‘મેં તેની હત્યા કરી, તેનું માથું કાપ્યું, છાતી ચીરીને હૃદય બહાર ખેંચી કાઢ્યું’, છોકરીના પ્રેમમાં એક મિત્રનો જીવ ગયો અને બીજો જેલભેગો થયો

નવીન (ડાબે) અને હરિહરકૃષ્ણ (જમણે)

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, નવીન (ડાબે) અને હરિહરકૃષ્ણ (જમણે)
    • લેેખક, અમરેન્દ્ર યરલાગડ્ડા
    • પદ, બીબીસી તામિલ
બીબીસી ગુજરાતી
  • હૈદરાબાદની એન્જિનિયરિંગ કૉલેજના નવીન નામના વિદ્યાર્થીની હત્યાથી સર્વત્ર ખળભળાટ મચી ગયો છે
  • પોલીસના કહેવા મુજબ, આ હત્યા પ્રેમ પ્રકરણ અને તેમાંથી સર્જાયેલા વિવાદનું પરિણામ છે
  • હરિહરકૃષ્ણ ત્રણ મહિનાથી નવીનની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો, તેણે હત્યા માટે 200 રૂપિયાની છરી અને મેડિકલ સ્ટોરમાંથી ગ્લોવ્ઝ ખરીદ્યાં હતાં
  • હરિહરકૃષ્ણએ નવીનની હત્યા કર્યાનું તેના એક મિત્ર અને પ્રેમિકાને જણાવ્યું હતું
  • બીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીએ હરિહરકૃષ્ણએ સાગર કૉમ્પ્લેક્સના કચરામાં કપડાં ફેંકી દીધાં હતાં અને રસ્તા પર આવીને જોરશોરથી કહેવા લાગ્યો હતો કે “મેં નવીનને મારી નાખ્યો છે.”
બીબીસી ગુજરાતી

(આ કથામાંની કેટલીક વિગત તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે)

“હું અને નવીન 17 તારીખની મધરાતે રમાદેવી પબ્લિક સ્કૂલ તરફના રસ્તે ગયા હતા. હું નવીનને એકાંત સ્થળે લઈ ગયો હતો. ત્યાં મેં તેને પૂછ્યું હતું કે હું એ છોકરીને પ્રેમ કરું છું. તું બીજી છોકરીને પ્રેમ કરે છે. તો પછી હું જેને પ્રેમ કરું છું એ છોકરીને તું હેરાન શા માટે કરે છે?”

“નવીને મને ધક્કો માર્યો અને કહ્યું કે તે છોકરીને હું પ્રેમ કરું છું. તેને ભૂલી જા. તેથી મેં નવીનને મારા હાથ વડે માર્યો. અમે એકબીજાને મારવા લાગ્યા. મેં નવીનને પછાડ્યો અને તેના પર બેસીને તેનું ગળું દબાવી દીધું.”

“ગુસ્સામાં મેં તેનાં કપડાં ફાડી નાખ્યાં અને હું સાથે લાવ્યો હતો તે છરી થેલીમાંથી કાઢીને નવીનનું માથું કાપી નાખ્યું. એ પછી છાતી ચીરીને તેનું હૃદય બહાર કાઢ્યું. પછી બે આંગળી કાપી નાખી. પછી આસપાસ કોઈ નથી તેની ખાતરી કર્યા બાદ તેની લાશ ખેંચીને નજીકની ઝાડીમાં ફેંકી દીધી.”

વાંચીને કંપી ઊઠાય તેવી આ કબૂલાત હરિહરકૃષ્ણની છે.

હૈદરાબાદની એન્જિનિયરિંગ કૉલેજના નવીન નામના વિદ્યાર્થીની હત્યાથી સર્વત્ર ખળભળાટ મચી ગયો છે.

આ હત્યા પ્રકરણમાં પોલીસે હયાતનગર કોર્ટમાં રિમાન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં હત્યા પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે.

અબ્દુલ્લાપુરમેટના પોલીસ ઇન્સપેક્ટર વી.સ્વામીએ જણાવ્યું હતું કે નવીન-હરિહરકૃષ્ણના કેસની તપાસ ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 302 તથા 201 તેમજ એસસી-એસટી પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી ઍક્ટની કલમક્રમાંક 3(2) હેઠળ કરવામાં આવી રહી છે.

