દૂધ પીવાથી કેટલાક લોકોને પેટમાં દુ:ખાવો કેમ થાય છે, શું છે ઇલાજ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દૂધ પીવાથી કેટલાક લોકોને પેટમાં દુ:ખાવો ઊપડે છે

કેટલાક લોકોને ડેરી ઉત્પાદનો ખાધા પછી પેટ ફૂલવું, ગૅસ અને ઝાડા જેવી પાચન સમસ્યાઓનો અનુભવ થાય છે.

આનું કારણ તેમની 'લૅક્ટોઝ ઇનટૉલરેંસ' છે. એટલે કે, લૅક્ટોઝ અસહિષ્ણુતા.

લૅક્ટોઝ એ એક પ્રકારની શુગર છે, જે પ્રાણીઓમાંથી પ્રાપ્ત દૂધ અને તેનાં ઉત્પાદનોમાં જોવા મળે છે. જ્યારે તમારું શરીર આ લૅક્ટોઝને પચાવી શકતું નથી ત્યારે લૅક્ટોઝ અસહિષ્ણુતા થતી હોય છે.

નાના આંતરડામાં 'લૅક્ટેઝ' નામનો એન્ઝાઇમ હોય છે જે લૅક્ટોઝને પચાવવામાં મદદ કરે છે.

આ એન્ઝાઇમનું કાર્ય દૂધમાં હાજર શુગર અને લૅક્ટોઝનું પાચન કરવાનું છે.

જ્યારે નાના આંતરડા પૂરતાં પ્રમાણમાં લૅક્ટોઝ ઉત્પન્ન કરી શકતા નથી ત્યારે લૅક્ટોઝ ઇનટૉલરેંસ થાય છે.

દૂધ કે ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી લૅક્ટોઝ ઇનટૉલરેંસ ધરાવતા લોકોના શરીરમાં ઘણી પ્રતિક્રિયાઓ થઈ શકે છે.

એશિયન, આફ્રિકન, મૅક્સિકન લોકો તેમજ મૂળ અમેરિકનોમાં લૅક્ટોઝ ઇનટૉલરેંસમાં વધુ જોવા મળે છે.

જો તમને આ લક્ષણોનો અનુભવાઈ રહ્યાં છે, તો તમે લૅક્ટોઝ ઇનટૉલરેંસ છો.

લૅક્ટોઝ ઇનટૉલરેંસનાં લક્ષણો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૅક્ટોઝ ઇનટૉરેન્સનાં લક્ષણ ડેરી પ્રોડક્ટ ખાવાથી કેટલાક સમય બાદ જ દેખાવાં લાગે છે.

ડેરી ઉત્પાદનો ખાધાં પછી કેટલીક મિનિટો કે કલાકોમાં લૅક્ટોઝ ઇનટૉલરેંસનાં લક્ષણો દેખાય છે.

તેનાં લક્ષણો નીચે પ્રમાણે છે.

  • પેટનું ફૂલવું કે ગૅસ થવો
  • વારંવાર ઓઢકાર આવવા
  • પેટમાં દુ:ખાવો કે બેચેની થવી
  • ઝાડા અથવા કબજિયાત થવા

ઘણા લોકોને શરીર પર ફોલ્લીઓ, માથામાં દુ:ખાવો, સાંધામાં દુખાવો, થાક અને ફોકસ કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ અનુભવાતી હોય છે.

જોકે, જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ઝાડા, કબજિયાત, મળમાં લોહી, પેટ વધુ પડતું ફૂલવું કે ઝડપથી વજન ઘટી જવું જેવી સમસ્યાઓ હોય, તો તેણે તાત્કાલિક ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

ફૂડ ઍલર્જી લૅક્ટોઝ ઇનટૉલરેંસ કરતાં વધુ ગંભીર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફૂડ ઍલર્જી અને લૅકટોઝ ઇનટૉલરેન્સ બંને અલગ છે, ફૂડ ઍલર્જી જીવલેણ હોઈ શકે છે.

ફૂડ ઍલર્જી લૅક્ટોઝ ઇનટૉલરેંસ કરતાં વધુ ગંભીર છે. જો કોઈને લૅક્ટોઝયુક્ત ખાદ્ય પદાર્થોથી ઍલર્જી હોય, તો તેનાં લક્ષણો ગંભીર હોઈ શકે છે.

જેમ કે,

  • દૂધ પીધા પછી તરત જ હોઠ, ચહેરો, ગળા અથવા જીભ પર અચાનક સોજો આવી જાય
  • સોજો આવ્યો હોય ત્યાં ખંજવાળ અને ફોલ્લીઓ થાય
  • શ્વાસ લેવામાં તકલીફ પડે
  • ગળું ખરાબ થવું કે ગળવામાં મુશ્કેલી અનુભવવી
  • ત્વચા, જીભ કે હોઠ વાદળી, ભૂરા કે પીળા થઈ જાય છે (જો ત્વચા ઘેરો કે ભૂરા રંગની હોય, તો આ ફેરફાર હાથની હથેળીઓ અથવા પગના તળિયા પર દેખાશે)
  • અચાનક ખૂબ મૂંઝવણ, ઊંઘ કે ચક્કર આવવા લાગે

બાળકોમાં શરીર સુન્ન થઈ જવું અને તેને કારણે તેઓ કોઈ પણ પ્રતિક્રિયા આપતા નથી.

જો તમને ફૂડ ઍલર્જીનાં ગંભીર લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક હૉસ્પિટલમાં જવું જોઈએ.

લૅક્ટોઝ ઇનટૉલરેંસ અને ખોરાકની ઍલર્જી એક જ વસ્તુ નથી. ખોરાકની ઍલર્જી જીવલેણ પણ હોઈ શકે છે.

લૅક્ટોઝ શેમાં હોય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુલ્ફી જેવી ડેરી પ્રોડક્ટમાં લૅક્ટોઝ હોઈ શકે છે

ગાય, ભેંસ, બકરી અને ઘેટાં સહિતનાં પ્રાણીઓના દૂધમાં અને તેમાંથી બનેલાં ખાદ્ય ઉત્પાદનોમાં લૅક્ટોઝ જોવા મળે છે.

ડેરી ઉત્પાદનોમાં દૂધ, માખણ, ચીઝ, ક્રીમ, દહીં, આઇસ્ક્રીમનો સમાવેશ થાય છે.

કેટલાંક પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોમાં પણ લૅક્ટોઝ હોઈ શકે છે.-

  • ઘઉં, ચોખા, જવ, મકાઈ જેવા અનાજમાંથી બનેલા ખોરાકમાં
  • બ્રેડ, કેક, બિસ્કિટ અને પેસ્ટ્રી, સૉસ, સલાડ ડ્રેસિંગ, મિલ્ક શેક, પ્રોટીન શેક

લૅક્ટોઝ ઇનટૉલરેંસ ટેસ્ટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, સ્વાસ્થ્ય,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક ટેસ્ટના માધ્યમથી લૅક્ટોઝ ઇનટૉલરેંસનો ખ્યાલ આવી શકે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લૅક્ટોઝ ઇનટૉલરેંસ જાણવા માટેનો સૌથી સરળ ટેસ્ટ એ છે કે, ખાધા પછી પેટનું ફૂલવું, ઝાડા કે કબજિયાત થાય છે કે નહીં તે જોવું.

જો તમે લૅક્ટોઝ યુક્ત ખોરાક ખાવાનું બંધ કરી દો છો, તો આ સમસ્યા આપમેળે દૂર થઈ જશે.

તે લૅક્ટોઝ ઇનટૉલરેંસ ટેસ્ટ અને હાઇડ્રોજન શ્વાસ પરીક્ષણ દ્વારા શોધી શકાય છે.

લૅક્ટોઝ ઇનટૉલરેંસ ટેસ્ટ: આ ટેસ્ટથી જાણવા મળે છે કે, તમારું પાચનતંત્ર લૅક્ટોઝને કેટલી સારી રીતે પચાવી શકે છે.

ટેસ્ટ પહેલાં તમને લગભગ ચાર કલાક સુધી કોઈ ખોરાક ન લેવા સૂચિત કરાય છે.

આ પછી, તમને લૅક્ટોઝ યુક્ત પીણું આપવામાં આવશે અને ત્યારબાદ બે કલાક પછી લોહીના નમૂના લેવામાં આવશે.

હાઇડ્રોજન શ્વાસ પરીક્ષણ: હાઇડ્રોજન શ્વાસ પરીક્ષણમાં, તમને એવું પ્રવાહી આપવામાં આવે છે કે, જેમાં લૅક્ટોઝનું પ્રમાણ વધુ હોય.

પછી તમારા શ્વાસનું ઘણી વખત પરીક્ષણ કરવામાં આવશે. તમારા શ્વાસમાં હાઇડ્રોજનનું ઊંચું સ્તર સૂચવે છે કે તમે લૅક્ટોઝ ઇનટૉલરેંટ છો.

મળ એસિડ ટેસ્ટ : આ ટેસ્ટ નાનાં બાળકો માટે કરવામાં આવે છે. તે માપે છે કે સ્ટૂલમાં કેટલું ઍસિડ છે.

જો કોઈ વ્યક્તિ લૅક્ટોઝ પચાવી શકતી નથી, તો તેના મળમાં લૅક્ટિક ઍસિડ, ગ્લુકોઝ અને અન્ય ફૅટી ઍસિડ હશે.

બાયૉપ્સી: જો લક્ષણો ગંભીર હોય અને લાંબા સમય સુધી તેમાં સુધારો ન થાય, તો ગૅસ્ટ્રોસ્કોપી દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે.

આમાં તમારા મોંથી તમારા પેટમાં એક લાંબી, પાતળી ટ્યૂબ નાખવામાં આવે છે. તમારા નાના આંતરડામાંથી કોષિકા નાનો નમૂનો લેવામાં આવે છે અને તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

શું છે ઇલાજ?

લૅક્ટોઝ ઇનટૉલરેંસનો કોઈ કાયમી ઇલાજ નથી, કારણ કે હજુ સુધી એવી કોઈ સારવાર નથી જે તમારા શરીરને વધુ લૅક્ટેઝ એન્ઝાઇમ ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે.

જો કે, તમે તમારા આહારમાં ફેરફાર કરીને કે લૅક્ટેઝ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરીને લક્ષણોને નિયંત્રિત કરી શકો છો.

આમ, લૅક્ટોઝ ઇનટૉલરેંસનો એકમાત્ર મૂળભૂત ઉપચાર એ છે કે, લૅક્ટોઝ ધરાવતા ખોરાકને ટાળો. લૅક્ટોઝ ધરાવતા ખોરાક ખાતા પહેલા લૅક્ટેઝ સપ્લિમેન્ટ્સ લેવાથી આ લક્ષણોને અટકાવી શકાય છે.

ઘણા લોકોમાં લૅક્ટોઝ ઇનટૉલરેંસનું એક મુખ્ય કારણ સેલિયાક રોગ છે. તે એક સ્વ-પ્રતિરોધક રોગ છે જે નાના આંતરડાની પરતને નબળી પાડે છે. જો સેલિયાક રોગની સારવાર થઈ શકે છે, આમ લૅક્ટોઝ ઇનટૉલરેંસ પણ મટાડી શકાય છે.

દૂધને એક આદર્શ આહાર માનવામાં આવે છે, જે કૅલ્શિયમ, પ્રોટીન અને વિટામિન-ડીનો ઉત્તમ સ્ત્રોત છે.

આ કિસ્સામાં, તે ધ્યાન રાખો કે કયા દૂધ કે ડેરી પ્રોડ્કટથી સૌથી ઓછું લેક્ટોઝ ઇનટૉલરેંસ થાય છે. અને તેની માત્રા ઓછી કરો

તમે બજારમાંથી લેક્ટોઝ-મુક્ત દૂધ અને લેક્ટોઝ-મુક્ત ખોરાક પણ પસંદ કરી શકો છો, જેમાં લૅક્ટેઝ એન્ઝાઇમ હોય છે.

હાર્ડ ચીઝ અને દહીંમાં લૅક્ટોઝ ખૂબ ઓછું હોય છે, તેથી તમે તેને પણ શકો છો.

(બધી માહિતી WHO, યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ અને બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસમાંથી લેવામાં આવી છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન