નિત્યાનંદના 'કાલ્પનિક દેશ'ની પ્રતિનિધિ યુએનમાં કેવી રીતે પહોંચી?

નિત્યાનંદ 2019માં દેશ છોડીને અજાણ્યા સ્થળે ભાગી ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિત્યાનંદ 2019માં દેશ છોડીને અજાણ્યા સ્થળે ભાગી ગયા હતા
    • લેેખક, મેરીલ સેબાસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ
બીબીસી ગુજરાતી
  • નિત્યાનંદે ઊભા કરેલા કથિત દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસાનાં પ્રતિનિધિઓએ ફેબ્રુઆરીમાં જીનીવામાં યુએન કમિટીની બે બેઠકોમાં હાજરી આપી હતી
  • ભારત સરકારે હજુ સુધી આ મામલે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી
  • ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી પ્રીતિ સરન એ ચર્ચામાં ઉપસ્થિત હતા, બીબીસીએ તેમનો પ્રતિભાવ જાણવા માટે ઈમેલ કર્યો હતો
  • સ્વયંભૂ ગુરુ નિત્યાનંદ ભારતમાં બળાત્કાર અને જાતીય હુમલા સહિતના અનેક કેસોમાં વૉન્ટેડ છે
  • ગુજરાતના તેમના આશ્રમમાં બાળકોનું અપહરણ કરવાનો અને તેમને ગોંધી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
  • નિત્યાનંદે તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમના દાવા અનુસાર, તેમણે 2019માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા (યુએસકે)ની સ્થાપના કરી હતી
  • તે જ વર્ષે તેમણે દાવો કર્યો હતો કે તેમણે ઇક્વાડૉરના દરિયાકાંઠે એક ટાપુ ખરીદ્યો અને કૈલાસા નામના નવા દેશની સ્થાપના કરી
બીબીસી ગુજરાતી

યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે બે સત્તાવાર કાર્યક્રમોમાં ભાગેડુ ભારતીય ગુરુ નિત્યાનંદના કથિત દેશના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલાં નિવેદનોને અવગણવામાં આવશે.

નિત્યાનંદે ઊભા કરેલા કથિત દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસાનાં પ્રતિનિધિઓએ ફેબ્રુઆરીમાં જીનીવામાં યુએન કમિટીની બે બેઠકોમાં હાજરી આપી હતી.

યુએનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની રજૂઆતો જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે તેના માટે "અપ્રસ્તુત" માત્ર છે.

સ્વયંભૂ ગુરુ નિત્યાનંદ ભારતમાં બળાત્કાર અને જાતીય હુમલા સહિતના અનેક કેસોમાં વૉન્ટેડ છે.

નિત્યાનંદે તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમના દાવા અનુસાર, તેમણે 2019માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા (યુએસકે)ની સ્થાપના કરી હતી.

બીબીસી ગુજરાતી

યુએનની મિટિંગમાં નિત્યાનંદનાં પ્રતિનિધિ

પોતાને વિજયપ્રિયા નિત્યાનંદ તરીકે ઓળખાવનાર એક મહિલાએ કહ્યું કે તેઓ કૈલાસાનાંં "કાયમી રાજદૂત" છે.

ઇમેજ સ્રોત, SCREENGRAB/UN

ઇમેજ કૅપ્શન, પોતાને વિજયપ્રિયા નિત્યાનંદ તરીકે ઓળખાવનાર એક મહિલાએ કહ્યું કે તેઓ કૈલાસાનાંં "કાયમી રાજદૂત" છે.

ગયા અઠવાડિયે યુએનમાં નિત્યાનંદના યુએસકેનાં પ્રતિનિધિની હાજરી ભારતમાં હેડલાઇન્સ બની હતી. ભારત સરકારે હજુ સુધી આ મામલે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી.

યુએનના એક અધિકારીએ બીબીસીને ઈમેલમાં જણાવ્યું હતું કે "યુએસકેના પ્રતિનિધિઓએ ફેબ્રુઆરીમાં જીનીવામાં યુએનની બે જાહેર સભાઓમાં હાજરી આપી હતી".

પહેલી મિટિંગમાં નિર્ણાત્મક પ્રણાલીમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ પર ચર્ચા કરવામાં આવી હતી, જેનું આયોજન 22 ફેબ્રુઆરીના રોજ મહિલાઓ સામે ભેદભાવ દૂર કરવા માટેની સમિતિ (CEDAW) દ્વારા કરવામાં આવ્યું હતું.

જ્યારે બીજી મિટિંગનું આયોજન 24 ફેબ્રુઆરીના રોજ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ (CESCR) દ્વારા ટકાઉ વિકાસને લઈને કરવામાં આવ્યું હતું. આ બંને મિટિંગોમાં યુએસકેનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

બંને સમિતિઓની દેખરેખ રાખતા યુએન હાઈ કમિશનર ફૉર હ્યુમન રાઈટ્સના કાર્યાલયના મીડિયા અધિકારી વિવિયન ક્વૉકે જણાવ્યું હતું કે, આ સામાન્ય ચર્ચાઓ રસ ધરાવતા દરેક માટે ખુલ્લી હતી.

ક્વૉકે જણાવ્યું હતું કે CEDAWમાં યુએસકેની લેખિત રજૂઆતને તેમના અહેવાલમાં સામેલ કરવામાં આવશે નહીં, કારણ કે તે "સામાન્ય ચર્ચાના વિષય સાથે અપ્રસ્તુત" હતી.

યુએનની વેબસાઈટ પરનો બીજા સત્રના એક વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે ઉપસ્થિત લોકો તરફથી પ્રશ્નો આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે એક મહિલા પોતાનો પરિચય વિજયપ્રિયા નિત્યાનંદ તરીકે આપે છે અને પોતાને "યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસાનાં કાયમી રાજદૂત" ગણાવે છે અને કહે છે કે તેઓ મૂળભૂત અધિકારો અને ટકાઉ વિકાસને લઈને પ્રશ્ન પૂછવા માગે છે.

બીબીસી ગુજરાતી

બળાત્કારના આરોપીએ બનાવ્યો પોતાનો ‘સાર્વભૌમ’ દેશ

યુએન

ઇમેજ સ્રોત, @SRINITHYANANDA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આગળ આ મહિલા યુએસકેને "હિંદુ ધર્મના સર્વોચ્ચ ધર્માધિકારી" નિત્યાનંદ દ્વારા સ્થાપિત "હિંદુઓ માટેના પ્રથમ સાર્વભૌમ દેશ" ગણાવે છે.

તેઓ એવો પણ દાવો કરે છે કે યુએસકે "ટકાઉ વિકાસ સાધવામાં સફળ" રહ્યું છે, કારણ કે તે તેના તમામ નાગરિકોને મફતમાં ખોરાક, આશ્રય અને તબીબી સંભાળ જેવી જરૂરિયાતો પૂરી પાડે છે.

આટલી ભૂમિકા બાદ વિજયપ્રિયા નિત્યાનંદ પ્રશ્ન કરે છે કે નિત્યાનંદ અને કૈલાસાના લોકોની "સતામણીને રોકવા" માટે કયાં પગલાં લઈ શકાય?

ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી પ્રીતિ સરન એ ચર્ચામાં ઉપસ્થિત હતાં. બીબીસીએ તેમનો પ્રતિભાવ જાણવા માટે ઈમેલ કર્યો હતો.

બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા નિત્યાનંદ 2019માં ભારતમાંથી ભાગી ગયા હતા. એક મહિલા શિષ્યાએ 2010માં તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જે બાદ જામીન મળતા પહેલાં તેમની થોડા સમય માટે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર 2018માં કોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો.

નિત્યાનંદે દેશ છોડ્યો તેના થોડા દિવસો પહેલાં એક અન્ય પોલીસ ફરિયાદમાં તેમના પર ગુજરાતના તેમના આશ્રમમાં બાળકોનું અપહરણ કરવાનો અને તેમને ગોંધી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તે ક્યારે ભાગી ગયા અને ત્યાં કેવી રીતે પહોંચ્યા તે સ્પષ્ટ નથી.

બીબીસી ગુજરાતી

કૈલાસાનો 'કાલ્પનિક દેશ'

યુએન

ઇમેજ સ્રોત, @SRINITHYANANDA

તે જ વર્ષે તેમણે દાવો કર્યો હતો કે તેમણે ઇક્વાડૉરના દરિયાકાંઠે એક ટાપુ ખરીદ્યો અને કૈલાસા નામના નવા દેશની સ્થાપના કરી. આ નામ તેમણે ભગવાન શિવનું નિવાસસ્થાન મનાતા હિમાલયના કૈલાસ પર્વત પરથી રાખ્યું છે.

તે સમયે ઇક્વાડૉરે તે નિત્યાનંદ તેમના દેશમાં હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે "નિત્યાનંદને ઇક્વાડૉર દ્વારા આશ્રય આપવામાં આવ્યો નથી અથવા ઇક્વાડૉર સરકાર દ્વારા મદદ કરવામાં આવી નથી".

નિત્યાનંદે 2019થી કોઈ સાર્વજનિક સ્થળે દેખાયા નથી, જોકે તેમના ઉપદેશોના વીડિયો નિયમિતપણે તેમની સોશિયલ મીડિયા ચેનલો પર પ્રકાશિત થાય છે.

ધ ગાર્ડિયને ગયા વર્ષે અહેવાલ આપ્યો હતો કે નિત્યાનંદના યુકેના પ્રતિનિધિએ બે કન્ઝર્વેટિવ સભ્યોના આમંત્રણ પર "હાઉસ ઑફ લોર્ડ્સમાં એક ભવ્ય દિવાળી પાર્ટી"માં હાજરી આપી હતી.

નિત્યાનંદના ટ્વિટર એકાઉન્ટે વિજયપ્રિયા નિત્યાનંદનો ફોટો ટ્વીટ કર્યા પછી યુએન ઇવેન્ટના સમાચાર ભારતીય સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા હતા.

યુકે, કૅનેડા અને કેરેબિયન સહિત વિશ્વના વિવિધ ભાગોમાં યુએસકેના રાજદૂતોનો પરિચય આપવા માટે પાછળથી એક ટ્વીટ થ્રેડ દેખાઈ છે.

કૈલાસાની વેબસાઇટ અનુસાર, દુનિયાના બે અજબ હિન્દુ તેમનો હિસ્સો છે. તેમાં તેમના રાષ્ટ્રધ્વજ, બંધારણ, સેન્ટ્રલ બૅંક, પાસપૉર્ટ અને રાષ્ટ્રીય પ્રતીક હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી

વિજયપ્રિયા નિત્યાનંદ કોણ છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલા ફોટામાં વિજયપ્રિયાના જમણા હાથ પર નિત્યાનંદનું વિશાળ ટૅટૂ છે

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પ્લૅટોૉર્મ પર અપલોડ કરાયેલા ફોટામાં વિજયપ્રિયાના જમણા હાથ પર નિત્યાનંદનું વિશાળ ટૅટૂ છે

યુએનની વેબસાઇટમાં સાડી પહેરેલી અને પાઘડી અને ઘરેણાં પહેરેલી એ મહિલાએ યુએનની બેઠકમાં " યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસાનાં કાયમી રાજદૂત" તરીકે પોતાનો પરિચય આપ્યો હતો.

વિજયપ્રિયા નિત્યાનંદના ફેસબુક પ્રોફાઇલ મુજબ, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં વોશિંગ્ટન ડીસીમાં રહે છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર અપલોડ કરાયેલા ફોટામાં વિજયપ્રિયાના જમણા હાથ પર નિત્યાનંદનું વિશાળ ટૅટૂ છે.

તેમની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, વિજયપ્રિયાએ યુનિવર્સિટી ઑફ મેનિટોબામાંથી માઇક્રોબાયૉલૉજીમાં બીએસસી ઑનર્સ કર્યું છે. તેઓ જૂન 2014માં યુનિવર્સિટીનાં ડીન ઑનર લિસ્ટમાં હતાં.

લિંક્ડઇન પ્રોફાઇલ વધુમાં જણાવે છે કે વિજયપ્રિયા ચાર ભાષાઓ જાણે છે - અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી અને ક્રેઓલ અને પિડિન (ફ્રેન્ચ આધારિત).

'કૈલાસા'ની પણ વેબસાઈટ છે, જેમાં ઉલ્લેખ છે કે વિજયપ્રિયા નિત્યાનંદ દેશ વતી સંસ્થાઓ સાથે કરારો કરે છે.

24 ફેબ્રુઆરીના રોજ યુએનની બેઠકમાં વિજયપ્રિયા ઘણાં દેશોનાં પ્રતિનિધિઓને મળ્યાં અને તેની તસવીરો તેમનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી છે. અન્ય કેટલીક તસવીરોમાં વિજયપ્રિયા કેટલાક અધિકારીઓ સાથે કરાર પર હસ્તાક્ષર કરતાં જોવા મળે છે.

'કૈલાસા'ની વેબસાઈટનો પણ દાવો છે કે 150 દેશોમાં તેમના દૂતાવાસ અને એનજીઓની હાજરી છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી