ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર, નાગાલૅન્ડ અને મેઘાલયમાં કોને સફળતા મળી?

ઇમેજ સ્રોત, ANI

- 60 બેઠકવાળી ત્રિપુરા વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકની જરૂર રહે છે અને ભાજપને અહીં 32 બેઠકો મળી છે.
- નાગાલૅન્ડમાં ભાજપને 12 બેઠકો મળી છે અને એનડીપીપીને 25 બેઠકો મળી છે
- નાગાલૅન્ડમાં નેશનલિસ્ટ ડેમૉક્રેટિક પ્રોગ્રેસિવસ પાર્ટીની સરકાર છે
- એનડીએને 32 બેઠકો તો આમાંથી નાગા પીપલ્સ ફ્રન્ટને 27 બેઠકો મળી હતી
- નાગાલૅન્ડમાં આ ચૂંટણીમાં એનડીએને 37 બેઠકો મળી છે, જ્યારે નાગા પીપલ્સ ફ્રન્ટ માત્ર 2 બેઠકો જીતી શક્યો છે
- નાગાલૅન્ડમાં એનસીપીએ વધુ સારું પ્રદર્શન કરતા 7 બેઠકો જીતી છે
- મેઘાલયમાં ભાજપને 2 બેઠકો અને જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટીએ 26 બેઠકો પર વિજય મેળવ્યો છે, ટીએમસી 5 બેઠકો જીતી છે, ભાજપે ગઠબંધન કરીને નેશનલ પીપલ્સ પાર્ટી સાથે સરકાર રચી હતી.

ત્રિપુરામાં ભાજપ, કૉંગ્રેસ-લૅફ્ટ ગઠબંધન અને ટીએમપી વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. 60 બેઠકવાળી વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકની જરૂર રહે છે અને ભાજપને અહીં 32 બેઠકો મળી છે.
આમ ત્રિપુરામાં ભાજપે સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે.
જ્યારે સીપીઆઈ (એમ)ને 11 બેઠકો અને કૉંગ્રેસ ગઠબંધનમાં કૉંગ્રેસને 3 અને ટિપ્રા મોથા પાર્ટીને 13 બેઠકો મળી છે.
ગત ચૂંટણી દરમિયાન ભાજપને પૂર્વોત્તરનો ડાબેરી કિલ્લો ધ્વસ્ત કરવામાં સફળતા મળી હતી અને બિપ્લબકુમાર દેબને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
ચૂંટણી આડે એકાદ વર્ષનો સમય બાકી હતો ત્યારે દેબને હઠાવીને માણિક સાહાને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
નાગાલૅન્ડમાં ભાજપને 12 બેઠકો મળી છે અને એનડીપીપીને 25 બેઠકો મળી છે.
નાગાલૅન્ડમાં નેશનલિસ્ટ ડેમૉક્રેટિક પ્રોગ્રેસિવસ પાર્ટીની સરકાર છે. નેફિયૂ રિયો અત્યારે નાગાલૅન્ડના મુખ્ય મંત્રી છે.
આ પાર્ટી 2017માં ચૂંટણી પહેલાં તત્કાલીન સત્તાધારી નાગા પીપલ્સ ફ્રન્ટથી અલગ થઈને બની હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ એનડીએ સાથે ગઠબંધન કરીને ચૂંટણી જીતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે ચૂંટણીમાં એનડીએને 32 બેઠકો તો આમાંથી નાગા પીપલ્સ ફ્રન્ટને 27 બેઠકો મળી હતી.
વધુ સારું પ્રદર્શન કરતા એનડીએને આ ચૂંટણીમાં 37 બેઠકો મળી છે. જ્યારે નાગા પીપલ્સ ફ્રન્ટ માત્ર 2 બેઠકો જીતી શક્યો છે.

ઇમેજ સ્રોત, ANI
નાગાલૅન્ડમાં એનસીપીએ વધુ સારું પ્રદર્શન કરતા 7 બેઠકો જીતી છે.
મેઘાલયની વાત કરવામાં આવે તો અહીં ભાજપને 2 બેઠકો અને ટીએમસી 5 બેઠકો જીતી છે. જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટીએ 26 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કૉંગ્રેસને માત્ર 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
2018માં ચૂંટણીમાં કૉંગ્રેસને 59માંથી 21 બેઠકો પર જીત મળી હતી જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટીએ 20 બેઠકો જીતી હતી. ભાજપને તે ચૂંટણીમાં પણ બે બેઠકો મળી હતી.
'ઇન્ડિયન એક્સ્પ્રેસ' અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આસામના મુખ્ય મંત્રી અને પૂર્વોત્તરમાં ભાજપના વડા વ્યૂહરચનાકાર હિંમતા બિસ્વા સરમાએ ત્રણેય રાજ્યોમાં બની રહેલી નવી સરકારમાં ભાજપ ભાગીદાર રહે એ માટેના પ્રયાસો આરંભી દીધા છે.

ભાજપ માટે આ જીત કેટલી મહત્ત્વની છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રશ્ન પર બીબીસી સંવાદદાતા કીર્તિ દુબે સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રાધિકા રામસેસન કહે છે, "આ પરિણામો ભાજપ માટે ખૂબ જ સંતોષજનક સમાચાર લઈને આવ્યા છે, જ્યાં પાંચ વર્ષ પહેલા સુધી ડાબેરી પક્ષો મજબૂત સ્થિતિમાં હતા તે ત્રિપુરામાં જીત થઈ છે અને તેમને બીજી ટર્મ મળી રહી છે."
તેઓ ઉમેરે છે, “નાગાલૅન્ડમાં ભાજપ જુનિયર પાર્ટનર છે અને તે નાગા નેશનલિસ્ટ ડેમૉક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી જેવા મજબૂત પ્રાદેશિક પક્ષ સાથે ગઠબંધન ધરાવે છે. ભાજપ નાગાલૅન્ડમાં પણ સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જ્યાં સુધી મેઘાલયનો સવાલ છે ત્યાં સુધી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મેઘાલયના મુખ્ય મંત્રી કોનરાડ સંગમા સાથે મુલાકાત કરી છે. મેઘાલયમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ છે જે તેના માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે."
તેઓ કહે છે, "પૂર્વોત્તરમાંથી કુલ મળીને 21-22 બેઠકો હોય છે, આ સંખ્યા બહુ વધારે નથી પરંતુ તેનું મહત્ત્વ તો છે. નાગાલૅન્ડનું ઉદાહરણ લઈએ તો અહીં લાંબા સમયથી અલગતાવાદી અભિયાન ચરમસીમા પર હતું, ત્યાં અલગ દેશની માગણી ઊઠી રહી હતી. તેમને લાગતું હતું કે દિલ્હીની સરકાર તેમની સાથે સાવકા ભાઈ જેવો વ્યવહાર કરે છે. પરંતુ હવે તમે જોઈ શકો છો કે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીઓ એ વાતને વધુ સ્પષ્ટ કરે છે."

પૂર્વોત્તરમાં પગ જમાવનાર પહેલો હિન્દુત્ત્વવાદી પક્ષ

ઇમેજ સ્રોત, ANI
ભાજપે પૂર્વોત્તરના રાજ્યો માટે નોર્થ-ઈસ્ટ ડૅવલપમૅન્ટ એલાયન્સ (નેડા)ની રચના કરી છે. તેના કન્વીનર આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા છે.
તેની રચના વર્ષ 2015માં કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય એ હતો કે ભાજપે પૂર્વોત્તર રાજ્યોમાં એવા પ્રાદેશિક પક્ષોને સાથે લાવવા કે જેઓ કૉંગ્રેસથી ખુશ નથી.
2016માં ભાજપે આસામમાં કૉંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આણીને સરકાર બનાવી હતી.
2018માં ભાજપે ત્રિપુરામાં 30 વર્ષથી સત્તામાં રહેલી ડાબેરી સરકારને હટાવીને પ્રથમ વખત સરકાર બનાવી હતી.
બીબીસી સંવાદદાતા કીર્તિ દુબે સાથે વાત કરતા રાધિકા રામસેસન કહે છે, "નેડાની રચના દર્શાવે છે કે પૂર્વોત્તર રાજ્યો ભાજપ માટે કેટલા મહત્ત્વપૂર્ણ રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યોમાં આદિવાસી વસ્તી અને ખ્રિસ્તીઓ વધુ છે, આવી સ્થિતિમાં ભાજપ આ રાજ્યોમાં જીતવા સાથે ભાજપ કહી શકે છે કે જો તે લઘુમતી વિરોધી હોત તો તેને આ જીત ન મળી હોત.”














