AIની મદદથી જૉબ ઍપ્લિકેશન કે સીવી બનાવતા કઈ કાળજી રાખવી જોઈએ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જનરેટિવ એઆઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર, યુકે, લંડન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, હુ થોમસ
    • પદ, બિઝનેસ સંવાદદાતા, બીબીસી વેલ્સ ન્યૂઝ

એક બિઝનેસ માલિકે કહ્યું છે કે નોકરીની અરજીમાં વધતા જઈ રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી નોકરીદાતા કામ ન કરી શકે એવા ઉમેદવારને નોકરીએ રાખી લે એવું જોખમ રહેલું છે.

ઍડ્વર્ટાઇઝિંગ બૉસ જેમ્સ રોબિન્સને કહ્યું કે તેઓ અને તેમના જેવા અન્ય બિઝનેસ લીડરો ઉમેદવારો દ્વારા જનરેટિવ એઆઇ ચૅટબોટ્સના 'ખરા વલણ'ના સાક્ષી બની રહ્યા છે.

તેમણે ચેતવણી આપતાં કહ્યું કે ટેકનોલૉજીનો સારો ઉપયોગ કરી શકતા ઉમેદવારો 'કામ કરવા માટે લાયક' ન હોવા છતાં પ્રક્રિયામાં લાભ મેળવી શકે છે.

કારકિર્દી સલાહકાર મેગન કૂપરે કહ્યું કે નોકરીવાંછુઓ માટે એઆઇ ઉપયોગી હોવા છતાં તે ક્યારેય 'માનવીય વિવેક'ને રિપ્લેસ ન કરવું જોઈએ.

તાજેતરમાં યુકેના 2000 નોકરીવાંછુ પર કરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે તેઓ પૈકી લગભગ અડધા જેટલા ઉમેદવારોએ અરજી પ્રક્રિયામાં મદદ માટે એઆઇનો ઉપયોગ કર્યો હતો.

કાર્ડિફ બેઝ્ડ ઍડ એજન્સી હેલો સ્ટારલિંગ ચલાવતા રોબિન્સન કહે છે કે તેમના બિઝનેસમાં રહેલાં ખાલી પદો એઆઇ જનરેટેડ વાક્યોથી ભરપૂર અરજીઓ આકર્ષી રહ્યાં હતાં.

તેમણે કહ્યું, "આ અરજીઓમાં કેટલાંક સામાન્ય વાક્યો જોવાં મળે છે. લોકો હંમેશાં 'પોતાનાં કૌશલ્યોનો લાભ લેવા'નો પ્રયાસ કરે છે."

"અરજીમાં હંમેશાં આવાં વાક્યો જોવાં મળે છે - 'મારું કૌશલ્ય તમારી કંપનીના હેતુઓ અને ધ્યેયો સાથે બંધબેસતું છે.'"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જનરેટિવ એઆઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર, યુકે, લંડન
ઇમેજ કૅપ્શન, જેમ્સ રોબિન્સને એઆઇ ચૅટબોટ્સમાંથી કૉપી કરીને જૉબ માટેની અરજીમાં મુકાયેલા કેટલાક સામાન્ય વાક્યો અને 'અમેરિકનિઝ્મ' સ્પોટ કર્યા છે

તેમણે કબૂલ્યું કે, "મારા માટે કોણ અસલ છે અને કોણ રોબૉટ એનો અંદાજ લગાવવો ખૂબ અઘરું બની જાય છે."

રોબિન્સને લિંક્ડઇન પર એઆઇ-જનરેટેડ જૉબ ઍપ્લિકેશનો મળ્યાનો પોતાનો અનુભવ શૅર કર્યો અને કહ્યું અન્ય બિઝનેસ લીડર્સના જવાબોએ તેમને 'ખરેખર આશ્ચર્યકિત' કરી મૂક્યા.

"તેઓ લોકો પાસેથી એવા મૅસેજો મળતાં ખૂબ ચકિત હતા જેમાં કહેવાયું હતું કે - હું પણ તમારા જેવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું. અમે તેમને અલગ કેવી રીતે તારવીશું?"

"શું આપણે પણ આ બધાનો સામનો કરવા માટે એઆઇનો ઉપયોગ કરવાની જરૂર છે?"

"તેથી મને લાગે છે કે આ એક મોટો પડકાર છે, પરંતુ નથી લાગતું કે હું એકલો છું."

જોકે, રોબિન્સન કહે છે કે એઆઇનો 'યોગ્ય' ઉપયોગ તેમના બિઝનેસ માટે મદદરૂપ સાબિત થઈ શકે અને ટેકનોલૉજી અરજદારોને તેમની અરજીમાં વધુ સંક્ષિપ્ત રહેવા માટે મદદરૂપ થઈ રહી છે.

એઆઇ શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જનરેટિવ એઆઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર, યુકે, લંડન
ઇમેજ કૅપ્શન, કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીનાં કરિયર કન્સલ્ટન્ટ મેગન કૂપર કહે છે કે તેઓ વિદ્યાર્થીઓને 'તેમને શું અલગ બનાવે છે' એ બાબતે પોતાની નોકરી માટેની અરજીમાં બતાવવા પ્રેરે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એઆઇ કમ્પ્યુટરને માણસની માફક શીખવા અને મુસીબતના ઉકેલની ક્ષમતા આપે છે.

કમ્પ્યુટર વિચારી નથી શકતાં, કે તેમનામાં લાગણી કે તર્કબદ્ધતા નથી હોતી, પરંતુ વૈજ્ઞાનિકોએ સામાન્યપણે જે કામ કરવામાં માનવીય બુદ્ધિમતાની જરૂર પડે એ કરવા માટેની સિસ્ટમો વિકસાવી લીધી છે. આ બધું માનવો જે રીતે જ્ઞાન મેળવે અને તેનો ઉપયોગ કરે તેની નકલ કરવા માટે કરાયું છે.

જનરેટિવ એઆઇ માણસે બનાવ્યું હોય એવું લાગે તેવું નવું કન્ટેન્ટ બનાવવા માટે વપરાય છે. એ આવું ઑનલાઇન ટેક્સ્ટ અને ઇમેજના વિપુલ ડેટામાંથી શીખીને કરે છે.

કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીનાં કરિયર ઍડ્વાઇઝર મેગન કૂપરે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓને નોકરી માટે અરજી કરતી વખતે એઆઇના ઉપયોગ માટેની આચારસંહિતા મારફતે માર્ગદર્શન પૂરું પાડે છે.

કૂપરે કહ્યું, "એઆઇનો એક ટૂલ તરીકે ઉપયોગ કરી શકાય. તેની મદદ લઈ શકાય. આ એક એવી વસ્તુ છે જે માનવીય વિવેકને મદદ કરી શકે, પરંતુ રિપ્લેસ નહીં."

કૂપરે કહ્યું કે ઘણા કેસોમાં વિદ્યાર્થીઓ નોકરીદાતાની તેના ઉમેદવારો જનરેટિવ એઆઇને સમજતા અને તેનો આત્મવિશ્વાસ સાથે ઉપયોગ કરતા હોય એવી અપેક્ષાથી પ્રેરાઈને આવું કરે છે.

"તેઓ છેતરપિંડી કરતા કે કોઈ પણ રીતે ખોટું કરતા ઉમેદવાર તરીકે રજૂ થવા નથી માગતા."

તેઓ કહે છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ક્યારે એઆઇનો ઉપયોગ કરવાનું યોગ્ય છે એ સમજવા માટે પ્રેરિત કરી રહી હતી.

"કદાચ એ અરજીપ્રક્રિયાના સંશોધનના તબક્કામાં છે. એ એઆઇને પ્રતિસાદ આપવાનું કે સીવીના સ્ટ્રક્ચરમાં મદદ કરવાનું કહેવામાં હોઈ શકે છે."

"કદાચ ચાવી એઆઇને પોતે બનાવેલું કવર લેટર વાંચવાનું કહેવામાં અને તેનાથી લેટરને વધુ રિફાઇન કરવામાં મદદ કરવા કહેવામાં છે. જેથી એ વાંચવામાં થોડું વધુ સારું લાગે."

તેઓ ઉમેરે છે કે, અંતે તો જૉબ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં અરજદારે 'તેમને કઈ વાત અલગ બનાવે છે એ વાત ખૂલીને દર્શાવવાનું' સુનિશ્ચિત કરવાની છે.

'એ ખૂબ જોખમભર્યું છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જનરેટિવ એઆઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર, યુકે, લંડન
ઇમેજ કૅપ્શન, કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની જાસમીન જેમ્સ કહે છે કે જૉબ ઍપ્લિકેશન માટે એઆઇનો ઉપયોગ કરવાની વાત 'ઘણી જોખમી' છે

18 વર્ષીય વિદ્યાર્થિની જાસમીન જેમ્સ કહે છે કે તેઓ યુનિવર્સિટીનાં પોતાનાં કામ માટે એઆઇનો ઉપયોગ કરવાનું ટાળતાં હતાં.

તેમણે કહ્યું, "મને લાગે છે કે નકલખોરી અને એવી બીજી બાબતોને કારણે એ ખૂબ જોખમી છે."

"પરંતુ હું એ વાત સમજી શકું છું કે કેમ લોકો તેનો ઉપયોગ કરે છે, કારણ કે એ ખૂબ ઝડપી અને સરળ વિકલ્પ છે."

"મને એવું લાગે છે કે બધી માહિતી હંમેશાં સાચી નથી હોતી, તેથી યુનિવર્સિટીના કામ માટે તેનો ઉપયોગ ટાળવો એ જ શ્રેષ્ઠ છે."

19 વર્ષીય અન્ય એક વિદ્યાર્થી જેકબ મોર્ગને કહ્યું કે તેમને લાગે છે કે એઆઇ "ખરેખર મદદરૂપ ટૂલ" બની શકે છે.

તેમણે કહ્યું, "હું તેનો ભરપૂર ઉપયોગ કરું છું, ખાસ કરીને ગૂગલને સ્થાને. અમુક વખત હું માત્ર એઆઇ પર જ સર્ચ કરું છું, કારણ કે તેમાં સારાં રિઝલ્ટ્સ મળે છે. તેથી એ બિલકુલ ખૂબ ઉપયોગી છે."

તેમણે ઉમેર્યું, એઆઇ ટેકનોલૉજી 'અહીં રહેવાની છે' અને 'એ વધુ ને વધુ સારી જ બનતી જશે.'

કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટી ખાતે કમ્પ્યુટર સિક્યૉરિટીના બીજા વર્ષના વિદ્યાર્થી ટીમથી મિચેલે કહ્યું કે જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ નથી કરતા તેઓ 'પોતાની જાતને છેતરી રહ્યા' છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જનરેટિવ એઆઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર, યુકે, લંડન
ઇમેજ કૅપ્શન, કમ્પ્યુટર સિક્યૉરિટી ભણાતા ટીમથી મિચેલ કહે છે કે એઆઇનો ઉપયોગ 'આપણને મદદ કરતા ટૂલની માફક ના કે આપણને રિપ્લેસ કરનાર તરીકે થવો' જોઈએ

તેઓ કહે છે કે, "બધા તેનો ઉપયોગ કરે છે, ટ્યૂટર અને નોકરીદાતા પણ."

મિચેલે સ્વીકાર્યું કે એઆઇના વ્યાપક ઉપયોગ અંગે 'કેટલોક ભય જરૂર' હતો.

"પરંતુ મને લાગે છે કે એ આધારવિહોણા છે."

તેમણે ઉમેર્યું : "માણસો રચનાત્મક બાબતો અને નવીન શોધો કરવામાં શ્રેષ્ઠ છે. અને એઆઇ સૈદ્ધાંતિકપણે તેને શીખવવામાં આવ્યું છે તેનાથી વધુ વિચારી શકતું નથી."

જનરેટિવ એઆઇનો ઉપયોગ 'આપણને મદદ કરતા ટૂલની માફક ના કે આપણને રિપ્લેસ કરનાર તરીકે થવો' જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન