You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મને એક દિવસમાં પાંચ વખત સેક્સ કર્યા પછી પણ લાગતું કે પૂરતું નથી'
સેક્સ ઍડિક્શન પર નિષ્ણાતોમાં અલગ-અલગ મત પ્રવર્તે છે. પરંતુ કેટલાક લોકોના કિસ્સામાં સેક્સ એડિક્શન ખરેખર જોવા મળે છે.
તેમને આ સ્થિતિ શરમજનક હોવાની સાથે જીવનને બરબાદ કરનારી પણ લાગે છે. બ્રિટનમાં ઘણા લોકો તેમની આ સ્થિતિની જાણ નેશનલ હૅલ્થ સર્વિસ જેવી સંસ્થાને કરે છે.
"આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મને દિવસમાં પાંચ વખત સેક્સ કર્યા પછી પણ મને તે પૂરતું નહોતું લાગતું."
આ શબ્દો છે ત્રણ બાળકોનાં માતા રેબેકા બાર્કરના. સેક્સ ઍડિક્શન જેવી આદત સેક્સ કમ્પલ્શને રેબેકાના જીવનનો કબજો લીધો હતો. 2014માં તેની અસર તેમના પાર્ટનર સાથેના સંબંધો પર પણ પડી હતી.
કારણ કે તે સતત સેક્સની માગ કરે છે, તે સતત તેના પાર્ટનર પાસેથી સંભોગની માગ કરે છે.
રેબેકા કહે છે, "સવાર ઊંઠતાં વેંત જ મારા મગજમાં પહેલો વિચાર સેક્સ કરવાનો આવતો હતો. આ વિચાર મારા મગજમાંથી ક્યારેય હટતો જ નહોતો."
"મારી નજર સામે જે કંઈ આવે તે બધું જ મને સેક્સની યાદ અપાવતું હોય તેવું લાગતું હતું. મને લાગતું કે મારા મગજમાં સેરોટોનિનનું ઓછું સ્તર અને ડિપ્રેશનને કારણે આવુ થાય છે. એવું લાગતું હતું કે મારું શરીર સતત સેક્સ ભૂખ્યું છે."
સેક્સ કરવાની સાથે જ મને સારું લાગતું. પરંતુ પાંચ મિનિટ પછી મારામાં ફરીથી સેક્સની ભૂખ જાગતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ આદતે મને એકલી પાડી દીધી. હું ઘરે જ રહેતી. મને મારા વિચારોથી શરમ આવતી હતી. મારા મનમાં શું ચાલી રહ્યું છે તે લોકો જાણતા ન હોવા છતાં મને લોકો સાથે બહાર જવાનું ખૂબ મુશ્કેલ લાગતું."
રેબેકાની આદતને કારણે ગંભીર પ્રશ્નો ઊભા થયા અને તેમના સંબંધો પર અસર પડી. શરૂઆતમાં તેમના પાર્ટનરને સારું લાગ્યું, પરંતુ પછીથી તે બંને માટે સમસ્યા જટિલ બની ગઈ.
"પહેલા તો તેને સારું લાગ્યું પણ પછી તેમના માટે અતિશયોક્તિરૂપ થઈ પડ્યું. થોડા મહિનાઓ પછી તેણે પૂછવાનું શરૂ કર્યું કે આવું કેમ થઈ રહ્યું છે? આટલી બધી સેક્સ ભૂખ ક્યાંથી આવે છે?"
"તેણે મારું અન્યત્ર અફેર ચાલતું હોવાનો આરોપ લગાવ્યો. તેણે વિચાર્યું કે હું સતત તેની સાથે સેક્સનું એટલે વિચારું છું, કારણ કે મને અફેરથી શરમ આવતી હતી."
નવેમ્બર 2014માં રેબેકાએ સંબંધ વિચ્છેદ કર્યો. તેઓ તેમનાં માતા સાથે રહેવા માગતાં હતાં.
તેઓ કહે છે, "પછી મેં મારા પાર્ટનરને કહ્યું કે હું મારી માતા સાથે રહેવા માગું છું, એનાથી સારું રહેશે. પરંતુ થોડા સમય પછી અમે અલગ થઈ ગયાં."
"પ્રથમ વખત જ્યારે હું મનોચિકિત્સક પાસે ગઈ ત્યારે હું ખૂબ દબાણ હેઠળ હતી. તેમણે મને ક્યારેય કહ્યું ન હતું કે આમાં મદદરૂપ સપૉર્ટ ગ્રૂપો છે."
2012માં રેબેકાને ડિપ્રેશન હોવાનું નિદાન થયું હતું. પછી તેમના ત્રીજા બાળકનો જન્મ થયો. રેબેકા કહે છે કે તેમણે 2014માં નોકરી બદલી પછી તીવ્રતામાં વધારો થયો, તેમના જીવનસાથી સાથે સંબંધ તોડી નાખ્યા અને ફ્રાન્સ ગયાં.
તેઓ કહે છે, "મેં ડિપ્રેશન અને આ સેક્સની આદતમાંથી બહાર આવવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કર્યા."
બીજું ઉદાહરણ
હવે ગ્રેહામની વાત કરીએ (અહીં નામ બદલવામાં આવ્યું છે). તેઓ કહે છે કે વધુ પડતા સેક્સની આદતને કારણે તેણે તેમનાં પત્ની સાથે છેતરપિંડી કરવી પડી હતી અને સેંકડો વેશ્યાઓ સાથે સંબંધો બાંધ્યા હતા, જેના કારણે તેના મનમાં ભારે અપરાધની ભાવના જન્મી હતી.
જ્યારે તમારામાં આ આદતની અતિશય માત્રા હોય છે ત્યારે તમે સવારે ઊઠીને સૌથી પહેલા જે વસ્તુ વિશે વિચારો છો તે છે સેક્સ. જ્યાં સુધી તમે ઊંઘી ન જાઓ ત્યાં સુધી તે તમારા મગજમાં ઘૂમરાતું રહે છે.
તે અતિશય ભયાનક અને વિચિત્ર અનુભવ હતો જેમાં તમારે ક્લેમીડિયા જેવા જાતીય રોગ માટે સવારે ગોળી લેવી પડે. તેમાં સારપ કે સેક્સી જેવું કંઈ નથી. ખૂબ જ ખરાબ અનુભવ છે.
તે દિવસો ખૂબ જ નુકસાનકારક અને જીવનને તોડી નાખનારા છે.
ગ્રેહામને હવે બળતરા થઈ રહી છે. તેઓ કહે છે કે તેમણે વર્ષોથી સેક્સ માટે મહિને સેંકડો પાઉન્ડ ખર્ચ્યા છે. તેમણે કેટલીક સેક્સ વર્કર્સ સાથે સંબંધો બાંધવાનો પણ પ્રયાસ કર્યો હતો.
એક અફેરથી બીજા અફેરથી ત્રીજું અફેર. રોજ સેક્સ કરવું પડતું.
તેથી મને સમજાયું કે આ ઇચ્છાપૂર્તિનો એક જ રસ્તો છે, સેક્સનું મૂલ્ય ચૂકવવું. તમે કહી શકો કે મેં અઠવાડિયામાં ત્રણથી ચાર વખત વેશ્યાઓ પાસે જવાનું શરૂ કર્યું.
તે શરાબના વ્યસન જેવું હતું. તમને તે કરવાની તીવ્ર ઇચ્છા થાય. પછી તમે તે ક્રિયા કરો. પછી પછી તમને ખરાબ લાગે. તમને લાગે કે તે હવે ફરીથી આવું નહીં કરું. પરંતુ આ ક્રિયા, આ ચક્ર ચાલુ રહે છે.
આ બેવડા જીવનને રોકવા માટે એક ઘટના બની. તેમનાં પત્નીએ ઇમેલ કર્યો અને તેમના વિશે પૂછપરછ કરી.
ગ્રેહામે સેક્સ એડિક્ટ્સ સોસાયટી પાસેથી મદદ માગી તે પછી તેઓ કહે છે કે તેમણે વર્ષોથી લગ્નેતર સંબંધ બાંધ્યો નથી.
તેઓ કહે છે કે આ મદદને કારણે તેમને ખૂબ સારું લાગ્યું.
તેઓ કહે છે, "હું એવા લોકોને જાગૃત કરવા માગું છું કે જેઓ આ સમસ્યાથી પીડિત છે અને આ ચક્રમાંથી બહાર નીકળવા માગે છે."
અમેરિકન લેખક માર્ક ટ્વેઇને કહ્યું હતું કે, "સિગારેટ છોડવી ખૂબ જ સરળ છે, મેં સો વખત છોડી છે."
ટ્વેઇન આખરે ફેફસાના કૅન્સરથી મૃત્યુ પામ્યા હતા.
એક સમાજ તરીકે આપણે નિકોટિન, આલ્કોહોલ અને ડ્રગ્સ જેવા લત લગાડતા પદાર્થોનાં વ્યસનોને સ્વીકાર્યા છે. એટલું જ નહીં પરંતુ આનાથી થયેલા નુકસાનને આપણે એક રીતે સ્વીકારી લીધું છે.
પરંતુ જ્યારે આપણે સતત સેક્સના વિષય પર વાત કરી તો નિષ્ણાતોમાં તેને વ્યસન ગણવું કે નહીં તેને લઈને મતમતાંતર આવી જાય છે. કેટલાક નિષ્ણાતો તેને વ્યસન માને છે અને કેટલાક માનતા નથી.
સેક્સની આદતને રોગ માનવામાં આવતો નથી. ઉપરાંત આ આદત ધરાવતા લોકોને તબીબી સલાહ માટે કોઈ સત્તાવાર માહિતી નથી.
પોર્ન કે સેક્સ એડિક્શનથી પીડિત લોકોની મદદ માટે બ્રિટનમાં એક વેબસાઇટ બનાવવામાં આવી છે. આ વેબસાઇટે 21,000 લોકોનો સર્વે કર્યો હતો. 2013 પછી લોકોએ આ વેબસાઇટની મદદ લીધી હતી. તેમાંથી 91 ટકા પુરુષો હતા અને માત્ર 10 લોકોએ ડૉક્ટર પાસેથી તબીબી સલાહ લીધી હતી.
નિષ્ણાતનો અભિપ્રાય
2013માં ડાયગ્નોસ્ટિક ઍન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઑફ મેન્ટલ ડિસઓર્ડર્સ (ડીએસએમ)માં સમાવેશ માટે સેક્સની આદતને ધ્યાનમાં લેવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે આ વ્યસનનો રોગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
યુએસ અને યુકેમાં ડીએસએમને નિદાનનું એક મહત્ત્વનું સાધન માનવામાં આવે છે.
હાલમાં 'કમ્પલ્સિવ સેક્સ્યુઅલ બિહેવિયર' એટલે કે શરીરસંબંધી ફરજિયાત છે એવી સતત પ્રવર્તતી લાગણી, તેને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'મેન્યુઅલ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ (આઈસીડી)'માં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
જુગાર અને અતિશય આહારને 2013માં પુરાવા મળ્યા પછી બીમારી તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. અગાઉ જુગારને ફરજિયાત ડિસઓર્ડર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.
તેથી, કેટલાક નિષ્ણાતો માને છે કે સેક્સની આદતને પણ આ સૂચિમાં સામેલ કરવી જોઈએ.
સેક્સ એડિક્શનના કિસ્સામાં મગજમાં શું ચાલે છે?
જ્યારે સેક્સના બંધાણી પોર્ન જુએ છે, ત્યારે તેમના મગજમાં એક ચોક્કસ પ્રક્રિયા શરૂ થાય છે. જેવી ડ્રગ્સ એડિક્ટના મગજમાં ડ્રગ્સ જુએ ત્યારે થાય એવી. આ અંગેના એક સંશોધનમાં આ પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી છે.
સેક્સ એક વ્યસન છે કે કેમ તે આપણે વ્યસન કોને માનીએ છીએ તેના પર આધાર રાખે છે. કારણ કે, તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરાઈ નથી.
ઓપન યુનિવર્સિટીના પ્રો. ડૉ. ફ્રેડરિક ટોટ્સ જણાવે છે કે, "સતત સેક્સ એ વ્યસન ન હોઈ શકે, કેમ કે કોઈ વ્યક્તિ શારીરિક રીતે તેના પર નિર્ભર હોય તો તેને છોડવાથી શારીરિક હાનિ થતી નથી."
આ કારણે તેઓ કહે છે કે આ વિષયમાં માત્ર બૃહદ વ્યાખ્યા જ વધુ મદદરૂપ થઈ શકે છે.
કોઈ પણ વ્યસનને બે રીતે ઓળખવામાં આવે છે. આનંદ, ખુશી અથવા પ્રશંસાની અપેક્ષા. વખાણની અપેક્ષા એ વ્યસનને કમ્પલ્સિવ ડિસઓર્ડરથી અલગ પાડે છે. ટોટ્સ માને છે કે આ બે પ્રકારો વચ્ચે ઘણી સમાનતા છે.
ટોટ્સ આગળ કહે છે, "વ્યસન ટૂંકા ગાળાના લાભ પછી લાગે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે તેમાં લાંબા ગાળાનું નુકસાન થાય છે. તેનાથી વિપરીત, જે લોકો કંઈક કરવાના આદી બની જાય છે ત્યારે તેઓ તે કરવાનું ચાલુ રાખે છે, ભલે તેમને તેનાથી કોઈ આનંદ ન મળે."
આપણે બધા સુખની કામના કરીએ છીએ. તો વખાણની તૃષ્ણા અથવા પુરસ્કાર અને વ્યસન વચ્ચેનો ચોક્કસ ફરક શું છે?
જો કોઈ પ્રકાર હિંસક સ્વરૂપ ધારણ કરે અને વ્યક્તિ અથવા તેની આસપાસના લોકોને નુકસાન પહોંચાડે તો તેને વ્યસન ગણવું જોઈએ, એમ માનસશાસ્ત્રી ડૉ. હેરિયેટ ગેરાર્ડ માને છે.
તેઓ કહે છે, "જુગાર અને અતિશય આહારને રોગ ગણવામાં આવે છે. પરંતુ સેક્સને વ્યસન માનવામાં આવતું નથી, કારણ કે તેણે સદીઓથી લોકોના મગજ પર પકડ જમાવી છે."
જુગાર અને અતિશય આહારના વ્યસનથી પીડાતા લોકો મદદ માટે ડૉકટરોનો સંપર્ક કરે છે. તેથી આ રોગ છે તે સાબિત કરવાના પુરાવા છે.
મનોચિકિત્સક ડૉ. એબીગેલ સાન કહે છે, "સેક્સને પણ એક વ્યસન ગણી શકાય. જોકે, જેમનામાં આ વ્યસન કાબૂ બહાર હોય તેમના આવા વર્તન પાછળ અલગ-અલગ કારણ જવાબદાર હોઈ શકે છે. જેમ કે, તેઓ ચિંતા કે આઘાતમાંથી બહાર આવવા સેક્સ તરફ વળે છે."
સાન આગળ જણાવે છે, "વિવિધ હલનચલન, પ્રવૃત્તિઓ અથવા ડ્રગનો ઉપયોગ આનંદદાયક હોઈ શકે છે. તો તેમાં સેક્સ પણ કેમ ન આવે? પરંતુ અમારી પાસે હજુ પણ તેના માટે નક્કર પુરાવા નથી."
પરંતુ તેઓ નથી માનતા કે સેક્સને વ્યસન તરીકે ગણવાથી લોકોને મદદ મળશે. તેઓ એવું પણ માનતા નથી કે તે જે લોકો અન્ય સમસ્યાઓને ભૂલવા માટે સેક્સ કરે છે તેમને પણ મદદરૂપ થઈ શકે છે.
આનાથી ઑવરડાયગ્નોસિસની સમસ્યા સર્જાઈ શકે છે. તેનાથી ખોટી દવાઓ આપવાનું પ્રમાણ પણ વધી શકે છે.
તો, શું સેક્સ એડિક્શન એક મિથક છે?
ઘણા લોકો સ્વીકારતા નથી કે સેક્સ એડિક્શન વાસ્તવમાં એક બીમારી છે. ‘ધ મિથ ઑફ સેક્સ એડિક્શન’ના લેખક અને સેક્સ થૅરાપિસ્ટ ડેવિડ લે કહે છે, "સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને પોતે સેક્સના વ્યસની હોવાનું લાગે તો તેની પાછળનું કારણ એ છે કે તેમના મૂડ કે ગુસ્સાને લગતી સમસ્યાઓ છે."
તેઓ કહે છે, "સેક્સ એડિક્શનની ધારણા એ નૈતિક મૂલ્યો પર આધારિત છે કે સારા અથવા સ્વસ્થ શરીર સંબંધ કેવા હોવા જોઈએ. જો તમે એવી રીતે સેક્સ માણતા હોવ કે જે તમારા ચિકિત્સકની ધારણાથી અલગ હોય અથવા ખોટી હોય તો ચિકિત્સક માની શકે છે કે તમે સેક્સના વ્યસની છો."
કેટલાક સંશોધકોએ બીમારીઓના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણના આગળના પગલામાં અનિવાર્ય જાતીય વર્તણૂકનો સમાવેશ કર્યા પછી એક પત્ર લખ્યો હતો. આ સંશોધકોને લાગે છે કે આ તર્કથી બચવું જોઈએ.
જે લોકો સેક્સને વ્યસન જાહેર કરવાની માગ કરે છે તેઓ વિચારે છે કે તેને વ્યસન જાહેર કરવાથી લોકો તેના માટે મદદ લેવા આગળ આવશે.
સેક્સ એડિક્શન મૂળ સમસ્યા છે કે બીજું કંઈ સમસ્યાનું કારણ છે, તેમાં મહત્ત્વનું એ છે કે લોકો મદદ માટે આગળ આવે.