બીબીસી ગુજરાતી

‘હું પ્રેમ કરતો હતો એ છોકરી સાથે તેને સેક્સ સંબંધ હતો’

આ નિર્જન રસ્તા પર હરિહરકૃષ્ણે નવીનને મારી નાખ્યા...

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, આ નિર્જન રસ્તા પર હરિહરકૃષ્ણે નવીનને મારી નાખ્યા...
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસના કહેવા મુજબ, "આ હત્યા પ્રેમ પ્રકરણ અને તેમાંથી સર્જાયેલા વિવાદનું પરિણામ છે."

હરિહરકૃષ્ણએ પોલીસને કહ્યું હતું કે "હું અને નવીન મિત્રો હતા. હું જેને પ્રેમ કરતો હતો તે છોકરીને નવીન ત્રાસ આપતો હતો. નવીન મારી સાથે બરાબર વાત પણ કરતો ન હતો. હું જેને પ્રેમ કરતો હતો તે છોકરી સાથે તેને સેક્સ સંબંધ હતો."

હરિહરકૃષ્ણ ત્રણ મહિનાથી નવીનની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેણે હત્યા માટે મલકાપેટમાંથી 200 રૂપિયાની છરી અને મેડિકલ સ્ટોરમાંથી ગ્લોવ્ઝ ખરીદ્યાં હતાં.

16 જાન્યુઆરીએ કૉલેજના બધા મિત્રો મળવાના હતા એ વખતે જ નવીનની હત્યા કરવાનો હરિહરકૃષ્ણનો ઇરાદો હતો. જોકે, એ દિવસે એવું થઈ શક્યું નહીં, એવું ખુદ હરિહરકૃષ્ણએ પોલીસને જણાવ્યું હતું.

તેના કહેવા મુજબ, "નવીન 17 જાન્યુઆરીએ ન્યૂ હૈદરાબાદ આવવાનો હતો. જીવન નામના એક અન્ય દોસ્તને લઈને તેઓ નાગોલૂની એક હૉટેલમાં જમવા ગયા હતા."

જમ્યા બાદ જીવન તેના ઘરે ચાલ્યો ગયો હતો, પરંતુ નવીન અને હરિહરકૃષ્ણ અલગ-અલગ ઠેકાણેથી ખરીદી કરતા રહ્યા હતા. એ પછી નવીને હરિહરકૃષ્ણને નાલગોંડા ખાતેની હૉસ્ટેલમાં જવા બાબતે પૂછ્યું હતું. બન્ને સ્કૂટર પર બેસીને એ દિશામાં જવા નીકળ્યા હતા. વચ્ચે અંબરપેઠમાંથી દારૂ ખરીદીને પીધો હતો અને ત્યાંથી નીકળી પડ્યા હતા.

એ વખતે હરિહરકૃષ્ણે નવીનને જણાવ્યું હતું કે દારૂ પીને આટલું દૂર જવું યોગ્ય નથી. તેથી તેઓ રામોજી ફિલ્મસિટી પાસેથી યુ-ટર્ન લઈને પાછા વળ્યા હતા. ત્યાર બાદ હરિહરકૃષ્ણ નવીનને રમાદેવી પબ્લિક સ્કૂલ તરફ લઈ ગયો હતો અને નિર્જન જગ્યા જોઈને તેની હત્યા કરી હતી.

બીબીસી ગુજરાતી

નવીનની હત્યા કર્યાનું પ્રેમિકાને જણાવ્યું

હરિહરકૃષ્ણએ નવીનની હત્યા કર્યાનું તેના એક મિત્ર અને પ્રેમિકાને જણાવ્યું હતું.

હરિહરકૃષ્ણએ પોલીસને કહ્યું હતું કે “નવીનની હત્યા કર્યા પછી હું બ્રાહ્મણપલ્લી ગયો હતો. નવીનનું માથું, પેન્ટ, છરી અને મોબાઇલ રસ્તામાં ફેંકી દીધા હતા.”

ત્યાર બાદ હરિહરકૃષ્ણ તેના હસન નામના દોસ્તના ઘરે ગયો હતો. ત્યાં સ્નાન કર્યા બાદ તેણે હસનને નવીનની હત્યાની વાત કરી હતી. એ સાંભળીને હસન ભયભીત થઈ ગયો હતો. તેણે હરિહરકૃષ્ણને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા કહ્યું હતું.

બીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીએ હરિહરકૃષ્ણએ સાગર કૉમ્પ્લેક્સના કચરામાં કપડાં ફેંકી દીધાં હતાં અને રસ્તા પર આવીને જોરશોરથી કહેવા લાગ્યો હતો કે “મેં નવીનને મારી નાખ્યો છે.”

એ પહેલાં તેણે તેની પ્રેમિકાને ફોન કરીને નવીનની હત્યાની વાત જણાવી હતી. એ પણ ડરી ગઈ હતી અને વધુ માહિતી મેળવવા માટે હરિહરકૃષ્ણ સાથે વાત કરતી રહી હતી.

એ પછી હરિહરકૃષ્ણ વારલંગમાં તેના પિતાના ઘરે પહોંચ્યો હતો.

બીબીસી ગુજરાતી

હરિહરકૃષ્ણ ક્યાં-ક્યાં ગયો હતો?

હત્યા

ઇમેજ સ્રોત, UGC

રિમાન્ડ રિપોર્ટમાં પોલીસે આપેલી માહિતી મુજબ, "નવીનના કાકાએ હરિહરકૃષ્ણને ફોન કરીને, નવીન ક્યાં છે તે પૂછ્યું ત્યારે હરિહરકૃષ્ણએ તેમને જણાવ્યું હતું કે મને ખબર નથી. નવીને મારી સાથે ઝઘડો કર્યો હતો અને ગાંજો ન પીવાનું કહીને ચાલ્યો ગયો હતો. "

"હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યો છું એવું નવીનના કાકાએ 21 ફેબ્રુઆરીએ જણાવ્યું ત્યારે પણ હરિહરકૃષ્ણ મૌન રહ્યો હતો."

હરિહરકૃષ્ણએ પોલીસને કહ્યું હતું કે “હું ડરી ગયો હતો. ફોન ઘરે મૂકીને હું કોદાડા તરફ ગયો હતો. ત્યાં બાઇક મૂકીને વિજયવાડા, ખમ્મમ, વિશાખાપટ્ટનમ અને અન્ય સ્થળોએ ફર્યો હતો. 23 ફેબ્રુઆરીએ હું કોદાડા પાછો આવ્યો હતો અને બાઇક લઈને વારંગલ ગયો હતો. ત્યાં જઈને મારા પિતાને નવીનની હત્યા બાબતે જણાવ્યું હતું. તેમણે મને ફટકાર્યો હતો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું.”

“એ પછી, નવીનનું માથું, શરીરના અન્ય અંગ અને કપડાં જ્યાં ફેંક્યા હતા ત્યાં જઈને બધું પ્લાસ્ટિકની થેલીમાં એકઠું કરીને પરત આવ્યા હતા. એ બધું સળગાવી દીધું હતું. ખરેખર તો એ બધું સડી ગયું હતું.” એ પછી 24 ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યે હરિહરકૃષ્ણએ પોલીસ સ્ટેશનમાં જઈને આત્મસમર્પણ કર્યું હતું.

બીબીસી ગુજરાતી

‘નવીનના પરિવારની માફી માગું છું’

હરિહરકૃષ્ણના પિતા પ્રભાકરે કરીમાબાદમાં મીડિયાને જણાવ્યું હતું કે “હું નવીનના પરિવારની માફી માગું છું.”

તેમણે ઉમેર્યું હતું કે “શિવરાત્રીના દિવસે હરિહરકૃષ્ણ ઘરે આવ્યો ત્યારે ચિંતિત જણાતો હતો. અમે તેને ચિંતાનું કારણ પૂછ્યું હતું, પરંતુ તેણે કશું કહ્યું ન હતું. પછી એ હૈદરાબાદ જવા નીકળી ગયો હતો. બે દિવસ પછી તેનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો હતો અને 23 ફેબ્રુઆરીએ તે પાછો આવ્યો હતો.”

"તેણે અમને કહ્યું હતું કે મારી સાથેની ઝપાઝપીમાં નવીન મૃત્યુ પામ્યો છે. તેથી અમે હરિહરકૃષ્ણને આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું,” એમ પ્રભાકરે કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે “એક છોકરીને લીધે બે જિંદગી બરબાદ થઈ. એક મૃત્યુ પામ્યો અને બીજો જેલમાં ગયો.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી