હાડકાં તોડીને ઊંચાઈ વધારવા કરાતી જોખમી કૉસ્મેટિક સર્જરીની દર્દનાક દાસ્તાન

અમુક ઈંચ ઊંચાઈ વધારવા માટે સૅમે ઑપરેશન કરાવ્યું હતું

ઇમેજ સ્રોત, DR S. ROBERT ROZBRUCH

ઇમેજ કૅપ્શન, અમુક ઈંચ ઊંચાઈ વધારવા માટે સૅમે ઑપરેશન કરાવ્યું હતું
    • લેેખક, એલેહાન્દ્રો મિલાન વૅલેન્સિયા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

“પોતાનાથી ઓછી ઊંચાઈવાળા પુરુષોને મહિલા ડેટ કરતી નથી. મારાં લગ્ન નહીં થાય એ વિચાર ખૂબ જ કપરો હતો.”

આ શબ્દો છે 30 વર્ષીય બ્રિટિશર સૅમના. જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને સ્પેનના ઊંચાઈ વધારવા માટે કરાતી પગની લંબાઈ વધારવા માટેની કૉસ્મેટિક સર્જરીના ચલણનો એક ભાગ છે.

આ એક એવું ઑપરેશન છે જેમાં સાથળના હાડકાને તોડીને અમુક સેન્ટિમિટર ઊંચાઈ વધારવામાં આવે છે.

સૅમ કહે છે કે આ ઑપરેશનના કારણે તેમની ઊંચાઈ આઠ સેન્ટિમિટર વધી હતી. આ પહેલાં તેમની ઊંચાઈ 1.62 મિટર હતી જે વધીને 1.70 મિટર થઈ હતી.

તેમણે બીબીસીના પત્રકાર ટોમ બ્રૅન્ડાને જણાવ્યું કે, “હું હંમેશાંથી એવી જ વિચારસરણી ધરાવતો આવ્યો છે કે લાંબા હોવું અને સફળ હોવું એ સંકળાયેલી બાબતો છે. તેથી મારે આ રસ્તો અપનાવવો પડ્યો.”

આ ઑપરેશન બાદ વ્યક્તિને આરામ કરવો પડે છે અને મહિનાઓ સુધી દર્દી ચાલી શકતા નથી. પરંતુ આટલું જ નહીં, ઘણા મામલામાં પુરુષોએ અમુક ઈંચ ઊંચાઈ વધારવા માટેના આ ઑપરેશન માટે 70 હજાર ડૉલરનો ખર્ચ કરવો પડે છે.

આ ઑપરેશન કરનારા સર્જન કેવિન દેબીપરસાદે બીબીસીને જણાવ્યું હતું કે, “આ ખૂબ દર્દનાક ઑપરેશન છે. જે બાદ ખૂબ આરામ કરવો પડે છે, કારણ કે હાડકાનો ભાગ ખૂબ જ નરમ હોય છે, તેથી જ્યાં સુધી એ હાડકું તમારા શરીરના વજનને સાચવવા માટે ફરીથી સક્ષમ બને ત્યાં સુધી તમારે ફરી ચાલવા માટે રાહ જોવી પડે છે.”

દેબીપરસાદ દર મહિને આના જેવી 50 સર્જરીઓ કરે છે. લાસ વેગાસ ખાતેના પોતાની લિમ્બપ્લાસ્ટ ઍક્સ ઇન્ટિસ્ટ્યૂટમાં પુરુષોમાં આ ઑપરેશન માટેની માગ વધતી જઈ રહી હોવાનું તેઓ જણાવે છે.

દેબીપરસાદ કહે છે કે, “પુરુષો કૉસ્મેટિક સર્જરી ન કરાવે, તેવી માન્યતા હવે ધીરે ધીરે ચલણની બહાર જઈ રહી છે. આ ઑપરેશનની માગ વધી છે.”

પરંતુ આવું હંમેશાં નહોતું. ઘણાં વરસો સુધી પૂર્વ એશિયાના દેશોમાં મહિલાઓ આ પ્રકારની સર્જરી વધુ કરાવતી હતી.

ગ્રે લાઇન

પુનર્વસનનો હેતુ સુંદરતા વધારવાનો નહીં

ઑપરેશનમાં હાડકાને તોડીને બંને કટકાને સળિયાની મદદથી છૂટા પડાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑપરેશનમાં હાડકાને તોડીને બંને કટકાને સળિયાની મદદથી છૂટા પડાય છે

આ ચલણ વિવાદથી પણ ઘેરાયેલું રહ્યું છે.

બીબીસીને મોકલાવાયેલ દસ્તાવેજોમાં ‘અમેરિકન ઍસોસિયેશન ઑફ પ્લાસ્ટિક સર્જન્સ’ અને ‘અમેરિકન ઍકેડમી ઑફ ઑર્થોપેડિસ્ટ્સ’ જણાવ્યું છે કે આ સર્જરી કૉસ્મેટિક હેતુથી કરાતી ઑર્થોપેડિક પ્રક્રિયા છે.

આ ટેકનિકના પાયોનિયર એક સોવિયેટ ઑર્થોપેડિક સર્જન છે, જેમણે આ પ્રક્રિયા બીજા વિશ્વયુદ્ધમાં અંગ ગુમાવી ચૂકેલ સૈનિકોના પુનર્વસન માટે વિકસાવી હતી.

તેમનું નામ ગેવરિલ ઇલિઝારોવ હતું, જેમણે પોતાના વિદ્યાર્થીજીવન અને યુદ્ધ દરમિયાન સેવા આપતાં નોંધ્યું હતું કે સાથળનું હાડકું ગૅપ ભરવા તરફ પ્રેરાય છે.

જ્યારે ઇલિઝારોવે આ ટેકનિક વિકસાવી ત્યારે તેમાં હાડકું તોડવામાં આવતું, પરંતુ તેમાં પેરિઓસ્ટિયમ (હાડકાંનો બહારનો ભાગ) સાથે છેડછાડ નહોતી કરાતી. આ પ્રક્રિયામાં હાડકાને થોડું અલગ કરાતું અને હાડકું એ ખાલી જગ્યા ભરે તે માટે તેને છોડી દેવાતું.

લાઇન

ઊંચાઈ વધારવાની જોખમી સર્જર

લાઇન

'પોતાનાથી ઓછી ઊંચાઈવાળા પુરુષોને મહિલા ડેટ કરતી નથી. મારાં લગ્ન નહીં થાય એ વિચાર ખૂબ જ કપરો હતો.'

ઊંચાઈ વધારવા પુરુષો હાડકાં તોડીને કરાતી જોખમી સર્જરી તરફ વળ્યા હોવાનું એક ચલણ વિકસિત થઈ રહ્યું છે.

આ એક એવું ઑપરેશન છે જેમાં સાથળના હાડકાને તોડીને અમુક સેન્ટિમિટર ઊંચાઈ વધારવામાં આવે છે.

આ ઑપરેશન બાદ વ્યક્તિને આરામ કરવો પડે છે અને મહિનાઓ સુધી દર્દી ચાલી શકતા નથી. પરંતુ આટલું જ નહીં, ઘણા મામલામાં પુરુષોએ અમુક ઈંચ ઊંચાઈ વધારવા માટેના આ ઑપરેશન માટે 70 હજાર ડૉલરનો ખર્ચ કરવો પડે છે.

આ ટેકનિકના પાયોનિયર એક સોવિયેટ ઑર્થોપેડિક સર્જન છે, જેમણે આ પ્રક્રિયા બીજા વિશ્વયુદ્ધમાં અંગ ગુમાવી ચૂકેલ સૈનિકોના પુનર્વસન માટે વિકસાવી હતી. જોકે, હવે એનો ઉપયોગ ઊંચાઈ વધારવા માટે કરાઈ રહ્યો છે.

લાઇન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેબીપ્રસાદ આ વાત સમજાવતાં કહે છે કે, “આ ટેકનિકનો ઘણો વિકાસ થયો છે, પરંતુ શરૂઆતમાં જે વિચાર સાથે આ પ્રક્રિયા કરાઈ હતી તે હજુ પણ એવો જ છે : હાડકું જાતે જ ખાલી જગ્યાને ભરી દે છે, કંઈક આવી જ રીતે દર્દીની ઊંચાઈ વધારી દેવાય છે.”

બીબીસીએ આ મામલે ઘણા સર્જનોનો અભિપ્રાય જાણ્યો, તેમણે કહ્યું કે પ્રક્રિયા કંઈક આવી રીતે થાય છે: પહેલાં તો પગના હાડકામાં ડ્રિલ કરીને એક છિદ્ર કરાય છે, તે પછી હાડકાને બે ભાગમાં છૂટું પાડી દેવાય છે.

આ પછી, હાડકામાં સર્જરીની મદદથી ધાતુનો સળિયો મુકાય છે અને તે પોતાની જગ્યા જાળવી રાખે તે માટે સ્ક્રૂનો ઉપયોગ કરાય છે.

તે પછી દરરોજ એક મિલિમિટર જેટલી આ સળિયાની લંબાઈ વધારાય છે, આવું ત્યાં સુધી કરાય છે જ્યાં સુધી દર્દીની ઇચ્છિત ઊંચાઈ પ્રાપ્ત નથી કરી લેવાતી. આમ, વારંવાર તેમનાં હાડકાંને પ્રક્રિયા પછી ગૅપ ભરવા માટે છોડી દેવાય છે.

સૅમ અને અન્ય દર્દીઓ માટે, આ પ્રક્રિયા દર્દનાક હોવાની સાથોસાથ લાંબી પણ છે.

સૅમ કહે છે કે, “મારા પ્રથમ કન્સલ્ટેશનમાં જ ડૉક્ટરે મને જણાવી દીધું હતું કે સર્જરી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ મને મારી લંબાઈ વધારવાની વધુ ચિંતા હતી. શું હું ફરીથી ચાલી શકીશ? શું હું ફરીથી દોડી શકીશ ખરો?”

સૅમ જણાવે છે કે તેમણે છ માસ સુધી દર અઠવાડિયે ત્રણ-ચાર વખત બે કલાક સુધી ફિઝિકલ થૅરપી પણ કરાવી.

ગ્રે લાઇન

જોખમો

ચીનમાં મહિલાઓમાં આ ઑપરેશન ખૂબ લોકપ્રિય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં મહિલાઓમાં આ ઑપરેશન ખૂબ લોકપ્રિય છે

આવી મોટી સર્જરીઓમાં તેની સાથે સંકળાયેલાં જોખમો તરફ પણ તબીબી આલમનું ધ્યાન ખેંચાતું હોય છે.

ઘણા નિષ્ણાતો આ પ્રક્રિયાના કેટલાંક સંભવિત જોખમો જેમ કે, ચેતાતંત્રને નુકસાન અને નસોમાં રુકાવટ જેના કારણે હાડકાંની એકબીજા સાથે જોડાવાની પ્રક્રિયામાં થંભી જાય તેવું પણ બની શકે.

હમિશ સિમ્પસન નામના એક ઑર્થોપેડિક સર્જને બીબીસીને જણાવ્યું, “પાછલા બે દાયકામાં ટેકનિકો અને ટેકનૉલૉજીનો વિકાસ થયો છે. જોકે, આ પ્રક્રિયા માટે વધારાનાં માંસ, ચેતાકોષો, રક્તવાહિનીઓ અને ત્વચા પણ સાથોસાથ વિકસે તે જરૂરી છે. તેમજ આ પ્રક્રિયા જટિલ તો છે જ.”

પરંતુ તે માત્ર એક શારીરિક મુદ્દો નથી. નિષ્ણાતો આ સર્જરી સાથે સંકળાયેલ કેટલાંક મનોવૈજ્ઞાનિક જોખમો અંગે પણ ધ્યાન દોરે છે. આના કારણે કેટલાક દર્દીઓમાં અંગોમાં એક પ્રકારનો નકારાત્મક બદલાવ આવ્યાની ભાવના પણ આવી શકે છે.

નિષ્ણાતોના મતે આ પ્રકારની અવસ્થાના કારણે દર્દીઓ શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્યને વધુ પ્રાધાન્ય આપે તેવું બની શકે.

બ્રિટિશ ઑર્થોપેડિક ડેવિડ ગુડિયરે બીબીસીને જણાવ્યું કે, “જ્યારે દર્દીઓ સામે સર્જિકલ નિષ્ણાત પાસેથી ઑપરેશન અને ઓછા દરે ઑપરેશનના વિકલ્પો મુકાય તો મને નથી લાગતું કે ઘણા લોકો આ સર્જરી સાથે જોડાયેલી એવી બાબતો અંગે માહિતગાર હશે જે ખોટા વિકલ્પની પસંદગીથી ખરાબ પરિણામ નોતરી શકે છે.”

તેઓ કહે છે કે, “આવાં ઑપરેશનો મોટા ભાગે બહારના દેશોમાં થતાં હોઈ, સ્થાનિક ડૉકટરો પર નિષ્ફળ ઑપરેશનનાં પરિણામોનો ભાર આવે છે, જેમણે આ ઑપરેશન નથી કર્યાં.” 

દેબીપરસાદ પણ એ વાતે સંમત થાય છે કે તે સામાન્ય પ્રક્રિયા નથી અને તેને જોખમી બનાવતાં ઘણાં પાસાં છે.

સર્જન જણાવે છે કે, “ઑપરેશન પછીનાં જોખમ ઘટાડવા માટે હાઇ-ટેક ઓજારોની જરૂર પડે છે, પરંતુ દર્દીઓને ઑપરેશન સાથે સંકળાયેલાં જોખમો અને આરામના સમય બાબતે બધી ખબર હોય જ છે.”

ગ્રે લાઇન

પુરુષાતનને લગતું ચલણ

ઑપરેશનથી આઠ સેન્ટિમિટર જેટલી ઊંચાઈ વધી શકે છે

ઇમેજ સ્રોત, LIMBPLASTX INSTITUTE

ઇમેજ કૅપ્શન, ઑપરેશનથી આઠ સેન્ટિમિટર જેટલી ઊંચાઈ વધી શકે છે

પરંતુ અહીં એ વાત નકારી શકાય એવી નથી કે પુરુષો આ ઑપરેશન પોતાની ઊંચાઈ વધારવા માટે કરાવી રહ્યા છે.

લગભગ એક ડઝન જેટલા દેશોમાં આ ઑપરેશન કરતાં ક્લિનિકો ઉપલબ્ધ છે અને તેમાંથી અમેરિકા અને કૅનેડાનાં જે ક્લિનિકોનો બીબીસીએ સંપર્ક સાધ્યો તેમણે એ વાતની પુષ્ટિ કરી કે પુરુષો તરફથી આ પ્રકારનું ઑપરેશન કરવાની માગ વધુ પ્રમાણમાં કરાઈ રહી છે.

દેબીપરસાદ ચોકસાઈપૂર્વક જણાવે છે કે પાછલાં ત્રણ વર્ષોમાં આ ઑપરેશન માટેની ઇન્ક્વાયરી બમણી થઈ છે.

તેઓ કહે છે કે, “મને મારા પુરુષ દર્દીઓ પાસેથી જાણવા મળે છે કે તેઓ આ પ્રકારની સર્જરીથી હવે ગભરાતા નથી, તેમજ આનાથી તેમને તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળે છે.”

લોકો ખાનગી કારણોને લીધે આવાં ઑપરેશન કરાવે છે.

‘અમેરિકન ઍસોસિયેશન ઑફ પ્લાસ્ટિક સર્જન્સ’એ બીબીસીને આપેલ માહિતી અનુસાર ગત દાયકાની સરખામણીએ પુરુષોમાં આ ઑપરેશનનું પ્રમાણ 30 ટકા વધ્યું છે.

જેમનો સંપર્ક સાધવામાં આવ્યો તે પૈકી મોટા ભાગના નિષ્ણાતો પ્રમાણે આ પ્રક્રિયા જટિલ, ખર્ચાણ અને જોખમી છે. તેમજ તે બાદ વધુ આરામ કરવાનું રહે છે, જે દરમિયાન સુપરવાઇઝરોએ નજર રાખવાની હોય છે.

રેડ લાઇન
રેડ લાઇન