હિંદ મહાસાગરમાં 30 લાખ ચોરસ કિમીનો 'હોલ', જહાજ પસાર થાય ત્યારે શું થાય?

જહાજ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એલિસ હર્નાન્ડિઝ
    • પદ, બીબીસી મુંડો

શું તમે જાણો છો ધરતીની સપાટીનું સૌથી નીચાણવાળું ક્ષેત્ર ક્યાં આવેલું છે?

આ ક્ષેત્ર આવેલું છે હિંદ મહાસાગરમાં.

આ ક્ષેત્રમાં જ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ સૌથી ઓછું છે.

શું આપને ખબર છે કે આવું કેમ છે?

બે ભારતીય સંશોધકોએ આના માટે નવો ખુલાસો આપ્યો છે.

ગ્રે લાઇન

ધરતીનો ખરો આકાર શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, THAT

આપણને શાળામાં બે મહત્ત્વપૂર્ણ બાબતો શીખવવામાં આવે છે.

  • પૃથ્વી ગોળ છે, પરંતુ તેના ધ્રુવો લગભગ સપાટ છે
  • તેમજ પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો પ્રવેગ 9.8 મિટર પ્રતિ સેકન્ડ છે

પરંતુ ખરેખ, પૃથ્વીએ એક બટાટાના આકારની છે. સ્થળ સાથે તેના દળમાં ફેરફાર થાય છે.

આની સાથે જ દરેક સ્થળે ગુરુત્વાકર્ષણમાં પણ ફેરફાર જોવા મળે છે.

પૃથ્વી પર જુદાં જુદાં સ્થળે દળની સાથે ગુરુત્વાકર્ષણ પણ અલગ અલગ હોય છે.

આ સ્થળોએ સરેરાશ કરતાં ગુરુત્વાકર્ષણ ઓછું કાં તો વધારે હોઈ શકે.

ગ્રે લાઇન
હિંદ મહાસાગરમાં ‘ગ્રેવિટી વેલ’નું લોકેશન દર્શવાતો નકશો

ઇમેજ સ્રોત, THAT

ઇમેજ કૅપ્શન, હિંદ મહાસાગરમાં ‘ગ્રેવિટી વેલ’નું લોકેશન દર્શવાતો નકશો

ગ્રેવિટી હોલ એટલે શું?

જ્યારે આપણે આ ઉપરોક્ત વાત કરીએ છીએ ત્યારે ‘ગેવિટેશનલ હોલ’ અંગે સમજવાનું મહત્ત્વપૂર્ણ બને છે.

આ એ વિસ્તાર છે જ્યાં ગુરુત્વાકર્ષણમાં સૌથી મોટો ફેરફાર જોવા મળે છે. યુનિવર્સિટી ઑફ ઓવિએડોમાં ભૂગોળ વિષયમાં પીએચ. ડી. ગેબ્રિએલા ફર્નાન્ડિસે વીજોના મતે આ “પૃથ્વી પરનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળ” છે. પરંતુ તેઓ કહે છે કે આ છિદ્રમાં વસ્તુઓ સામાન્ય છિદ્રની માફક પડતી નથી. તેઓ કહે છે કે આ છિદ્ર જોઈ શકાતું નથી.

દાયકાઓ પહેલાં અહીંથી પસાર થઈ રહેલાં વહાણોએ આ સ્થળે ગુરુત્વાકર્ષણમાં થયેલ ફેરફારને નોંધ્યો. અને બાદમાં ઉપગ્રહોએ તેની પુષ્ટિ કરી. પરંતુ છિદ્ર બનવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ હતું.

જોકે, હવે આ અંગે કેટલીક હદે ચોક્કસ ખુલાસા મળી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

30 લાખ ચોરસ કિલોમીટર પહોળું ‘છિદ્ર’

આ છિદ્ર સમુદ્રસપાટીથી 105 મીટરની ઊંડાઈએ આવેલ છે.

તેનું ક્ષેત્રફળ 30 લાખ ચોરસ કિલોમીટર છે.

તેને ઇન્ડિયન ઑશન જિયોઇડ લૉ (IOGL) તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વીનું સૌથી ઓછું ગુરુત્વાકર્ષણ અહીં જ જોવા મળે છે.

જરા પ્રાથમિક શાળામાં ભણેલ આ વાત અંગે વિચારો, આપણને શાળામાં એવું શીખવાડાતું કે જ્યાં દળ ઓછું હોય ત્યાં ગુરુત્વાકર્ષણ પણ ઓછું હોય છે.

જો આ વાત અંગે વિચારવામાં આવે તો, હિંદ મહાસાગરમાં રહેલા આ છિદ્રમાં સૌથી ઓછું ગુરુત્વાકર્ષણ હશે. પરંતુ આવું કેમ?

ભૂગોળવેત્તાઓ આ અંગે જુદા જુદા ખુલાસા આપે છે.

બીબીસી ગુજરાતી

જૂની માન્યતાઓ કેવી રીતે બની?

જ્યારે પ્રાચીન ગોંડવાના ખંડથી ભારતીય ખંડ પ્રદેશ અલગ પડ્યો ત્યારે હિંદ મહાસાગરની રચના થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યારે પ્રાચીન ગોંડવાના ખંડથી ભારતીય ખંડ પ્રદેશ અલગ પડ્યો ત્યારે હિંદ મહાસાગરની રચના થઈ હતી

ફર્નાન્ડિસે કહ્યું કે, “આપણી પાસે રહેલાં મૉડલો અનુસાર, જ્યારે બે ખંડીય પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે બેમાંથી એક બીજીની નીચે પેસી જાય છે અને દળમાં ઘટાડો થાય છે.”

સંશોધકોના મતે આ છિદ્ર પ્રાચીન ગોંડવાના ખંડ અને લોરેસિયા ખંડની એકબીજા સાથે 250 મિલિયન વર્ષ પહેલાં થયેલ ટક્કરના કારણે બન્યું છે. જે બાદ હિંદ મહાસાગર બન્યો હતો. પરંતુ આ ખુલાસો હિંદ મહાસાગરમાં જોવા મળતી આ ખગોળીય પ્રવૃત્તિનો સંતોષકારક જવાબ આપતો નથી.

આ અંગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના દીપાંજન પૉલ અને અત્રેયી ઘોષે નવો ખુલાસો રજૂ કર્યો છે.

આ માટે તેમણે કમ્પ્યૂટરની મદદથી 19 ભૌગોલિક મૉડલો વિકસાવ્યાં હતાં. આના માટે તેમણે પૃથ્વીની સપાટી પરના ગુરુત્વાકર્ષણ, ઉષ્ણતા અને ખંડીય પ્લેટોને તૂટવા માટે લાગેલા સમય જેવાં પરિબળોને ધ્યાને લીધાં. આમ, તેમનાં 19 મૉડલોમાંથી છમાં આપણે જે સ્થિતિ ઑબ્ઝર્વ કરી શકીએ છીએ તે બની.

બીબીસી ગુજરાતી

ભારતીય દ્વારા નવું અર્થઘટન

ઠંડા અને ગરમ પદાર્થો વચ્ચે થયેલી ટક્કરે પૃથ્વીમાં કંપનની સ્થિતિ પેદા કરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઠંડા અને ગરમ પદાર્થો વચ્ચે થયેલી ટક્કરે પૃથ્વીમાં કંપનની સ્થિતિ પેદા કરી

ભારતીય સંશોધકોના ખુલાસામાં પણ એ વાતની પુષ્ટિ થઈ કે હિંદ મહાસાગર ગોંડવાના ખંડમાંથી ભારતીય ખંડ પ્રદેશ છૂટો પડવાને પરિણામે રચાયો હતો. પરંતુ જો આ સાચું હોય તો વધુ એક ભૌગોલિક પ્રદેશ આ વાતમાં સામે આવે છે, એ છે આફ્રિકા.

ઘણાં મિલિયન વર્ષ સુધી તેથીસ સાગરનો ઠંડો ખંડ પૂર્વ આફ્રિકા તરફ આગળ વધ્યો. ફર્નાન્ડિસના મતે એ એ સમયનો સૌથી વિકરાળ અગ્નિ હશે.

જ્યારે કોઈ ગરમ પદાર્થ ઠંડા પદાર્થની સાથે અથડાય તો કંપન પેદા થાય છે. આ ઘટનાને કારણે ભારે ભૌગોલિક સ્તરોનું નિર્માણ થયું. જેને ‘સ્તરાચ્છાદન’ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય સંશોધકોના રિપોર્ટ અનુસાર આના કારણે હિંદ મહાસાગરનો એક ચોક્કસ ભાગ ઓછા દળવાળો છે અને ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછું છે.

ફર્નાન્ડિસના મતે આ ખુલાસો વધુ યોગ્ય છે કારણ કે તે ભૌગોલિક ઇતિહાસ, ગાણિતિક ડેટા અને જિયૉલૉજિકલ કમ્પ્યૂટર મૉડલોને ધ્યાને લે છે.

રેડ લાઇન
રેડ લાઇન