હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ પાસેથી મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યા, કેવી રીતે કૅશમાં સોદો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ ઇન્ડિયન્સે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં આવી ગયા છે. તેઓ આઈપીએલની 2024ની સિઝન મુંબઈ તરફથી રમશે.
નીતા અંબાણીએ કહ્યું, “હાર્દિક પંડ્યાનું તેના ઘરે સ્વાગત છે. મુંબઈ સાથે તેમની વાપસી છે. અમે ઉત્સુક છીએ.”
વળી, આકાશ અંબાણીએ વધુમાં કહ્યું, “મુંબઈમાં હાર્દિકને જોઈને ખુશી થાય છે. તે ટીમને સારું સંતુલન આપશે.”
હાર્દિક પંડ્યાએ પણ ટ્વીટ કરીને જાહેરાત કરી દીધી છે કે તેઓ મુંબઈ ઇન્ડિયન્સમાં જઈ ચૂક્યા છે.
દરમિયાન પીટીઆઈ બીસીસીઆઈના વરિષ્ઠ અનામી અધિકારીને ટાંકીને લખે છે કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં આવી ચૂક્યા છે.
તેમાં કહેવાયું છે કે 26મી નવેમ્બરે સાંજે 5 વાગ્યે આઈપીએલની રિટેન્શન લિસ્ટની ડેડલાઇન (એટલે કે કેટલા ખેલાડી ફ્રેન્ચાઈઝીએ ટીમમાં જાળવી રાખ્યા છે અને કેટલા મુક્ત કર્યાં છે એની યાદી જાહેર કરવાની સમયાવધિ) હતી. પરંતુ 5 વાગ્યા પછી ગુજરાત ટાઇટન્સે જાહેર કરેલી યાદીમાં હાર્દિક ટીમમાં જ સામેલ હતા.
બાદમાં એવા અહેવાલ આવ્યા કે પેપરવર્ક બાકી હતું અને આથી આઈપીએલ અને બીસીસીઆઈ તરફથી મંજૂરી બાકી હતી.
વરિષ્ઠ અધિકારીને ટાંકીને એમાં લખ્યું છે, “હા. હાર્કિદનું ટ્રાન્સફર પૂરું થઈ ગયું છે. ડીલ પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ પક્ષો વચ્ચે રોકડ ડીલ થઈ. મુંબઈ ઇન્ડિયન્સે ઑલ-રાઉન્ડર કૅમેરોન ગ્રીનને આરસીબી સાથે ટ્રૅડ ઑફ કર્યો છે. એટલે તે આરસીબીમાં જશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કહેવાય છે કે મુંબઈએ ગત હજારીમાં 17.5 કરોડમાં કેમેરૂનને ખરીદ્યા હતા. આથી તેમણે હાર્દિકને લેવા માટે કૅપ વધારવાની જરૂર હતી. જ્યારે હાર્કિદને 15 કરોડમાં ગુજરાતે લીધા હતા.
19મી ડિસેમ્બરે દુબઈમાં આઈપીએલની આગામી સિઝનની ખેલાડીઓની હરાજી યોજાવાની છે. પરંતુ હરાજી પહેલાં જ ગુજરાત ટાઇટન્સની ટીમની કપ્તાન હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી લીધા હોવાના અહેવાલો વહેતા થયા છે. જોકે શરૂઆતમાં મુંબઈ ઇન્ડિયન્સ કે ગુજરાત ટાઇટન્સ અથવા આઈપીએલ દ્વારા આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નહોતી થઈ. પણ બપોરે જાહેરાત કરી દેવાઈ હતી.
26 નવેમ્બર આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ માટે તેમણે ટીમમાં જાળવી રાખેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની ડેડલાઇન હતી. મીડિયા અહેવાલો મુજબ ડેડલાઇન વીતી ગયા પછી ખેલાડી ટ્રાન્સફરના સમાચાર વહેતા થયા હતા.
પ્લૅયર ટ્રેડિંગ અને ટ્રાન્સફર ફી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે એક વાત રસપ્રદ છે કે ગુજરાત ટાઇટન્સે જાળવી રાખેલા ખેલાડીઓની યાદી જાહેર કરી તેમાં હાર્દિક પંડ્યાનું નામ રખાયું હતું.
બીજી બાજુ ક્રિકઇન્ફો અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો મુજબ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ટાઇટન્સમાં ટ્રાન્સફર થયું છે?
ટ્રાન્સફર ફી સાથે તેમનું ટ્રાન્સફર કરાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે 12મી ડિસેમ્બર સુધી ખેલાડીઓનું ટ્રેડિંગ થઈ શકે છે. એના એક અઠવાડિયા પછી ખેલાડીઓની સત્તાવાર હરાજી યોજાશે.
પંડ્યાની ટ્રાન્સફર માટે કૅમેરૂન ગ્રીનને મુંબઈ ઇન્ડિયન્સમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂમાં ટ્રૅડ કરાયા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર બીસીસીઆઈ દ્વારા 26 નવેમ્બરની તારીખ ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખેલા ખેલાડીઓની યાદી જાહેર કરવા માટે ડેડલાઇન તરીકે નક્કી કરવામાં આવી હતી.
જેમાં ફ્રેન્ચાઇઝી તેમણે જાળવી રાખેલા ખેલાડીઓ અને રીલીઝ કરી દીધેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરે છે. આવું કરવાથી ખેલાડીઓની સત્તાવાર હરાજી કરવામાં સુગમતા રહે છે. કેમકે કયો ખેલાડી હરાજી માટે ઉપલબ્ધ છે અને કયો નથી તે સ્પષ્ટ થઈ જાય છે.
સાથે સાથે કયો ખેલાડી ટ્રૅડ એટલે કે અદલાબદલી અથવા હરાજી સિવાય પરસ્પર સમજૂતીથી ખરીદી શકાશે એ વિશે પણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
ઉપરાંત ખેલાડીઓના ટ્રૅડ મામલે હરાજી સાથે ખાસ કોઈ નિસ્બત નથી હોતી.
મુંબઈ ઇન્ડિયન્સે જોફરા આર્ચરને રિલિઝ કર્યાં છે. કહેવાય છે કે આનાથી હાર્દિકની મુંબઈમાં વાપસીની જગ્યા બની છે.
વળી, કેટલાક દિવસો પહેલાં પૂર્વ ક્રિકેટર માઇકલ વૉએ ટ્વીટ કર્યું હતું કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં જઈ રહ્યા છે અને ક્રિકેટની લીગમાં આ ફૂટબૉલ પ્રકારની પહેલી ડીલ હોઈ શકે છે.
ઑલ કેશ ડીલ ટ્રેડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પીટીઆઈના અહેવાલ અનુસાર 10 ટીમોએ 173 ખેલાડીઓને રિટેન કર્યા છે. 89 ખેલાડીઓ રિલીઝ કર્યા છે. 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં નીલામીમાં તમામ ફ્રેંચાઇઝી કેટલાક ખેલાડીઓને ખરીદીને આઈપીએલ 2024 માટે પોતાની ટીમ તૈયાર કરશે. ત્યારે સમજીએ કે ઑલ કેશ ડીલ ટ્રેડ શું છે અને તે અંતર્ગત ખેલાડીઓની લે-વેચ કેવી રીતે થાય છે.
હવે જોઈએ કે ઑલ કેશ ડીલ ટ્રેડ શું છે જે પ્રક્રિયા અંતર્ગત હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં સામેલ થયા?
હવે મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાર્દિકને ખરીદવાના પૈસા નહોતા.
હવે દરેક આઈપીએલ ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે 100 કરોડનું બજેટ હોય છે. જે ગત વર્ષ કરતા પાંચ કરોડ વધારે છે.
મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાર્દિકને ખરીદવાના પૈસા નહોતા. કારણકે તેનું ભંડોળ તેના ખેલાડીઓને ખરીદવામાં લગભગ પૂર્ણ થઈ ગયું હતું.
ઇએસપીએનક્રિકઇન્ફોના અહેવાલ પ્રમાણે ગુજરાત ટાઇટન્સમાં હાર્દિક પંડ્યાની ફી 15 કરોડ રૂપિયા હતી.
તેથી મુંબઈ ઇન્ડિયન્સે રિટેન્શનની ડેડલાઈન સુધીમાં 11 ખેલાડીઓને રિલિઝ કર્યા જેને કારણે તેના પર્સમાં 15.25 કરોડ રૂપિયા જમા થઈ ગયા. આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સે તેના મોંઘા ખેલાડી કેમરન ગ્રીનને આરસીબી એટલે કે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કેશ ડીલમાં આપીને રિલિઝ કર્યા. જેથી ગ્રીનને મુંબઈએ 17.50 કરોડમાં લીધા હતા તેથી ગ્રીનના આરસીબીમાં કેશ ડીલમાં જવાને કારણે મુંબઈના પર્સમાં 17.50 કરોડ આવી ગયા.
આમ હવે મુંબઈ પાસે હાર્દિકને ખરીદવા માટે પર્યાપ્ત ભંડોળ આવી ગયું છે. મુંબઈ ટીમમાં રોહીત શર્મા ઉપરાંત હવે હાર્દિક પંડ્યા પણ રહેશે.
હવે મુંબઈ ટીમે હાર્દિક પંડ્યાને ઓછામાં ઓછા 15 કરોડ તો ચૂકવવા જ પડશે.
આઈપીએલના નિયમો અનુસાર ખેલાડીઓની ટ્રેડિંગ વિન્ડો સિઝન સમાપ્ત થયા બાદના એક મહીના બાદ શરૂ થઈ જાય છે અને નીલામીના તારીખના એક સપ્તાહ પહેલા સુધી ચાલુ રહે છે અને સિઝનની શરૂઆતના એક મહીના પહેલા સુધી ખુલ્લી રહે છે. વર્ષ 2024 સિઝનની નીલામી 19 ડિસેમ્બરે યોજાવાની છે. તેથી હાલની ટ્રેડિંગ વિન્ડો 12 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. તે ફરીથી નીલામી બાદ 20 ડિસેમ્બરે ખુલશે જે 2024ની સિઝનની શરૂઆતના પહેલા સુધી ખુલ્લી રહેશે.
શું છે ટ્રૅડિંગ વિન્ડો?

ઇમેજ સ્રોત, ANI
ટ્રેડિંગ વિન્ડો એ આઈપીએલની ટર્મ કન્ડિશન છે જે ફ્રેન્ચાઇઝીને ટીમો વચ્ચે ખેલાડીઓની અદલા-બદલી કરવા કે ઑલ કેશ મોડમાં ખેલાડીઓને ખરીદવાની પરવાનગી આપે છે.
એટલે કે આ વિન્ડો અંતર્ગત ફ્રેન્ચાઇઝી ટીમો ખેલાડીઓને એકબીજા સાથે બદલી શકે છે અથવા તો કેશમાં સોદો કરી શકે છે.
જ્યારે કોઈ એક ખેલાડી એક ટીમથી ટ્રેડ થઈને બીજી ટીમમાં જાય છે. ત્યારે તેને માટે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી જરૂરી છે. જ્યારે ખેલાડીની ખરીદ-વેચ કે ટ્રાન્સફર થાય ત્યારે જે તે ખેલાડીની પણ મંજૂરીની જરૂર પડે છે જે ટ્રેડ થવાના હોય. જો કોઈ ખેલાડી કોઈ ટીમમાં જવાની ના પાડે તો ડીલ તે જ ક્ષણે રદ થઈ જાય છે.
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ પાસે અધિકાર હોય છે કે જો કોઈ ફ્રેન્ચાઇઝી ટીમ એક જ પ્લેયર્સને પોતાની ટીમ સાથે જોડવા માગતી હોય તો ખેલાડીને વેચનારી ફ્રેન્ચાઇઝી ટીમ નક્કી કરે કે એ ખેલાડી કઈ ટીમમાં જશે.
આ ટ્રેડિંગનો આખરી દિવસ 26 નવેમ્બર હતો. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી કોઈ ખેલાડીની ટ્રેડિંગ નહીં કરી શકે. જે ટીમ પાસે વધારે પૈસા બચ્યા હશે તે ડિસેમ્બરમાં થનારી મિની ઑક્શનમાં પોતાના મનપસંદ ખેલાડીને ખરીદવા મોટી બોલી લગાવી શકે છે.
હાર્દિક પંડ્યાના મુંબઈમાં જોડાવાને લઈને ગુજરાત ટાઇટન્સના પર્સમાં પણ વધારો થયો છે. તેમને મુંબઈથી ટ્રાન્સફર ફીઝ પણ મળશે. જે તેણે આઈપીએલને જણાવવાની રહેશે. સમજૂતિ અનુસાર હાર્દિકને ટ્રાન્સ્ફર ફીના 50 ટકા મળશે.
હાર્દિક પંડ્યા ગત વર્ષે ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયા હતા. તેમની કૅપ્ટનશીપ હેઠળ ગત વર્ષે ટીમે આઈપીએલ ટાઇટલ જીત્યું હતું અને આ વર્ષે તેની ટીમ ફાઇનલમાં પહોંચી હતી જોકે ફાઇનલ મૅચમાં ગુજરાત ટાઇટન્સ ચેન્નાઇ સુપરકિંગ્સ સામે હારી ગઈ હતી.
કેવી રહી હાર્દિકની આઈપીએલ કૅરિયર?

ઇમેજ સ્રોત, ANI
મુંબઈ ટીમથી જ હાર્દિકે પોતાની કૅરિયરની શરૂઆત કરી હતી. 2015માં તેમને અનકૅપ્ડ ખેલાડી તરીકે 10 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. તેઓ 2015, 2017, 2019 અને 2020માં મુંબઈની ટીમમાંથી રમ્યા. 2021માં તેમને રિટેન કરવામાં આવ્યા. 2022માં મેગા નીલામી પહેલા તેમને રિલીઝ કરવામાં આવ્યા. મુંબઈ આ વર્ષે માત્ર ચાર ખેલાડીઓને રિટેન કરી શકતી હતી જેમાં તેણે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરન પૉલાર્ડને રિટેન કર્યા હતા જેને કારણે હાર્દિકને ગુજરાતની ટીમમાં સામેલ થઈ કૅપ્ટન બનવાની તક મળી ગઈ હતી.
ગુજરાત વતી રમતા હાર્દિકે 30 ઇનિગ્સમાં 41.65ની સરેરાશથી અને 133.39ની સ્ટ્રાઇક રેટથી 833 રન બનાવ્યા છે. સાથે 8.1ની ઇકોનોમી સાથે 11 વિકેટો પણ ઝડપી છે.
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાંથી જશે તો શુભમન બનશે ટીમના કપ્તાન?

ઇમેજ સ્રોત, AFP
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે 25મી તારીખે તેમને માહિતી મળી હતી કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થવા વિશે વાટાઘાટો કરી રહ્યા હતા.
વળી એમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે જો પંડ્યા મુંબઈમાં જાય છે તો શુભમન ગીલ ગુજરાત ટાઇટન્સના કપ્તાન બની શકે છે.
અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત ટાઇટન્સના ટીમ મૅનેજમેન્ટની ગીલ સાથે લાંબી બેઠક થઈ હતી. જેમાં તેમણે વ્યૂહરચના વિશે વાતચીત કરી હતી.














