણીએ.

વિન્ચેસ્ટર યુનિવર્સિટીમાં રેનેસાં હિસ્ટરીનાં રીડર ડૉ. ઍલેના વુડેકર કહે છે, “રાજાશાહી ધાર્મિક વિધિઓ અને ઉત્સવો પર આધારિત હોય છે. વિવિધ રાજ્યાભિષેકમાં કેટલાક ચોક્કસ ઘટકો જોવા મળે છે.તેમાં કોઈને કોઈ પ્રકારનું સ્થાપન અથવા રાજ્યાભિષેક કરવામાં આવતા હોય છે. તેમાં રેગાલિયા એટલે કે પરંપરાગત વસ્ત્રો અને અભિષેક જેવા પવિત્ર ઘટકો હોય છે.”

તેઓ ઉમેરે છે, “આ બાબતો સર્વોચ્ચ શાસકની ભૂમિકા અને રાજા તથા પ્રજા વચ્ચેના સંબંધની પુનઃપુષ્ટિ બન્ને માટે મહત્ત્વની હોય છે.”

પવિત્ર જળ

રાજા ચાર્લ્સ તૃતીય માટે ગુપ્ત પદ્ધતિ છે. કેન્ટબરીની આર્કબિશપ રાજાના મસ્તક, છાતી અને હાથ પર અભિષેક કરે છે, જેને વિધિનો સૌથી પવિત્ર હિસ્સો ગણવામાં આવે છે. આ રીતે તેઓ સર્વોચ્ચ શાસકના આધ્યાત્મિક દરજ્જા પર ભાર મૂકે છે. સર્વોચ્ચ શાસક ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડના વડા પણ છે.

થાઇલૅન્ડમાં રાજ્યાભિષેક સમારંભમાં નવા રાજાને ‘શુદ્ધ’ કરવા તેમના પર જળનો અભિષેક કરવામાં આવે છે. તે પાણી દેશભરના 100થી વધુ સ્રોતમાંથી સ્થાનિક સમય મુજબ, 11.51થી 12.38 દરમિયાન એકત્ર કરવામાં આવેલું હોય છે. આ સમય થાઈ જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. એ પછી બૌદ્ધ પરંપરા મુજબના સમારંભમાં નવા રાજાને આશીર્વાદ આપવામાં આવે છે.

પવિત્ર સિંહાસન

રાજા ચાર્લ્સ આ વિધિ દરમિયાન પ્રાચીન સિંહાસન પર બેસે છે. ઑકમાંથી બનાવવામાં આવેલા અને 700થી વધુ વર્ષ જૂના, યુનાઇટેડ કિંગ્ડમના આ સૌથી જૂના સિંહાસનનો ઉપયોગ આજે પણ મૂળ વિધિ માટે કરવામાં આવે છે.

એ સિંહાસનમાં સ્ટોન ઑફ ડેસ્ટિની હોય છે, જે સ્કૉટિશ રાજાઓના રાજ્યાભિષેક વખતે ઉપયોગમાં લેવાતું એક ઐતિહાસિક પ્રતીક છે. અસાંતેહેને 17મી સદીના અંતની આસપાસના સમયમાં સ્થાપવામાં આવેલા અસંત સામ્રાજ્યના આધ્યાત્મિક વડા છે. એ સામ્રાજ્યનો સૂરજ તપતો હતો ત્યારે તે આજના ઘાના કરતાં પણ મોટા વિસ્તારમાં ફેલાયેલું હતું.

તેમની સંસ્કૃતિમાં સૌથી પવિત્ર વસ્તુ ગોલ્ડન સ્ટૂલ છે, જે સિકા દ્વા કૉફી નામે ઓળખાય છે. તે આશાંતી લોકોના ‘આત્મા’નું પ્રતિનિધિત્વ કરતું હોવાનું માનવામાં આવે છે.

એ બાજઠને એટલો પવિત્ર ગણવામાં આવે છે કે તેના પર બેસવાની કોઈને છૂટ નથી, રાજાને પણ નહીં. તેથી રાજ્યાભિષેક દરમિયાન નવા અસાંતેહેનેને, બાજઠ પર બેસાડ્યા વિના ઊભા રાખવામાં આવે છે.

જોકે, ગોલ્ડ કોસ્ટના બ્રિટિશ ગવર્નર સર ફ્રેડરિક હોજસને 1900માં ગોલ્ડન સ્ટૂલ પર બેસવાની માગણી કરી હતી અને સૈનિકોને તે શોધી કાઢવાનો આદેશ આપ્યો હતો.

તેના વિરોધમાં અશાંતે મહારાણી યા અસંતેવાનાના નેતૃત્વમાં બળવો કરવામાં આવ્યો હતો. એમનો પરાજય થયો અને અશાંતી સામ્રાજ્યને બ્રિટિન સાથે જોડી દેવામાં આવ્યું હતું. તેમની રાજાશાહીની પુનઃસ્થાપના 1935 સુધી કરવામાં આવી ન હતી.

છત્ર, પડદા અને કાપડ

બ્રિટિશ રાજાનો રાજ્યાભિષેક એટલો પવિત્ર અને ગુપ્ત માનવામાં આવે છે કે એ વિધિ દરમિયાન અન્યોની નજર રાજા પર ન પડે એટલા માટે તેમની ઉપર એક છત્ર રાખવામાં આવે છે.

એકઠા થયેલા લોકો પણ પોકારે છે, “ભગવાન, રાજાને હેમખેમ રાખે.”

જાપાની સમ્રાટના રાજ્યાભિષેકમાં પણ આવું જ કંઈક કરવામાં આવતું હોય છે. સમારંભ દરમિયાન એક પ્રાચીન તલવાર અને ઘરેણા સાથે એક સિંહાસન સામે ઊભેલા સમ્રાટના અનાવરણ માટે તાકામિકુરા નામે ઓળખાતા મંડપ પર જાંબલી રંગના પડદા ઢાંકવામાં આવે છે.

માત્ર સમ્રાટો દ્વારા ખાસ પ્રસંગે જ પહેરવામાં આવતા પીળા-નારંગી રંગના ઝભ્ભામાં સજ્જ સમ્રાટ એક ઔપચારિક ઉદ્ઘોષણા વાંચી સભળાવે છે. એ વખતે “બંઝાઈ” એવો પોકાર કરવામાં આવે છે, જેનો અર્થ છે સમ્રાટને દીર્ઘાયુ મળે.

રાજા ચાર્લ્સે સેંકડો વિદેશી મહાનુભાવો સાથે રાજ્યાભિષેકમાં હાજરી આપી હતી.

પીંછા અને સિંહચર્મ

યુનાઇટેડ કિંગ્ડમના રાજા રાજ્યાભિષેક વખતે ખાસ પ્રકારનો ઝભ્ભો (રોબ) પહેરે છે. ટૂંક સમયમાં જ રાજાનો તાજ ધારણ કરનાર સર્વોચ્ચ શાસક વેસ્ટમિન્સ્ટર એબીમાં પ્રવેશે ત્યારે તેમણે લાલ રંગનો મખમલનો ‘રોબ ઑફ સ્ટેટ’ પહેરેલો હોય છે. તેના પર સોનાની ફીત વડે હાથથી ભરતકામ કરવામાં આવેલું હોય છે. તેની અંદરના ભાગમાં ઇર્મિન નામની પશુની મોંઘીદાટ સુંવાળી ચામડીની લાઇનિંગ હોય છે.

આખરે તેઓ અલગ રોબ પહેરે છે. 1953માં રાણી એલિઝાબેથ દ્વિતિયનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમણે સાત મીટર લાંબો સિલ્ક ગાઉન પહેર્યો હતો. તેના પર યુનાઇટેડ કિંગ્ડમ અને કૉમનવેલ્થનાં પ્રતીકોનું 18 પ્રકારના સોના-ચાંદીના દોરા વડે ભરતકામ કરવામાં 3,500 કલાક થયા હતા.

દક્ષિણ આફ્રિકાના આઠ રાજાઓમાં સૌથી વધુ પ્રભાવશાળી ઝુલુ કિંગ પણ તેમના રાજ્યાભિષેક દરમિયાન ખાસ પ્રકારનાં વસ્ત્રો પહેરે છે. પરંપરાગત ઝુલુ સમારંભમાં, સર્વોચ્ચ શાસક તેમના પૂર્વજોના આશીર્વાદ મેળવવા પશુઓની પવિત્ર ગમાણમાં જાય છે અને પોતે પસંદગી પામેલી વ્યક્તિ છે તે પૂરવાર કરવા, તેમણે શિકાર કર્યો હોય તે સિંહનું ચામડું પહેરે છે.

રાજા મિસુઝુલ કા ઝ્વેલિથિનીએ 2022માં તેમના તાજપોશી સમારંભમાં ચિત્તાની પ્રિન્ટ અને પીછાં પહેર્યાં હતાં, કારણ કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ તેમને સ્વીકૃતિનું પ્રમાણપત્ર આપી દીધું હતું.

વાછરડાની ચામડીનો તાજ

તાજ એ કોઈ પણ રાજ્યાભિષેક વિધિના સૌથી મહત્ત્વપૂર્ણ ઘટકો પૈકીનો એક છે, જે રાજાને શાસક તરીકે ચિહ્નિત કરે છે.

યુનાઇટેડ કિંગ્ડમમાં કિંગ ચાર્લ્સ તૃતીયને સેન્ટ એડવર્ડ્ઝ ક્રાઉન પહેરાવવામાં આવશે. નક્કર સોનાની ફ્રેમ ધરાવતા એ તાજમાં રૂબી અને નીલમ જડવામાં આવ્યાં છે. રાજાના સમગ્ર શાસનકાળમાં આ એક જ વખત તે તાજનો ઉપયોગ કરવામાં આવે છે.

રાજ્યાભિષેક વિધિના અંતે કિંગ ચાર્લ્સ આશરે 1.06 કિલો વજનનો ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન પહેરશે. આ તાજનો ઉપયોગ સંસદના સત્રના પ્રારંભ જેવા સત્તાવાર પ્રસંગે પણ કરવામાં આવે છે.

લેસેથોમાં રાજ્યાભિષેક વખતે બે પરંપરાગત વડા નવા રાજાના મસ્તક પર વાછરડાની ચામડીનું હેડબૅન્ડ અને પીંછાં મૂકવામાં આવે છે. તેઓ ગીત અને નૃત્ય સાથેના સમારંભમાં પ્રાણીની ત્વચા અને સુવર્ણરંગી મગરની આકૃતિના ભરતકામવાળાં વાદળી ટ્યુનિક પણ પહેરે છે.

રાજધાની માસેરુના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં લેટ્સી તૃતિયની તાજપોશી કરવામાં આવી હતી. તેમાં કિંગ ચાર્લ્સ અને નેલ્સન મંડેલાએ હાજરી આપી હતી. નેલ્સન મંડેલા એ સમયે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ હતા.