ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની સામે મોદીનો આ 'મંત્ર' કેટલો અસરકારક સાબિત થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિખિલ ઈનામદાર
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ એટલે કે આયાતકર લગાવી દીધો છે. 27 ઑગસ્ટથી ભારત પર કુલ મળીને 50 ટકા ટેરિફ લાગુ થયો છે.
આ મહિનાની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાયદો કર્યો હતો.
એમણે કહ્યું હતું કે, "સામાન્ય માણસ અને એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને બળ આપનારા લાખો નાના વેપારીને દિવાળી ગિફ્ટ તરીકે, મોટા પાયા પર ટૅક્સમાં છૂટછાટ આપવામાં આવશે.
સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા પરથી મોદીએ 'આત્મનિર્ભર ભારત' બનાવવાનું આહવાન કર્યું હતું.
પીએમ મોદીએ નાના દુકાનદારો અને વેપારીઓને અપીલ કરી કે તેઓ 'સ્વદેશી' અથવા 'મેડ ઇન ઇન્ડિયા'નું બોર્ડ લગાવે.
એમણે કહ્યું, આપણે આત્મનિર્ભર બનવાની જરૂર છે. હતાશામાં નહીં પણ ખુદ પર ગર્વ અનુભવીને. દુનિયાભરમાં આર્થિક સ્વાર્થ વધી રહ્યો છે ત્યારે આપણે મુશ્કેલીઓ પર રડવું ન જોઈએ. આપણે આનાથી ઉપર ઊઠીને બીજાની ચંગુલમાંથી બચવું જોઈએ.
ઘણા લોકો માને છે કે આ સ્પષ્ટ રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા 50 ટકા ટેરિફનો જવાબ દેવા માટે કરવામાં આવેલી અપીલ હતી.
આ ટેરિફ બુધવારે સાડા નવ વાગ્યાથી લાગુ થઈ ચૂક્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેરિફને કારણે અમેરિકા એક્સપૉર્ટ કરતા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોના રોજગારને અસર થશે.
આ ઉદ્યોગ અમેરિકા કન્ઝયુમર્સને કપડાં, ઝીંગા માછલી અને હીરા જેવી વસ્તુઓ પૂરી પાડે છે.
'ભારતમાં જ બનાવો અને અહીં જ ખર્ચ કરો'

ઇમેજ સ્રોત, AFP via Getty Images
પીએમ નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ સંદેશ છે- ભારતમાં બનાવો અને અહીં જ ખર્ચ કરો.
ભારતના જીડીપીમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ભાગ 15 ટકા પર સ્થિર છે. વર્ષોથી સબસિડી અને પ્રોડક્શન ઇન્સેન્ટિવ દેવાની નીતિ ચાલુ રાખવા છતાં જીડીપીમાં ઘરેલુ ઉત્પાદનનું પ્રમાણ વધારવું મુશ્કેલ થઈ રહ્યું છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો સરકાર લાંબા સમય સુધી અટવાયેલા ટૅક્સ સુધારાને આગળ વધારીને લોકોના હાથમાં વધારે પૈસા આપે તો ટ્રમ્પના ટેરિફની અસર થોડી ઓછી થઈ શકે છે.
આ વર્ષની શરૂઆતમાં બજેટમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાની ઇન્કમ ટૅક્સની છૂટ આપવાની જાહેરાત થઈ છે.
આ જાહેરાત બાદ, મોદી ઇન્ડાયરેક્ટ ટૅક્સના માળખામાં આમૂલ પરિવર્તન કરવા માગે છે. જેમાં જીએસટીનો ઘટાડો અને સિમ્પલીફિકેશન સામેલ છે.
જીએસટીમાં સુધારાથી મોટી આશા જાગી

આઠ વર્ષ પહેલાં લાગુ થયેલા જીએસટીએ ઘણા પ્રકારના ઇન્ડાયરેક્ટ ટૅક્સને નાબૂદ કરી દીધા હતા.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આને કારણે સિસ્ટમ પેચિદી બની ગઈ હતી. જાણકારો એમાં સુધારાની માગ કરી રહ્યા હતા.
હવે પીએમ મોદીએ આ વાયદો કર્યો છે. નાણા મંત્રાલયે જીએસટી માટે માત્ર બે સ્લેબનો પ્રસ્તાવ મૂક્યો છે.
અમેરિકી બ્રોકરેજ હાઉસ જૈફરીઝના વિશ્લેષકોએ આની જાહેરાત બાદ કહ્યું, "બજેટમાં આવકવેરો ઘટાડવામાં આવ્યો હતો."
"જીએસટી સ્લેબમાં સુધારો થવાથી ઉપભોક્તાઓના હાથમાં લગભગ બે લાખ કરોડ રૂપિયા આવી શકે છે. જેને કારણે કન્ઝમપ્શનને વેગ મળશે, પ્રાઇવેટ કન્ઝમપ્શન ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. દેશની જીડીપીમાં તેનું યોગદાન 60 ટકા જેટલું છે"
મબલક પાકને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં માગ મજબૂત રહે છે, પરંતુ કોરોના બાદ ઓછો પગાર અને આઈટી સેક્ટરમાં નોકરીઓ ઘટવાને કારણે શહેરોમાં વસ્તુઓ અને સેવાની માગમાં ઘટાડો આવ્યો છે.
જીએસટીમાં ઘટાડાથી કોને સૌથી વધુ ફાયદો થશે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ કંપની મૉર્ગન સ્ટેનલી પ્રમાણે પીએમ મોદીના રાજકોષીય પ્રોત્સાહન અથવા તો ટૅક્સમાં ઘટાડાને કારણે કન્ઝમપ્શનમાં સુધારો જોવા મળશે. આના કારણે જીડીપીમાં વધારો થતાં મોંઘવારી ઘટશે.
મૉર્ગન સ્ટેનલીએ કહ્યુ, "આ એટલા માટે મહત્ત્વનું છે, કારણ કે સાપ્રંત જિયોપૉલિટિકલ ટેન્શન અને રેસિપ્રોકલ ટેરિફથી બાહ્ય માગમાં ઘટાડો આવી શકે છે."
ટૅક્સમાં છૂટથી જે ક્ષેત્રોને સૌથી વધારે ફાયદો થવાની સંભાવના છે એમાં કન્ઝયુમર કેન્દ્રિત ક્ષેત્રો સામેલ છે. સ્કૂટર, નાની કારો, કપડાં અને સિમેન્ટ જેવી વસ્તુઓનું વેચાણ વધી શકે છે. આનાથી દિવાળી આસપાસ માગમાં વધારો થઈ શકે છે.
મોટા ભાગના વિશ્લેષકોનું અનુમાન છે કે જીએસટીમાં ઘટાડાને કારણે રેવન્યુ પણ ઘટશે. જેની ભરપાઈ સરપ્લસ લેવી કલેક્શન અને ભારતના કેન્દ્રીય બૅન્ક આરબીઆઈના ડિવિડન્ડમાંથી થઈ શકે છે.
સ્વિસ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક યુબીએસ પ્રમાણે મોદી દ્વારા અગાઉના જીએસટી ઘટાડા અને કૉર્પોરેટમાં ટૅક્સમાં ઘટાડાની અસર દેશની અર્થવ્યવસ્થા પર થશે.
આની અસર લોકોની ખરીદ ક્ષમતા પર થશે. લોકોના હાથમાં પૈસા બચશે તો નિશ્ચિત રીતે લોકો વસ્તુઓ ખરીદશે.
ટૅક્સમાં છૂટ અને પગાર વધવાથી અર્થવ્યવસ્થા વેગ મળશે

ઇમેજ સ્રોત, Getty Images
ટૅક્સમાં છૂટછાટને કારણે આરબીઆઈ વ્યાજદરો ઓછા કરી શકે છે. આનાથી છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વ્યાજદરોમાં એક ટકાનો ઘટાડો થયો છે. બૅન્કો તરફથી લોન પણ ઝડપથી મળી શકે છે.
યુબીએસ પ્રમાણે આગલા વર્ષના પ્રારંભે લગભગ 50 લાખ કર્મચારીઓનો પગાર અને 68 લાખ પેન્શનરોનો પગાર વધારવામાં આવશે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ મળશે.
ભારતીય શૅરબજારે આ જાહેરાતને આવકારી છે. વેપાર અનિશ્ચિતિઓમાંથી જન્મેલા ડર છતાં પણ આ મહિનાની શરૂઆતમાં ભારતને 18 વર્ષ બાદ રેટિંગ એજન્સી એસ ઍન્ડ પીએ ભારતની સોવરેન રેટિંગ વધાર્યું છે.
સોવરેન રેટિંગ એ બતાવે છે કે કોઈ પણ દેશમાં રોકાણ કરવું કેટલું જોખમકારક છે.

આ મહત્ત્વનું એટલા માટે છે કે સરકાર પરથી કરજ ઘટે છે અને વધુ વિદેશી રોકાણ આવી શકે છે.
લાંબા સમયથી અટવાયેલા સુધારાને પીએમ મોદી તરફથી આગળ ધપાવવામાં આવ્યા હોવા છતાં ભારતનો ગ્રોથ પોટેન્શિયલ આઠ ટકા જેટલો થઈ શકતો નથી. અત્યારે તે છ ટકાથી થોડો વધારે છે.
ભારત અને અમેરિકા વચ્ચે રશિયા પાસેથી ઑઇલ ખરીદવાને લઈને વાકયુદ્ધ જામ્યું છે ત્યારે આ દરમિયાન વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારત પર પચાસ ટકા ટેરિફ દુનિયાની સૌથી મોટી અને તેજીથી આગળ ધપતી અર્થવ્યવસ્થા પર વેપાર પ્રતિબંધ લગાવવા જેવી વાત છે.
કેટલાક મહિનાઓ પહેલા આવી સ્થિતિની કલ્પના પણ થઈ શકતી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












