You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હમાસનું સંચાલન કરનારા લોકો કોણ છે?
- લેેખક, લીના અલશવાબકેહ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ. અમ્માન
હમાસના લડવૈયાએ 7મી ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો.
હમાસના આ અભિયાનને ‘ઑપરેશન અલ-અક્સા ફ્લડ’ નામ અપાયું હતું. આ હુમલા પછી સવાલ એ ઊઠ્યો છે કે આ ઑપરેશનની યોજના કયા લોકોએ બનાવી.
ઑબ્ઝર્વર્સ અને રક્ષા નિષ્ણાતો અનુસાર આ હુમલાએ ઇઝરાયલને ચોંકાવી દીધું છે.
પેલેસ્ટાઇનના ચરમપંથી સંગઠન હમાસનું ગાઝા પર નિયંત્રણ છે. તેના ઘણા વરિષ્ઠ નેતા મીડિયામાં ચહેરા ઢાંકેલા હોય એ અવસ્થામાં જોવા મળે છે.
જ્યારે તેના અન્ય નેતાઓએ પોતાનું મોટાભાગનું જીવન ઇઝરાયલ દ્વારા હત્યાના પ્રયાસોથી બચવામાં વિતાવ્યું છે.
જોઈએ હમાસના પ્રમુખ વર્તમાન નેતાઓ, રાજકીય હસ્તીઓ અને એના ઇઝે-અલ-દીન અલ-કાસમ બ્રિગેડના સૈન્ય કમાન્ડરો વિશે જાણીએ.
મોહમ્મદ દીફ
મોહમ્મદ દીફે એ સુરંગો બનાવવાની યોજના બનાવી જેનાથી હમાસના લડવૈયા ગાઝાથી ઇઝરાયલમાં દાખલ થયા. તેમનું અસલી નામ મોહમ્મદ દીબ અલ-મસરી છે. તેમના પુકારનું નામ અબૂ ખાલિદ અને અલ દીફ છે.
તેઓ હમાસના સૈન્ય સંગઠન ઇઝે-અલ-દીન અલ-કાસમ બ્રિગેડના પ્રમુખ છે. તેમનો જન્મ 1965માં ગાઝામાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેલેસ્ટાઇન તેને માસ્ટરમાઇન્ડના રૂપમાં ઓળખે છે. જ્યારે ઇઝરાયલી તેમને ‘ધ મૅન ઑફ ડેથ’ અથવા ‘ધ ફાઇટર વિધ નાઇન લાઇવ્સ’ના નામથી બોલાવે છે.
મોહમ્મદ દીફે ઇસ્લામિક યુનિવર્સિટી ઑફ ગાઝામાંથી જીવવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી લીધી છે. યુનિવર્સિટીમાં તેઓ અભિનય અને થિયેટર પ્રતિ પોતાના રસ માટે જાણીતા હતા. તેમણે કલાકારોનું એક ગ્રૂપ બનાવ્યું હતું.
જ્યારે હમાસની સ્થાપનાની જાહેરાત થઈ તો તેઓ કોઈ ખચકાટ વગર તેમાં સામેલ થઈ ગયા. ઇઝરાયલી અધિકારીઓએ તેમની 1989માં ધરપકડ કરી લીધી. હમાસની સૈન્ય શાખામાં કામ કરવાના આરોપમાં તેમણે કોઈ પણ કેસ વગર 16 મહિના જેલની કેદમાં વિતાવ્યા.
જેલવાસ દરમિયાન દીફે ઇઝરાયલી સૈનિકોને પકડવાના હેતુથી હમાસથી અલગ એક આંદોલન સ્થાપિત કરવા માટે ઝકારિયા અલ-શોરબાગી અને સલાહ શેહાદેહ સાથે સંમતિ દર્શાવી. જે બાદમાં અલ-કાસમ બ્રિગેડ બની ગઈ.
જેલમાંથી મુક્ત થયા બાદ દીફ ઇઝે-અલ-દીન અલ-કાસમ બ્રિગેડના પ્રમુખ નેતાના રૂપમાં તેઓ ઊભરી આયા. તેઓ એના સંસ્થાપકોમાંથી એક હતા.
દીફ એ સુરંગોના નિર્માણના એન્જિનિયર હતા જેમાંથી હમાસના લડવૈયા ગાઝાથી ઇઝરાયલમાં દાખલ થયા હતા. એ સાથે જ તેઓ એ લોકોમાં સામેલ છે જેમણે ઘણી મોટી સંખ્યામાં રૉકેટ હુમલાની રણનીતિને પ્રોત્સાહિત કરી હતી.
જોકે તેમના પર સૌથી ગંભીર આરોપ હમાસ માટે બૉમ્બ બનાવનારા યાહ્યા અયાશની હત્યાનો બદલો લોવાની યોજના બનાવવાનો છે. આ અભિયાનો દરમિયાન એક બસ પર થયેલા બૉમ્બમારાના હુમલામાં 50 ઇઝરાયલી નાગરિકોનાં મોત થયાં હતાં.
આ ઘટના 1996ની શરૂઆતમાં થઈ હતી. એ સવિયા તેમનું નામ 1990ના દાયકામાં ત્રણ ઇઝરાયલી સૈનિકોના અપહરણ કરવાના કેસમાં પણ આવ્યું હતું. ઇઝરાયલે વર્ષ 2000માં તેમની ધરપકડ કરી જેલમાં નાખી દીધા હતા. પરંતુ બીજા ઇત્તેફાદાની શરૂઆતમાં તેઓ તે જેલમાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
દીફની ત્રણ તસવીરો છે. એક ઘણી જૂની છે, બીજી તેમની નકાબપોશી તસવીર છે અને ત્રીજી તેમના પડછાયાની તસવીર છે. તેમની હત્યાનો સૌથી ગંભીર પ્રયાસ 2002માં થયો હતો. પરંતુ તેમને ચમત્કારિક બચાવ થયો હતો.
આ હુમલામાં તેમની એક આંખ જતી રહી હતી. જોકે ઇઝરાયલનું કહેવું છે કે તેમણે એક પગ અને એક હાથ પણ ગુમાવી દીધા હતા. હત્યાના પ્રયાસોનો શિકાર બન્યા બાદ તેમને બોલવામાં પણ મુશ્કેલી આવે છે.
વર્ષ 2014માં ગાઝા પર લગભગ 50 દિવસ સુધી થયેલા હુમલા દરમિયાન પણ ઇઝરાયલી સેના તેમની હત્યા કરવામાં નિષ્ફળ રહી. પરંતુ તેણે તેમની પત્ની અને બે બાળકોની હત્યા કરી દીધી.
‘ધ ક્લાઉન’ નામના નાટકમાં અબૂ ખાલિદની ભૂમિકા નિભાવવના કારણે તેમને અબૂ ખાલિદના નામથી પણ બોલાવવામાં આવે છે. અબૂ ખાલિદ એક ઐતિહાસિક ચરિત્ર છે, જો શરૂઆતી મધ્યકાલમાં ઉમય્યા અને અબ્બાસી કાળ વચ્ચે પેદા થયા હતા.
દીફ શબ્દનો પ્રયોગ અરબીમાં અતિથિ માટે થાય છે. એ નામ તેમને એટલા માટે મળ્યું કેમ કે તેઓ એક જગ્યા પર વધુ સમય સુધી નથી રહેતા. ઇઝરાયલી હુમલાથી બચવા માટે તેઓ દરેક રાત અલગ અલગ જગ્યાએ રોકાતા હતા.
મારવાન ઇસ્સા
ઇઝરાયલમાં મારવાન ઇસ્સાને શબ્દોની જગ્યાએ કર્મોવાળી વ્યક્તિ ગણવામાં આવી છે. એમનું કહેવું છે કે તેઓ એટલા ચતુર છે કે પ્લાસ્ટિકને ધાતુમાં બદલી શકે છે. મારવાન ઇસ્સાને મોહમ્મદ દીફનો જમણો હાથ માનવામાં આવે છે. તે ઇઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર-ઇન-ચીફ અને હમાસ આંદોલનના રાજકીય તથા સૈન્ય બ્યૂરોના સભ્ય છે.
ઇઝરાયલી સુરક્ષા દળોએ તેમને પ્રથમ ઇંતેફાદા દરમિયાન અટકાયતમાં લીધા હતા. હમાસ સાથેની સક્રિયતાના કારણે ઇઝરાયલે તેમને પાંચ વર્ષ હિરાસતમાં રાખ્યા. તેઓ હમાસ સાથે પોતાના યુવાનીના દિવસોમાં જ જોડાઈ ગયા હતા.
ઇઝરાયલનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ જીવિત રહેશે, હમાસ સાથે તેમનું માનસિક યુદ્ધ ચાલુ જ રહેશે.
ઇસ્સા એક પ્રતિષ્ઠિત બાસ્કેટબૉલ ખેલાડી તરીકે ઊભર્યાં. પરંતુ ખેલ તેમનું કરિયર ન બન્યું કેમ કે ઇઝરાયલે 1987માં તેમને હમાસમાં સામેલ થવાના આરોપસર પકડી લીધા હતા.
પેલેસ્ટાઇન પ્રાધિકરણે તેમને 1997માં ધરપકડ કરી લીધી હતી. તેમને ત્યાં સુધી છોડવામાં નહીં આવ્યા જ્યાં સુધી 2000 અલ-અક્સા ઇંતેફાદા શરૂ ન થયું. જેલમાંથી છુટ્યા બાદ ઇસ્સાએ ઇઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડમાં સૈન્ય પ્રણાલિઓને વિકસિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
હમાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાના કારણે ઇસ્સાનું નામ ઇઝરાયલની મોસ્ટ વૉન્ટેડ લોકોની યાદીમાં સમેલ છે. વર્ષ 2006માં દીફ અને ઇઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડના પ્રમુખ નેતાઓની એક બેઠક દરમિયાન ઇઝરાયલે તેમની હત્યાનો પ્રયાસ કર્યો. આ હુમલામાં તેઓ ઘાયલ થઈ ગયા હતા. પરંતુ તેમને નષ્ટ કરવાનો ઇઝરાયલનો પ્રયાસ સફળ નથી થયો.
ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ 2014માં ગાઝા પર હુમલા દરમિયાન તેમના ઘરને તબાહ કરી દીધું. તેમાં તેમના એક ભાઈનું મોત થઈ ગયું હતું.
વર્ષ 2011 સુધી તેમનો ચહેરો કોઈએ નહોતો જોયો. જોકે એ વર્ષે એક ગ્રૂપ ફોટો આવ્યો હતો. આ ફોટો ઇઝરાયલી સૈનિક હ્લેડ શાલિતની મુક્તિના બદલામાં છોડવામાં આવેલા પેલેસ્ટાઇન કેદીઓના સ્વાગત સમારોહની હતી.
તેમને અબૂ અલ-બારા નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનું નામ ઘૂસણખોરીની યોજનામાં આવ્યું છે. તેમાં 2012ના શેલ સ્ટોન્સથી લઈને 2023ના અલ-અક્સા ફ્લડ જેવા અભિયાન પણ સામેલ છે.
ગ્રાઉન્ડ પર તાકત, ઇન્ટલિજન્સ અને તકનિકી બળ, સંગઠિત તથા ચોક્કસ યોજના બનાવવી, વસ્તીઓ અને સુરક્ષા વડામથકો પર હુમલામાં ધ્યાન આપવું, તેમનું આ હુમલાઓમાં સામેલ હોવાના સંકેત છે.
યાહ્યા સિનવાર
અમેરિકાએ સપ્ટેમ્બર 2015માં યાહ્યા સિનવારનું નામ પોતાના આંતરરાષ્ટ્રીય ચરમપંથીઓની બ્લૅકલિસ્ટમાં નાખ્યું હતું.
સિનવાર હમાસના નેતા છે. તેઓ ગાઝા પટ્ટીમાં તેના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ છે. વર્ષ 1962માં પેદા થયેલા સિનવાર હમાસની સિક્યૉરિટી સર્વિસ મજ્દના સંસ્થાપક છે.
મજ્દ ગાઝામાં આંતરિક સુરક્ષાનું કામ સંભાળે છે. તેમાં શંકાસ્પદ ઇઝરાયલી એજન્ટોની તપાસ-પૂછપરછ જેવા કામ સામેલ છે. તેઓ ખુદ ઇઝરાયલી ઇન્ટલિજન્સ અને સિક્યૉરિટી સર્વિસના અધિકારીઓ પર નજર રાખે છે.
સિનવારને ત્રણ વખત પકડવામાં આવી ચૂક્યા છે. ઇઝરાયલી સુરક્ષા દળોએ પ્રથમ વાર તેમની 1982માં ધરપકડ કરી હતી. એ સમયે તેમને ચાર મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.
સિનવારના રોજ 1988માં ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. તેઓ જેલમાં સજા કાપી રહ્યા હતા. આ દરમિયાન હમાસની એક મિસાઇલે ઇઝરાયલી સૈનિક ગ્લેડ શાલિતના ટૅન્કને તબાહ કરી દીધી હતી.
શાલિતને હમાસે બંદી બનાવી લીધી હતા. પોતાના એક સૈનિકને છોડાવવાના બદલામાં ઇઝરાયલે 2011માં હમાસ અને ફતહના કેટલાય કેદીઓને છોડી મૂક્યા હતા. તેમાં યાહ્યા સિનવાર પણ સામેલ હતા.
ઇઝરાયલની કેદમાંથી મુક્ત થયા બાદ સિનવાર હમાસમાં પોતાના જૂના પદ પર આવી ગયા. સિનવારને 13 ફેબ્રુઆરી 2017ના રોજ ગાઝા પટ્ટીમાં હમાસના રાજકીય બ્યૂરોના પ્રમુખ નિમવામાં આવ્યા. તેમણે ઇસ્માઇલ હાનિયાની જગ્યા લીધી.
અબ્દુલા બરઘૌટી
આ ઍન્જિનિયરે ડેટોનેટર બનાવવાની સાથે સાથે બટાકામાંથી વિસ્ફોટક ઉપકરણ અને ઝેરી પદાર્થ પણ બનાવ્યા.
બરગૂતીનો જન્મ 1972માં કુવૈતમાં થયો હતો. તેઓ 1990માં બીજા ખાડી યુદ્ધ બાદ જૉર્ડન જતા રહ્યા હતા.
દક્ષિણ કોરિયાની યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ સુધી ઇલેક્ટ્રૉનિક ઍન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પહેલાં તેમની પાસે જૉર્ડનની નાગરિકતા હતી. ત્યાં તેમણે વિસ્ફોટક બનાવતા શીખ્યું. તેઓ પોતાનો અભ્યાસ પૂરો ન કરી શક્યા કેમ કે એ પહેલાં જ તેમને પેલેસ્ટાઇનમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી ગઈ હતી.
તેમની આસપાસના લોકોમાં કોઈ પણને તેમની વિસ્ફોટક બનાવવાની ક્ષમતા વિશે જાણકારી નહોતી. એક દિવસ તેઓ પોતાના પિતરાઈ ભાઈ બિલાલ અલ બરગૂતીને વેસ્ટ બેન્કના એક દૂરના વિસ્તારમાં લઈ ગયા. ત્યાં તેમણે પોતાના કૌશલનું પ્રદર્શન કર્યું.
બિલાલે પોતાના કમાન્ડરને જણાવ્યું કે તેમણે શું જોયું હતું. ત્યાર બાદ અબ્દુલ્લા અરબૂતીને અઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડના રૅન્કમાં સમેલ થવા માટે આમંત્રણ આપ્યું.
અબ્દુલ્લા બરગૂતીએ પોતાના કસ્બાના એક ગોડાઉનમાં સૈન્ય ઉત્પાદન માટે એખ ખાસ કારખાનું લગાવ્યું હતું. બરગૂતીને ઇઝરાયલી સુરક્ષા દળોએ 2003માં સંયોગવશ ધરપકડ કરી લીધી હતી. તેમની ત્રણ મહિના સુધી પૂછપરછ થઈ હતી.
બરગૂતીને ડઝન ઇઝરાયલીઓનાં મોત માટે જવાબદાર માનવામાં આવે છે. તેમની પર જ્યારે બીજી વખત કેસ ચલાવવામાં આવ્યો તો સુનાવણીમાં આ મૃતકોના પરિવાર પણ સામેલ થયા.
તેમને ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબી સજા અપાઈ. તેમને 67 આજીવન કારાવાસ અને 5200 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમને કેટલાક સમય માટે એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા. તેના વિરોધમાં તેમને ભૂખ હડલાત શરૂ કરી દીધી. ત્યાર બાદ તેમનો એકાંત કારાવાસ ખતમ કરી દેવાયો હતો.
બરગૂતીને પ્રિન્સ ઑફ શૅડો નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને જેલની અંદર આ જ નામથી લખવામાં આવેલા પુસ્તક ‘પ્રિન્સ ઑફ ધી શૅડો’ ઉપનામ મળ્યું. આ પુસ્તકમાં તેમણે પોતાના જીવન અને અન્ય કેદીઓ સાથે કરવામાં આવેલા અભિયાનો વિશે જણાવ્યું છે.
ઇસ્માઇલ હાનિયા
ઇસ્માઇલ હાનિયા હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ અને 10મી પેલેસ્ટાઇન સરકારના વડા પ્રધાન છે. તેમનું ઉપનામ અબૂ-અલ-અબ્દ છે. તેમનો જન્મ પેલેસ્ટાઇન શરણાર્થી શિવિરમાં થયો હતો. તે 2006થી પેલેસ્ટાઇનના વડા પ્રધાનના રૂપમાં કામ કરી રહ્યા છે.
ઇઝરાયલે તેમને 1989માં ત્રણ વર્ષ માટે કેદ કરી લીધા હતા. ત્યાર બાદ તેમણે હમાસના ઘણા નેતાઓ સાથે માર્જ-અલ-જુહૂર નિર્વાસિત કરી દીધા હતા. આ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે એક નો-મેન્સ લૅન્ડ છે. અહીં તેઓ એક વર્ષ સુધી રહ્યા.
નિર્વાસન પૂરા થયા પછી તેઓ ગાઝા પરત ગયા. તેમણે 1997માં હમાસના આંદોલનના આધ્યાત્મિક નેતા શેક અહમદ યાસીનના કાર્યલયના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. આનાથી તેમની હેસિયત વધી ગઈ.
હમાસે 16 ફેબ્રુઆરી 2006ના રોજ તેમને પેલેસ્ટાઇનના વડા પ્રધાન નામાંકિત કર્યા હતા. તેમને આ જ વર્ષે 20 ફેબ્રઆરીએ નિયુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ બાદ જ પેલેસ્ટાઇન ઑથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે તેમને તેમના પદ પરથી બર્ખાસ્ત કરી દીધા.
આવું એટલા માટે થયું કેમ કે ઇઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડને ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હતો. તેમણે અબ્બાસના ફતહ આંદોલનના પ્રતિનિધિઓનો નિકાલ કર્યો હતો એક સપ્તાહ સુધી ચાલેલી લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા હતા.
હાનિયાએ પોતાનું સસ્પેન્સન ગેરબંધારણીય ગણાવતા એને ખારિજ કરી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેમની સરકાર પોતાના કર્તવ્યોને ચાલુ રાખશે અને પેલેસ્ટાઇનના લોકો પ્રતિ પોતાની જવાબદારીઓને છોડશે નહીં.
ત્યાર બાદ હાનિયાએ ઘણી વાર ફતહ સાથે સમાધાનની અપીલ પણ કરી છે. હાનિયાને 6 મે 2017ના રોજ હમાસના પૉલિટિકિલ બ્યૂરોના પ્રમુખ પસંદ કરાયા હતા. અમેરિકાના વિદેશ વિભાગે 2018માં હાનિયાને આતંકવાદી જાહેર કર્યાં હતા.
ખાલિદ મશાલ
મશાલ હમાસ આંદોલનના સંસ્થાપકોમાંથી એક છે. તેઓ આની સ્થાપનાના તુંરત બાદથી જ એના પૉલિટિકલ બ્યૂરોના સભ્ય છે. મશાલ અબૂ અલ-વાલિદનો જન્મ 1956માં વેસ્ટ બૅન્કના સિલવાડ ગામમો થયો હતો. તેમણે પોતાના પ્રાથમિક શિક્ષા ત્યાં જ મેળવી. બાદમાં તેમનો પરિવાર કુવૈત જતો રહ્યો, જ્યાં તેમણે પોતાની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા પૂરી કરી.
મશાલ 1996 અને 2017 વચ્ચે હમાસના પૉલિટિકલ બ્યૂરોના અધ્યક્ષ પણ રહ્યા. વર્ષ 2004માં શેખ અહમદ યાસીનની મોતના બાદ મશાલને તેના નેતા નિયુક્ત કરાયા.
ઇઝરાયલની ઇન્ટલિજન્સ સેવા મોસાદે 1997માં તેમને નિશાન બનાવ્યા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂના નિર્દેશ પર તેમની હત્યાનો પ્રયાસ કરાયો. નેતન્યાહૂએ મોસાદના પ્રમુખને મશાલની હત્યાની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
મોસાદના 10 એજન્ટ નકલી કૅનેડિયન પાસપોર્ટ પર જૉર્ડનમાં દાખલ થયા હતા. ખાલિદ મશાલ પાસે એ સમયે જૉર્ડનની નાગરિકતા હતી. રાજધાની અમ્માનના એક માર્ગ પર ચાલતા સમયે તેમને એક ઝેરી પદાર્થનું ઇંજેક્શન લગાવી દેવાયું હતું.
જૉર્ડનના અધિકારીઓએ હત્યાના આ પ્રયાસની જાણકારી મેળવી. તેમણે આમાં સામેલ મોસાદના બે એજન્ટની ધરપકડ કરી લીધી હતી. એ સમયે જૉર્ડનના રાજા હુસૈને ઇઝરાયલી વડા પ્રધાનને મશાલને અપાયેલા ઝેરી પદાર્થ માટે ઍન્ટીડોટ માગ્યો હતો. પરંતુ નેતન્યાહૂએ શરૂઆતમાં આ આગ્રહને અસ્વીકાર કર્યો હતો.
તેમની હત્યાની કોશિશે એક રાજકીય વિવાદનું સ્વરૂપ લઈ લીધું. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને હસ્તક્ષેપ કર્યો. તેમણે નેતન્યાહૂને ઍન્ટીડોટ આપવા માટે મજબૂર કર્યા.
મશાલે પહેલીવાર 7 ડિસેમ્બર 2012ના રોજ ગાઝા પટ્ટીની મુલાકાત લીધી હતી. જ્યારે તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમણે પેલેસ્ટાઇન છોડી દીધું હતું. ત્યાર બાદ એ પેલેસ્ટાઇન ક્ષેત્રની તેમની પ્રથમ યાત્રા હતી.
રાફા ક્રૉસિંગ પર પેલેસ્ટાઇનના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ગાઝા શહેરમાં તેમના પહોંચવા પર પેલેસ્ટાઇનની ભીડ માર્ગ પર તેમનું સ્વાગત કરવા ઊમટી પડી હતી.
મહમૂદ ઝહાર
હમાસ આંદોલનની સ્થાપનાના 6 મહિના બાદ જ મહમૂદ ઝહારને ઇઝરાયલે હિરાસતમાં લઈ લીધા હતા.
ઝહારનો જન્મ 1945માં ગાઝામાં થયો હતો. તેમના પિતા પેલેસ્ટાઇનિયન અને માતા ઇજિપ્તનાં રહેવાસી હતાં. તેમનું બાળપણ ઇજિપ્તના ઇસ્માલિયા શહેરમાં વિત્યું. તેમનું પ્રાથમિક, મિડલ અને માધ્યમિક શિક્ષણ ગાઝામાં થયું.
તેમણે કાહિરાના એક શમ્શ યુનિવર્સિટીમાંથી 1971માં જનરલ મેડિસિનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ 1976માં તેમણે જનરલ સર્જરીમાં પીજી કર્યું. સ્નાતક ડિગ્રી લીધા બાદ તમણે ગાઝા અને ખાનના એક હૉસ્પિટલમાં ડૉક્ટર તરીકે કામ કર્યું. તેમણે ત્યાં સુધી કામ કર્યું જ્યાં સુધી ઇઝરાયલે તેમની રાજકીય ગતિવિધિયોના કારણે તેમને સસ્પેન્ડ ન કરી દીધા.
ઝહારને હમાસના પ્રમુખ નેતાઓમાં ગણવામાં આવે છે. તેમને હમાસ આંદોલનના રાજકીય નેતૃત્વના સભ્ય તરીકે માનવામાં આવે છે. હમાસની સ્થાપનાના 6 મહિના બાદ જ 1988માં મહમૂદ ઝહારને ઇઝરાયલી જેલમાં છ મહિના રાખવામાં આયા હતા. ઇઝરાયલે તેમને 1992માં અન્ય નેતાઓની સાથે માર્ઝ-અલ-જુહુર નિર્વાસિત કરી દીધા હતા. તેઓ ત્યાં એક વર્ષ સુધી રહ્યા.
વર્ષ 2005માં કરાવાયેલી ચૂંટણીમાં હમાનસને બહુમતી મળી હતી. ઝહારે વડા પ્રધાન ઇસ્માઇલ હાનિયાની સરકારમાં વિદેશમંત્રી તરીકે કામ કર્યું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની સરકારને બરખાસ્ત કરી દેવાઈ હતી. આથી પેલેસ્ટાઇનમાં વિભાજન થયું હતું.
ઇઝરાયલે 2003માં ઝહારની હત્યાનો પ્રયાસ કર્યો. એક ઍપ-16 વિમાને ગાઝા શહેર પાસે રિમલમાં ઝહારના ઘર પર બૉમ્બ ફેંક્યો હતો. કહેવાય છે કે આ બૉમ્બ 5 ક્વિન્ટલનો હતો. આ હુમલામાં તેમને સાધારણ ઈજા થઈ હતી. પરંતુ તેમના મોટા દીકરા ખાલિદનું મોત થઈ ગયું હતું.
તેમના બીજા દીકરા હોસામની ગાઝાના પૂર્વીય વિસ્તારમાં 15 જાન્યુઆરી 2008ના રોજ ઇઝરાયલી સેનાની કાર્યવાહીમાં મોત થઈ ગયું હતું. આ હુમલામાં હોસામ સહિત 18 લોકોનાં મોત થયાં હતાં. હોસામ પણ કાસમ બ્રિગેડના સભ્ય હતા.
ઝહારે બૌદ્ધિક, રાજકીય અને સાહિત્યિક કૃતિઓ સર્જી હતી. તેમાં ‘ધ પ્રૉબ્લેમ ઑફ અવર કન્ટેમ્પરરી સોસાયટી...એ કુરાનિક સ્ટડી’, ‘નો પ્લેસ અન્ડર ધ સન’ સામેલ છે. આ બેન્યામિન નેતન્યાહૂના એક પુસ્તકની પ્રતિક્રિયા તરીકે લખવામાં આવેલું પુસ્તક છે. આ સિવાય તેમણે ‘ઑન ઢ પેવમેન્ટ’ નામથી એક ઉપન્યાસ પણ લખ્યો છે.