નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી કેમ મેળવી ન શક્યા?

પરિણામો મોદી માટે વ્યક્તિગત ફટકો છે કારણકે તેઓને ક્યારેય બહુમતી ઓછી પડી નથી.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પરિણામો મોદી માટે વ્યક્તિગત ફટકો છે કારણકે તેઓને ક્યારેય બહુમતી ઓછી પડી નથી.
    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્યા કરતાં વધુ આકરી ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે.

તેમની ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી નથી અને 543 બેઠકોવાળી સંસદમાં બહુમતી માટે જરૂરી 272 બેઠકો કરતાં પાછળ છે. જોકે, તેના ગઠબંધનના સહયોગી પક્ષોએ વધારાની બેઠકો મેળવી છે.

ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે તથા ભારતના વડા પ્રધાન તરીકે ચૂંટણીમાં કાયમ બહુમતી મેળવતા રહેલા તેમજ એક દાયકા સુધી દેશના રાજકારણ પર છવાયેલા રહેલા નરેન્દ્ર મોદી માટે આ લોકસભા ચૂંટણીનું પરિણામ એક વ્યક્તિગત આંચકો છે.

આ પરિણામ કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના વિરોધ પક્ષના ગઠબંધન માટે આશ્ચર્યજનક છે. આ પરિણામે કૉંગ્રેસના પતનના ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી છે અને ઍક્ઝિટ પોલ તથા ચૂંટણી પૂર્વેનાં સર્વેક્ષણને પણ ખોટાં સાબિત કર્યાં છે.

સાત સપ્તાહ સુધી ચાલેલી મેરેથોન ચૂંટણી દરમિયાન 64 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી અધિકારીઓએ તેને એક વિશ્વવિક્રમ ગણાવ્યો છે. આ ચૂંટણી લગભગ અડધોઅડધ મતદાતા મહિલાઓ હતી.

નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી કેમ મેળવી ન શક્યા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે શાનદાર પુનરાગમન કર્યું છે.

વિશ્વના અનેક નેતાઓ તેમના ત્રીજા કાર્યકાળ સુધી આવતા-આવતા ધીમા પડી ગયા છે અને નરેન્દ્ર મોદી પણ તેમાં અપવાદ નથી. બેઠકોની દૃષ્ટિએ ભાજપ ભારતનો સૌથી મોટો પક્ષ બની રહ્યો છે અને નરેન્દ્ર મોદી તેમના સહયોગીઓ સાથે મળીને ત્રીજી વખત સરકાર રચશે તો તેઓ ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના રેકૉર્ડની બરાબરી કરશે.

જોકે, તેમના પક્ષ માટે 50થી વધુ બેઠકોનું નુકસાન તેમના ત્રીજા કાર્યકાળને ઓછો આકર્ષક બનાવે છે. ખાસ કરીને નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી અભિયાનમાં એનડીએ ગઠબંધન માટે 400 બેઠકોનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું ત્યારે વર્તમાન સ્થિતિમાં તેમને મળેલી બેઠકો ઓછી ઉપલબ્ધિ જેવી લાગે છે.

તેને લીધે કૉંગ્રેસ કૅમ્પમાં ખુશી અને ભાજપ કૅમ્પમાં થોડી નિરાશા છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો હોવા છતાં પ્રચાર અને અપેક્ષાઓના બોજને કારણે તેના સમર્થકોને નિરાશ થયા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નરેન્દ્ર મોદીના સમર્થકો માને છે કે તેમને ત્રીજી વખત સરકાર બનાવવા મળે તે માટેનાં ઘણાં કારણો છે. તેમાં સ્થિર શાસનનો રેકૉર્ડ, સાતત્ય, કાર્યક્ષમ કલ્યાણ કાર્યક્રમો અને તેમની એવી છવિ કે તેમણે વિશ્વમાં ભારતનું કદ વધાર્યું છે.

તેમના હિંદુ રાષ્ટ્રવાદ આધારિત સમર્થકો માટેની વાત કરીએ તો ભાજપના ચૂંટણીઢંઢેરામાં આપેલા વાયદાઓ મોદીએ પૂરા કર્યા છે જેમકે તેમાં કાશ્મીરની સ્વાયતતા રદ કરવાનો નિર્ણય, રામમંદિરનું નિર્માણ અને વિવાદાસ્પદ નાગરિકત્વ કાયદાના અમલનો સમાવેશ થાય છે. કેટલાંક ભાજપશાસિત રાજ્યોએ આંતરધર્મીય લગ્નોના નિયમોને આકરા બનાવતા કાયદા અમલી બનાવ્યા છે.

ભાજપની બેઠકો ઘટવાનાં કારણોમાં બેરોજગારી, મોંઘવારી, વધતી અસમાનતા, વિવાદાસ્પદ સૈન્ય ભરતી સુધારાઓ તથા અન્ય બાબતોનો સમાવેશ કરી શકાય. ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવતા નરેન્દ્ર મોદીના આકરા અને વિભાજનકારી અભિયાનને કારણે કેટલાક પ્રદેશોમાં મતદાતાઓ વિમુખ થયા હોય તે શક્ય છે.

જંગી બહુમતીને લીધે બંધારણીય સુધારાની આશંકા ગરીબોમાં વધવાને લીધે, પોતાના ગઠબંધન એનડીએ માટે 400થી વધુ બેઠકોના લક્ષ્યાંકનો નરેન્દ્ર મોદીનો નારો "અબ કી બાર, 400 પાર" કદાચ ઊલટો પડ્યો હોય એવું લાગે છે.

નરેન્દ્ર મોદીના પક્ષને સૌથી મોટો આંચકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે. ઉત્તર પ્રદેશ યુનાઇટેડ કિંગ્ડમ કરતાં મોટું અને ત્રણ ગણી વસ્તીવાળું રાજ્ય છે. 80 સંસદીય બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશનો રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે. ઘણા લોકો તેને દિલ્હીનું પ્રવેશદ્વાર ગણે છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બન્ને ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી જીત્યા છે.

આ ચૂંટણીનો મુખ્ય નિષ્કર્ષ શું છે?

બીજેપી કેમ હાર્યું? બીજેપી કેમ બહુમત ના મેળવી શક્યું?

ઇમેજ સ્રોત, AFP

બ્રાન્ડ મોદી પર મોટો ફટકો

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું શ્રેય તેમની બ્રાન્ડિંગ, રાબેતા મુજબના કાર્યક્રમોને ભવ્ય બનાવવાની અને ચતુરાઈપૂર્વક મેસેજ આપવાની તેમની કુશળતાને આપવામાં આવે છે. નબળા વિરોધ પક્ષ અને ઘણી હદે મૈત્રીપૂર્ણ મીડિયાએ તેમને તેમની બ્રાન્ડ બનાવવામાં મદદ કરી છે.

ચૂંટણીનાં પરિણામ પરથી ખબર પડે છે કે બ્રાન્ડ મોદીની ચમક થોડી ઝાંખી પડી છે, નરેન્દ્ર મોદીએ પણ સત્તા-વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ એટલા અજેય નથી, જેટલા તેમના અનેક સમર્થકો માને છે. આ પરિણામને લીધે વિરોધ પક્ષને નવી આશા મળી છે.

ગઠબંધનના રાજકારણની વાપસી

ભારતમાં અસ્તવ્યસ્ત ગઠબંધન સરકારોનો ઇતિહાસ લાંબો છે. જોકે, 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં આર્થિક સુધારા અમલી બનાવવામાં કેટલીક ગઠબંધન સરકારોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભાજપ સરકાર રચશે તો તે તેના સાથી પક્ષો પર નિર્ભર હશે અને તેણે વધારે પરામર્શ તથા વિચાર-વિમર્શનો અભિગમ અપનાવવો પડશે. સાથી પક્ષોને ગઠબંધનમાં પોતાની ઉપેક્ષા થતી હોવાનું લાગશે તો આ નિર્ભરતા નબળી પડશે. એક વખતે જેને સર્વશક્તિમાન ગણવામાં આવતો હતો તે પક્ષ, 2014 અને 2019થી વિપરીત, આજે સાથી પક્ષો પર નિર્ભર છે.

બીજેપી કેમ હાર્યું? બીજેપી કેમ બહુમત ના મેળવી શક્યું?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ચૂંટણી પરિણામો દર્શાવે છે કે બ્રાન્ડ મોદીએ તેમની ચમક ગુમાવી દીધી છે

દબદબો ધરાવતી બીજેપીને ઝટકો

વડા પ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના એક દાયકા લાંબા અવિરત શાસનકાળે ભારતના એ આશ્વેષને રેખાંકિત કર્યું છે જેને કેટલાક પૉલિટિકલ સાયન્ટિસ્ટ્સ જેને વન-પાર્ટી ડૉમિનન્ટ સિસ્ટમ કહે છે.

તેનાં મુખ્ય પાંચ લક્ષણ છેઃ એક પ્રભાવશાળી નેતા, સંસાધનો તથા કૉમ્યુનિકેશન પર અજોડ નિયંત્રણ, મજબૂત સંગઠનાત્મક વ્યવસ્થા અને કંગાળ વિરોધપક્ષ. એક પક્ષના વર્ચસ્વવાળી વ્યવસ્થાનું એક લક્ષણ ઘટતી સ્વતંત્રતા પણ છે.

ભાજપ ભારતીય રાજનીતિમાં પ્રભુત્વ ધરાવતો પહેલો પક્ષ નથી.કૉંગ્રેસે આઝાદી પછી ઘણાં વર્ષો સુધી અવિરત શાસન કર્યું હતું.

ઘણા લોકો જેને વિવિધ પક્ષો દ્વારા સહિયારી સત્તા અને એ માટેની સ્પર્ધાનું "સામાન્ય રાજકારણ" માને છે તેને મંગળવારના પરિણામે પુનર્સ્થાપિત કર્યું છે.

અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં સફળ ગઠબંધન બનાવ્યું છે.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં સફળ ગઠબંધન બનાવ્યું છે.

વિરોધ પક્ષોનો પુનરોદય

આ પરિણામ કૉંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ જેની ઘણી ટીકા થતી રહી છે, તેને નવી ઊર્જા આપશે.

ફેબ્રુઆરીમાં વિવિધ વિરોધ પક્ષના ગઠબંધન ઇન્ડિયા (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ) ના એક મુખ્ય નેતા નીતીશકુમારે તેને છોડીને ભાજપ સાથે ફરી હાથ મિલાવ્યા ત્યારે આ ગઠબંધનમાં ઊથલપાથલ થઈ હતી.

જોકે, વિરોધ પક્ષે રાહુલ ગાંધીના વડપણ હેઠળ આક્રમક ઝુંબેશ ચલાવી હતી અને પક્ષપાતી મીડિયા તથા ઓછાં સંસાધનો હોવા છતાં બેઠકોના અંતરને ઘટાડ્યો હતો.

તેમના માટે આગળ જતાં આશા છે. ભારતનાં રાજ્યોમાં વિધાનસભાઓની 4,000થી વધુ બેઠકોમાંથી લગભગ ત્રીજા ભાગની બેઠકો ભાજપ પાસે છે. તેનો અગાઉ પ્રાદેશિક પક્ષો સામે પરાજય પણ થયો છે. આગામી 14 મહિનામાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એ બધી ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ થશે.

આ વર્ષે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ માટે આકરી સ્પર્ધા હશે તે શક્ય છે. દિલ્હીની આગામી ચૂંટણી પણ પડકારો સર્જી શકે છે, જ્યારે ઑક્ટોબરમાં બિહારમાં યોજાનારી ચૂંટણી પ્રાદેશિક અવરોધ સર્જશે.

આ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી માટે ત્રીજા સંભવિત કાર્યકાળનો અર્થ શું હોઈ શકે?

એન ચંદ્રબાબુ નાયડુની પ્રાદેશિક ટીડીપી શ્રી મોદીની સાથી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એન ચંદ્રબાબુ નાયડુની પ્રાદેશિક ટીડીપી શ્રી મોદીની સાથી છે

ભારતમાં ઘણું કામ કરવાની અને દેશને થોડી સંભાળની જરૂર છે.

સરકારી ખર્ચને કારણે અર્થતંત્રમાં તેજી આવી છે છતાં અસમાનતા વધી રહી છે. ખાનગી રોકાણ અને વપરાશ વધવા જોઈએ. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો વધુ ખર્ચ કરી શકે એટલા માટે તેમના ગજવામાં વધારે પૈસા હોવા જરૂરી છે. પૂરતા પ્રમાણમાં રોજગાર નહીં મળે તો એવું નહીં થાય.

મહત્ત્વાકાંક્ષા અને નિરાશાથી ભરપૂર દેશમાં યુવા મતદારો ભાજપથી વિમુખ થાય તેવી શક્યતા છે. યાદ રહે કે એક અબજથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં આશરે બે-પંચમાંશ ભાગના લોકો 25 વર્ષથી ઓછી વયના છે.

હિંસાનો ભોગ બનેલી ભારતની સૌથી મોટી લઘુમતી મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવા બદલ નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવે છે. તેમની સરકાર પર ભિન્નમતને દબાવવાનો અને ભિન્નમત વ્યક્ત કરતા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં ધકેલી દેવાનો આક્ષેપ પણ કરવામાં આવે છે.

પણ ઘણા નેતાઓ માટે ત્રીજો કાર્યકાળ પડકારજનક સાબિત થયો છે. અણધારી ઘટનાઓએ તેમની સરકારોને તોડી નાખી છે અને તેમની યોજનાઓને વેરવિખેર કરી નાખી છે.