ડાન્સ કરતાં, ચાલતાં-ચાલતાં કાર્ડિયાક ઍટેક અને તરત મોત- આવા કેસ વધી રહ્યા છે?

હૃદયરોગ

ઇમેજ સ્રોત, BOY_ANUPONG/GETTYIMAGES

    • લેેખક, સુશીલાસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી

સારાંશ

  • કન્નડ અભિનેતા પુનિત રાજકુમારનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું
  • 65 વર્ષ પછી પુરુષોની તુલનાએ મહિલાઓમાં વધુ હાર્ટ ઍટેકના કેસ સામે આવ્યા છે
  • ડૉક્ટર સલાહ આપે છે કે જિમમાં કસરત કરતી વખતે કાળજી રાખો અને ધીમે-ધીમે તેનું પ્રમાણ વધારો
  • નિયંત્રિત ભોજન અને કસરત સારા સ્વાસ્થ્યની નિશાની છે
બીબીસી ગુજરાતી

તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાર્ટ ઍટેકના અનેક વીડિયો વાઇરલ થતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયોમાં લગ્નમાં ડાન્સ કરી રહેલી એક વ્યક્તિ અચાનક જમીન પર ઢળી પડતી જોવા મળી, ત્યારે એક વીડિયોમાં એક સમારોહમાં યુવતી હાથમાં ગુલદસ્તો લઈને જતી હતી અને અચાનક ઢળી પડી.

અન્ય એક વીડિયોમાં એક વ્યક્તિ તેના મિત્રો સાથે ચાલતી-ચાલતી જમીન પર ઢળી પડે છે.

આ ઘટનાઓ પછી ટ્વિટર પર #heartattack પણ ટ્રૅન્ડ થવા લાગ્યો અને લોકો કૉમેન્ટ કરીને અચાનક થતા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

તાજેતરમાં જ કન્નડ અભિનેતા પુનિત રાજકુમારનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. તેઓ જિમમાં કસરત કરી રહ્યા હતા.

કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ પણ જિમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા, ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો અને તેઓ ઢળી પડ્યા હતા.

બાદ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો અને બાદમાં તેમનું નિધન થઈ ગયું હતું.

આવા કિસ્સાઓને ડૉક્ટર કાર્ડિયાક અરેસ્ટના કેસ ગણાવી રહ્યા છે.

ડૉક્ટરનું કહેવું છે કે, “હૃદયના આકાર અને સ્નાયુઓમાં વધારો, તેની નસોમાં બ્લૉકેજ અને લોહી પંપ કરવામાં હૃદયની અસમર્થતાના કારણે કાર્ડિયાક અરેસ્ટ થાય છે. આનુવંશિક કારણસર પણ કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.”

બીબીસી ગુજરાતી

કાર્ડિયાક અરેસ્ટના સંકેતો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓમાં એસ્ટ્રોઝન હોર્મોન અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોય છે

નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અને ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. ઓ.પી. યાદવે જણાવ્યું હતું કે, “તમારા શરીરમાં કોઈ અસ્પષ્ટ લક્ષણો જોવા મળી રહ્યાં હોય, તો સાવચેત થઈ જાવ.”

આવાં લક્ષણો જોવાં મળે છે:

બીબીસી ગુજરાતી
  • પેટમાં ખેંચાણ
  • પેટ ફૂલવું, પેટના ઉપરના ભાગમાં ભાર લાગવો
  • ગૅસ અને એસિડિટી સમજીને નકારશો નહીં
  • છાતીમાં દબાણ
  • ગળામાં કંઈક ફસાયેલું લાગે
  • શરીરની કામ કરવાની ક્ષમતામાં અચાનક ફેરફાર થાય, જેમ કે રોજ તમે ત્રણ માળ ચડી શકતા હોવ પણ એક દિવસ અચાનક ચડી જ ન શકો અને થાક લાગી રહ્યો હોય
  • પરિવારમાં કદાચ કોઈનું 30-40 વર્ષથી ઓછી ઉંમરમાં અથવા અચાનક મૃત્યુ થઈ ગયું હોય તો તમને કાર્ડિયાક અરેસ્ટ હોવાનો ખતરો વધી જાય છે
બીબીસી ગુજરાતી

દિલ્હીની મૅક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. વિવેકાકુમારનું કહેવું છે કે, “હાર્ટ ઍટેકના દર્દીને અડધો કલાક અથવા તેનાથી વધુ સમય માટે છાતીમાં દુખાવો થાય છે. દુખાવો જેમ જેમ ડાબા હાથ તરફ જાય તેમ ઘણો પરસેવો થાય છે. જો સમયસર તેની સારવાર ન થાય તો કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ શકે છે.”

તેઓ જણાવે છે કે, “હૉસ્પિટલમાંથી સારવાર લીધા બાદ પણ કાર્ડિયાક અરેસ્ટમાં ત્રણથી આઠ ટકા જ બચવાની અપેક્ષા હોય છે.”

બીબીસી ગુજરાતી

કોરોના, વૅક્સિન અને કાર્ડિયાક અરેસ્ટનો સંબંધ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KATERYNA KON/SCIENCE PHOTO LIBRARY

ઇમેજ કૅપ્શન, "લોહી પાતળું કરવા માટે દર્દીને દવાઓ પણ આપવામાં આવે છે"
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મીડિયામાં પણ આવા સમાચાર જોવા મળી રહ્યા છે અને આ વાતને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે જે લોકોને કોરોના થયો છે અને જેમણે વૅક્સિન લીધી છે, તેમને કાર્ડિયાક અરેસ્ટ વધુ થાય છે.

ડૉ. યાદવ અને ડૉ. વિવેકાકુમાર બંનેએ જણાવ્યું હતું કે “કોરોનાના કારણે શરીરમાં લોહીની ગાંઠો અથવા લોહી જામવાના મામલા સામે આવ્યા છે અને આ ગાંઠ ફેફસાં, હૃદય, પગની નસો અને મગજમાં થઈ શકે છે. જોકે લોહીને પાતળું કરવા માટે દર્દીને દવાઓ પણ આપવામાં આવે છે.”

ડૉ. યાદવે કહ્યું હતું કે, “તાજેતરમાં જ તમને જો કોરોના થયો હોય અને બાદ હાર્ટ ઍટેક આવ્યો હોય તો કહી શકાય કે બંનેનો સંબંધ છે, પરંતુ તેના પુરાવા મળ્યા નથી. જેમને કોરોના થયો હશે, એ વ્યક્તિમાં લોહી જામવાનું પ્રમાણ વધી જાય છે અને આવી સ્થિતિમાં અમે દર્દીને બ્લડ થીનર આપીએ છીએ તેમજ કસરત અને ચાલવાની સલાહ આપીએ છીએ. પરંતુ દરેક હાર્ટ ઍટેક કોરોનાના કારણે જ થાય છે એ કહેવું ખોટું છે.”

ડૉ. વિવેકાકુમારે કહ્યું હતું કે, “કોરોનાની વૅક્સિન પણ એક રીતે કોરોના ઇન્ફૅક્શનની જેમ છે. કોરોના ઘણી સંક્રામક બીમારી છે અને તેમાં ગાંઠ થવાની શક્યતાઓ વધી જાય છે. એવામાં જો હૃદયમાં હોય તો કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ ઍટેકની શક્યાઓ વધી જાય છે અને જો મગજમાં જાય તો બ્રૅઇનસ્ટ્રોક થઈ શકે છે. યુવાઓમાં તેના કેસ વધુ જોવા મળી રહ્યા છે. તણાવ, ધૂમ્રપાન, દારૂ પણ તેનાં કારણોમાં સામેલ છે.”

બીબીસી ગુજરાતી

પુરુષોમાં મહિલાઓ કરતાં વધુ કેસ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PETER DAZELEY/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, 60 વર્ષની ઉંમરે મહિલા અને પુરુષો વચ્ચે હાર્ટ એટૅકના કેસ સરખા થઈ જાય છે

ડૉક્ટરો કહે છે કે મહિલાઓમાં એસ્ટ્રોઝન હોર્મોન હોય છે અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોય છે.

મહિલાઓ જ્યાં સુધી પીરિયડમાં આવે, ત્યાં સુધી તેમના શરીરમાં રહેલું એસ્ટ્રોઝન હોર્મોનનું સ્તર ઘણું ઊંચું હોય છે.

જ્યાં સુધી મહિલાઓ પીરિયડમાં આવે છે, ત્યાં સુધી આ હોર્મોન તેમની સુરક્ષા કરે છે, પરંતુ મૉનોપૉઝ બાદ હાર્ટ ઍટેકનો ખતરો વધી જાય છે.

ડૉ. યાદવે કહ્યું હતું કે, “45 વર્ષની મહિલાઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટ ઍટેકના કેસ વધુ છે. તેનો રેશિયો 10:1 છે. તેનો અર્થ એ છે કે દસ પુરુષોની તુલનામાં એક મહિલામાં હાર્ટ ઍટેક થાય છે.”

એ અનુસાર ઍસ્ટ્રોઝનું સ્તર જેવું નીચું જાય અને મહિલાઓને મૉનોપૉઝ થાય, તો હાર્ટ ઍટેકની શક્યાઓ વધી જાય છે. 60 વર્ષની ઉંમરમાં મહિલા અને પુરુષો વચ્ચે હાર્ટ ઍટેકના મામલા એક સરખા જ થઈ જાય છે.

65 વર્ષ પછી પુરુષોની તુલનાએ મહિલાઓમાં વધુ હાર્ટ ઍટેકના કેસ સામે આવ્યા છે.

એવામાં ડૉક્ટર મહિલા અને પુરુષ બંનેને ખાવાપીવા અને કસરત પર ધ્યાન આપવાની સલાહ આપે છે.

યુવા મહિલાઓમાં હાર્ટ ઍટેકના વધી રહેલા પ્રમાણ અંગે જણાવતા ડૉ. યાદવ કહે છે કે, “મહિલાઓની જીવનશૈલીમાં થઈ રહેલા ફેરફાર બીમારી તરફ ધકેલી રહ્યા છે, જેમ કે ધૂમ્રપાન, દારૂનું સેવન અને મેદાથી બનેલાં ભોજનનું સેવન. આ પ્રકારની બીમારીનો ખતરો વધવા લાગ્યો છે. ત્યારે ઘરમાં રહેતી મહિલાઓ કસરત પર વધુ ધ્યાન આપતી નથી.”

બીબીસી ગુજરાતી

જિમ, સપ્લિમેન્ટ્સ અને કાર્ડિયાક અરેસ્ટનો સંબંધ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ALEKSANDR ZUBKOV/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, ડ્રગ્સનું સેવન પણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે

ડૉક્ટરોનું કહેવું છે કે, “જો તમે અચાનક જિમ જવાનું શરૂ કરો અને તમે જેનાથી ટેવાયેલા ન હોય તેવી કસરત કરવાનું શરૂ કરો, તો સમસ્યા વધી શકે છે.”

ડૉક્ટર સલાહ આપે છે કે જિમમાં કસરત કરતી વખતે કાળજી રાખો અને ધીમે-ધીમે તેનું પ્રમાણ વધારો. જો કોઈ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા હોવ તો એ પહેલાં મેડિકલ ચેકઅપ જરૂર કરાવો.

પરસેવો વધુ થાય, તો પાણી વધુ પીવો અને શરીરમાં મીઠાનું પ્રમાણ ઓછું ન થવા દો. દારૂ, તમાકું અને ડ્રગ્સનું સેવન પણ આરોગ્યને અસર કરી શકે છે અને બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.

ડૉ. વિવેકાએ કહ્યું હતું કે, “ઍનર્જી અથવા મસલ્સ બનાવતા લોકોએ ડ્રિંક્સનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેમાં એવી દવાઓ હોય છે, જે તમારી ઉત્તેજના વધારે છે. તેમાં સિન્થેટિક કમ્પાઉન્ડ પણ હોય છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે.”

બંને ડૉક્ટરો સલાહ આપે છે કે નિવૃત્તિ પછી નહીં પણ જુવાનીમાં પણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. નિયંત્રિત ભોજન અને કસરત સારા સ્વાસ્થ્યની નિશાની છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી