દુનિયાના એ 10 ધનકુબેરો, જેની સંપત્તિની તોલે અંબાણી-અદાણી પણ ના આવે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આજના સમયની વાત કરીએ તો દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિઓમાં ઍલન મસ્કનું નામ લેવામાં આવે છે. પરંતુ ઇતિહાસના ધનકુબેરો વિશે તમે કેટલું જાણો છો? (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, એમિલી બ્રાન્ડ્ત, લેખિકા
    • પદ, બીબીસી હિસ્ટ્રી એક્સ્ટ્રા
લાઇન
  • માલી સૌથી ધનાઢ્ય સામ્રાજ્ય હતું. અહીં દુનિયાના સૌથી કિંમતી સોના અને મીઠાની ખાણ હતી
  • મનસા મુસા પાસે અઢળક સંપત્તિ હતી. પરંતુ આજના સમયમાં તેની કિંમત આંકવી એ માત્ર અંધારામાં તીર મારવા જેવું હશે
  • નિકોલસ II રશિયાના છેલ્લા સમ્રાટ હતા. 1894માં તેમને વારસાગત રીતે સદીઓ જૂનું રોમાનોવ સામ્રાજ્ય મળ્યું હતું
લાઇન

આજના સમયની વાત કરીએ તો દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિઓમાં ઍલન મસ્કનું નામ લેવામાં આવે છે. પરંતુ ઇતિહાસના ધનકુબેરો વિશે તમે કેટલું જાણો છો?

અહીં જાણો ઇતિહાસના દસ ધનકુબેરો વિશે કે જેમની પાસે એટલી સંપત્તિ હતી કે તેને ગણવી પણ અઘરી છે. તેમાંથી કેટલાક ધનકુબેરોએ ઘણી ક્રૂરતા આચરી હતી, તો કેટલાક સહજ સ્વભાવ ધરાવતા હતા.

line

મનસા મુસા (માલી) (c. 1280-1337)

મંસા મુસાની મક્કા સુધીની યાત્રાથી માલી વિશ્વના નકશામાં આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનસા મુસાની મક્કા સુધીની યાત્રાથી માલી વિશ્વના નકશામાં આવ્યું

માલી સૌથી ધનાઢ્ય સામ્રાજ્ય હતું. અહીં દુનિયાના સૌથી કિંમતી સોનાની ખાણ હતી. તે એટલાન્ટિક સમુદ્રથી 2000 માઇલ દૂર હતું. જોકે, ત્યારે માલી જે હતું તેવું આજે નથી.

આ સામ્રાજ્યના રાજા હતા મનસા મુસા.

દુનિયાના સૌથી મહત્ત્વના વેપારના રસ્તા તેમના સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ હતા. બ્રિટિશ મ્યુઝિયમ પ્રમાણે, મનસા મુસાના શાસન દરમિયાન દુનિયાનું અડધું સોનું માલીના સામ્રાજ્યમાં હતું.

મનસા મુસા જ્યારે મક્કાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેઓ પોતાની સાથે અધિકારીઓ, સૈનિકો, મનોરંજકો, ઊંટચાલકો, 12,000 ગુલામો અને ઘેટાં લઈ ગયાં હતા.

જ્યારે તેમણે અઠવાડિયાં ત્યાં વિતાવ્યાં તો લાગતું હતું કે રણમાં આખું શહેર ઊભું થઈ ગયું છે. ગુલામોએ પણ સોનાની લેસ ધરાવતાં કપડાં પહેર્યાં હતાં.

2012માં અમેરિકન સેલેબ્રિટીઝની નેટ વર્થ જણાવતી વેબસાઇટે મનસા મુસાની સંપત્તિનું અનુમાન લગાવ્યું હતું, જે આશરે 400 બિલિયન ડૉલર હતું (આશરે 31 લાખ કરોડ).

જોકે, કેટલાક ઇતિહાસકરોના મતે મનસા મુસાની સંપત્તિનું આંકડામાં અનુમાન લગાવવું અશક્ય છે.

line

શું તેઓ દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ છે?

તે ચોક્કસપણે કહી શકાતું નથી. પરંતુ ઐતિહાસિક પુરાવાના પ્રમાણે 1324 દરમિયાન માલી પર તેમનું રાજ હ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તે ચોક્કસપણે કહી શકાતું નથી. પરંતુ ઐતિહાસિક પુરાવાના પ્રમાણે 1324 દરમિયાન માલી પર તેમનું રાજ હ

તે ચોક્કસપણે કહી શકાતું નથી. પરંતુ ઐતિહાસિક પુરાવાના પ્રમાણે 1324 દરમિયાન માલી પર તેમનું રાજ હતું.

મક્કાના પ્રવાસ દરમિયાન તેઓ વચ્ચે કાઇરોમાં રોકાયા હતા. તે દરમિયાન તેમણે જે સોનું રજૂ કર્યું હતું તેની સામે કાઇરોના સોનાનું મૂલ્ય ઘટી ગયું હતું. તેનાથી દેશના અર્થતંત્રને નુકસાન થયું હતું.

આ વિસ્તારમાં તેમની મુલાકાત બાદ તેમની પ્રતિષ્ઠા વધી અને તેમને દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ તરીકે લોકો ઓળખવા લાગ્યા હતા.

આ ટૂરથી દુનિયાને પશ્ચિમ આફ્રિકી સામ્રાજ્યની શક્તિનો સંકેત મળ્યો હતો.

તેમની મુલાકાત દરમિયાન માલીના તિંબુક્તુ અને જેને શહેર વેપારનું કેન્દ્ર બન્યા હતા. વિદ્વાનો અને પ્રતિભાશાળી લોકોને ઇસ્લામિક દુનિયામાં નિમંત્રણ મળવા લાગ્યું હતું.

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના પ્રોફેસર મદીના થિયમ કહે છે, “ઐતિહાસિક અને મૉડર્ન દૃષ્ટિએ જોઈએ તો મનસા મુસા પાસે અઢળક સંપત્તિ હતી. પરંતુ આજના સમયમાં તેમના સામ્રાજ્યની સંપત્તિની કિંમત આંકવી એ માત્ર અંધારામાં તીર મારવા જેવું હશે. તે સમયના સામ્રાજ્યના અર્થતંત્ર, રાજકારણ અને સામ્રાજ્ય વિશે નિષ્ણાતો પાસે ખૂબ ઓછી માહિતી છે.”

line

જૉન ડી. રૉકફેલર (1839 - 1937)

રૉકફેલર સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીના સંશોધક હતા. તેમની કંપની અમેરિકામાં પેદા થતા કુલ ઑઇલનું 90-95 ટકા ઑઇલ ઉત્પન્ન કરતી હતી.

ઓહાયોમાં તેમની પહેલી રિફાઇનરીની સ્થાપના બાદ તેમાં તેમને જે સફળતા મળી, તેનાથી તેઓ અમેરિકાના પહેલા કરોડપતિ બની ગયા હતા.

તેમણે 540 મિલિયન ડૉલર (જેની કિંમત આજના સમયમાં આશરે 4300 કરોડ જેટલી થાય છે)નું દાન કર્યું હતું.

line

ઍન્ડ્ર્યુ કાર્નિજ (1835 - 1919)

ઍન્ડ્ર્યુ કાર્નિજે પોતાની સ્ટીલ સપ્લાય કંપનીની સ્થાપના પહેલાં પેન્સિલવેનિયા રેલરોડમાં ઘણી નોકરીઓ કરી હતી

ઇમેજ સ્રોત, GALEFORMS FIMS/BBC

ઇમેજ કૅપ્શન, ઍન્ડ્ર્યુ કાર્નિજે પોતાની સ્ટીલ સપ્લાય કંપનીની સ્થાપના પહેલાં પેન્સિલવેનિયા રેલરોડમાં ઘણી નોકરીઓ કરી હતી

ઍન્ડ્ર્યુ કાર્નિજે પોતાની સ્ટીલ સપ્લાય કંપનીની સ્થાપના પહેલાં પેન્સિલવેનિયા રેલરોડમાં ઘણી નોકરીઓ કરી હતી.

તેઓ એક સ્કૉટિશ અમેરિકન હતા. તેમણે પોતાની કંપની 1901માં જે.પી. મોર્ગનને 480 મિલિયન ડૉલર (આશરે 3830 કરોડ રૂપિયા)માં વેચી હતી.

તેમને 250 મિલિયન ડૉલર (આશરે 2 હજાર કરોડ રૂપિયા) પોતાના ખાનગી શૅર તરીકે મળ્યા હતા.

તેમના દયાળુ સ્વભાવ અને તેના લીધે થયેલા ખર્ચના કારણે તેમની સંપત્તિ તેમના મૃત્યુ સમયે ઘણી ઘટી ગઈ હતી.

line

માર્કસ લિસિનિયસ ક્રેસસ (ca. 115 - 53 BC)

આ રોમન નેતાએ પોતાની કિસ્મત ઘણી જગ્યાએ આજમાવી.

તેઓ પ્રાકૃતિક આપદા સમયે વિનાશ પામેલી સંપત્તિને ખરીદતા અને પછી તેમાંથી નફો કમાવતા. તેમની પાસે 200 મિલિયન સેસ્ટર્ટિયસ (પ્રાચીન રોમન ચલણ) જેટલી સંપત્તિ હતી.

તેમના દુશ્મન માર્કસનું યુદ્ધમાં મૃત્યુ થયા બાદ સજારૂપે તેમના મોઢામાં પીગળેલું સોનું ભરવામાં આવ્યું હતું.

line

રશિયા- નિકોલસ II (1868 - 1918)

નિકોલસ II રશિયાના છેલ્લા સમ્રાટ હતા

ઇમેજ સ્રોત, PRESS ASSOCIATION

ઇમેજ કૅપ્શન, નિકોલસ II રશિયાના છેલ્લા સમ્રાટ હતા

નિકોલસ II રશિયાના છેલ્લા સમ્રાટ હતા. 1894માં તેમને વારસાગત રીતે સદીઓ જૂનું રોમાનોવ સામ્રાજ્ય મળ્યું હતું.

તેઓ વૈભવી મહેલો, દાગીના અને કળાત્મક વસ્તુઓમાં પૈસાનું રોકાણ કરતા હતા.

1918માં નિકોલસ અને તેમના પરિવારની હત્યા બાદ બોલ્શેવિકના લડાકુઓ દ્વારા તેમની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી.

line

મીર ઉસ્માન અલી ખાન (1886 - 1967)

મીર ઉસ્માન અલી ખાને 1911માં હૈદરાબાદની ગાદી સંભાળી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીર ઉસ્માન અલી ખાને 1911માં હૈદરાબાદની ગાદી સંભાળી હતી

મીર ઉસ્માન અલી ખાને 1911માં હૈદરાબાદની ગાદી સંભાળી હતી. તે સમયે તેઓ દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ તરીકે જાણીતા બન્યા હતા.

હૈદરાબાદ પાસે 80 હજાર સ્ક્વેર કિલોમિટર કરતાં વધારે વિસ્તાર હતો. તે વિસ્તાર ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ કરતાં પણ મોટો છે.

તેમની પાસે દુનિયાની સૌથી સમૃદ્ધ ડાયમંડની ખીણ અને મોતીઓની ઇન્ડસ્ટ્રી હતી.

બ્રિટિશ શાસન દરમિયાન તેમની વફાદારીના કારણે તેમને ‘હીઝ એક્સલ્ટેડ હાઇનેસ’નો ખિતાબ મળ્યો હતો.

તેમણે તેમના સામ્રાજ્યમાં શિક્ષણ અને પરિવહન પર ખર્ચ કર્યો હતો. તેમની પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કહેવામાં આવે છે કે તેમણે 35 વર્ષ સુધી એક જ ટોપો પહેરીને રાખ્યો હતો.

line

વિલિયમ ધી કોન્કરર (c. 1028 - 87)

ઇંગ્લૅન્ડ પર રાજ કરનારા તેઓ પહેલા નૉર્મન સમ્રાટ હતા

ઇમેજ સ્રોત, JONATHAN CULVERHOUSE

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડ પર રાજ કરનારા તેઓ પહેલા નૉર્મન સમ્રાટ હતા

ઇંગ્લૅન્ડ પર રાજ કરનારા તેઓ પહેલા નૉર્મન સમ્રાટ હતા.

11મી સદીમાં તેઓ ફ્રાન્સમાં ઘણું નામ કમાયા હતા. તેમને રાજગાદી મળી તે પહેલાં તેમણે લગ્ન કર્યાં હતાં, બાદ તેમને જમીનનો વારસો મળ્યો હતો.

તેમણે 1066-87 દરમિયાન રાજ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે તેઓ દયાળુ હતા અને પોતાના મિત્રોને જમીન દાન કરતા હતા, જેથી તેઓ એક વૈભવી જીવન જીવી શકે.

line

જેકબ ફજ્જર (1459 - 1525)

તેઓ એક જર્મન બિઝનેસમૅન અને બૅન્કર હતા.

30 વર્ષની ઉંમરે તેમણે પારિવારિક વ્યવસાય ઊભો કર્યો હતો. ચાંદીનું ખાણકામ, બૅન્કિંગ અને બીજી કેટલીક વસ્તુઓની મદદથી તેમણે પોતાની સંપત્તિ ઊભી કરી હતી.

તેમણે યુરોપમાં પણ પોતાનો વેપાર ફેલાવ્યો હતો.

હેબ્સબર્ગ રાજાશાહીની સંપત્તિ વધારવા માટે તેમણે પોતાના પૈસા લગાડ્યા હતા. તેનાથી તેમનો રાજકીય પ્રભાવ પણ પડ્યો હતો.

line

હેન્રી ફૉર્ડ (1863 - 1947)

તેઓ એક ખેડૂતના દીકરા હતા, ડેટ્રોઇટમાં એન્જિનિયર તરીકે તેઓ વાહનો પર પ્રયોગો કરતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેઓ એક ખેડૂતના દીકરા હતા, ડેટ્રોઇટમાં એન્જિનિયર તરીકે તેઓ વાહનો પર પ્રયોગો કરતા હતા

તેઓ એક ખેડૂતના દીકરા હતા. ડેટ્રોઇટમાં એન્જિનિયર તરીકે તેઓ વાહનો પર પ્રયોગો કરતા હતા. મશીનો સાથે તેમને ખૂબ લગાવ હતો અને તેમણે રેલવેમાં તેમજ સ્ટીમ એન્જિનમાં કામ કર્યું હતું.

બે વખત નિષ્ફળતા મળ્યા બાદ 1903માં ફૉર્ડ કંપનીની સ્થાપના થઈ હતી.

તેમના દ્વારા બનેલી ફૉર્ડ મૉડલ ટી કાર વ્યાપક પ્રમાણમાં મળવા લાગી હતી અને તેના કારણે તેમની ખૂબ કમાણી થઈ હતી.

line

કૉર્નેલિયસ વેન્ડરબિલ્ટ (1794 - 1877)

વેન્ડરબિલ્ટનો જન્મ એક ટાપુ પોર્ટ રિચમંડમાં થયો હતો. તેઓ હજુ કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમણે ઉધારી કરીને ફેરીનો બિઝનેસ શરૂ કર્યો હતો.

તેમની મહેનત અને નસીબ સાથે ચમક્યા અને તેઓ જુદી જુદી સ્ટીમબૉટના માલિક બની ગયા હતા.

તેમણે રેલવેના સ્ટૉક્સમાં પૈસા લગાવ્યા. તેઓ રૉબર બેરોન એટલે કે બિઝનેસમાં ગેરરીતિ આચરીને સફળતા મેળવનારી વ્યક્તિ તરીકે ઓળખાતા.

જોકે, તેમણે ટેનેસીસ્થિત વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના વિકાસ માટે પણ કામ કર્યું હતું.

(આ લેખ વર્ષ 2015માં બીબીસી હિસ્ટ્રી પર પ્રકાશિત થયો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન