ડિજિટલ સર્વિસ ટૅક્સ : જો ભારત અમેરિકાની ટૅક કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાવશે તો ટ્રમ્પે વધુ ટેરિફ લાદવાની આપી ધમકી

ડૉનાલ્ડ ટ્રમ્પ, ટેરિફ અમેરિકા ભારત ટૅક કંપની બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર નરેન્દ્ર મોદી ચીન રશિયા ઑઇલ કરવેરા વેરા જકાત
ભારતીય મીડિયામાં છપાયેલા સમાચાર અનુસાર ભારત સરકાર જવાબી કાર્યવાહી પ્રમાણે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ, મેટા અને એમેઝોન જેવી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાવી શકે છે. જોકે ભારત સરકારે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની ટૅક કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાવનારા દેશો પર ટ્રમ્પે વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપી છે કે 'જે દેશ અમેરિકી ટૅક કંપનીઓ પર ડિજિટલ ટૅક્સ અથવા તો ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાવે છે એ દેશો આ ટૅક્સ હઠાવી લે, નહીં તો એમની નિકાસ પર વધુ ટેરિફ લગાડવામાં આવશે.'

ભારતે નૉન રેસિડેન્ટ અમેરિકી ટૅક કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સને હઠાવી લીધો હતો. એટલે કે ઇક્વિલાઇઝેશન લેવી સમાપ્ત કરી દીધી હતી. સરકારે આની ઘોષણા 2025-2026ના બજેટમાં કરી હતી.

આ આદેશ 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવ્યો હતો.

ભારત સરકારને આની પાછળ એવી આશા હતી કે આ કારણે ટ્રમ્પ સરકાર સાથે ટ્રેડ ડીલ વધુ સુવિધાજનક બનશે.

ભારત સરકારને એ પણ આશા હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ લગાવતા સમયે ભારત તરફ નરમ વલણ દાખવશે.

હવે જ્યારે ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે ત્યારે ભારત તરફથી જવાબી કાર્યવાહી થવાનો અંદાજ છે.

ભારતીય મીડિયામાં છપાયેલા સમાચાર અનુસાર ભારત સરકાર જવાબી કાર્યવાહી પ્રમાણે ગૂગલની પૅરેન્ટ કંપની અલ્ફાબેટ, મેટા અને એમેઝોન જેવી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટૅક્સ લાગી શકે છે. જોકે, ભારત સરકારે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ દેશ અમેરિકી ટૅક કંપનીઓ પર ટૅક્સ લગાવશે એના પર અમેરિકા જવાબી કાર્યવાહી કરીને ટેરિફ લગાવી શકે છે.

ટ્રમ્પે શું ચેતવણી આપી?

ડૉનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ડૉનાલ્ડ ટ્રમ્પ, ટેરિફ અમેરિકા ભારત ટૅક કંપની બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર નરેન્દ્ર મોદી ચીન રશિયા ઑઇલ કરવેરા વેરા જકાત
ભારતીય મીડિયામાં છપાયેલા સમાચાર અનુસાર ભારત સરકાર જવાબી કાર્યવાહી પ્રમાણે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ, મેટા અને એમેઝોન જેવી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાવી શકે છે. જોકે ભારત સરકારે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

ઇમેજ સ્રોત, TRUTH SOCIAL

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "હું એ તમામ દેશોને ચેતવણી આપું છું કે જ્યાં ડિજિટલ ટૅક્સ કાયદો, નિયમ, રૅગ્યુલેશન છે. જો આ ભેદભાવપૂર્ણ પગલાંઓને હટાવી લેવામાં નહીં આવે તો હું અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે, એ દેશોથી અમેરિકા આવનારા સામાન પર વધારે ટેરિફ લગાવીશ. આ સાથે અમેરિકાનાં સંરક્ષિત ટૅક્નૉલૉજી અને ચિપ્સની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દઈશ."

ડોનાલ્ડ ટ્રમ્પ 90થી વધારે દેશો પર દસથી લઈને પચાસ ટકા ટેરિફ લગાવી ચૂક્યા છે. સૌથી વધારે ટેરિફ ભારત અને બ્રાઝિલ પર લાદવામાં આવ્યો છે.

ભારત સામેનો 50 ટકા ટેરિફ 27 ઑગષ્ટ, 2025થી લાગુ થશે.

ડિજિટલ સર્વિસ ટૅક્સ શું છે?

ગુગલ, ડિજિટલ સર્વિસ ટેક્સ, બીબીસી ડૉનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ડૉનાલ્ડ ટ્રમ્પ, ટેરિફ અમેરિકા ભારત ટૅક કંપની બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર નરેન્દ્ર મોદી ચીન રશિયા ઑઇલ કરવેરા વેરા જકાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૂગલ જેવી ઘણી ટૅક કંપનીઓ ડિજિટલ સર્વિસ ટૅક્સની વિરુદ્ધ છે.

ડિજિટલ સર્વિસ ટૅક્સ એ ટૅક્સ છે કે જે સરકાર મોટી ઇન્ટરનૅશનલ ટૅક કંપનીઓ પર લગાવે છે.

કૉર્પોરેટ ટૅક્સ કોઈ પણ કંપની પર ત્યારે જ લાગે જ્યારે એ કંપનીની જે-તે દેશમાં હાજરી હોય.

ડિજિટલ ઇકૉનૉમીમાં ગૂગલ, મેટા, એમેઝોન, કે નૅટફ્લિક્સ જેવી કંપનીઓ કોઈ પણ દેશમાં ઑફીસ સ્થાપ્યા વગર અબજો રૂપિયાનો કારોબાર કરી શકે છે.

આ કમાણી એના પર ચાલતી જાહેરાતો અને બીજી સર્વિસમાંથી થાય છે.

જે દેશોના કન્ઝયુમર્સમાંથી કંપનીઓ કમાણી કરે છે એનો તર્ક છે કે ભલે સર્વિસ આપનારી કંપનીઓની ફિઝિકલી હાજર ન હોય, પણ કમાણી કરે છે એટલે એ કંપનીએ ટૅક્સ આપવો પડશે.

આ ટૅક્સ કોના પર લાગશે?

નેટફ્લિકસ, સ્પોટીફાઈ, સ્ટ્રીમીંગ સર્વિસ કંપની, ડિજિટલ સર્વિસ ટેક્સ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નૅટફ્લિકસ, સ્પૉટીફાઈ જેવી સ્ટ્રિમિંગ સર્વિસ કંપનીઓ ડિજિટલ સર્વિસ ટૅક્સ હેઠળ આવે છે.

ડિજિટલ સર્વિસ ટૅક્સ સામાન્ય રીતે એ કંપનીઓ પર લગાવવામાં આવે છે જે કોઈ દેશના યુઝર્સ થકી કમાણી કરે છે.

આ સર્વિસ ટૅક્સ ઘણાં પ્રકારની સર્વિસ પર લાગે છે. જેમકે ઑનલાઇન ઍડવર્ટાઇઝિંગ સર્વિસ. ગૂગલ, મેટા અને યૂટ્યૂબ આવી સર્વિસ દ્વારા કમાણી કરે છે.

ઇ-કૉમર્સ કંપનીઓ જેવી કે એમેઝોન, ફ્લિપકાર્ડ જેવી કંપનીઓ પણ વસ્તુઓ વેચીને કમાણી કરે છે.

નૅટફ્લિક્સ, સ્પૉટીફાઈ જેવી સ્ટ્રિમિંગ સર્વિસ કંપનીઓ પણ અમેરિકામાં બેઠાં-બેઠાં કોઈ પણ દેશમાં કમાણી કરી શકે છે.

આ કંપનીઓ યુઝર ડેટામાંથી કમાણી કરે છે એટલે કે ટાર્ગેટેડ ઍડ બતાવીને ઍડવર્ટાઇઝર્સ પાસેથી પૈસા લે છે.

ભારતમાં ડિજિટલ સર્વિસ ટૅક્સને 'ઇક્વિલાઇઝેશન લેવી' એટલે કે સમાનતા કર કહેવામાં આવે છે.

2016માં આ પ્રકારની જાહેરાતો પર છ ટકા સુધી ટૅક્સ લગાવવામાં આવ્યો હતો. પણ 2025-2026ના બજેટમાં આને હઠાવી દેવામાં આવ્યો.

આની પહેલા ઇ-કૉમર્સ કંપનીઓ પર જે બે ટકા ટ્રાન્ઝેકશન ટૅક્સ લગાવવામાં આવતો હતો એને પણ હઠાવી લેવામાં આવ્યો.

કૅનેડા અને યુરોપિયન યુનિયને શું કર્યું?

કેનેડા, યુરોપિયન યુનિયન નેટફ્લિકસ, સ્પોટીફાઈ, સ્ટ્રીમીંગ સર્વિસ કંપની, ડિજિટલ સર્વિસ ટેક્સ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડા અને યુરોપિયન યુનિયન ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાવવા મામલે પીછેહઠ કરી ચૂક્યાં છે.

કૅનેડા અને યુરોપિયન યુનિયન ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાવવા મામલે પીછેહઠ કરી ચૂક્યાં છે.

કૅનેડાએ હાલમાં જ મોટી અમેરિકી ટૅક કંપનીઓ પર લાદવામાં આવેલા ટૅક્સને પરત ખેંચવાની ઘોષણા કરી છે.

કૅનેડાને એ આશા હતી કે અમેરિકા સાથે એની ટ્રેડ ડિલ ફરીથી શરૂ થઈ શકશે. કૅનેડાની અર્થવ્યવસ્થા અમેરિકાને નિકાસ પર વધુ આધારિત છે.

કૅનેડાની 80 ટકા નિકાસ અમેરિકામાં થાય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટૅક્સને 'ડાયરેક્ટ ઍટેક' કહીને ટ્રે઼ડ ડીલ પર ચાલી રહેલી વાતચીત બંધ કરી દીધી હતી અને કૅનેડાથી થતી આયાત પર વધારે ટેરિફ લગાડવાની ધમકી આપી હતી.

કૅનેડાની જેમ યુરોપિયન યુનિયનના દેશોએ પણ અમેરિકી ડિજિટલ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટૅક્સ લગાડવાની યોજના પર લગામ ખેંચી છે.

આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી ટૅક દિગ્ગજો જેમકે ઍપ્પલ અને મેટા માટે યુરોપમાં એક મોટી જીત માનવામાં આવી રહી છે.

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ પર વાતચીત ચાલતી હતી ત્યારે યુરોપિયન યુનિયનને ડર હતો કે જો ડિજિટલ ટૅક્સ લગાવીશું તો વાત વધારે બગડી શકે છે.

અમેરિકી ટૅક કંપનીઓ શું કહે છે?

અમેરિકી ટેક કંપની નેટફ્લિકસ, સ્પોટીફાઈ, સ્ટ્રીમીંગ સર્વિસ કંપની, ડિજિટલ સર્વિસ ટેક્સ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ ડિજિટલ સર્વિસ ટૅક્સને અમેરિકી ટૅક કંપનીઓ માટે નુકસાનકારક માને છે.

કોઈ પણ દેશમાં ગયા વગર કમાણી કરતી અમેરિકી ટૅક કંપનીઓ ટૅક્સ નથી આપવા માગતી.

આ મોટી ટૅક કંપનીઓ કહે છે કે એના પર પહેલેથી જ પોતાના દેશમાં ટૅક્સ લાગે છે. અલગ-અલગ દેશોમાં લાગતા ડિજિટલ સર્વિસ ટૅક્સ, બીજીવાર ટૅક્સ ચુકવવા માટે મજબૂર કરે છે.

અમેરિકા પણ આ ટૅક્સને 'ભેદભાવપૂર્ણ' માને છે.

આ ટૅક્સનો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે આનો બોજ સ્થાનિક નાના વેપારીઓ અને ઉપભોક્તાઓ પર પડે છે. કારણકે કંપનીઓ ટૅક્સનો ખર્ચ સર્વિસની કિંમત વધારીને વસૂલ કરી લે છે.

ટ્રમ્પ ડિજિટલ સર્વિસ ટૅક્સને અમેરિકી ટૅક કંપનીઓને થતાં નફા પર નુકસાનકારક માને છે અને અમેરિકી હિતોની વિરુદ્ધ માને છે.

યુરોપ આના દ્વારા રૅવન્યૂ એકત્ર કરવાની રણનીતિ બનાવી રહ્યું હતું. જ્યારે ચીન અમેરિકી કંપનીઓનું માર્કેટ ઍક્સેસ રોકીને પોતાની કંપનીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.

આને ટ્રમ્પ અમેરિકા વિરુદ્ધ 'ડિજિટલ ભેદભાવ' માને છે એટલે એમણે વધારે ટેરિફ લગાવવાની ધમકી આપી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન